તબીબી ઇમરજન્સીની સ્થિતિમાં તમારી તથા તમારા પરિવારની આર્થિક સુરક્ષા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. તેને એક નિશ્ચિત સમયગાળા માટે ખરીદવામાં આવે છે અને તેની સમાપ્તિના સમય પહેલા તેને રિન્યુ કરાવવાની રહે છે. ઇન્શ્યોરન્સ રિન્યુઅલ પ્રક્રિયા ખૂબ સરળ અને સહેલી છે. અને ઉપલબ્ધ નીચે જણાવેલ ટિપ્સની મદદથી તમે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ સરળતાથી રિન્યુ કરાવી શકશો.
- સમાપ્તિની તારીખ પહેલાં રિન્યુ કરાવો
જોકે પૉલિસી સમયસર રિન્યુ કરાવવામાં ન આવે તો ઇન્શ્યોરન્સ કંપનીઓ એક નિશ્ચિત ગ્રેસ સમયગાળો પ્રદાન કરવામાં આવે છે, પરંતુ પૉલિસી ખરેખર સમાપ્ત થાય તે પહેલાં તમને હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુ કરાવવાની સલાહ આપવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ગ્રેસ સમયગાળા દરમિયાન ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા કોઈપણ કવરેજ પ્રદાન કરવામાં આવતું નથી, તેથી તમારે નિયત તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરાવવી જોઈએ.
- પ્રક્રિયા જાણો
તમે
મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી કાં તો ઑનલાઇન અથવા ઑફલાઇન રિન્યુ કરાવી શકો છો. પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવા માટે, તમારે તમારા ઇન્શ્યોરરની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે, જરૂરી વિગતો ભરવાની રહેશે અને ઑનલાઇન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ ઑફલાઇન રિન્યુ કરવા માંગો છો, તો તમારે તમારી ઇન્શ્યોરન્સ કંપનીની નજીકની શાખાની મુલાકાત લેવાની રહેશે.
- માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્લાન્સની તુલના કરો
જો તમે તમારી વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીથી સંતુષ્ટ નથી, તો પૉલિસી રિન્યુઅલ સમયે ઇન્શ્યોરર બદલી શકો છો. તેથી બજારમાં ઉપલબ્ધ તમામ વિકલ્પોની તુલના કરવાની અને યોગ્ય પ્રીમિયમ ખર્ચ સાથે મહત્તમ કવરેજ આપતા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. તમારે તમારા કવરમાં વધારો કરવાની જરૂર પડી શકે છે, કારણ કે તમે પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરી રહ્યા છો. રિન્યુઅલ એક સારો સમય હશે
નવજાત બાળક માટે હેલ્થ ઇન્શ્યોરન્સ . તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને ટ્રાન્સફર કરવાનો વધારાનો લાભ એ છે કે તેમાં પ્રતીક્ષા અવધિ લાગુ પડતો નથી તથા તમને મળતો એનસીબી (નો ક્લેઇમ બોનસ) નો લાભ પણ જળવાઈ રહે છે.
- હેલ્થ ઇન્શ્યોરન્સના સંદર્ભમાં તમારા પરિવારની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો
તમે પૉલિસી ખરીદો તે સમયથી તેના રિન્યુઅલ સમય દરમિયાન તમારા પરિવારમાં થયેલા ફેરફારોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તમે રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન તમારા મૂલ્યાંકન પછી નવી જરૂરિયાતો મુજબ કેટલાક ઍડ-ઑન્સ ઉમેરી શકો છો.
- પ્રામાણિક રહો
પ્રામાણિકતા એ શ્રેષ્ઠ પૉલિસી છે! હંમેશા તમારા ઇન્શ્યોરરને કોઈપણ નવી બિમારી વિશે જાણ કરવાનું યાદ રાખો જેથી તેઓ તમને નવી બીમારી આવરી લેતા વધુ સારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ અંગે મદદ કરી શકે.
- તમારી સમ ઇન્શ્યોર્ડમાં સુધારો કરો
તેમ કરવું ફરજિયાત નથી, પરંતુ જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરો ત્યારે તમે વીમાકૃત રકમ (પૉલિસી લિમિટની અંદર) વધારવાનું વિચારી શકો છો. જો તમે વીમાકૃત રકમની મર્યાદાથી વધુ કવર ઇચ્છો છો, તો તમે સુપર ટૉપ અપ પ્લાન પસંદ કરી શકો છો. યાદ રાખો કે નવી વીમાકૃત રકમ પર વેટિંગ પીરિયડ લાગુ પડી શકે છે તથા ઇન્શ્યોરર તમને નવેસરથી ટેસ્ટ કરાવવાનું પણ કહી શકે છે.
- પૉલિસી ડૉક્યુમેન્ટ કાળજીપૂર્વક વાંચો
હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરતી વખતે સાવચેત અને સતર્ક રહો. તમે કરાવેલ તમામ ફેરફારો પૉલિસી ડૉક્યૂમેન્ટમાં જણાવેલ હોવાની ખાતરી કરો (રિન્યુઅલ કલમ, નવી સં ઇન્શ્યોર્ડ, ઍડ-ઑન્સ વગેરે). આ ટિપ્સ તૈયાર રાખો જ્યારે તમે કરાવો છો
હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુ કરો . માત્ર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાથી જવાબદારી પૂરી થતી નથી, તેનું સમયસર અને સાવચેતીભર્યું રિન્યુઅલ પણ તેટલું જ મહત્વપૂર્ણ છે. તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા નિષ્ણાતની સલાહ માટે અમારા પ્રતિનિધિ સાથે વાત કરી શકો છો.
Can i renew 45 days before expiry date.
Yes, it can be done.