જ્યારે તમે કોઈ બિમારીથી પીડિત હોવ, ત્યારે તમારા ડૉક્ટર તમને તે બિમારી સાથે તમારી દિનચર્યા ઍડજસ્ટ કરવાની સાથે સાથે, યોગ્ય રીતે રિકવર કરવામાં મદદ કરવાના હેતુથી સારવારનો કોર્સ સૂચવે છે. ઉદાહરણ તરીકે, જો તમે હાઇપરટેન્શનથી પીડિત હોવ, તો તમને તમારા આહારમાં મોટા ફેરફારની સાથે લોહી પાતળું કરવાની દવા આપવામાં આવી શકે છે. જો તમને ડાયાબિટીસ હોય, તો તમને ખાંડનો વપરાશ ખૂબ જ ઓછો કરવાનું કહેવામાં આવી શકે છે. તેવી જ રીતે, જો કોઈ અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાને કારણે તમારા હલનચલન પર અસર થાય છે, તો ફિઝિયોથેરેપી એ સામાન્ય રીતે સારવારનો અસરકારક વિકલ્પ હોઈ શકે છે. સારવારની પ્રકૃતિ અને વિવિધ પ્રકારોને કારણે, ફિઝિયોથેરેપી થોડી મોંઘી હોઈ શકે છે. જો તમારી પાસે
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય, તો તેમાં તમારા ફિઝિયોથેરેપી સારવારના ખર્ચને કવર કરવામાં આવે છે કે નહીં તે તમે જાણો છો?? ચાલો જાણીએ.
ફિઝિયોથેરેપી એટલે શું?
આપણે 'હેલ્થ ઇન્શ્યોરન્સમાં ફિઝિયોથેરેપી કવર કરવામાં આવે છે કે નહીં?' આ પ્રશ્ન પર જઈએ એ પહેલાં, ફિઝિયોથેરેપી શું છે તે સમજવું મહત્વપૂર્ણ છે. ફિઝિયોથેરેપીને તબીબી સારવારની એ શાખા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે તમારા શરીરના કુદરતી હલનચલનને થતી અસર અને તકલીફની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ તરીકે, જો તમને જમણાં હાથે ફ્રેક્ચર થઈ જાય, તો ડૉક્ટર દ્વારા પ્લાસ્ટર ઑફ પેરિસમાંથી બનાવેલ કાસ્ટ પહેરાવવામાં આવશે. આ કાસ્ટ તમારા તૂટેલા હાડકાંને જોડવામાં મદદ કરે છે અને તમારા હાથની રિકવરીમાં પણ મદદ કરે છે. જો કે, તમારા હાથનું હલનચલન મર્યાદિત કરવામાં આવેલ હોવાથી, હાથનું પહેલાં જેવું સામાન્ય હલનચલન કરવું મુશ્કેલ લાગી શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે ફિઝિયોથેરેપીની ભલામણ કરવામાં આવે છે. ફિઝિયોથેરેપી તમને રિકવર કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે તેનું આ માત્ર એક ઉદાહરણ છે. ફિઝિયોથેરેપી એ તબીબી વિજ્ઞાનનું સતત વિસ્તરી રહેલું ક્ષેત્ર છે, જેમાં રિકવરીની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને દર્દી તેમની સમસ્યાથી નિરાશા ન અનુભવે તે માટે નવી અને નવીન સારવાર રજૂ કરવામાં આવી રહી છે.
ફિઝિયોથેરેપીના પ્રકારો કયા છે?
વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે વિવિધ પ્રકારની ફિઝિયોથેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં:
-
ન્યુરૉલોજિકલ ફિઝિયોથેરેપી
સ્ટ્રોક, કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ અથવા મોટર ડીજનરેટિવ ડિઝીઝ જેવી વિવિધ ન્યુરૉલોજિકલ પરિસ્થિતિઓ છે, જે તમારા શરીરના હલનચલનને અસર કરી શકે છે. પાર્કિન્સનનો રોગ એક સામાન્ય ઉદાહરણ છે, જેમાં દર્દીઓના હલનચલન પર ગંભીર અસર પડે છે. હાથ-પગની ધ્રુજારી, અચાનક કંપન અથવા બોલવામાં અસમર્થતા તેના લક્ષણો છે. જો તેની વહેલી તકે જાણ થાય, તો ન્યુરૉલોજિકલ ફિઝિયોથેરેપી આ સમસ્યાઓની સારવારમાં કરવામાં મદદ કરી શકે છે અને વધુ તકલીફ થાય તે પહેલાં સામાન્ય જીવન જીવવામાં તમારી મદદ કરી શકે છે.
-
ઑર્થોપેડિક ફિઝિયોથેરેપી
હાડકા, લિગામેન્ટ્સ અને સાંધાઓને થતી ઈજાઓ ખૂબ જ સામાન્ય છે. જ્યારે કોઈ ખેલાડીને ઈજા થાય છે, જેમ કે એન્ટેરિયર કૃશિએટ લિગામેન્ટ ટીયર, ત્યારે તેમનું હલનચલન મર્યાદિત થઈ જાય છે, કારણ કે આરામના અભાવે ઇજા વધુ ગંભીર બને છે અને સાજા થવામાં લાંબો સમય લાગે છે. ઑર્થોપેડિક ફિઝિયોથેરેપીની મદદથી ઓછા સમયમાં અને તે તકલીફ ફરીથી થયા વિના સંપૂર્ણ રિકવરી મેળવી શકાય છે.
-
બાળકોની ફિઝિયોથેરેપી
આ પ્રકારની ફિઝિયોથેરેપી બાળકોને થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંબંધિત છે. જન્મ સમયે ઉદ્ભવતી જટિલ પરિસ્થિતિ, જન્મજાત ખામી અથવા નાની ઉંમરે થઈ શકે તેવી કોઈપણ સમસ્યાઓને કારણે બાળકને સામાન્ય જીવન જીવવામાં મુશ્કેલી પડી શકે છે. આ પ્રકારની ફિઝિયોથેરેપીનો હેતુ સમસ્યાને મૂળમાંથી દૂર કરવાનો છે અને બાળકને તે પરિસ્થિતિનો સામનો કરતાં શીખવવાનો છે.
-
જેરિયાટ્રિક ફિઝિયોથેરેપી
ઉંમર વધવાની સાથે સાથે તમારા શરીરમાં મોટા ફેરફારો થાય છે. આ ફેરફારો તમારા દૈનિક જીવન પર અસર કરી શકે છે અને લાંબા ગાળાની અસુવિધાનું કારણ બની શકે છે. સાંધાનો દુખાવો, સ્નાયુઓનો દુખાવો અથવા ખૂબ સાદા કાર્યો કરવામાં મુશ્કેલી એ વૃદ્ધાવસ્થા સંબંધિત સામાન્ય સમસ્યાઓ છે. સ્નાયુઓ નાશ પામવાને કારણે તમારું શરીર નબળું થઈ જાય છે, તેથી તમારું દૈનિક હલનચલન મર્યાદિત બની જાય છે. જેરિયાટ્રિક ફિઝિયોથેરેપી તમને આ સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. હલનચલન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવામાં અને સાંધા અથવા સ્નાયુના દુખાવામાં ધીમે ધીમે રાહત પૂરી પાડીને તમારું જીવન સામાન્ય રીતે જીવવામાં આ સારવાર મદદરૂપ નિવડે છે.
સારવારના પ્રકારો
વિવિધ તકલીફો માટે ફિઝિયોથેરેપી હેઠળ વિવિધ પ્રકારની સારવારની જરૂર પડે છે. આ સારવારમાં શામેલ છે:
-
મૂળભૂત થેરેપી
સારવારની આ પદ્ધતિમાં, મસાજની મદદથી દર્દીના સાંધા અને સ્નાયુઓને ફ્રી અને ઢીલાં કરવામાં આવે છે. આ દર્દીના હલનચલનમાં સુધારો કરે છે.
-
ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશન થેરેપી
આ સારવારમાં, જો હલનચલનમાં તકલીફ કરતી કોઈ ડેડ નર્વ હોય, અથવા અકડાઈ ગયેલા સ્નાયુ હોય, તો તેમને હળવા ઇલેક્ટ્રિક કરન્ટ પાસ કરીને પુનર્જીવિત કરવામાં આવે છે. પ્રભાવિત ભાગ પર ઇલેક્ટ્રોડ્સ મૂકીને અથવા ઇલેક્ટ્રિક બ્લેન્કેટની મદદથી આમ કરવામાં આવે છે.
-
હાઇડ્રોથેરેપી
આ સારવાર ખાસ કરીને સંધિવાથી પીડિત દર્દીઓ માટે તૈયાર કરવામાં આવી છે. અહીં, દર્દીને 30-36C જેટલું તાપમાન ધરાવતા પાણીમાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ દર્દીને સ્નાયુઓના દુખાવામાં આરામ થાય તેવી કેટલીક કસરતો કરાવવામાં આવે છે.
શું હેલ્થ ઇન્શ્યોરન્સમાં ફિઝિયોથેરેપી કવર કરવામાં આવે છે?
ફિઝિયોથેરેપીની જરૂરિયાત બે પરિસ્થિતિમાં ઉદ્ભવે છે: હૉસ્પિટલાઇઝેશન પછી અથવા હૉસ્પિટલાઇઝેશનની જરૂરિયાત વિના. એક
હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો તે કવર કરે છે
હૉસ્પિટલાઇઝેશન પછીની સારવાર. જો હૉસ્પિટલાઇઝેશન પછી તમારા ડૉક્ટર દ્વારા ફિઝિયોથેરેપીની ભલામણ કરવામાં આવે છે અને તમારી પૉલિસી હેઠળ હૉસ્પિટલાઇઝેશન પછીનું કવરેજ પ્રદાન કરવામાં આવે છે, તો ફિઝિયોથેરેપીનો ખર્ચ કવર કરી લેવામાં આવશે. * ધ્યાનમાં રાખો કે હૉસ્પિટલાઇઝેશન જરૂર ન હોય તેવા કિસ્સામાં પણ ફિઝિયોથેરેપીની ભલામણ કરવામાં આવી શકે છે. જો કે, જો કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે તમારા ડૉક્ટર દ્વારા ભલામણ કરવામાં આવેલ છે, તો તેને OPD સારવાર તરીકે ગણવામાં આવે છે. ઘણા ઇન્શ્યોરર ઑફર કરતા નથી
OPD સારવાર કવરેજ. ફિઝિયોથેરેપી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કવર વિશે તપાસ કરવા માટે તમારું પૉલિસી ડૉક્યૂમેન્ટ કાળજીપૂર્વક વાંચો. * #
તારણ
ફિઝિયોથેરેપી તમને કેટલીક ચોક્કસ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરીને લાંબા ગાળાના લાભ આપે છે. જો કે, તે તપાસવું મહત્વપૂર્ણ છે કે તે કવર થશે કે નહીં જો તમે ખરીદો
હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ માટે અપ્લાઇ કરો. આ વિશે વધુ માહિતી મેળવવા માટે તમારા નજીકના ઇન્શ્યોરન્સ એજન્ટનો સંપર્ક કરો.
* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
# વધુ વિગતો માટે આઇઆરડીએઆઇની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો