રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Porting from Group to Individual Health Insurance
8 નવેમ્બર, 2024

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સમાંથી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સમાં પોર્ટ કેવી રીતે કરવું?

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પગારદાર વ્યક્તિઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ એમ્પ્લોયર દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવતો એક પ્રકારનો મેડિકલ ઇન્શ્યોરન્સ છે. આ ઇન્શ્યોરન્સ કર્મચારીઓને અસંખ્ય હેલ્થ બેનિફિટ કવરેજ પ્રદાન કરે છે. પ્રીમિયમ સામાન્ય રીતે એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવતું હોવાને કારણે કર્મચારીઓ હંમેશા પૉલિસી સાથે મળતા લાભો વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. પૉલિસીમાં લાભની સાથે સાથે કવર કરવામાં આવતી રકમ, ફ્લેક્સિબિલિટી અને સમયગાળાના સંદર્ભમાં ઘણી મર્યાદાઓ પણ છે. કર્મચારીઓ માટે અગત્યનો પ્રશ્ન એ છે કે જ્યારે તેઓ નોકરી છોડે ત્યારે પૉલિસીનું શું થાય છે? તો, નોકરી છોડતી વખતે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી સુવિધાનો લાભ લઈને ગ્રુપમાંથી વ્યક્તિગત કવર કરાવી શકો છો. આ પૉલિસી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે તમે તમારી રીતે ચલાવી શકો છો.

લાંબા ગાળાના ગ્રુપ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનના ગેરફાયદા

ઉપર જણાવ્યા મુજબ, બધા જ ગ્રુપ ઇન્શ્યોરન્સ પ્લાન સારા હોય તેવું જરૂરી નથી, તેમની ઘણી મર્યાદાઓ હોય છે. તો ચાલો, ગ્રુપ ઇન્શ્યોરન્સ કવરની કેટલીક મુખ્ય મર્યાદાઓ વિશે જાણીએ.
  1. સંસ્થા દ્વારા પૉલિસી નિયંત્રિત થતી હોવાને કારણે કર્મચારી પાસે તેમના વ્યક્તિગત કવરેજ પર કોઈ નિયંત્રણ નથી.
  1. જ્યારે તમે નોકરી છોડી દો ત્યારે પૉલિસી બંધ થઈ જાય છે. જો કે, લાભો મેળવવાનું જાળવી રાખવા માટે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને વ્યક્તિગત પૉલિસીમાં પોર્ટ કરી શકાય છે.
  1. સ્વસ્થ તેમજ વધુ જોખમ ધરાવતી કેટેગરીના લોકો માટે પ્રીમિયમની રકમ સમાન હોય છે. વ્યક્તિગત પૉલિસીમાં, રોગ-મુક્ત લોકો માટે પ્રીમિયમ ઓછું છે.
  1. જો તમે પૉલિસીમાં ચોક્કસ કવરેજ મેળવવા ઈચ્છો છો, તો તમારે વધારાનું કવર ખરીદવું પડશે.

ગ્રુપમાંથી વ્યક્તિગત પ્લાનમાં સ્વિચ કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરાવતી વખતે તમારે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે:

● તમારા વર્તમાન ઇન્શ્યોરરની સલાહ

IRDA માર્ગદર્શિકા, ગ્રુપ પ્લાન ધરાવતા વ્યક્તિઓ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તે જ ઇન્શ્યોરન્સ કંપનીમાં ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં સ્વિચ કરી શકે છે.

● સમયગાળો ધ્યાનમાં રાખો

તમારી પૉલિસીને પોર્ટ કરવા માટે, પૉલિસીના રિન્યુઅલ અથવા સમાપ્તિના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં હાલના ઇન્શ્યોરરને જાણ કરવી ફરજિયાત છે.

● પ્રી-મેડિકલ ચેકઅપની જરૂર પડી શકે છે

કેટલાક ઇન્શ્યોરર તમને ગ્રુપ કવરમાંથી વ્યક્તિગત કવરમાં પૉલિસી સ્વિચ કરતા પહેલાં પ્રી-મેડિકલ ચેકઅપ કરાવવાનું કહી શકે છે.

● પ્રતીક્ષા અવધિને ધ્યાનમાં લો

સામાન્ય રીતે, ગ્રુપ ઇન્શ્યોરન્સ કવરમાં કોઈ પ્રતીક્ષા અવધિ હોતો નથી, અને પોર્ટેબિલિટી વખતે તમને કોઈપણ પ્રતીક્ષા અવધિ લાગુ પડશે નહીં. જો કે, જો પૉલિસીમાં પ્રતીક્ષા અવધિનો ઉલ્લેખ હોય, તો પૉલિસી પોર્ટ કરતા પહેલાં તે તમને લાગુ પડશે.

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સમાંથી ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સમાં શિફ્ટ થવાની પ્રક્રિયા

ગ્રુપમાંથી વ્યક્તિગત પૉલિસીમાં હેલ્થ ઇન્શ્યોરન્સને પોર્ટ કરાવવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

1. પૉલિસીની પસંદગી

સૌથી અગત્યનું પગલું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો ની તુલના કરવાનું અને તમારી જરૂરિયાતોને અનુરૂપ પૉલિસી પસંદ કરવાનું છે. નવી પૉલિસીની કવરેજ રકમ, બાકાત, લાભો, નિયમો અને શરતો વગેરેને ધ્યાનમાં રાખો.

2. પેપરવર્ક પૂરું કરો

પૉલિસી પસંદ કર્યા પછી ગ્રુપમાંથી વ્યક્તિગત કવરેજમાં પોર્ટિંગ માટેનું ફોર્મ ભરો. હાલની પૉલિસીની વિગતો, ઉંમરનો પુરાવો, ક્લેઇમનો ઇતિહાસ, તબીબી ઇતિહાસ અને જાણ કરવા યોગ્ય અન્ય કોઈપણ વિગતો ફોર્મમાં જણાવવાની જરૂર પડી શકે છે.

3. ડૉક્યુમેન્ટ સબમિટ કરવા

પૉલિસીની સમાપ્તિ અથવા રિન્યુઅલના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં ડૉક્યુમેન્ટ સબમિટ કરો.

4. પ્રીમિયમની ચુકવણી

ઇન્શ્યોરર દ્વારા તમારા ડૉક્યુમેન્ટ સ્વીકારવામાં આવ્યા બાદ, તેઓ પૉલિસીના નવા અન્ડરરાઇટિંગ કાયદા અને નિયમો અને શરતો તૈયાર કરે છે. તેમાં સામાન્ય રીતે 15 દિવસ સુધીનો સમય લાગે છે, જેના પછી તમે પૉલિસીનું નવું પ્રીમિયમ ચૂકવી શકો છો.

ગ્રુપ હેલ્થ પ્લાનમાંથી ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ પ્લાનમાં શિફ્ટ થવાના લાભો

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સની પોર્ટેબિલિટી દ્વારા તમારી નવી પૉલિસીમાં ઘણા લાભોનો ઉમેરો થાય છે, જેમ કે:
  • વ્યાપક કવરેજ

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ તમારી સ્વાસ્થ્યની જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરી શકાય છે અને ગ્રુપ કવરની તુલનામાં વધુ લાભો ઑફર કરે છે.
  • વીમાકૃત રકમના મૂલ્યમાં વધારો

ગ્રુપ કવરમાંથી વ્યક્તિગત કવરમાં પોર્ટ કરતી વખતે, તમને પૉલિસી કવરની વીમાકૃત રકમ વધારવાનો વિકલ્પ મળે છે. જો કે, નવા ઇન્શ્યોરરના કેટલાક નિયમો હોઈ શકે છે જેનું તમારે પાલન કરવાનું રહે છે.
  • પ્રતીક્ષા અવધિ માટે મળેલ ક્રેડિટ

વેટિંગ પીરિયડ બદલ મેળવેલ ક્રેડિટને, જ્યારે વેટિંગ પીરિયડ હોય અગાઉથી હોય તેવા રોગ માટે, ત્યારે તે ક્રેડિટને નવા પ્લાનમાં આગળ વધારવામાં આવે છે, અને તમે તેના સંપૂર્ણ લાભો મેળવી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું હું ગ્રુપ અને વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ કવર બંનેનો લાભ લઈ શકું છું?
હા, એક સાથે બે પૉલિસીઓ લઈ શકાય છે.
  1. જ્યારે હું નોકરી છોડી દઉં ત્યારે મારા ગ્રુપ ઇન્શ્યોરન્સ કવરનું શું થાય છે?
ઇન્શ્યોરન્સ કવર સમાપ્ત થાય છે. જો કે, તમે તેને વ્યક્તિગત કવરમાં પોર્ટ કરી શકો છો.

તારણ

ગ્રુપમાંથી ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સની પોર્ટેબિલિટી એ એવા લોકો માટે એક પરફેક્ટ વિકલ્પ છે, જેઓ તેમની નોકરી છોડી રહ્યા છે અને તેમની હાલની પૉલિસીના લાભો મેળવવા માંગે છે. વધુ વિગતવાર માહિતી માટે તમે અમારા ઇન્શ્યોરન્સ નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે