2022 માં, હેલ્થકેરનો ખર્ચ તમારા ખિસ્સા પર ખૂબ જ ભારે પડી શકે છે; તેથી હંમેશા સુરક્ષિત રહેવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની ખૂબ જ જરૂર છે. પૉલિસી હોય તો, તે તબીબી કટોકટી સાથે ઉદ્ભવતો કોઈપણ આર્થિક તણાવ વ્યક્તિને આર્થિક સુરક્ષા પૂરી પાડી શકે છે. વિવિધ પ્રકારના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં, ગ્રુપ ઇન્શ્યોરન્સ કવર એક લોકપ્રિય ઇન્શ્યોરન્સ પ્લાન છે જે ઘણીવાર કોર્પોરેટ્સ દ્વારા તેના કર્મચારીઓને ઑફર કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ખરીદવામાં આવેલી માસ્ટર પૉલિસી તેના તમામ પાત્ર કર્મચારીઓને નજીવા પ્રીમિયમે એક ઇન્શ્યોરન્સ કવર હેઠળ કવર કરે છે, જે સામાન્ય રીતે એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે અથવા કર્મચારી સાથે શેર કરવામાં આવે છે. ગ્રુપ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તેના કર્મચારીઓ માટે કવરેજ સુનિશ્ચિત કરે છે અને બિન-નાણાંકીય લાભ આપે છે. જો કે, ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન્સની એક મર્યાદા હોય છે, જેમાં કર્મચારી સર્વિસમાં હોય ત્યાં સુધી જ કવરેજ રહે છે. નોકરીમાં પરિવર્તન અથવા નોકરીમાંથી દૂર કરવામાં આવે ત્યારે ઇન્શ્યોરન્સ કવરેજ પણ સમાપ્ત થાય છે. આ લેખ આ વિશે વિવિધ મુદ્દાઓ વિશે વાત કરે છે
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ અને તમારી નોકરી બદલવા સાથે તેનું સંબંધ છે. વધુ જાણવા માટે વાંચવાનું ચાલુ રાખો.
ભારતમાં ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સની સમજૂતી
ભારતમાં ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે. આ પ્લાન સામાન્ય રીતે કોમ્પ્રિહેન્સિવ અને નિયોક્તાના યોગદાનને કારણે વાજબી હોય છે. જો કે, જ્યારે તમે તમારી નોકરી છોડી દો છો, ત્યારે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ સામાન્ય રીતે બંધ થઈ જાય છે. અહીં, આપણે નોકરી બદલતા પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કામગીરી, તેમના મહત્વ અને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરીએ છીએ.
નોકરી બદલવામાં આવે તે સમયે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
સામાન્ય રીતે ગ્રુપ ઇન્શ્યોરન્સ પૉલિસીનું કવરેજ તમારી નોકરીના છેલ્લા કાર્યકારી દિવસે સમાપ્ત થાય છે. જો કે, કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા, જો વ્યક્તિ દ્વારા સંપૂર્ણ પ્રીમિયમની ચુકવણી કરવામાં આવે, તો ગ્રુપ ઇન્શ્યોરન્સ પૉલિસીને સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ પ્લાનમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ રીતે, પૉલિસીધારક તરીકે, તમને તબીબી ઇમરજન્સીને કારણે ઉદ્ભવતા આર્થિક જોખમ સામે સુરક્ષાની સાથે સાથે કવરેજ પણ મળી રહે છે. રેગ્યુલેટર,
આઇઆરડીએઆઇ, જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરાયા બાદ જ, કર્મચારી દ્વારા ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાનને તે જ ઇન્શ્યોરન્સ કંપનીના વ્યક્તિગત પૉલિસીમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપવામાં આવે છે. વધુ વિગતો માટે તમે આઇઆરડીએઆઇની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તેમ છતાં, આ પ્રકારના ઇન્શ્યોરન્સ કવરની શરતો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નિર્ધારીત કરવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે બદલવાનો આ વિકલ્પ તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં ઉપલબ્ધ નથી (માત્ર કેટલાક). આમ, તમારે તમારા ઇન્શ્યોરર પાસે અગાઉથી તપાસ કરવી જરૂરી છે. વધારાના પ્રીમિયમની ચુકવણીની સાથે સાથે, તમારે તમારા ઇન્શ્યોરન્સ કવરેજને રૂપાંતરિત કરવા માટે મેડિકલ ચેકઅપ કરાવવાની જરૂર પડી શકે છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
નોકરી બદલતી વખતે તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સના કયા વિકલ્પો છે?
નોકરી બદલતી વખતે બે વિકલ્પો છે - પ્રથમ, તમારા ઇન્શ્યોરન્સ કવરેજને વ્યક્તિગત પૉલિસીમાં રૂપાંતરિત કરવું, અથવા બીજું, નવો ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો. જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આવી સુવિધા આપવામાં આવતી હોય તો પ્રથમ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે બીજા વિકલ્પ દ્વારા ચોક્કસપણે તબીબી કવરેજ પ્રાપ્ત થાય છે. અલગ પૉલિસી પસંદ કરતી વખતે,
પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર તમારા માટે જ નહીં, પરંતુ તમારા માતાપિતા, જીવનસાથી અથવા બાળકો જેવા આશ્રિતોને પણ કવરેજ પૂરું પાડી શકે છે. તમારા ઇન્શ્યોરર દ્વારા આપવામાં આવતા ઍડ-ઑન રાઇડરનો ઉપયોગ કરીને કવરેજ સુરક્ષિત કરવા માટે આ પૉલિસી વધુ સારી રીતે તૈયાર કરી શકાય છે. ઍડ-ઑન્સ એ વધારાનું ઇન્શ્યોરન્સ કવર છે, પરંતુ સાથે સાથે તે માટે વધુ પ્રીમિયમ ચુકવવું પડે છે, ત્યારે તમે અંતિમ મૂલ્ય નિર્ધારીત કરવા માટે
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ જેમ કે તમારા જીવનના તમામ મુખ્ય નિર્ણયો, તમારે ગંભીરતાથી હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાની જરૂર છે અને તમારા પરિવારને ધ્યાનમાં રાખીને પૉલિસી ખરીદવી પડશે
તબીબી ઇતિહાસ. આ પ્રક્રિયામાં, એક પ્લાન પસંદ કરો જે ઑફર કરે છે
હેલ્થ ઇન્શ્યોરન્સમાં આયુષ સારવાર તે અન્ય લાભો ઉપરાંત વૈકલ્પિક સારવારના કવરેજને સુનિશ્ચિત કરવા માટેની એક અસરકારક રીત છે. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
નોકરી બદલતી વખતે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સમાં પડેલા ગેપને કેવી રીતે કવર કરવો?
તમે આ બે રીતે કરી શકો છો:
પોર્ટેબિલિટી:
તમે નોકરી બદલતી વખતે તમારા હાલના ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સને વ્યક્તિગત પ્લાનમાં પોર્ટ કરવાનું વિચારી શકો છો. આ તમને તમારા હાલના કવરેજ લાભો જાળવી રાખવાની અને કવરેજમાં પડતા બ્રેકને ટાળવાની સુવિધા આપે છે.
વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ:
તમારું જૂનું કવરેજ સમાપ્ત થાય તે પહેલાં નવી ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનું વિચારો. આ સતત કવરેજ સુનિશ્ચિત કરે છે અને તમને તમારી ચોક્કસ જરૂરિયાતો અનુસાર પ્લાન તૈયાર કરવાની સુવિધા આપે છે.
નોકરી બદલતી વખતે હેલ્થ ઇન્શ્યોરન્સ હોવાનું મહત્વ
અનપેક્ષિત તબીબી પરિસ્થિતિઓ કોઈપણ સમયે ઉદ્ભવી શકે છે, અને તમારી પોતાની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી, ખાસ કરીને નોકરી બદલતા હોવ એ દરમિયાન, તે એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ પ્રદાન કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે તમારી પાસે સતત કવરેજ હોય, ત્યારે પણ જ્યારે તમે કંપનીના હેલ્થ ઇન્શ્યોરન્સ પર હોવ અને નોકરી બદલી રહ્યા હોવ. આ અવિરત સુરક્ષા કોઈ નોંધપાત્ર આર્થિક તણાવનો સામનો કર્યા વિના મેડિકલ ઇમરજન્સીને મેનેજ કરવા માટે મહત્વપૂર્ણ છે. તમારી પોતાની પૉલિસી સાથે, તમારે અનિશ્ચિત સમય દરમિયાન કવરેજ ગુમાવવા અથવા મસમોટા મેડિકલ બિલ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તે મનની શાંતિ અને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે, જેથી તમે અનપેક્ષિત ખર્ચની ચિંતા કર્યા વિના તમારા સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.
નોકરી બદલતા પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે ધ્યાનમાં રાખવાની બાબતો
નોકરી બદલતા પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે હંમેશા નીચેના પરિબળોને યાદ રાખો:
પોર્ટેબિલિટી: તમારા વર્તમાન ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે સંકળાયેલી પોર્ટેબિલિટી પ્રક્રિયા અને સમયસીમાઓને સમજો.
વેટિંગ પીરિયડ:નવા ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં પહેલાંથી હોય તેવી સમસ્યાઓ માટે વેટિંગ પીરિયડ હોઈ શકે છે. નવી પૉલિસી પસંદ કરતી વખતે આનો વિચાર કરો.
સંભાળની સાતત્યતા: જો તમે સારવાર મેળવી રહ્યા હોવ, તો સુનિશ્ચિત કરો કે તમારો નવો પ્લાન તમારા હાલના ડૉક્ટરના નેટવર્કને કવર કરે અથવા સારવારને ચાલુ રાખવાની સુવિધા આપે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
શું એક કંપનીમાંથી બીજી કંપનીમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરવું શક્ય છે?
હા, તમે તમારા હાલના ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સને અન્ય ઇન્શ્યોરન્સ કંપનીના ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ પ્લાનમાં પોર્ટ કરી શકો છો. આ પ્રક્રિયાને પોર્ટેબિલિટી કહેવામાં આવે છે.
શું હું નોટિસ પીરિયડ દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકું છું?
હા, તમારું ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ ઍક્ટિવ હોય ત્યાં સુધી તમે તમારા નોટિસ પીરિયડ દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સના લાભોનો ક્લેઇમ કરી શકો છો.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરવાના ગેરફાયદા શું છે?
પોર્ટેબિલિટી હંમેશા શક્ય ન હોઈ શકે, અને કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ પોર્ટ કરેલ પ્લાનમાં પણ પહેલાંથી હોય તેવી સમસ્યાઓ માટે વેટિંગ પીરિયડ ધરાવી શકે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરવા માટે ગ્રેસ પીરિયડ શું છે?
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા 45-દિવસ ફરજિયાત કરવામાં આવે છે
ગ્રેસ પીરિયડ તમારા ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ સમાપ્ત થયા પછી પોર્ટેબિલિટીની વિનંતીઓ માટે.
હેલ્થ ઇન્શ્યોરન્સની પોર્ટેબિલિટી માટેની સમય મર્યાદા શું છે?
પોર્ટેબિલિટી વિનંતીઓ માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા હોતી નથી. જો કે, કોઈપણ જાતના ગેપને ટાળવા માટે તમારા ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં જ પ્રક્રિયા શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
*ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
આ પેજ પરની સામગ્રી સામાન્ય છે અને માત્ર માહિતી અને સ્પષ્ટીકરણના હેતુઓ માટે શેર કરવામાં આવી છે. તે ઇન્ટરનેટ પરના કેટલાક સેકન્ડરી સ્રોતો પર આધારિત છે અને તે ફેરફારોને આધિન હોય છે. કોઈપણ સંબંધિત નિર્ણયો લેતા પહેલાં, કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.
જવાબ આપો