જો તમને અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યની ઉંમર 50 વર્ષથી વધુ હોય અને આંખોમાં ઝાંખપ વર્તાતી હોય, તો તે મોતિયાને કારણે હોવાની શક્યતા વધુ છે. ઉંમર વધવાની સાથે મોતિયાની સંભાવના પણ વધે છે. પરંતુ મોતિયો ખરેખર શું છે? મોતિયો એ આંખની એક સ્થિતિ છે, જેમાં આંખની કીકી પર ઘટ્ટ પડ બનવાને કારણે થાય છે. વૃદ્ધ વ્યક્તિઓમાં તે સામાન્ય છે, અને જો સારવાર ન કરવામાં આવે, તો તેને કારણે દ્રષ્ટિ નબળી પડે છે અને કેટલાક કિસ્સામાં અંધાપો પણ આવી શકે છે. માત્ર ઉંમર જ નહીં, પરંતુ આંખને થતી ઈજાને કારણે પણ તેમ બની શકે છે. દ્રષ્ટિને અસર ન થાય તે માટે ઓપરેશન કરાવવું જરૂરી બને છે.
મોતિયો પાકવાના કારણો
મોતિયો માત્ર કોઈ એક કારણથી પાકતો નથી. સામાન્ય રીતે તે 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં જોવામાં આવે છે, પરંતુ ઑક્સિડન્ટનું વધુ પડતું નિર્માણ, ધૂમ્રપાન, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનની અસર, સ્ટિરૉઇડ અને અન્ય દવાઓનો લાંબા સમય સુધી સેવન, ડાયાબિટીસ, આંખને ઈજા અને રેડિયેશન થેરેપી જેવા કેટલાક કારણોસર મોતિયો પાકી શકે છે.
મોતિયો આવ્યો હોવાની જાણ કયા લક્ષણોથી થાય છે?
મોટાભાગે લોકો ઝાંખું દેખાવાને કારણે ચેક-અપ કરાવતાં હોય છે. ધૂંધળું દેખાવું એ મોતિયાનું પ્રાથમિક લક્ષણ છે. ત્યાર બાદ, રાત્રી દરમિયાન જોવામાં મુશ્કેલી પડવી, રંગો ઝાંખા દેખાવા, સામેથી આવતા પ્રકાશને કારણે આંખો અંજાઈ જવી, લાઇટની આજુબાજુ કુંડાળા દેખાવા, ડબલ વિઝન અને આંખના નંબરમાં વારંવાર ફેરફાર થવો એ મોતિયાનું સૂચન કરતાં કેટલાક પરિબળો છે.
શું મોતિયાનું ઓપરેશન મેડિકલ ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે?
હા, હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ મોતિયાની સારવાર માટે કવરેજ ઑફર કરે છે. જો કે, જેમ પૉલિસીની સ્ટાન્ડર્ડ શરતો
હેલ્થ ઇન્શ્યોરન્સમાં વેટિંગ પિરિયડને વ્યાખ્યાયિત કરે છે, તેવી જ રીતે, ઇન્શ્યોરર દ્વારા મોતિયાની સારવાર માટે પૉલિસી કવરેજ શરૂ કરતાં પહેલાં પ્રતીક્ષા અવધિ લાગુ કરવામાં આવે છે. આ સમયગાળો સામાન્ય રીતે 24 મહિનાનો હોય છે, પરંતુ ઇન્શ્યોરન્સ પૉલિસીની શરતો અનુસાર બદલાઈ શકે છે.*
મોતિયાના ઓપરેશન માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ લેવું શા માટે જરૂરી છે?
તબીબી સારવારનો વધી રહેલો ખર્ચ એક નાની તબીબી પ્રક્રિયા માટે પણ મોટો હોઇ શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા 2017 માં પ્રકાશિત અભ્યાસની સમીક્ષા દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે મોતિયા માટે કોઈ કુદરતી ઉપચાર નથી, તેનો ઓપરેશન દ્વારા ઈલાજ કરાવવો જરૂરી છે. વધુમાં, મોતિયાની સારવારનો ખર્ચ ફેકોઇમલ્સિફિકેશન, જે સારવારની પરંપરાગત પદ્ધતિ છે, તેને માટે રૂ. 40,000 થી શરૂ થાય છે. આધુનિક પદ્ધતિથી બ્લેડલેસ સારવારનો ખર્ચ રૂ. 85,000 થી રૂ. 1.20 લાખ સુધીનો થાય છે. સારવાર માટે આટલો મોટો ખર્ચ કરવો એ હંમેશા શક્ય હોતું નથી, અને તેની સારવાર માટે ખરીદવામાં આવેલ
ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ ફાઇનાન્શિયલ બૅકઅપ તરીકે કામ કરી શકે છે.*
મોતિયા માટે ઓપરેશન કરાવવું શા માટે જરૂરી છે?
નીચે જણાવેલ કારણોસર મોતિયાના ઓપરેશનની ભલામણ કરવામાં આવે છે:
- સ્પષ્ટ દૃષ્ટિ આપે છે: મોતિયાના ઓપરેશન વડે ધૂંધળું દેખાવાની તકલીફ દૂર કરીને સ્પષ્ટ દૃષ્ટિ મેળવી શકાય છે. તબીબી વિજ્ઞાનમાં પ્રગતિ સાથે, સારવારમાં એક કલાકથી વધુ સમય લાગતો નથી, અને આમ, હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. આ સારવારને વર્ગીકૃત કરવામાં આવે છે ડે-કેર પ્રક્રિયા.
- દૃષ્ટિ સંપૂર્ણપણે જતાં બચાવે છે: મોતિયાનું ઓપરેશન તમારી દૃષ્ટિને થતી હાનિને રોકવામાં મદદ કરે છે, પરિણામે દૃષ્ટિને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે જતાં બચાવે છે.
- જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે: દૃષ્ટિ એ ખૂબ અગત્યની સંવેદનશીલ ઇન્દ્રિય છે, અને એ કારણસર મોતિયાની સારવાર કરાવવાથી જીવનની ગુણવત્તાને પુનઃસ્થાપિત કરી શકાય છે.
મોતિયાના ઓપરેશન માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ વિશે જાણવા જેવા કેટલાક વિવિધ મુદ્દાઓ આ મુજબ છે. પ્લાન જેમ કે વ્યક્તિગત/
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ, વરિષ્ઠ નાગરિક પૉલિસી તેમજ
આરોગ્ય સંજીવની પૉલિસી મોતિયાના ઓપરેશનને કવર કરે છે. શ્રેષ્ઠ આર્થિક સુરક્ષા માટે પર્યાપ્ત વીમાકૃત રકમ સાથે કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્રદાન કરતો હોય તેવો પ્લાન પસંદ કરો.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો