રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
List of Diseases Not Covered Under Health Insurance
30 માર્ચ, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર ના થતી બીમારીઓનું લિસ્ટ

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી અણધારી તબીબી ઇમરજન્સીના ખર્ચને કવર કરે છે, પરંતુ કેટલીક મર્યાદાઓ છે જેથી અમુક બીમારીને કવર કરે છે અને અમુક બીમારીને કવર કરતી નથી. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ સામાન્ય લોકો માટે વધુ જટિલ હોય છે જ્યારે તેઓ આને લગતા નિયમો અને શરતો વિશે જાણતા નથી હોતાં. શ્રેયા, એક પચ્ચીસ વર્ષીય મહિલા, તેમના મિત્રો સાથે દરરોજ પાર્ટી કરવાનું પસંદ કરે છે અને તેની જીવનશૈલીમાં દારૂનું સેવન અને ધુમ્રપાન શામેલ છે. પાર્ટી પછી બીજા દિવસે, શ્રેયા બેભાન થઈ અને તેણીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેણીનો રિપોર્ટ કહે છે કે તે શરીરમાં વધુ પડતા આલ્કોહોલને કારણે રોગપ્રતિકારક તંત્રની તકલીફથી પીડાય છે જેનાથી તેના પ્લેટલેટ્સ, સફેદ અને લાલ રક્તકણોમાં ફેરફાર થયો છે. તેમના હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરવા માટે, શ્રેયાને તેમની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર ભરોસો હતો. તેમને એ જાણી નિરાશ થવું પડ્યું હતું કે તેણીની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કંપનીએ તેના ક્લેઇમને નકાર્યો કારણ કે દવાઓ, આલ્કોહોલ અને ધુમ્રપાનના સેવનને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવામાં આવતી નથી. આમ શ્રેયા વળતર માટે હકદાર ન હતી અને તેમણે તેમના ખિસ્સામાંથી ખર્ચ ચૂકવવો પડ્યો હતો. ભવિષ્યમાં આવી ખોટી ગેરસમજો ટાળવા માટે, પૉલિસીધારકને હેલ્થ ઇન્શ્યોરન્સમાં કવર કઈ બિમારીઓ કરવામાં આવતી નથી તે જાણવું જોઈએ અને હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ વિશે વધુ સારી રીતે સમજવું જોઈએ; હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવતી નથી તેવી બીમારીઓનું લિસ્ટ જાણવા માટે આ લેખને આગળ વાંચો.

હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર ના થતી બીમારીઓની સૂચિ

IRDAI (Insurance Development Authority of Indiaએ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં નિયમોનું સખત પાલન સુનિશ્ચિત કરવા માટે કેટલીક બાકાત બાબતો પ્રમાણિત કરી છે.

જન્મજાત રોગો/આનુવંશિક વિકાર

જન્મજાત બીમારી અથવા આનુવંશિક વિકાર એ વ્યક્તિના શરીરમાં જન્મથી હાજર હોય તેવી સ્થિતિ છે. તેને બાહ્ય જન્મજાત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જેમ કે અતિરિક્ત ત્વચાની રચના, વગેરે અને આંતરિક જન્મજાત ખામી જેમ કે જન્મથી નબળું હૃદય. હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની આમાંથી કોઈપણ બીમારીને કવર કરતી નથી.

કૉસ્મેટિક સર્જરી

બોટોક્સ, ફેસલિફ્ટ, સ્તન અથવા લિપ ઓગમેન્ટેશન, રાઇનોપ્લાસ્ટી વગેરે જેવી કોસ્મેટિક સર્જરી એ વ્યક્તિની સુંદરતા અને શારીરિક વિશેષતાઓને વધારવાની રીતો છે અને જીવનની ગુણવત્તા જાળવવા અથવા શરીરના કાર્યને સુનિશ્ચિત કરવા માટે અનિવાર્ય માનવામાં આવતી નથી. તેથી તેને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાંથી બાકાત રાખવામાં આવે છે.

દવાઓ, આલ્કોહોલ અને ધુમ્રપાનના વપરાશને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ

એ વાતનો ઇનકાર કરી શકાતો નથી કે માદક દ્રવ્યોના વ્યસનીઓ અથવા ધૂમ્રપાન કરનારાઓ અથવા નિયમિત દારૂ પીનારાઓ લોકો અન્ય લોકો કરતા જીવનશૈલીથી સબંધિત બીમારી માટે વધુ સંવેદનશીલ હોય છે. સ્ટ્રોક, માઉથ કેન્સર, લિવર ડેમેજ, બ્રોન્કાઇટિસ વગેરે જેવી કેટલીક ગંભીર બીમારીઓ દવાઓ, ધુમ્રપાન અથવા દારૂના વધુ ઉપયોગની અસરોથી થાય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીએ આ પરિસ્થિતિઓ હેઠળના ક્લેઇમને સંપૂર્ણપણે બાકાત રાખ્યા છે.

IVF અને વંધ્યત્વ અંગેની સારવાર

આઇવીએફ અને અન્ય વંધ્યત્વ અંગેની સારવારએ આયોજિત ઘટનાઓ છે અને તેમાં ઉચ્ચ રકમ શામેલ હોય છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર અણધારી પરિસ્થિતિઓને કારણે થતી તબીબી ઇમરજન્સીને કવર કરે છે, તેથી કોઈપણ વંધ્યત્વ સારવાર સંબંધિત ખર્ચ પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

સ્વૈચ્છિક ગર્ભપાત

ભારતમાં ગર્ભપાત સેવાઓ માટે કાયદાઓ દ્વારા પ્રતિબંધિત છે; આમ, સ્વૈચ્છિક ગર્ભપાત ખર્ચ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરવામાં આવતો નથી.

પહેલેથી હોય તેવી બીમારીઓ

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં એવી કોઈપણ બીમારીની સર્જરીને અથવા નિદાનને કવર કરવામાં આવતું નથી, જેના પ્રથમવાર લક્ષણો પૉલિસી ખરીદતા અગાઉ 30 દિવસની અંદર દેખાયા હોય અથવા જે બીમારી પૉલિસી ખરીદતા પહેલાં હોય, આવી બીમારી માટે લાગુ પડે છે વેટિંગ પીરિયડ.

જાતે પહોંચાડવામાં આવતી ઇજા

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ સ્વ-પ્રયત્ન અથવા આત્મહત્યાના પ્રયત્નોને કારણે થતી કોઈપણ ઈજાને કવર કરતી નથી. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ સ્વ-પ્રયત્ન અથવા આત્મહત્યાના પ્રયત્નને કારણે થયેલા કોઈપણ નુકસાનને કવર કરતી નથી.

કાયમી નિષેધ

યુદ્ધ, રમખાણો, અણુશસ્ત્ર હુમલો, હડતાલને કારણે થયેલી ઇજાઓ માટે હૉસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માં કવર કરવામાં આવતો નથી અને તેને કાયમી બાકાત માનવામાં આવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

સામાન્ય રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કઈ અન્ય સારવારો શામેલ છે?

હોમિયોપેથી, આયુર્વેદ, એક્યુપ્રેશર વગેરે જેવી વૈકલ્પિક સારવારો માત્ર આયુષ સારવાર ઑફર કરતી યોજનાઓ હેઠળ કવર કરવામાં આવે છે.

અંતિમ તારણ

સમાવેશ/બાકાત સેક્શન હેઠળની કલમો દરેક હેલ્થ પૉલિસી ઇન્શ્યોરન્સ પ્રદાતા મુજબ નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. તેમ છતાં, હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવતી બીમારીનું લિસ્ટ દરેક ઇન્શ્યોરન્સ કંપનીમાં સમાન હોય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાં, ખાતરી કરો કે તમે કલમો અને નિયમો અને શરતો સંપૂર્ણપણે જાણો છો જેથી તમે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે