અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Health Insurance With OPD Cover
15 એપ્રિલ, 2021

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઓપીડી કવર

આજના સમયમાં તમારા હેલ્થકેર ખર્ચને મેનેજ કરવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ એક આવશ્યક બૅકઅપ છે. પરંતુ દરેક તબીબી સ્થિતિમાં હૉસ્પિટલાઇઝેશનની જરૂર નથી અને ડૉક્ટર સાથે કન્સલ્ટેશન દ્વારા સારવાર કરી શકાય છે. શું તમારા હેલ્થ પ્લાનમાં ઓપીડી કવરનો સમાવેશ થયેલ છે? સ્ટેટિસ્ટાના એક અહેવાલ મુજબ 22% ભારતીયો વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ વખત ફિઝિશિયનની મુલાકાત લે છે. જો તમારા ઇન્શ્યોરન્સ હેઠળ આ ખર્ચને આવરી લેવામાં આવેલ નથી, તો હેલ્થ પૉલિસી હોવા છતાં પણ તમારે ખર્ચ કરવો પડી શકે છે. તો ચાલો ઓપીડી કવર શું છે અને તે તમારા માટે કેવી રીતે ફાયદાકારક છે તે સમજીએ.

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઓપીડી કવર શું છે?

ઘણી બિમારીઓમાં હૉસ્પિટલાઇઝેશનની જરૂર નથી, અને તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા વિના ડૉક્ટરની સલાહ લઈને સારવાર મેળવે છે. આને ઓપીડી અથવા આઉટ-પેશન્ટ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે જેમાં બિમારીઓનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. મેડિકલ સમસ્યાઓ જેવી કે દાંતની તપાસ, આંખની તપાસ અથવા માત્ર સાદો તાવ અને કફને ઓપીડી હેઠળ કવર કરી લેવામાં આવે છે. આમ, તમે ક્લિનિક પર જઈને શોર્ટ અપૉઇન્ટમેન્ટ સાથે કન્સલ્ટેશન ફી ચૂકવીને દવા મેળવી શકો છો.

હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઓપીડી ખર્ચ કવરેજના લાભો

ઓપીડી કવર હોવાના ઘણા લાભો છે જે ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ માં મળે છે, જેમ કે મોટાભાગે આપણે નજીવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરતા હોય છીએ. તેથી, ચાલો અમે તમને વિગતવાર ફાયદા સમજાવીએ:
  • તમે હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ સિવાય પૉલિસીના સમયગાળા દરમિયાન થયેલા ઓપીડી ખર્ચનો ક્લેઇમ કરી શકો છો
  • હૉસ્પિટલમાં 24 કલાક માટે દાખલ થવાની જરૂર ન હોય તેવી વિશિષ્ટ નાની સર્જિકલ પ્રક્રિયાઓ ઓપીડી કવર હેઠળ કવર કરી શકાય છે
  • ઓપીડી કવર સાથેના હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ તમને વિશાળ શ્રેણીના ક્લિનિક્સ તેમજ કન્સલ્ટેશન રૂમ ધરાવતી હૉસ્પિટલો ઉપલબ્ધ થાય છે
  • તમે તમારા ઇન્શ્યોરર દ્વારા નક્કી કરેલી મર્યાદા સુધી એક જ પૉલિસી વર્ષમાં એકથી વધુ ક્લેઇમ કરી શકો છો
  • તમારા ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર કોણ છે તેના આધારે, તમે ઓપીડી કવર ધરાવતા હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ફાર્મસી બિલ અને દવાઓનો ખર્ચ પણ ક્લેઇમ કરી શકો છો
  • મોટાભાગના હેલ્થ પ્લાન હેઠળ ખર્ચનો ક્લેઇમ કરવા માટે 24 કલાકના હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે, જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઓપીડી કવર હેઠળ આવી કોઈ જરૂરિયાત નથી

ઓપીડી કવરના લાભોની યાદી જેનો તમે લાભ લઈ શકો છો

ઓપીડી લાભ હેઠળ સમાવિષ્ટ તબીબી ખર્ચની સૂચિ અહીં આપેલ છે:
  • નિદાન ફી
  • નાની સર્જિકલ પ્રક્રિયાઓ
  • દવાના બિલ
  • દાંતની પ્રોસીજર અને સારવાર
  • કન્સલ્ટેશન ફી
  • સાંભળવાના સાધન, ક્રચ, લેન્સ, ડેન્ચર્સ, ચશ્મા વગેરેનો ખર્ચ.
  • એમ્બ્યુલન્સ કવર
  • તમારા ઇન્શ્યોરરના આધારે અતિરિક્ત કવરેજ માટે પણ અતિરિક્ત કવર ઉપલબ્ધ હોઈ શકે છે

હેલ્થ ઇન્શ્યોરન્સ ઓપીડી કવર કોણે પસંદ કરવું જોઈએ?

ઓપીડી કવર મોટાભાગના વ્યક્તિઓ માટે સ્વાસ્થ્યને માટે તમામ કાળજીની જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે યોગ્ય છે, પરંતુ આ કવર કોણે ખરીદવું જોઈએ તે સમજીએ:

25 થી 40 વર્ષની વચ્ચેના વ્યક્તિઓ

આપણને મોટી સર્જરીઓ અથવા ઈજાઓ ક્યારેક જ થતી હોય છે, પરંતુ ઉંમરની સાથે આવી બિમારીઓની શરૂઆત થાય છે, તેથી લોકો નાની ઉંમરે હેલ્થ પ્લાન પસંદ કરે છે. આનાથી કેટલીય બીમારીની વેટિંગ પીરિયડ માં મદદ મળે છે અને પ્રીમિયમ પણ સસ્તા હોય છે. પરંતુ આપણને વારંવાર શરદીની તકલીફ થતી હોય છે અને દાંતની સંભાળની જરૂર પડતી હોય છે, જેમાં ઓપીડી પ્લાન લાભદાયી કવર બને છે. તમે વર્ષમાં ઘણી વખત થતાં આવા નજીવા ખર્ચાઓ પર બચત કરી શકો છો અને ફાઇનાન્સ વિશે ચિંતા-મુક્ત રહી શકો છો.

60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ

વૃદ્ધાવસ્થાની સાથે બીમારીઓ આવે છે અને હાડકાની નબળાઈને કારણે લાંબા સમયની ઈજાઓ થવાની શક્યતા રહેલી છે. નાની તકલીફો માટે ડૉક્ટરની નિયમિત મુલાકાત લેવાથી તેની અસર તમારી બચત પર થઈ શકે છે. તમે ઓપીડી કવર સાથે હેલ્થ પ્લાન ખરીદી શકો છો જે તમામ પ્રકારની તબીબી સારવાર માટે વ્યાપક કવરેજ પ્રદાન કરી શકે છે. આમ, તમારા રિટાયરમેન્ટ ફંડનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ ખર્ચ માટે કરવામાં આવશે નહીં. ઓપીડી કવર ધરાવતા હેલ્થ ઇન્શ્યોરન્સ કોઈપણ હેલ્થકેર સંબંધી ખર્ચ સામે સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે! તેથી, મહત્તમ કવરેજ ઑફર કરી શકે તેવો યોગ્ય ઇન્શ્યોરન્સ મેળવો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે