યુવાન હોય કે વૃદ્ધ, પોતાની સુરક્ષા માટે સૌ પાસે સારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો જરૂરી છે. જો કે, ઉંમર વધવાની સાથે તબીબી સારવારની પણ વધુ જરૂર પડી શકે છે કારણ કે વૃદ્ધ વ્યક્તિઓને બીમારી થવાની શક્યતા વધુ રહેલી છે. તેથી, જેટલી વહેલી તકે તમે હેલ્થ પ્લાન ખરીદીને પોતાને સુરક્ષિત કરી શકો તે જરૂરી છે. વરિષ્ઠ નાગરિકોએ શા માટે શક્ય તેટલી વહેલી તકે
હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો જોઈએ તે અહીં જણાવેલ છે:
- વરિષ્ઠ નાગરિક હેલ્થ પ્લાન મોંઘા હોઈ શકે છે
જ્યારે પ્રીમિયમની વાત આવે ત્યારે ઉંમર ઘણી મહત્વપૂર્ણ છે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સનો ખર્ચ ઓછી વયની વ્યક્તિના હેલ્થ પ્લાન કરતાં વધુ હોઇ શકે છે. તેથી પ્રીમિયમના ખર્ચમાં બચત કરવા માટે નાની ઉંમરમાં હેલ્થ પ્લાન ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
- ગંભીર સ્થિતિ ઉદ્ભવવી
કેટલીક બીમારીઓની સારવાર ખૂબ મોંઘી હોઇ શકે છે અને જેની અસર તમારી બચત પર પડી શકે છે. મોટાભાગના વૃદ્ધ લોકો ગંભીર પરિસ્થિતિઓથી પીડિત હોય છે જેમાં વધારાની તબીબી સારવાર અને મોંઘી સારવારની જરૂર હોય છે. તમારા ફાઇનાન્સને અસર કર્યા વિના આવા રોગોની સારવાર મેળવવા માટે તમારે
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો જોઈએ. જો કે, આ પ્લાન પહેલાંથી હાજર બીમારીઓ પર આધાર રાખે છે. તેથી, આ પ્રકારના પ્લાન ખરીદતા પહેલાં નિયમો અને શરતોને સંપૂર્ણપણે વાંચવા જરૂરી છે.
- સતત વધી રહેલા રોગો
લોકો એવું માને છે કે જો તેઓ શહેરી વિસ્તારમાં રહેતા હોય, તો તેમને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને થતી બીમારીઓ થશે નહીં. જો કે, શહેરોમાં રહેતા લોકો ઘણીવાર પોતાની ખરાબ જીવનશૈલી તેમજ પ્રદૂષણને કારણે બીમાર પડતા હોય છે. આનો અર્થ એ નથી કે ગ્રામીણ અથવા અર્ધ-શહેરી પ્રદેશોમાં રહેતા લોકો બીમાર પડતાં નથી. આજના સમયમાં લોકોને રોગ થવાની શક્યતાઓ પહેલાં કરતાં વધુ છે. તેથી
વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ની ખરીદી પરિવારને આર્થિક રીતે સુરક્ષિત કરે છે, ખાસ કરીને જો કોઈ વૃદ્ધ વ્યક્તિ કોઈપણ તબીબી સમસ્યાથી પીડિત હોય.
- વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન
કેટલીક કંપનીઓ/સંસ્થાઓ તેમના કર્મચારીઓને ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પ્રદાન કરે છે. કર્મચારીઓ માટેના કેટલાક ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કર્મચારીઓના માતાપિતાને પણ શામેલ કરવામાં આવે છે. જો કે, આટલું કવરેજ પૂરતું નથી. આવી રીતે, લોકો ફેમિલી ફ્લોટર પ્લાન લે છે, પરંતુ જ્યારે તેમને કસ્ટમાઇઝ કરેલ વ્યક્તિગત કવરેજ પ્રાપ્ત ન થાય ત્યારે પછીથી નિરાશ થઈ જાય છે. તેથી, સામાન્ય રીતે સમર્પિત કવરેજ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી ખરીદો છો, તો તેમાં વરિષ્ઠ નાગરિકોને અસર કરી શકે છે તેવી વિવિધ તબીબી સમસ્યાઓને કવર કરવામાં આવતી હોય છે. ઉચ્ચ કવરેજને કારણે વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે, પરંતુ તે યોગ્ય છે કારણ કે, અન્યથા, વૃદ્ધ વ્યક્તિની સારવારમાં તમારે ખૂબ જ વધુ તબીબી ખર્ચ થઈ શકે છે.
- મેડિકલ ઇન્ફ્લેશનમાં વધારો
વર્ષોથી લોકોને અસર કરતી બીમારીઓના પ્રકાર અને સંખ્યામાં વધારો થયો છે, પરંતુ આની સાથે, તબીબી ક્ષેત્રમાં પ્રગતિ પણ જોવામાં આવી રહી છે, જે લગભગ દરેક રોગનો ઇલાજ કરી શકે છે. જો કે, તબીબી ખર્ચમાં થઈ રહેલા વધારાને કારણે આ સારવારમાં તમારી સઘળી બચત પણ વપરાઇ શકે છે. તેથી, વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું જરૂરી છે જેથી તબીબી ક્ષેત્રમાં વધેલા ખર્ચ સામે લડવામાં અને સ્વાસ્થ્ય ઇમરજન્સી દરમિયાન નાણાંકીય સુરક્ષા મેળવી શકાય. આજે, વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો સરળ છે. આ સરળતાથી ઑનલાઇન ખરીદી શકાય છે. પહેલાના સમયની જેમ, કોઈપણ પ્રકારનું લાંબુ ફોર્મ ભરવાની જરૂર નથી. વળી, તમે બ્રોકર/એજન્ટ/મિડલ-મેનની મદદ વિના આમ કરી શકો છો. તમે પૉલિસી ખરીદતા પહેલાં તમારી જરૂરિયાત મુજબ પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો છો અને સંપૂર્ણ પ્રક્રિયા અત્યંત સરળ રીતે પૂર્ણ કરી શકાય છે. જો તમને હજુ પણ તમારી પૉલિસી સંબંધિત કોઈ પ્રશ્ન હોય, તો તમે કોઈપણ સમયે ઇન્શ્યોરન્સ કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો. ટૅક્સમાં મળતો લાભ એ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાથી મળતો વધારાનો ફાયદો છે. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 80D હેઠળ, તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૅકસમાં લાભ મેળવી શકો છો. તો, હવે તેનો સૌથી વધુ લાભ લો!
જવાબ આપો