રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Health Insurance Portability Online
31 મે, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે પોર્ટ કરવો?

નવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો એ ખૂબ જ થકવી નાંખતી પ્રક્રિયા છે. આખરે ઘણા રિસર્ચ અને કન્સલ્ટેશન પછી આપણે એક પ્લાન નક્કી કરીએ છીએ જે આપણને આપણી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય જણાય છે. અને બાદમાં આપણને ખરીદેલી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઘણી બાબતો આપણી જરૂર મુજબની નહીં હોવાનો ખ્યાલ આવે છે. તેથી, જો તમે એવો ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કર્યો છે જે તમારી જરૂરિયાત અનુસાર નથી, તો તેને અન્ય પ્લાન અથવા ઇન્શ્યોરન્સ કંપનીમાં પોર્ટ કરી શકાય છે. આ લેખ દ્વારા તમે એક કંપનીમાંથી બીજી કંપનીમાં કે બીજા પ્લાનમાં તમારી ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન પ્રાપ્ત થશે. ચાલો, શરૂ કરીએ!

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન પોર્ટ કરવાની પગલાં અનુસારની પ્રક્રિયા

હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન પોર્ટ કરવાની પ્રક્રિયા સરળ છે, અને અમે તેને ચાર સરળ પગલાંઓમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું.

1.     તુલના કરો અને યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ કવરની માહિતી મેળવો

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે ઑનલાઇન અરજી કરતા પહેલાં, સૌ પ્રથમ તમારી પાસે અત્યારની પૉલિસી કરતાં નવી અને વધુ સારી પૉલિસી વિશે માહિતી હોવી જરૂરી છે. આમ કરવા માટે, તમારે વિસ્તૃત સંશોધન કરવું પડશે અને તમને ફાયદાકારક એવા તેમના પ્લાન્સ વિશે જાણવા માટે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓનો સંપર્ક કરવાનો રહેશે. તમારું સંશોધન કરતી વખતે તમારે ધ્યાનમાં લેવા જોઈએ તેવી કેટલીક બાબતો અહીં જણાવેલ છે:
  • પૉલિસીના લાભો અને કવરેજ.
  • વાર્ષિક અથવા માસિક પ્રીમિયમની રકમ.
  • ક્લેઇમની પ્રક્રિયા.
  • પ્રતીક્ષા અવધિની કલમ.
  • નો ક્લેઇમ ડિસ્કાઉન્ટ.

2.     પ્રક્રિયા માટે જરૂરી ડૉક્યુમેન્ટ તપાસો

તમારી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરતી પૉલિસી અથવા ઇન્શ્યોરન્સ કંપની, કે જે તમારી વર્તમાન પૉલિસી કરતાં વધુ સારો વિકલ્પ હોય, તે નક્કી કર્યા બાદ તમે આગામી પગલાં પર આગળ વધી શકો છો. તમારા ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સને પોર્ટ કરવા માટે જરૂરી તમામ ડૉક્યૂમેન્ટ વિશે તમારી હાલની તેમજ નવી ઇન્શ્યોરન્સ કંપનીના એક્ઝિક્યુટિવ પાસેથી માહિતી મેળવો. સામાન્ય રીતે, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી સમયે જરૂરી ડૉક્યૂમેન્ટની સૂચિ નીચે મુજબ છે.
  • વર્તમાન ઇન્શ્યોરન્સની રિન્યુઅલ નોટિસની એક કૉપી.
  • નો ક્લેઇમ ડિક્લેરેશન ફોર્મ (જો લાગુ પડતું હોય તો).
  • ઉંમરનો પુરાવો.
  • ક્લેઇમના કિસ્સામાં: તપાસ, ડિસ્ચાર્જ સારાંશ અને ફૉલો-અપ રિપોર્ટની કૉપી.
  • અગાઉ કરાવવામાં આવેલ કોઈપણ સારવારની સાથે અગાઉના તબીબી ઇતિહાસની કૉપી.

