રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
20 simple fitness tips for the COVID-19 lockdown
27 ઑગસ્ટ, 2020

કોરોનાવાઇરસ લૉકડાઉન દરમિયાન તમને ફિટ અને હરતા-ફરતા રાખવાની 20 ટિપ્સ

કોવિડ-19 લૉકડાઉનને કારણે રોજિંદું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે અને શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવામાં આવ્યો છે. મર્યાદિત સામાજિક જીવનને કારણે ઘરમાં રહેલા લોકો દ્વારા મીઠાઈ, આઇસક્રીમ, તૈલી નાસ્તો વગેરે જેવી વસ્તુઓના ઉપયોગનું પ્રમાણ ખૂબ વધી જાય છે. અને, તેથી વજન વધવાની સમસ્યા ઘણા લોકોમાં સામાન્ય બની ગઈ છે. લૉકડાઉન તણાવપૂર્ણ રહ્યું છે, પરંતુ તેમની શારીરિક અને માનસિક સુખાકારીમાં સુધારો કરવા માટે આ લૉકડાઉન દ્વારા માટે શ્રેષ્ઠ પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. તમારા પરિવાર માટે ધ્યાન કેન્દ્રિત કરવાનો અને તંદુરસ્ત રહેવાથી લઈને એક પર્યાપ્ત હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ખરીદવા સુધીના તમામ જરૂરી માધ્યમોને સુરક્ષિત રાખવાનો આ યોગ્ય સમય છે. સ્ટેટિસ્ટા મુજબ, સ્વાસ્થ્ય અને ફિટનેસ સંબંધિત એપના વપરાશમાં વધારો જોવામાં આવ્યો છે. સોશિયલ ફિટનેસ સેન્ટર, જેમ કે જિમ અને પાર્ક લોકો માટે બંધ રહેવાને કારણે લોકો દ્વારા વૈકલ્પિક રસ્તો પસંદ કરવામાં આવ્યો છે.

કોવિડ-19 લૉકડાઉન દરમિયાન ફિટનેસ શા માટે જરૂરી છે?

આ અભૂતપૂર્વ સમયમાં શારીરિક પ્રવૃત્તિ પર ઘણાં કારણોસર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. કસરત વિના તમે જે મહત્વના લાભો ચૂકી ગયા છો તે વિશે જાણો!

1. માનસિક સુખાકારી:

માનસિક સુખાકારી એ કસરત કરવાનો અને પૌષ્ટિક આહારનો ઓછો દેખીતો મુખ્ય ફાયદો છે. કસરત કરવી એ તણાવ અને ચિંતા ઘટાડવામાં અસરકારક સાબિત થઈ છે. લોકડાઉન દરમિયાન જ્યારે લોકો ઘરમાં પૂરાઈ રહ્યાની અનુભૂતિ કરી રહ્યા છે અને નિરાશાજનક અનુભવી રહ્યા છે ત્યારે આ વધુ મહત્વપૂર્ણ છે.

2. મહામારી થતી રોકવી:

ફિટનેસ જાળવવી એ નવા સંક્રમણ સામેનો કોઈ ઉપચાર નથી, જો કે, કેટલાક સંશોધનોમાં તેની શરીર પર સકારાત્મક અસરો થતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સ્વસ્થ જીવનશૈલી અનુસરવાના ઘણા ફાયદાઓમાંથી એક છે, ખાસ કરીને આ લૉકડાઉન દરમિયાન, તે શરીરની રોગપ્રતિકારકતાને મજબૂત બનાવે છે. ઘણા લોકો દ્વારા તે માટે કોરોનાવાઇરસ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ની પસંદગી કરવામાં આવે છે.

3. શારીરિક લાભો:

કસરત સ્નાયુઓ, હાડકાંઓને મજબૂત બનાવે છે, કોર્ટિસોલને નિયમિત કરે છે, રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે, શરીરને ખડતલ રાખે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ કરે છે. આજે જ્યારે આ વૈશ્વિક જાહેર સ્વાસ્થ્ય સંકટ આગળ વધી રહ્યું છે અને બહાર જવું આવવું પ્રતિબંધિત છે, ત્યારે આળસ તમારી શારીરિક શક્તિ પર અસર કરી શકે છે.

દૈનિક ધોરણે કેટલી શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે?

તમને મદદ કરવા માટે, લૉકડાઉન દરમિયાન અનેક ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર અને પ્રોફેશનલ એપ દ્વારા પણ યોગ્ય કસરતો જણાવવામાં આવે છે. આપણા સૌના તંદુરસ્તીને લગતા લક્ષ્યો અને રસના વિષયો અલગ હોવાથી, તમે તમને અનુકૂળ હોય તે પ્રકાર નક્કી કરી શકો છો. કોવિડ-19 લૉકડાઉન દરમિયાન અનુસરી શકાય તેવા કસરતોમાં એરોબિક કસરતો, ઝુમ્બા, યોગા, બ્રિસ્ક વૉકિંગ, કાર્ડિયો, પાઇલેટ્સ અને તાઈ ચી શામેલ છે. તમે તમારી પસંદગી કરો! તમે પ્રતિ દિવસ 28-મિનિટની કસરત સાથે શરૂઆત કરી શકો છો અને તમારા શરીરને અનુકૂળ હોય તે પ્રમાણે સમય વધારી શકો છો.

હરતા-ફરતા રહેવાની 20 સરળ રીતો:

1. કસરતનો એક સમય નક્કી કરો:

તમારા કેલેન્ડરમાં નોંધ કરો, અને જ્યારે શરૂઆત કરો ત્યારે તે સમયને અનુસરવાનો પ્રયત્ન કરો.

2. પાંચ સેકંડનો નિયમ અપનાવો:

એક નવી દિનચર્યાની શરૂઆત કરતાં સમયે આપણું મન અનેક બહાનાઓ બનાવી કરી શકે છે. તમારું મનોબળ મક્કમ બનાવો અને ત્વરિત ઊભા થઈને યોજના અનુસાર કસરત શરૂ કરો. આ તમારી દિનચર્યામાં થયેલ નવા ઉમેરાને અપનાવવા માટે તમારા મગજને ફરીથી તૈયાર કરશે.

3. પરિવારના સભ્ય/મિત્રને સામેલ કરો:

તંદુરસ્તીના તમારા લક્ષ્ય જેવું લક્ષ્ય ધરાવતી કોઈ વ્યક્તિ ઉત્કૃષ્ટ જોડીદાર બની શકે છે. આપણે સૌ આપણાં પ્રિયજનોને નજીક રાખવાની નવી રીતનો અનુભવ કરી રહ્યા છીએ, એટલે કે વિડિઓ કૉલિંગ, ત્યારે કસરતમાં ભાગીદાર વ્યક્તિઓ પણ તેવી એક વ્યવસ્થા શરૂ કરી શકે છે.

4. એક નાનું લક્ષ્ય નિર્ધારીત કરો:

કસરત શરૂ કરવાની ઓછી જાણીતી મહત્વની બાબત એ છે કે એકસામટી કસરત શરું કરવાને બદલે તેમાં ધીમે ધીમે વધારો કરો! તંદુરસ્તી માટેના ઉત્સાહમાં લોકો એક અથવા બે દિવસ પાલન કરે છે, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે રસ ઓછો થતો જાય છે.

5. તમારું કારણ જાણો:

તમે 'શા માટે' કસરત કરો છો તે સમજવું જરૂરી છે. સૌ પ્રથમ તો, તમે શા માટે કસરત શરૂ કરવા માંગો છો? તે જ તમને નિયમિત બનાવવામાં અગત્યનો ભાગ ભજવશે.

6. 3x10 નિયમને અનુસરો:

આ તે લોકો માટે યોગ્ય છે જેમની પાસે સમયનો અભાવ છે. હળવી કસરત કરવા માટે દિવસમાં ત્રણ વાર 10 મિનિટનો સમય તારવો.

7. તમારું મનપસંદ સંગીત સાંભળો:

તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવા માટે સંગીતને પ્રેરણારૂપ બનાવી શકો છો. અત્યારના સમયમાં ઑડિયોબુક પ્રચલિત છે, ત્યારે તમે સંગીતને બદલે તે સાંભળી શકો છો.

8. જુઓ અને કસરત કરો:

આપણે આપણી દિનચર્યા દરમિયાન સતત વિવિધ કાર્યો કરતાં રહીએ છીએ. તો શા માટે તેમાં શારીરિક પ્રવૃત્તિ ન ઉમેરવી?

9. પડકાર ઉપાડો:

સ્પર્ધા અને પડકારો લોકોને સૌથી મુશ્કેલ કાર્યો કરવા માટે પ્રેરી શકે છે. કોઈ ચાલી રહેલી ફિટનેસ ચેલેન્જમાં ભાગ લો, અથવા કોઈની સાથે સ્પર્ધા કરો.

10. ફિટનેસ એપનો ઉપયોગ કરો:

આ બ્લૉગમાં અગાઉ ચર્ચા કર્યા મુજબ, લોકો પહેલાં કરતાં વધુ ફિટનેસ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આમાં એકદમ ફાઇન ટ્યૂન કરેલ નિયમો હોય છે, જેને સરળતાથી અનુસરી શકાય છે અને તમારી પ્રગતિ પર પણ નજર રાખે છે.

11. તમારી પ્રગતિ પર નજર રાખો:

પોતે નિર્ધારીત કર્યા અનુસાર કદ બનાવવું કે અથવા સ્ટેમિના મેળવવા કરતાં વધુ સારી પ્રેરણા કોઈ નથી. તેની પર નજર રાખો, અને તે જ તમારે માટે પ્રેરણાદાયક બનશે.

12. તમારા ફોનથી થોડો સમય દૂર રહો:

સેલ ફોન એ વિક્ષેપનું એક મોટું કારણ હોઈ શકે છે. જો તમને સેલ ફોનનું એક પ્રકારે વ્યસન હોય, તો તમારી કસરત શરૂ કરો ત્યારે તેનાથી દૂર રહો.

13. રૂટીનને મિક્સ અપ કરો:

એક જ પ્રકારની દિનચર્યા કંટાળાજનક બની શકે છે. તમે તેમાં કેટલાંક અન્ય કાર્યો ઉમેરીને એક નવી દિનચર્યા બનાવી શકો છો!

14. તમારી રુચિ અનુસાર રેજિમ અનુસરો:

કસરતો વિવિધ પ્રકારની હોય છે, તમને કેવી કસરત પસંદ છે તે અનુસાર પસંદગી કરી શકો છો.

15. એક સાથે એક જ કસરત ઉમેરો:

ધીમે ધીમે વધારો કરો! સાપ્તાહિક ધોરણે તમારી દિનચર્યામાં નવી કસરત ઉમેરો.

16. કસરતનો પોશાક પહેરો:

શરૂઆત કરવા માટે માત્ર રનિંગ શૂઝ પણ પ્રેરણાના પરફેક્ટ સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. ઍથલેટિક કપડાં પહેરો, આરામદાયક શૂઝ પહેરો અને તમારી કસરતની ઍક્સેસરી પહેરો અને શુભારંભ કરો!

17. એન્ડોર્ફિન રશ સેલ્ફી પોસ્ટ કરો:

કેટલાક માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હશે, પરંતુ વર્કઆઉટનો ફોટો પોસ્ટ કરવાનો પોતાનો એક આનંદ હોય છે.

18. પ્રેરણાદાયી વાતાવરણમાં રહો:

કેટલાક પ્રેરણાત્મક સંદેશાઓ તમારી નજર સમક્ષ રહે તેવી રીતે રાખો. આ એક શ્રેષ્ઠ રિમાઇન્ડર તરીકે કાર્ય કરશે.

19. સફળતા બાદ તેની ઉજવણી કરો:

તમારી જાત સાથે વધુ કડકાઈ ન કરો અને જેમ જેમ તમારું લક્ષ્ય પ્રાપ્ત થતું જાય તેમ તેમ તમારી મનપસંદ વાનગી અથવા ભેટ વડે તેની હંમેશા ઉજવણી કરો.

20. યાદ રાખો કે તમારી સુખાકારી તમારા પ્રિયજનો માટે કિંમતી છે:

સાવચેતીના સમયે પોતાને તંદુરસ્ત રાખવા માટે કેટલાક વધારાના નિવારક પગલાંઓ લેવા જરૂરી છે. માત્ર તમારા વ્યક્તિગત લાભ માટે જ નહીં, પરંતુ જે લોકો તમને પ્રેમ કરે છે અને તમારું સન્માન કરે છે તેમના માટે પણ.

તારણ

આ વૈશ્વિક કક્ષાની ગંભીર સ્થિતિમાં પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરવું પહેલાં કરતાં વધુ ચિંતાજનક છે. વ્યક્તિ એકથી વધુ નિવારક પગલાં લઈ શકે છે, પરંતુ તે કેટલો ફેલાશે તેની આગાહી કરી શકાતી નથી. ઇમરજન્સીના કિસ્સામાં, તમારા અને તમારા પ્રિયજનો માટે સર્વોત્તમ હેલ્થકેર સુવિધાઓ મેળવવી એ પ્રાથમિકતા રહે છે. જો કે, આ સુવિધાઓ ખૂબ મોંઘી હોઈ શકે છે. કોવિડ-19 માટેના ઇન્શ્યોરન્સ પ્લાન જેમ કે કોરોના કવચ પૉલિસી  હૉસ્પિટલાઇઝેશન દરમિયાન થતાં અને અન્ય ખર્ચને વ્યાજબી પ્રીમિયમ કિંમતો પર કવર કરશે. કટોકટીના સમયે પોતાને આર્થિક ભારણથી બચાવવા માટે આ એક સંપૂર્ણ નિવારક પગલું છે. દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને, ઘટના બનવાની સંભાવનાને નકારી શકાતી નથી. કાળજી લો, શક્ય તેટલી વધુ સાવચેતી રાખો, સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરો અને સુરક્ષિત રહો!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે