અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Harmful Effects of Junk Food
1 એપ્રિલ, 2021

જંક ફૂડની હાનિકારક અસરો

કામ પર જતાં સમયે ઝટપટ નાસ્તો કરવો એ બ્રેકફાસ્ટનો નવો ટ્રેન્ડ છે. ઉપરાંત, ઘરે બનાવેલ સ્વાસ્થ્યપ્રદ ભોજનનું સ્થાન તમારા મનપસંદ ફાસ્ટ-ફૂડ જોઇન્ટમાં સરળતાથી ઉપલબ્ધ ખાદ્ય પદાર્થો દ્વારા લેવામાં આવ્યું છે. આજકાલ બાળકો આ ખાદ્ય પદાર્થોને પસંદ કરે છે અને તેમની પોષણની જરૂરિયાતને પૂર્ણ કરે છે. આ જંક ફૂડ માત્ર સ્વાદને સંતોષે છે, જ્યારે તેમાં પોષક તત્વોનું પ્રમાણ ખૂબ જ નગણ્ય હોય છે. આપણાં જીવનની વ્યસ્તતાને કારણે આપણે ઘણીવાર જંક ફૂડ આરોગીએ છીએ, પરંતુ નિયમિતપણે તેમ કરવાથી શરીરને કાયમી નુકસાન પહોંચાડીએ છીએ. જંક ફૂડ, કે જેને દેખીતી રીતે જ તેને ફેટનિંગ ફૂડ કહેવામાં આવે છે, તે સ્થૂળતા વધારવા સિવાય પણ કેટલીક ગંભીર અસરો પહોંચાડે છે. ચાલો, તમારા શરીર તેમજ મગજને નુકસાન પહોંચાડતા જંક ફૂડની કેટલીક હાનિકારક અસરો જોઈએ:

સ્થૂળતા

સ્થૂળતા એ લોકો પર જંક ફૂડની સૌથી સામાન્ય અને દેખીતી અસરોમાંથી એક છે. જંક ફૂડમાં ભરપૂર માત્રામાં ખાંડ, કેલરી અને ચરબી હોય છે, જે વજન વધારવામાં મુખ્ય પરિબળ તરીકે ભાગ ભજવે છે. વધુમાં, સ્થૂળતા એ ડાયાબિટીસ, સાંધાનો દુખાવો અને હૃદયની વિવિધ બિમારીઓ જેવી સમસ્યાઓનું ઉદ્ભવસ્થાન છે.

શીખવામાં અને યાદશક્તિની સમસ્યાઓ

ખાંડ અને ચરબીનું વધુ પડતું સેવન મગજની કાર્ય કરવાની ક્ષમતા, કે જેનાથી શીખવામાં અને યાદશક્તિ વધારવામાં મદદ મળે છે, તેને અસર કરે છે. આ પ્રકારની અસર ખાસ કરીને વૃદ્ધિ પામતા બાળકોમાં, કે જે ઉંમરે તેઓ સતત શીખતા હોય છે, તેમાં સૌથી વધુ જોવા મળે છે. આ બાબતને વધુ સમર્થન અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ દ્વારા મળ્યું હતું, જેમાં તેમણે અવલોકન કર્યું હતું કે જંક ફૂડના વપરાશને કારણે જ્ઞાનાત્મક પરીક્ષણના નબળા પરિણામો આવ્યા છે. પરિણામો મગજના હિપોકેમ્પસ ક્ષેત્રમાં અચાનક સોજો દર્શાવે છે, જે તમારી મેમરી અને રેકગ્નિશન માટે જવાબદાર છે.

ભૂખ ન લાગવી અને પાચનની તકલીફ

વધુ પ્રમાણમાં ખાવું એ જંક ફૂડની ખરાબ અસરોમાંથી એક છે. તેમના બ્લડ સુગર લેવલમાં વધઘટને કારણે કોઈપણ વ્યક્તિ જરૂર કરતાં વધુ ખાઈ લે છે. તેને કારણે મગજ દ્વારા સામાન્ય જરૂરિયાત કરતાં વધુ ખોરાકની માંગ કરવામાં આવે છે. વધુમાં, આવા ખાદ્ય પદાર્થોના પાચનમાં તકલીફ થાય છે, જેને કારણે જંક ફૂડના દુષ્પ્રભાવોમાં વધારો થાય છે.

માનસિક અસર હતાશા તરફ દોરી જાય છે

જંક ફૂડનો વધુ પડતો વપરાશ તમારા મગજની રાસાયણિક રચનામાં ફેરફાર કરે છે. આ ફેરફારને કારણે તમારું શરીર આવા જંક ફૂડ પર આધાર રાખતું થઈ જાય છે અને તેની વધુ અને વધુ માંગ કરે છે. તે લગભગ વ્યસન બની જાય છે, લોકો વિથડ્રોઅલ સિમ્પટમ અનુભવી શકે છે અને તે હતાશા તરફ દોરી શકે છે. તેને કારણે શરીરમાં હાર્મોનનું અસંતુલનનું ઉદ્ભવે છે, અને તેના કારણે વધુ જંક ફૂડની ઈચ્છા થાય છે.

અપર્યાપ્ત વૃદ્ધિ અને વિકાસ

સ્વસ્થ શરીરને તેની વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક પોષક તત્વોની જરૂર હોય છે. જંક ફૂડની ખરાબ અસરો સ્પષ્ટ જણાય છે, તથા તેમાં મૂળભૂત પોષણનો પણ અભાવ હોય છે. આ બિનઆરોગ્યપ્રદ ટેવો તથા અપર્યાપ્ત પોષણ મગજ અને શરીરના અન્ય ભાગોને અવરોધિત કરે છે. હેલ્થ ન્યુટ્રિશનિસ્ટ વધુ પડતા પ્રોસેસ કરેલ ફૂડની સલાહ આપતા નથી કારણ કે તે તમારા શરીર પર લાંબા ગાળે અસર કરે છે. તેથી તમે ચિપ્સ ખરીદો અથવા તમારી ફિઝ ડ્રિંકની ઈચ્છાને વશ થાઓ તે પહેલાં, જંક ફૂડની તમામ હાનિકારક અસરો વિશે વિચારો જે માત્ર તમારા શરીરને જ નહીં પરંતુ તમારા મનને પણ અસર કરે છે. જ્યારે તમારી પાસે ઘરે ભોજન તૈયાર કરવા અને રાંધવા માટે ઓછો સમય હોઈ શકે છે, ત્યારે તમારા સ્વાસ્થ્યના હિતમાં તે અતિરિક્ત પગલું ભરો અને તેમાં રોકાણ કરો medical insurance policy કોઈપણ અણધારી જરૂરિયાતોથી પોતાને સુરક્ષિત કરવા માટે. આખરે, સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે