અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Lasik/laser eye surgery coverage
30 માર્ચ, 2023

મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ લેસિક/આંખની લેઝર સર્જરીનું કવરેજ

ઘણી બધી સર્જરીને ઇમરજન્સી, જરૂરી અથવા લાઇફ-સેવિંગ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. બીજી તરફ, એવી સર્જરી પણ હોય છે જે તાત્કાલિક કરવાની જરૂર હોતી નથી, પરંતુ જો યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવામાં આવે, તો તે વ્યક્તિના જીવનધોરણમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. જો કે, આમાંથી કેટલીક સર્જરી જે તાત્કાલિક કરવી જરૂરી નથી, તે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ. જો તે કવર કરવામાં આવતી નથી, તો જે વ્યક્તિ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ સર્જરી કરાવવા માંગે છે, તેમના માટે આનો ખર્ચ અવરોધરૂપ સાબિત થઈ શકે છે. વધી રહેલો તબીબી ખર્ચ પણ પરિસ્થિતિ મુશ્કેલ બનાવે છે. આવી જ એક અનાવશ્યક છતાં મહત્વપૂર્ણ સર્જરી લેસિક સર્જરી છે. તેનો ઉપયોગ માયોપિયા, દ્રષ્ટિમાં વિષમતા (ઍસ્ટિગમેટિઝમ) અને તેવી અન્ય સમસ્યા ધરાવતા લોકોમાં દ્રષ્ટિની સમસ્યાઓ સુધારવા માટે કરવામાં આવે છે. તો, શું લેસિક ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે? કે પછી તે માટે તમારે ચૂકવણી કરવી પડશે? ચાલો, આ સર્જરી શું છે અને શું હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો દ્વારા લેસિક કવર કરવામાં આવે છે તેના પર એક નજર કરીએ.

લેસિક શું છે?

લેસિક, એટલે કે લેઝર આસિસ્ટેડ ઇન સિટયુ કેરેટોમાઇલ્યુસિસ, જે લોકો દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ ધરાવે છે અને તેને સુધારવા માંગે છે, તેમના માટે મદદરૂપ છે. સામાન્ય રીતે, તેનો ઉપયોગ હાઇપરમેટ્રોપિયા અથવા હાઇપરોપિયા, માયોપિયા અને ઍસ્ટિગમેટિઝમ જેવી સમસ્યાઓને સુધારવા માટે કરવામાં આવે છે. હાઇપરમેટ્રોપિયા દૂરની દૃષ્ટિ સાથે સંબંધિત છે, જ્યારે માયોપિયાનો અર્થ નજીકની દ્રષ્ટિથી છે. ઍસ્ટિગમેટિઝમ એ એવી સ્થિતિ છે જેમાં આંખના કર્વેચરમાં ખામીને કારણે વ્યક્તિને નજીકનું અને દૂરનું દ્રશ્ય ધૂંધળું દેખાય છે. આ તમામ સમસ્યાઓ ધરાવતા લોકોને ડૉક્ટર દ્વારા ચશ્મા અથવા કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાની ભલામણ કરવામાં આવવી એ સામાન્ય બાબત છે. લેસિક અથવા લેઝર આઇ સર્જરી દ્વારા દર્દી તેમની દ્રષ્ટિ સુધારી શકે છે અને તેમના પ્રિસ્ક્રિપ્શન ગ્લાસથી છુટકારો મેળવી શકે છે. આ રીતે, નિયમિત ચશ્મા અથવા લેન્સ પહેરવાની જરૂરિયાતને દૂર કરીને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.

લેસિકનો ખર્ચ અને પ્રક્રિયા

જો તમે ઉપરોક્ત કોઈપણ પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા હોવ, તો લેસિક તમારા માટે ચશ્માના ઉપયોગનો વ્યવહારુ વિકલ્પ બની શકે છે. જો કે, લેઝર આઇ સર્જરી કરવાનું નક્કી કરતાં પહેલાં, લેસિક શું છે અને તેમાં કયો અને કેટલો ખર્ચ થાય છે તે સમજવું મહત્વપૂર્ણ છે. પ્રોસીજર કરાવવાનું નક્કી કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે. આ પ્રોસીજર તમારા માટે યોગ્ય છે કે નહીં તે અંગે તેઓ તમને સલાહ આપી શકે છે. પ્રોસીજર પહેલાં તમારે કેટલીક સૂચનાઓનું પાલન કરવું જરૂરી હોઇ શકે છે. જેમ કે, પ્રોસીજરના થોડા દિવસ પહેલાં તમારે કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાનું બંધ કરવું પડી શકે છે. તમે તેના માટે યોગ્ય છો કે નહીં તે તપાસવા માટે લેઝર સર્જરી પહેલાં ડૉક્ટરો દ્વારા તમારી આંખની સ્થિતિ તપાસવામાં આવશે. લેસિકની પ્રક્રિયા માટે સામાન્ય રીતે 30-45 મિનિટનો સમય લાગે છે. પ્રોસીજર કરવા માટે તમારી આંખોને બહેરી અથવા સંવેદના રહિતની કરવામાં આવે છે. તમારી દ્રષ્ટિમાં સુધારો કરવા માટે લેઝરની મદદથી તમારા કોર્નિયાને ફરીથી આકાર આપવામાં આવે છે. જો પ્રોસીજર બંને આંખો માટે જરૂરી હોય, તો પણ તે સામાન્ય રીતે એક જ દિવસે કરવામાં આવે છે. સર્જરી પછી, તમને આંખોમાં વારંવાર ખંજવાળ તેમજ પાણી આવી શકે છે. તમારી દ્રષ્ટિ સંપૂર્ણપણે સ્પષ્ટ થવામાં થોડા મહિના લાગી શકે છે. કોઈપણ દુખાવો અથવા ખંજવાળ માટે તમને આંખના ટીપાં આપવામાં આવી શકે છે. વધુમાં, સુરક્ષા માટે તમારી આંખો પર, ખાસ કરીને રાત્રે, આવરણ રાખવું જરૂરી છે. તમે પ્રોસીજર પછી તમારી આંખોની પાસે કૉસ્મેટિક્સનો ઉપયોગ કરી શકતાં નથી કે આગામી થોડા અઠવાડિયા સુધી સ્વિમિંગ કરી શકતાં નથી. ભારતમાં લેસિક સર્જરીનો ખર્ચ ₹20,000 થી ₹1,50,000 વચ્ચે હોઈ શકે છે. વાસ્તવિક ખર્ચ દર્દીની સ્થિતિ તેમજ તમે જે ડૉક્ટરની સલાહ લઈ રહ્યા છો, તેમના પર આધારિત રહેશે. આમ, ખાસ કરીને જ્યારે આ એક આવશ્યક સર્જરી નથી ત્યારે, કેટલાક લોકો માટે આ ખૂબ મોટો ખર્ચ સાબિત થઈ શકે છે. આમ, જો લેસિકનો ખર્ચ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે તો તે મદદરૂપ બની શકે છે.

શું લેસિક મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે?

તો, શું હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા લેઝર આઇ સર્જરી કવર કરવામાં આવે છે? ભારતમાં ઘણી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ લેસિક સર્જરી માટે કવરેજ ઑફર કરે છે. જો કે, અહીં બે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પ્રથમ, તમામ પ્રકારના હેલ્થ પ્લાન દ્વારા આ પ્રકારની સર્જરી માટે કવરેજ આપવામાં આવતું નથી. બીજું, જ્યારે લેસિક ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે, ત્યારે તેમાં શામેલ હોઈ શકે છે વેટિંગ પીરિયડ જેમાંથી તમારે જાગૃત રહેવું જોઈએ. આમ, તમારી પૉલિસી, પછી તે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ, વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ, અથવા ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ હોય, તેમાં લેસિક સર્જરી કવર થઈ શકે છે. જો કે, આમ છે કે નહીં તે પહેલાંથી જાણી લેવું શ્રેષ્ઠ છે. ભારતમાં લેઝર આઇ સર્જરીને કવર કરતો એક પ્લાન છે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ હેલ્થ કેર સુપ્રીમ પ્લાન. લેસિક સર્જરી ઉપરાંત, આ પ્લાનમાં મોતિયો, કાકડા, આનુવંશિક વિકારો અને પાર્કિન્સનના રોગને પણ આવરી લેવામાં આવે છે. આ કિસ્સામાં લેસિક સર્જરીને ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે, પરંતુ તેમાં 24 કલાકનો પ્રતીક્ષા અવધિ લાગુ પડે છે.

લેસિક પહેલાં

જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો તમે પ્રોસીજર કરાવી શકો છો. જો કે, વધુ યોગ્ય માર્ગદર્શન માટે તમારા ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે. આ સર્જરીના સંભવિત જોખમોમાં શામેલ છે:
  • આંખો સૂકાઈ જવી
  • ડબલ વિઝન
  • આંખો અંજાઈ જવી અથવા પ્રકાશની ફરતે કૂંડાળા દેખાવા
  • ઍસ્ટિગમેટિઝમ
  • દ્રષ્ટિમાં ફેરફાર અથવા દ્રષ્ટિ જતી રહેવી
આ સર્જરી કરાવવાનું નક્કી કરતાં પહેલાં, તમારી પૉલિસી આ સર્જરીને કવર કરે છે કે નહીં તે તપાસવું જરૂરી છે. તમે પૉલિસી ડૉક્યૂમેન્ટ વાંચી શકો છો અને વધુ માહિતી માટે તમારા ઇન્શ્યોરન્સ એજન્ટ અથવા તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાની સલાહ લઈ શકો છો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે