રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Does Your Health Insurance Cover Depression? Find Out Now
4 ડિસેમ્બર, 2024

હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં તમારે પૂછવા જેવા 10 પ્રશ્નો

સ્વાસ્થ્યને લગતી અચાનક ઉદ્ભવતી તકલીફને કારણે સારવારના ખર્ચમાં વધારાથી લઈને તમારી નોકરી કરવામાં અસમર્થતાને કારણે નુકસાન જેવી આર્થિક મુશ્કેલી ઉદ્ભવી શકે છે. આ જ કારણથી એવી પૉલિસી પસંદ કરવી જરૂરી છે જે તમને અણધાર્યા નુકસાન સામે અસરકારક રીતે સુરક્ષિત કરી શકે છે અને તમને મનની શાંતિ આપી શકે છે. જો કે, હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે, તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ પ્લાન નક્કી કરવો પણ મહત્વપૂર્ણ છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેતા પહેલાં તમારે તમારા હેલ્થ ઇન્શ્યોરરને પૂછવા જોઈએ તેવા પ્રાથમિક પ્રશ્નોની સૂચિ અહીં આપેલ છે.

હેલ્થ ઇન્શ્યોરન્સના વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર. 1. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા શું લાભો આપવામાં આવે છે?

તે એક બેનિફિટ પૉલિસી છે કે નહીં અથવા શું પૉલિસી દ્વારા ક્લેઇમના સમયે તમને વાસ્તવિક ખર્ચ ચુકવવામાં આવશે તે જાણવું જરૂરી છે. તમારે પૉલિસીના મુખ્ય લાભો અને ક્લેઇમની ચુકવણી કેવી રીતે થશે તે વિશે પૂછવું જરૂરી છે. તે ઉપરાંત હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો હેઠળના વિવિધ વિકલ્પો અને પ્લાન લેતી વખતે મળતા કવરેજ વિશે પણ પૂછો.

પ્ર. 2. ઇન્શ્યોરર દ્વારા કયા વીમાકૃત રકમ (એસઆઇ) ઑફર કરવામાં આવે છે અને મારી જરૂરિયાતોને અનુરૂપ તમે કેટલી એસઆઇની ભલામણ કરો છો?

મારે માત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની જરૂર છે તેમ કહેવાના બદલે, તમારે ઇન્શ્યોરરને કહેવું જોઈએ કે શું તમે તમારા માટે, તમારા જીવનસાથી અને તમારા બાળકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અને તમારા માતા-પિતા માટે અલગ પોલિસીની લેવા માંગો છો કે તમે પરિવારના તમામ સભ્યો માટે એક જ પૉલિસી ઇચ્છો છો. આના આધારે, ઇન્શ્યોરર તમને તમારા પરિવારના કદ અને પરિવારના પ્રકાર માટે ઉપલબ્ધ વિવિધ એસઆઇ વિકલ્પો વિશે જણાવશે.

પ્ર. 3. આ પૉલિસી કઈ ઉંમર સુધી રિન્યુ કરી શકાય છે? શું પૉલિસીમાંથી બહાર નીકળવા માટે કોઈ ઉંમર છે?

તમારે ઇન્શ્યોરરને પૉલિસી રિન્યુ કરવા માટેની મહત્તમ ઉંમર અને બહાર નીકળવાની ઉંમર વિશે પૂછવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ ઇન્શ્યોરર કહે છે કે અમે તમને 65 વર્ષથી વધુ ઉંમર બાદ પૉલિસી આપતા નથી, તો આની પરવાનગી નથી. ભારતમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને આજીવન રિન્યુ કરી શકાય છે.

પ્ર. 4. પહેલાંથી હોય તેવી તકલીફો વિશે શું?

ડાયાબિટીસ અને હૃદયની સમસ્યાઓ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત ઇન્શ્યોરન્સ માટે અરજી કરતા પહેલાં તમારી કોઈપણ તબીબી સ્થિતિને વર્ગીકૃત કરવામાં આવશે પહેલેથી હોય તેવી બીમારી. સ્વાસ્થ્યની સ્થિતિના આધારે ઇન્શ્યોરર દ્વારા પ્રીમિયમ અને કવરેજ નક્કી કરવામાં આવી શકે છે.

પ્ર. 5. તેઓ જે વીમાકૃત રકમ (એસઆઇ) ઑફર કરી રહ્યા છે તે માટે પ્રીમિયમ કેટલું છે?

પ્રીમિયમ પ્રતિ વર્ષ એક જ રહેશે કે ઉંમર વધવાની સાથે તેમાં પણ ફેરફાર થશે તે અંગે ઇન્શ્યોરરને પૂછવું જરૂરી છે.

પ્ર. 6. ક્લેઇમ કરવામાં આવે તો ચુકવવાપાત્ર પ્રીમિયમમાં ફેર પડે છે કે નહીં?

ક્લેઇમ કર્યા પછી પ્રીમિયમમાં (જો કોઈ હોય તો) ફેરફાર થાય છે કે નહીં તે વિશે તમારે ઇન્શ્યોરરને પૂછવું જોઈએ. કેટલીકવાર ક્લેઇમ કર્યા પછી ઇન્શ્યોરર પ્રીમિયમ પર લોડિંગ વસૂલ કરી શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે આની સ્પષ્ટતા કરવી જોઈએ

પ્ર. 7. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની સાથે ગ્રાહકને કોઈ અતિરિક્ત લાભો મળે છે?

પૉલિસી ખરીદતી વખતે, મૂલ્ય-વર્ધિત સેવાઓ, ડિસ્કાઉન્ટ, હેલ્થ ચેકઅપ વગેરે જેવા અતિરિક્ત લાભો વિશે માહિતી મેળવો.

પ્ર. 8. સર્વિસ પ્રોવાઇડર કોણ છે?

સર્વિસ પ્રોવાઇડર કોણ છે તે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોમાંથી એક છે. શું તે ઇન-હાઉસ છે અથવા આઉટસોર્સ છે થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર્સ (ટીપીએ)? બજાજ આલિયાન્ઝ તેની પોતાની ઉચ્ચ લાયકાત ધરાવતી હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ અને ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ધરાવતી કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓમાંથી એક છે. આની મદદથી પ્રશ્ન ઉકેલવામાં લાગતા સમયમાં ટર્ન અરાઉન્ડ ટાઇમ (TAT) માં ઘટાડો થાય છે.

પ્ર. 9.. પૉલિસી હેઠળ કેટલું નેટવર્ક કવરેજ ઉપલબ્ધ છે?

સહ-ચુકવણી તપાસો, કપાતપાત્ર, અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતા પહેલાં નૉન-નેટવર્ક હૉસ્પિટલનો ઉપયોગ કરવા માટે દંડની કલમ. ઉદાહરણ તરીકે: નૉન-નેટવર્ક હૉસ્પિટલનો ઉપયોગ કરવા માટે કો-પે વિકલ્પ હોઈ શકે છે. પૉલિસી હેઠળની નેટવર્ક હૉસ્પિટલો વિશેની ચોક્કસ શરતો તપાસવી જરૂરી છે.

પ્ર. 10. શું આ સ્થિતિ માટે કોઈ સબ-લિમિટ છે?

સામાન્ય રીતે ચોક્કસ સામાન્ય બીમારીઓ, જેવી કે હાઇપરટેન્શન અથવા મોતિયા જેવી પરિસ્થિતિઓની સારવાર માટે મર્યાદા રહેશે. ઉદાહરણ તરીકે, જો એસઆઇ 2 લાખ હોય, તો પણ મોતિયા, પાઇલ્સ, કાકડા, ઘૂંટણનું રિપ્લેસમેન્ટ વગેરે માટે સબ-લિમિટ હોઈ શકે છે. એટલે કે ક્લેઇમના સમયે તમારે તમારા ખિસ્સામાંથી ચુકવણી કરવી પડશે. બિમારીઓની સૂચિ અને સારવારને લગતી મર્યાદાઓ પ્રત્યેક કંપની માટે અલગ હોય છે. અલગ અલગ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રકારો વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ પૉલિસીઓ. તમારા માટે શ્રેષ્ઠ કવર શોધવા માટે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ જુઓ.   * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. આ લેખ ડૉ. રેનુકા કનવિંદે, આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા લેખનમાં આવ્યો હતો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે