તમારામાંથી મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમનો અસ્વીકાર થવા અંગે ચિંતિત હોવ છો. હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમનો અસ્વીકાર થવો ગંભીર બાબત હોઇ શકે છે તે અમે સમજીએ છીએ, પરંતુ ખૂબ જ સરળ ટ્રિક વડે તેને ટાળી શકાય છે. આ ટ્રિક એટલે તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટને સંપૂર્ણપણે વાંચવાનું છે, જેથી તમે તેના વિશે જાણી શકો
હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ, તમારા દ્વારા પસંદ કરેલ સમાવેશ, લાભો, વિશેષતા, SI (વીમાકૃત રકમ) અને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની બાકાત બાબત. તમારી પૉલિસી વિશે આ વિગતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના દ્વારા તમે તમારી ક્લેઇમ સેટલમેન્ટની સરળ પ્રક્રિયા સુનિશ્ચિત કરી શકો છો. જો તમે તમારી પૉલિસીમાં શામેલ ન હોય તેવી સારવાર માટે ક્લેઇમ કરો છો (જે એક એક્સકલુઝન છે), તો તમારો ક્લેઇમ સીધો જ નકારવામાં આવશે. અને, અમે નથી ઈચ્છતા કે તમારી સાથે આમ થાય. તેથી, અહીં તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની કેટલીક સામાન્ય બાકાત બાબતો આપેલ છે, જે તમારે જાણવી જોઈએ, જેથી તમારે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે જ્યારે તમે
હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરો.
- પહેલેથી હોય તેવી બીમારીઓ: તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શરૂ થયા પછી તરત જ હ્રદય રોગ, કિડનીના રોગ, ડાયાબિટીસ, કેન્સર અને અન્ય પહેલાંથી હાજર બીમારીઓને કવર કરવામાં આવતી નથી. તેમની પ્રતીક્ષા અવધિ નિર્ધારિત હોય છે અને આ પ્રતીક્ષા અવધિ સમાપ્ત થયા પછી તેનું કવરેજ શરૂ થાય છે. પહેલેથી હોય તેવી બીમારીઓ માટેનો પ્રતીક્ષા અવધિ દરેક ઇન્શ્યોરન્સ કંપની માટે અલગ હોય છે અને તે એક વર્ષથી ત્રણ વર્ષ સુધીનો હોઈ શકે છે.
- વૈકલ્પિક ઉપચારો : બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ ખાતે, અમારા દ્વારા પ્રદાન થતા કવરેજમાં શામેલ છે આયુર્વેદિક અને હોમિયોપેથિક હૉસ્પિટલાઇઝેશન. પરંતુ, નેચરોપેથી, એક્યુપંક્ચર, મેગ્નેટિક થેરેપી, એક્યુપ્રેશર વગેરે જેવી અન્ય સારવારોને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.
- કોસ્મેટિક સર્જરી : હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ કૉસ્મેટિક સર્જરી (પ્લાસ્ટિક સર્જરી), હેર ટ્રાન્સપ્લાન્ટને કવર કરતી નથી જ્યાં સુધી અકસ્માતને કારણે થતી વિકૃતિ જેવી કેટલીક ગંભીર ઘટના પછી મેડિકલ પ્રોફેશનલ દ્વારા પ્રક્રિયા નિર્ધારિત કરવામાં ન આવે અથવા ક્રિટિકલ ઇલનેસ જેમ કે કેન્સર.
- ડેન્ટલ સર્જરી : હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમારા કુદરતી દાંતને થયેલા આકસ્મિક નુકસાનને, હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, કવર કરે છે. કોઈપણ અન્ય પ્રકારની દાંતની પ્રક્રિયાને સામાન્ય રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાંથી બાકાત રાખવામાં આવે છે.
- સ્વયંને પહોંચાડેલ ઈજાઓ: જો તમે કોઈપણ સ્વયંને પહોંચાડેલ ઈજાઓ માટે સારવાર મેળવો છો, તો તેને તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવશે નહીં. ઉપરાંત, આત્મહત્યાના પ્રયત્નોને કારણે થયેલી ઈજાઓ, જેને કારણે વ્યક્તિ વિકલાંગ/ઈજાગ્રસ્ત થઈ શકે છે, તેને કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવશે નહીં. વધુમાં, યુદ્ધ દરમિયાન થયેલી ઈજાઓ તમારી પૉલિસીમાંથી બાકાત છે.
- અન્ય રોગો અને સારવાર : એચઆઇવી સંબંધિત સારવાર, જન્મજાત રોગો, નશીલા પદાર્થો અને દારૂના ઉપયોગ સંબંધિત સારવાર, વ્યસન છોડાવવા માટેની સારવાર, કોઈપણ ફર્ટિલિટી સંબંધિત પ્રક્રિયા, પ્રાયોગિક સારવાર વગેરે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
- ફરજિયાત પ્રતીક્ષા અવધિ : મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ફરજિયાત પ્રતીક્ષા અવધિ દરમિયાન, જે એક મહિનાથી ત્રણ મહિના સુધી હોઈ શકે છે, તેમાં વ્યક્તિને આવરી લેવામાં આવતા નથી. જો કે, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શરૂ થવાના સમયથી જ આકસ્મિક ઈજાઓ કવર કરવામાં આવે છે.
મુખ્યત્વે, તે સલાહભર્યું છે કે તમે વિવિધ
હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકારો પૉલિસીઓ અને તેમની ઑફરને સમજો. વધુમાં, તમે અમારી વેબસાઇટ પર દરેક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે અમારું વિગતવાર બ્રોશર વાંચી શકો છો, જેમાં તમે વિશિષ્ટ બાકાત બાબતો અને સામાન્ય બાકાત બાબતો વિશે પણ જાણી શકો છો. અમે અગાઉ જાણ કર્યા અનુસાર, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની બાકાત રાખવામાં આવેલ બાબતો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી ક્લેઇમ કરતી વખતે તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો ના પડે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો