રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
GST on Health Insurance
2 ફેબ્રુઆરી, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સ પર જીએસટી: સંપૂર્ણ માર્ગદર્શિકા

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી દ્વારા પ્રોડક્ટ અને સર્વિસ પર બહુવિધ ટૅક્સ સિસ્ટમની વ્યાપક અસરો દૂર થઈ છે. ઇન્શ્યોરન્સ સેક્ટર પણ જીએસટીથી પ્રભાવિત થયેલ છે. આ સેક્ટરમાં 3% નો વધારો થયો છે, જેની અસર પર્સનલ ફાઇનાન્સ પર, નજીવી રીતે પણ, ફેલાઈ છે. ચાલો, હેલ્થ ઇન્શ્યોરન્સ પર જીએસટીની શું અસર થઈ છે, જીએસટી દરો પ્રીમિયમને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે અને જીએસટી સાથે મેડિકલ ઇન્શ્યોરન્સના રિન્યુઅલ વિષે જાણીએ.

જીએસટી તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને કેવી રીતે અસર કરે છે?

અર્થવ્યવસ્થાના તમામ સેક્ટરમાં પ્રભાવ છોડતા, જીએસટી દ્વારા ઇન્શ્યોરન્સ પ્લાન પર મુખ્યત્વે અસર અગાઉ ચાર્જ કરેલા સર્વિસ ટૅક્સના દરોને કારણે થઈ છે. જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસી અને લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી બંને પર 18% જીએસટી દર લાગુ પડે છે હેલ્થ ઇન્શ્યોરન્સ પરના જીએસટીમાં સર્વિસ ટૅક્સ શામેલ છે, જે પ્રીમિયમ દરોને અસર કરે છે (લેખમાં બાદમાં ચર્ચા કરેલ છે).

જીએસટી સાથે પ્રીમિયમ

સમગ્ર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ રકમ પર જીએસટી લાગુ પડે છે. જો કે, લાઇફ ઇન્શ્યોરન્સના કિસ્સામાં, જીએસટી માત્ર પ્રીમિયમના જોખમ કવરેજ ઘટક પર લાગુ પડે છે. લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે ઇન્વેસ્ટમેન્ટનો એ ઘટક જેના પર મેચ્યોરિટી બેનિફિટ મળે છે, તેની પર જીએસટી લાગુ પડતો નથી. દાખલા તરીકે, ₹10,000 નું પ્રીમિયમ ધરાવતા ₹5 લાખના હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કવરેજ પર નીચે મુજબ અસર થશે: જીએસટી પહેલાં, પ્રીમિયમ પર લાગુ પડતો ટૅક્સ 15% હતો. તે પ્રમાણે, ₹5 લાખ પર કુલ પ્રીમિયમ 10,000 ના 15%, એટલે કે ₹1,500 થશે, જેથી પ્રીમિયમની કુલ રકમ ₹11,500 થશે. જીએસટીના અમલીકરણ પછી, હાલમાં લાગુ ટૅક્સ 18% છે. તેથી, પ્રીમિયમની ગણતરી ₹10,000 ના 18% લેખે કરવામાં આવે છે, પરિણામે કુલ રકમ ₹11,800 થાય છે. તકનીકી રીતે, અગાઉની ટૅક્સ સિસ્ટમની તુલનામાં જીએસટીને કારણે વધુ પ્રીમિયમ ભરવાનું થાય છે. જો કે, જેમણે જીએસટી પહેલાં લાંબા ગાળાની પૉલિસીઓ ખરીદી છે, તેઓ આમાં અપવાદ છે. તેમની પર જીએસટીની અસર પડશે નહીં. જોકે, રિન્યુઅલ સમયે, પ્રીમિયમમાં જીએસટીના 18% ઉમેરવામાં આવશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પર જીએસટીના ફાયદા અને નુકસાન

મેડિકલ ઇન્શ્યોરન્સ પર જીએસટીની સકારાત્મક અસરમાં વ્યાજબી પ્રીમિયમ પર મળતી ઇન્શ્યોરન્સ પૉલિસીઓનો સમાવેશ થાય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવતા લોકો પર સુસંગત આર્થિક બોજો વધારતા હેલ્થકેર ખર્ચ સતત વધી રહ્યા છે તેવામાં આ એક વરદાનરૂપ બાબત છે. આજે, બજારમાં વ્યાજબી પ્રીમિયમને કારણે લોકો પહેલાં કરતાં વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદે છે. જો કે, હેલ્થ ઇન્શ્યોરન્સ પર જીએસટીની નકારાત્મક અસર જોઈએ તો, લાગુ પડતા ટેક્સ દરો પર અતિરિક્ત શુલ્કને કારણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ નથી. ગ્રુપ પૉલિસી ધરાવતા પૉલિસીધારકો માટે પણ એ જ પરિસ્થિતિ છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ વ્યક્તિઓ કે ગ્રુપ પૉલિસીધારકો માટે ઉપલબ્ધ નથી.

ટૅક્સમાં કપાત પર જીએસટીની અસર

ઇન્શ્યોરન્સને જીએસટી વ્યવસ્થા હેઠળ સર્વિસ ગણવામાં આવે છે. ગ્રુપ પૉલિસીધારકો માટે ટૅક્સ લાભ હવે ઉપલબ્ધ નથી. ટર્મ ઇન્શ્યોરન્સ પ્રીમિયમો, કે જેની પર અગાઉ 15% ટૅક્સ લાગુ પડતો હતો, તે હવે 18% કરવામાં આવેલ છે. અગાઉ યુનિટ-લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન અને એન્ડોમેન્ટ પ્લાનમાં રોકાણ પર લાગુ સર્વિસ ટૅક્સનો દર ઓછો હતો. દાખલા તરીકે, પ્રારંભિક પ્રીમિયમ પર છૂટનો દર જે અગાઉ 3.75% હતો તે હવે 4.50% કરવામાં આવેલ છે. રિન્યુઅલના કિસ્સામાં, અગાઉનો દર 1.875 % હતો, જે હવે 2.25% છે. યુલિપ પર અગાઉના 15% થી વધારીને હવે 18% ટૅક્સ કરવામાં આવેલ છે. 1.5 % સર્વિસ ટૅક્સ હવે 1.8 % કરવામાં આવેલ છે. એન્ડોમેન્ટ પ્લાન હોય કે યુલિપ, કોઈ પ્રવર્તમાન કન્સેશન રેટ નથી.

સેક્શન 80C અને 80D હેઠળ ટૅક્સ બચત

પૉલિસીધારકો આવકવેરા અધિનિયમની કલમ 80C અને કલમ 80D હેઠળ કપાત અને આવકવેરા અધિનિયમની કલમ 80C. આની કલમ 80C અને 80D મુજબ ઇન્કમ ટૅક્સ ઍક્ટ, નિર્દિષ્ટ કરદાતાઓ ચોક્કસ ઇન્શ્યોરન્સ સ્કીમ માટે કંપનીને ચૂકવેલ સંપૂર્ણ પ્રીમિયમ માટે કપાત ક્લેઇમ કરી શકે છે. મેડિકલ ઇન્શ્યોરન્સ પર જીએસટીને સર્વિસના વાસ્તવિક મૂલ્ય પરના ઈનડાયરેક્ટ ટેક્સ તરીકે વસૂલવામાં આવે છે. જીએસટી કાયદા હેઠળ આ રીતે વસૂલવામાં આવતી સંપૂર્ણ રકમને વર્તમાન નિયમો મુજબ કપાત તરીકે ક્લેઇમ કરી શકાય છે. દાખલા તરીકે, પૉલિસીની વીમાકૃત રકમ ₹ 10 લાખ છે. 30 વર્ષની ઉંમરના પૉલિસીધારકો રુ.7,000 ના મૂળભૂત પ્રીમિયમની સાથે રુ.7,000નો 18% એટલે કે રુ.1260 જીએસટી ચૂકવશે. કુલ પ્રીમિયમ રુ.8260 થાય છે. તે જ રીતે, 50 વર્ષના કોઈપણ વ્યક્તિ રુ.17,000 નું મૂળભૂત પ્રીમિયમ ધરાવતી એ જ પૉલિસી ખરીદે છે અને રુ.17,000 પર 18% જીએસટી સાથે કુલ રકમ રુ.20,060 થાય છે. બંને કિસ્સાઓમાં મૂળભૂત પ્રીમિયમ પર લાગુ જીએસટી અતિરિક્ત રકમનો ક્લેઇમ કલમ 80D હેઠળ કર-બચત હેઠળ કપાતનો લાભ મેળવવા માટે કરી શકાય છે. તેથી, કલમ 80D હેઠળ કુલ રૂ. 8,260 અને 20,060 ની પ્રીમિયમ રકમ કપાત તરીકે ક્લેઇમ કરી શકાય છે. જો કે, રોકાણની રકમની મર્યાદા કોઈ ચોક્કસ વિભાગ હેઠળ કર-બચત કપાતની રકમને નિર્ધારિત કરે છે.

સારાંશરૂપે

એડવાન્સ પ્રીમિયમ અને સમયસર ચૂકવેલ પ્રીમિયમ, કોઈપણ રીતે ચુકવણી કરવામાં આવી હોય, બંને જીએસટી ચાર્જ કરે છે. જીએસટીના અમલીકરણના કારણે વિવિધ પૉલિસીઓ અસ્તિત્વમાં આવી છે, જેને કારણે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દરેક ક્ષેત્રના લોકો માટે વ્યાજબી બને છે. જીએસટી રિફંડ સંબંધિત સમસ્યાઓ માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ચૂકવતી વ્યક્તિઓ જીએસટી પર રિફંડ ક્લેઇમ કરી શકતી નથી. જીએસટીની માહિતી પ્રદાતા દ્વારા ઑફર કરવામાં આવતા હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમની શીટ પર જોઈ શકાય છે. બદલાયેલ ટૅક્સ માળખાના જોખમો અને લાભોની સાથે અતિરિક્ત જોગવાઈઓ પણ કરવામાં આવેલ છે. પૉલિસીધારકો માટે, લાંબા ગાળા માટે સારી પૉલિસીની સુનિશ્ચિત કરવા માટે મુદત, ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો અને પ્રક્રિયા સાથે પ્રીમિયમ તપાસવું મહત્વપૂર્ણ છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે