એક પ્રખ્યાત ઇતિહાસકાર થોમસ ફુલરે યોગ્ય જ કહ્યું છે, “
વ્યક્તિ બીમાર ન થાય ત્યાં સુધી સ્વાસ્થ્યનું મૂલ્ય સમજતો નથી." આજે પણ, અનિશ્ચિતતાઓથી ભરેલી આ દુનિયામાં, લોકો તેમના સ્વાસ્થ્ય અથવા તેની સાથે સંબંધિત ખર્ચને ગંભીરતાથી લેતા નથી. બજાજ આલિયાન્ઝ
જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા 'પ્રો-ફિટ' નામનું એક અનન્ય વેલનેસ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવેલ છે, જ્યાં તમારી સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતોના તમામ ઉકેલ ઉપલબ્ધ છે.
પ્રો-ફિટ શું છે?
પ્રો-ફિટ એ બજાજ આલિયાન્ઝનું એક ઑનલાઇન પોર્ટલ છે જેનો ઉદ્દેશ અમારા ગ્રાહકોને તંદુરસ્ત અને ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ એક ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ છે, જે અમારા ગ્રાહકો અને તેમના પરિવારના સભ્યોને તેમના સ્વાસ્થ્યને લગતા રેકોર્ડ્સને ટ્રૅક કરવા અને તેમાં સુધારો કરવા તરફ કાર્યરત રહેવામાં સહાય કરે છે. આ પોર્ટલના લૉન્ચ સમયે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના MD અને CEO તપન સિંઘેલ એ કહ્યું, “
અમે ગ્રાહક-કેન્દ્રિત કંપની છીએ અને અમારા ગ્રાહકો સાથે સતત જોડાયેલા રહેવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમારા ગ્રાહકોને ઇન્શ્યોરન્સ ઉપરાંત વધુ મૂલ્ય પ્રદાન કરવું એ આવી નવીન પ્રૉડક્ટ અને સર્વિસ શરૂ કરવા પાછળનો અમારો વિચાર છે. આપણે એવા યુગમાં છીએ જ્યાં લોકો ટૅક-સૅવી બની રહ્યા છે અને માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ હોય તેવું પ્રોસેસ ઑટોમેશન અને સર્વિસ પસંદ કરે છે. પ્રો-ફિટ તેની વિવિધ સુવિધાઓ દ્વારા આ જરૂરિયાતને પૂર્ણ કરશે જે સંપૂર્ણ વેલનેસ અભિગમ પ્રદાન કરશે અને પ્રોત્સાહન આપશે હેલ્ધી લાઇફસ્ટાઇલ.”
પ્રો-ફિટની વિશેષતાઓ શું છે?
પ્રો-ફિટ નીચેની મુખ્ય વિશેષતાઓ ધરાવે છે:
- હેલ્થ રિસ્ક એસેસમેન્ટ – આ સુવિધા દ્વારા, કેટલાક સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના જવાબોના આધારે તમને સ્કોર આપવામાં આવે છે. આ પ્રશ્નો સામાન્ય રીતે વ્યક્તિગત સ્વાસ્થ્ય, પરિવારનું સ્વાસ્થ્ય, સામાજિક સુખાકારી અને વ્યવસાયિક સ્વાસ્થ્ય જેવા વિષયોને આવરી લે છે.
- હેલ્થ આર્ટિકલ્સ – ઑનલાઇન પોર્ટલની આ સુવિધા વડે તમે અસંખ્ય ફિટનેસ અને સ્વસ્થ-જીવનશૈલી સંબંધિત લેખો વાંચી શકો છો. તે તમને વિશ્વભરના એકદમ નવા હેલ્થ ટ્રેન્ડ વિશે પણ માહિતી આપે છે.
- સ્ટોર રેકોર્ડ – આ સુવિધા વડે તમે તમારા હેલ્થ રેકોર્ડની ડિજિટલ કૉપી જાળવી શકો છો. તમારે માત્ર પીડીએફ ફોર્મેટમાં તમામ ડૉક્યૂમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ રેકોર્ડને ક્યાંય પણ ઍક્સેસ કરી શકાય છે, તેથી ડૉક્યૂમેન્ટની હાર્ડ-કૉપી મેનેજ કરવાની ઝંઝટમાંથી તમે મુક્ત રહી શકો છો.
- ટ્રૅક પેરામીટર – તમે તમારી કિડની પ્રોફાઇલ, થાઇરોઇડ પ્રોફાઇલ, લિવર પ્રોફાઇલ અને તેવા અન્ય સ્વાસ્થ્ય પરિમાણોને ટ્રૅક કરવા માટે પ્રો-ફિટનો ઉપયોગ કરી શકો છો. આ પરિમાણોનો ટ્રેક રાખવાની સાથે સાથે, પ્રો-ફિટ દ્વારા વ્યક્તિગત રિપોર્ટ પણ બનાવવામાં આવે છે, જેના વડે કોઈ વસ્તુ અસામાન્ય હોય તો તે જાણી શકાય છે.
- ફિટનેસ ટ્રૅકર – આ સુવિધા વડે, તમે જેટલા પગલાં ચાલો છો તેની નોંધ રાખી શકો છો, જે તમારી દર અઠવાડિયાની ફિટનેસની સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. આ ટ્રૅકર iOS માં હેલ્થ કિટ સાથે અને એન્ડ્રોઇડ ફોનમાં Google Fit સાથે કનેક્ટ કરેલ છે.
- ડૉક્ટર સાથે ચૅટ કરો – તમે પ્રમાણિત અને નોંધાયેલા ડૉક્ટરો પાસેથી તમામ સામાન્ય તબીબી પ્રશ્નો માટે ઑનલાઇન સહાય મેળવી શકો છો.
- વેક્સિનેશન રિમાઇન્ડર – આ સુવિધા દ્વારા તમને વેક્સિન લેવાની છેલ્લી તારીખ અંગે, તેમજ તમારા ડૉક્ટર સાથેની અપોઇન્ટમેન્ટ વિશે નોટિફિકેશન મોકલવામાં આવે છે અને તમે રિમાઇન્ડર ગોઠવી શકો છો.
- ફેમિલી હેલ્થ – ડેટાની ગોપનીયતાની સંપૂર્ણ ખાતરી સાથે, આ સુવિધા વડે તમે તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય
અને તમારા પરિવારના ડૉક્ટરની વિગતોને મેનેજ કરી શકો છો.
- પૉલિસી મેનેજ કરો – આ સુવિધા તમને તમારા પૉલિસી સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટ એક છત હેઠળ સ્ટોર કરવામાં મદદ કરે છે, અને તમારી સુવિધા પ્રમાણે તે ઉપલબ્ધ બને છે.
પ્રો-ફિટનો ઉપયોગ કોણ કરી શકે છે?
અમારી પૉલિસી ધરાવતા તેમજ નહીં ધરાવતા, એમ તમામ વ્યક્તિ આ પોર્ટલનો ઉપયોગ કરી શકે છે.
તમે પ્રો-ફિટને કેવી રીતે ઍક્સેસ કરી શકો છો?
હેલ્થ કેર સર્વિસ મેળવતી વખતે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી એ આર્થિક કાળજી જેટલી જ મહત્વપૂર્ણ છે. એક થી વધુ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા અને જાણવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો જે તમારી જરૂરિયાતના સમયે તમને મદદ કરી શકે છે.
get all the health care services along with extensive coverages with our health insurance policies. Have you heard about Pro-fit, our unique wellness
our article – “Know Everything about Bajaj Allianz’s Wellness Platform ‘Pro-Fit’”, where you can get the complete details about Pro-Fit, Bajaj Allianz’s unique wellness
Pro-Fit