3.     હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરવા માટેની ઑનલાઇન પ્રક્રિયા

જો તમે ઓનલાઇન ખરીદી રહ્યા છો તો તમારે નીચેની પ્રક્રિયા કરવાની રહેશે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી ઑનલાઇન:
  • ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિના 45 દિવસ પહેલાં પોર્ટેબિલિટી વિશે તમારા હાલના ઇન્શ્યોરરને સૂચિત કરો.
  • નવા ઇન્શ્યોરરને પોર્ટેબિલિટી માટે વિનંતી કરો.
  • ત્યારબાદ નવા ઇન્શ્યોરર દ્વારા તેમના વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન્સની વિગતો સાથે પ્રસ્તાવ અને પોર્ટેબિલિટી ફોર્મ મોકલવામાં આવશે.
  • તમને સૌથી વધુ અનુકૂળ હોય તેવો પ્લાન પસંદ કરો અને જરૂરી વિગતો ભરેલું પોર્ટેબિલિટી અને પ્રપોઝલ ફોર્મ નવા ઇન્શ્યોરરને સબમિટ કરો.
  • ત્યારબાદ નવી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારો મેડિકલ રેકોર્ડ, ક્લેઇમ હિસ્ટ્રી વગેરેને તપાસવા અને ક્રૉસ-વેરિફાઇ કરવા માટે તમારી હાલની ઇન્શ્યોરરનો સંપર્ક કરવામાં આવશે.
  • તમારા હાલના ઇન્શ્યોરર દ્વારા નવા ઇન્શ્યોરરને તમામ જરૂરી વિગતો પ્રદાન કરવાની રહેશે IRDA જે ડેટા-શેરિંગ પોર્ટલના માધ્યમથી સાત દિવસના સમયગાળામાં આપવાની રહેશે.
  • તમામ માહિતી અપડેટ થયા બાદ તમારી હાલની પૉલિસી નવા ઇન્શ્યોરરને પોર્ટ કરવામાં આવે છે, જેની પ્રક્રિયા 15 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે.

4.     તમામ પ્રક્રિયા ફરીથી તપાસો

પોર્ટેબિલિટીની પ્રક્રિયા પૂરી થાય બાદ, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટીની ઑનલાઇન પ્રક્રિયા કોઈપણ ભૂલ વગર સચોટ રીતે કરવામાં આવે તેની ખાતરી કરવા માટે તમામ પ્રક્રિયા પર ફરી એક નજર કરો. તમારા હાલના ઇન્શ્યોરરનો સંપર્ક કરીને, તમારી પૉલિસી તેમના તરફથી સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હોવાની ખાતરી કરો અને જો કોઈ ચુકવણી બાકી હોય અથવા ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની જરૂર હોય તો તે વિશે સ્પષ્ટતા કરો. તેવી જ રીતે, તમારા નવા ઇન્શ્યોરરનો સંપર્ક કરીને તમામ વિગતો સાચી રીતે દાખલ કરવામાં આવી છે કે નહીં તથા અન્ય કોઈ ડૉક્યૂમેન્ટની જરૂર છે તે અંગે ચર્ચા કરો. બંને કંપની દ્વારા અનુમતિ મળ્યા બાદ તમે પોર્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ.

વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ)

  1. શું પોર્ટેબિલિટી માટે ઉંમરની કોઈ યોગ્યતા જરૂરી છે?
પોર્ટેબિલિટી માટેની પાત્રતાની ઉંમર નવી પૉલિસીના નિયમો, શરતો અને માર્ગદર્શિકા પર આધારિત હોઈ શકે છે.
  1. શું પોર્ટ કરતી વખતે મને મારી હાલની પૉલિસીના લાભો મળે છે?
હા, તમે તમારી હાલની પૉલિસીના લાભો પ્રાપ્ત કરવા માટે હકદાર છો. જો કે, તમારા નવા ઇન્શ્યોરરની માર્ગદર્શિકા મુજબ તેમાં થોડા ફેરફારો થઈ શકે છે. તારણ હેલ્થ ઇન્શ્યોરન્સને ઑનલાઇન પોર્ટ કરવા અંગે હવે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. જાણવા યોગ્ય તમામ માહિતી પહેલેથી જ ઉપર પ્રદાન કરવામાં આવી છે. જ્યાં તમે તમારી હાલની પૉલિસીને પોર્ટ કરવા માંગો છો તે ઇન્શ્યોરર તમારે શોધવાના રહેશે. તેમ છતાં પણ, જો તમને કોઈ શંકા હોય, તો તમે જરૂરી માહિતી માટે અમારા ઇન્શ્યોરન્સ નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે