અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Gas Cylinder Safety Tips
13 જૂન, 2019

ગૅસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે હોમ સેફ્ટી ટિપ્સ

ગૅસ સિલિન્ડર એ ભારતમાં રસોઈ બનાવવા માટે સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. ગૅસ સિલિન્ડરમાં એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ) ભરવામાં આવે છે, જે ખૂબ જ દહનશીલ પ્રકારનો હોય છે. આમ, તમારા ઘરમાં ગૅસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે તમારે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
  • હંમેશા આઇએસઆઇ માર્ક ધરાવતા એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરો.
  • તમે યોગ્ય ડીલર પાસેથી ગૅસ સિલિન્ડર ખરીદી રહ્યા છો તેની ખાતરી કરો. તેમને બ્લૅક માર્કેટમાંથી ખરીદશો નહીં.
  • ગૅસ સિલિન્ડરની ડિલિવરી સમયે તે સ્વીકારતી વખતે, સિલિન્ડર યોગ્ય રીતે સીલ કરવામાં આવેલ હોય તથા તેની સુરક્ષા કેપ સાથે છેડછાડ કરવામાં આવેલ નથી તેની ખાતરી કરો, અન્યથા જેના કારણે એલપીજી લીકેજ થઈ શકે છે અને ભયંકર વિસ્ફોટ થઈ શકે છે.
  • ગૅસ સિલિન્ડર લીધા બાદ તેને ઊભી સ્થિતિમાં, સપાટ સપાટી પર અને હવાની યોગ્ય અવરજવર હોય તેવી જગ્યાએ રાખો.
  • ગૅસ સિલિન્ડરની નજીક જેના કારણે વિસ્ફોટ થઈ શકે તેવી કોઈ જ્વલનશીલ સામગ્રી અને ઇંધણ (જેમ કે કેરોસીન) નથી તેની ખાતરી કરો.
  • ગૅસ સિલિન્ડર જોડવા માટે સર્વિસ મેન અથવા ડિલિવરીમેનની મદદ લો, જેથી તે કાળજીપૂર્વક અને યોગ્ય રીતે ફિટ કરવામાં આવે.
  • કોઈપણ આકસ્મિક લીકેજને રોકવા માટે, ઉપયોગ પછી, ગૅસ સિલિન્ડરનો નૉબ હંમેશા બંધ કરો.
  • ઉપયોગ બાદ તેમજ ગૅસ લીક થવાની વાસ આવે તો સ્ટોવના તમામ નૉબ બંધ કરો.
  • ગૅસ સિલિન્ડરમાંથી ગેસ લીકને કારણે કોઈપણ અકસ્માતને ટાળવા માટે તમારા રસોડા અને રૂમમાં તથા જ્યાં તમે તમારા ગૅસ સિલિન્ડરને રાખો છો ત્યાં ગૅસ ડિટેક્ટર ઇન્સ્ટૉલ કરો.
ગૅસ સિલિન્ડરને કારણે રસોઈ ઝડપથી અને સરળતાથી બની શકે છે, પરંતુ તમારે તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેમાં રહેલો એલપીજી ખૂબ જ દહનશીલ છે અને તમારા ઘર અને/અથવા તેની સામગ્રીને નષ્ટ કરી શકે તેટલો મોટો વિસ્ફોટ તેનાથી થઈ શકે છે અને તમને અને તમારા પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ થઈ શકે છે. ગૅસ સિલિન્ડર વાપરતી વખતે તમે આ સુરક્ષા પગલાંઓનો ઉપયોગ કરો અને અકસ્માત થાય તો તમારા ફાઇનાન્સને પણ સુરક્ષિત કરી શકો તે માટે અમે આ ભલામણ કરીએ છીએ. આમ, તમારે કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારી આર્થિક સુરક્ષા માટે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી તેમજ પર્યાપ્ત મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે