કેન્સર અથવા હૃદયની બિમારીઓ જેવી જીવલેણ રોગોની ઘટના વધી રહી છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ મુજબ, ભારતમાં દર વર્ષે દસ લાખથી વધુ દર્દીઓને કૅન્સરનું નિદાન થાય છે. લેન્સેટ દ્વારા પ્રકાશિત એક અન્ય અભ્યાસ મુજબ, ગ્રામીણ ભારતમાં હૃદય સંબંધિત બિમારીઓને કારણે થતા મૃત્યુનું પ્રમાણ શહેરી ભારત કરતાં વધુ જોવા મળે છે. સ્વસ્થ જીવનશૈલી વડે હૃદયની બિમારીઓ જેવી કેટલીક જીવન-જોખમી બીમારીઓ થવાની સંભાવના ઓછી કરી શકાય છે, પરંતુ કૅન્સર જેવી અન્ય બિમારી અણધારી હોઈ શકે છે. અગાઉ, વ્યક્તિઓને આવા રોગો થવાની સંભાવનાઓ ઓછી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આપણે કૅન્સર, હૃદયની બિમારીઓ જેવી ગંભીર બિમારીઓથી પીડિત વ્યક્તિ વિશે ઘણીવાર વધુ સાંભળીએ છીએ,
કિડનીના રોગો અને વધુ. વધુમાં, આ ગંભીર બિમારીઓની સારવારનો ખર્ચ ખૂબ જ વધી રહ્યો છે અને તે તમારા માટે અને તમારા પરિવાર માટે આર્થિક રીતે ખૂબ ખર્ચાળ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, તમારી બચત સંપૂર્ણપણે વપરાઇ શકે છે, જે તમને કરજમાં ડુબાડી શકે છે અથવા તમને તમારા આર્થિક લક્ષ્યોથી વિચલિત કરી શકે છે. આવી ભયાનક પરિસ્થિતિઓને ટાળવા માટે, તમને ક્રિટિકલ ઇલનેસ કવર પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમારી પાસે પહેલેથી જ
મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, તો તમારે તેમાં ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ ઍડ-ઑન ઉમેરવા અંગે વિચાર કરવો જોઈએ. ઉપરાંત, ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ સ્ટેન્ડઅલોન પૉલિસી તરીકે પણ ખરીદી શકાય છે
અહીં કેટલીક વધુ વારંવાર થતી ગંભીર બીમારીઓ અને તેમની સારવારનો ખર્ચ આપેલ છે
1. કેન્સર
કૅન્સર એ આનુવંશિક વિકાર છે જેમાં શરીરના ચોક્કસ ભાગ અથવા અંગમાં કોષોની અનિયંત્રિત રીતે વૃદ્ધિ થાય છે જે શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. આવા કોષોના વિકાસ માટે કાર્સિનોજેનિક કોષો જવાબદાર છે. કોષોની આવી અનિયંત્રિત વૃદ્ધિથી ગાંઠની રચના થાય છે, જે કૅન્સરનું પ્રારંભિક લક્ષણ છે. કૅન્સર સૌથી વધુ ફેલાઈ રહેલા રોગોમાંથી એક છે જેના માટે વધુ અને વધુ લોકો હેલ્થ કવર પસંદ કરી રહ્યા છે. તેની ખૂબ મોંઘી સારવારને કારણે, સારવાર મેળવવા માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ ખરીદવું એ એક સમજદારીભર્યું પગલું છે. Indian Council of Medical Research (ICMR) ના એક અભ્યાસ અનુસાર, 2020 સુધીમાં કૅન્સરને કારણે મૃત્યુના કેસની સંખ્યા 8.8 લાખને પાર થઈ જશે. જો પરિવારમાં કમાણી કરનાર મુખ્ય વ્યક્તિને તેનું નિદાન કરવામાં આવે છે, તો પરિવારને ચોક્કસપણે આર્થિક અસર થશે. કૅન્સરની સારવાર માટે કીમોથેરેપી અને દવાઓની સાથે ચેક-અપ માટે પણ ઘણી વાર જવાની જરૂર પડતી હોય છે. આ દવાઓ સસ્તી હોતી નથી, ત્યારે
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પ્લાન ઉપયોગી નિવડે છે. કીમોથેરેપી સાઇકલનો ખર્ચ રૂ.1 થી રૂ.2 લાખ જેટલો થઈ શકે છે, જ્યારે દવાઓનો ખર્ચ રૂ. 75,000 થી રૂ. 1 લાખની વચ્ચે હોય છે. બધું મળીને, રોગની ગંભીરતા અનુસાર, કૅન્સરની સારવારનો ખર્ચ રૂ. 10 લાખથી વધુ થઈ શકે છે.
2. હૃદયની બિમારીઓ
હૃદયની બિમારીઓને કારણે મૃત્યુમાં નોંધપાત્ર વધારો થયો છે. એક અગ્રણી કારણ છે સ્ટ્રોક અને ઇસ્કેમિક હાર્ટ ડીસીઝ. ખાણીપીણીની બિનઆરોગ્યપ્રદ ટેવો, કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ ધરાવતા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ, તણાવ, હાઇપરટેન્શન, સ્થૂળતા અને ધુમ્રપાન એ હૃદયને લગતી સમસ્યાઓમાં વધારો થવાના કેટલાક પ્રાથમિક કારણો છે. કોરોનરી આર્ટરી રોગ, જન્મજાત હૃદય રોગ, પલ્મોનરી સ્ટેનોસિસ અને ડાઇલેટેડ કાર્ડિયોમાયોપેથી એ ભારતમાં સામાન્ય રીતે જોવામાં આવતી હૃદયની બિમારીઓના કેટલાક સામાન્ય પ્રકારો છે. હૃદયની બિમારીઓમાં વધારો થવાનું મુખ્ય કારણ જીવનશૈલીમાં થયેલ ફેરફારો છે. આ પ્રકારની કાર્ડિયોવેસ્ક્યુલર તકલીફોની સારવાર ખર્ચાળ હોય છે. તેનો ખર્ચ ઓછામાં ઓછો રૂ. 3 લાખથી શરૂ થઈ શકે છે, અને તમારી હૃદયની સ્થિતિની જટિલતા પર આધાર રાખે છે. ઉપરાંત, આ સારવારો માટે સતત ફૉલો-અપ માટે જવું જરૂરી હોય છે, જે માટે હૉસ્પિટલનો મોટો ખર્ચ થઈ શકે છે. ક્રિટિકલ ઇલનેસ કવર તમને એકસામટી ચુકવણીની સુવિધા સાથે આવા સમયે તમારી બચતને સુરક્ષિત કરવામાં મદદ કરશે. તેના વડે તમે ખાસ સુવિધા ધરાવતી હૉસ્પિટલમાં વિશેષજ્ઞ ડૉક્ટર પાસેથી યોગ્ય સારવાર મેળવી શકો છો.
3. કિડનીના રોગો
અભ્યાસ દર્શાવે છે કે પ્રત્યેક દસ લોકોમાંથી એક વ્યક્તિ કિડનીની સમસ્યા ધરાવે છે. તેની સારવાર શક્ય છે, પરંતુ અન્ય સારવારની તુલનામાં તે ખૂબ જ ખર્ચાળ હોય છે. ડાયાલિસિસ અને કિડની પ્રત્યારોપણની સારવાર એ કિડનીની તકલીફ અથવા કામ નહીં કરી રહેલી કિડનીના ઉપચાર માટે જરૂરી છે. આ તકલીફથી પીડિત દરેક વ્યક્તિ માટે કિડની પ્રત્યારોપણ આર્થિક રીતે શક્ય હોતું નથી, તેમજ ચારમાંથી માત્ર એક વ્યક્તિ જ ડાયાલિસિસ કરાવી શકે છે. આ આંકડા આઘાતજનક હોઈ શકે છે, કારણ કે ડાયાલિસિસની સારવારનો ખર્ચ લગભગ રૂ. 18,000 - રૂ. 20,000 થી શરૂ થઈ શકે છે, જ્યારે પ્રત્યારોપણ માટે એકદમ યોગ્ય મેચ મળવું પ્રમાણમાં મુશ્કેલ છે અને તેનો ખર્ચ રૂ. 6.5 લાખથી વધુ થઈ શકે છે. વધુમાં, સફળ પ્રત્યારોપણ પછી, સ્ટેરોઇડ્સ, સપ્લીમેન્ટ્સ અને ઇમ્યુનોસપ્રેસન્ટ્સ પર નિર્ભરતા વધે છે, જેનો ખર્ચ નિયમિતપણે લગભગ રૂ. 5,000 હશે. આ વારંવારના તબીબી ખર્ચ તમારે માટે ખૂબ ભારે સાબિત થઈ શકે છે, અને તેથી ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાથી સારવારના તમારા મોટાભાગના ખર્ચને કવર કરી શકાય છે.
4. લિવર સિરૉસિસ
લિવર સિરોસિસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, અને દર વર્ષે લગભગ 10 લાખ લોકોને તેનું નિદાન થઈ રહ્યું છે. World Health Organisation (WHO) અનુસાર, દેશમાં મૃત્યુ માટે આ દસમું સૌથી સામાન્ય કારણ છે. એકવાર સિરોસિસનું નિદાન થયા પછી, તમારા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ એ એકમાત્ર ઉપલબ્ધ સારવાર છે, અને તેમ ન થઈ શકે તો દર્દીનું થોડા વર્ષોમાં મૃત્યુ થઈ શકે છે. કારણ કે તેની સારવાર માત્ર ટ્રાન્સપ્લાન્ટથી જ શક્ય છે, તેથી તેની સારવાર મોંઘી છે, જે રૂ. 10 - રૂ. 20 લાખની વચ્ચે હોય છે. વધુમાં, યોગ્ય દાતા મળવા એ પણ મુશ્કેલ હોય છે. ઉપરાંત, ટ્રાન્સપ્લાન્ટ પછી, ઇમ્યુનોસપ્રેસન્ટની જરૂરિયાત પડે છે, જે ખર્ચમાં વધારો કરે છે, તેથી આવી સ્થિતિમાં ક્રિટિકલ ઇલનેસ કવર વરદાનરૂપ સાબિત થાય છે.
5. અલ્ઝાઇમરની બિમારી
વૃદ્ધ લોકોની સંખ્યા વધવાની સાથે, તેમને અલ્ઝાઇમર થવાની સંભાવનાઓ પણ વધી રહી છે. 2017 ના ઇન્ડિયા એજિંગ રિપોર્ટ અનુસાર વૃદ્ધ વ્યક્તિઓની સંખ્યા આશરે 3% ના દરે વધી રહી છે. આનો અર્થ એ છે કે અલ્ઝાઇમરના વધુ ને વધુ કેસ બનવા. અલ્ઝાઇમરની સારવાર માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓ વારંવાર અને ફરી ને ફરી આપવાની જરૂર પડે છે. આ દવાઓનો ખર્ચ દર મહિને રૂ. 40,000 થી વધુ હોય છે. બીમારી ગંભીર હોય તો, દવાની ઇન્ટેન્સિટી પણ વધારવાની જરૂર પડે છે, જેને કારણે દવાઓનો ખર્ચ પણ વધી શકે છે.
સો વાતની એક વાત
હેલ્થકેરના આ વધી રહેલા ખર્ચને ધ્યાનમાં રાખીને, ભારતમાં ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. તમે સારવારના ખર્ચને આવરી લેવાની સાથે સાથે તમારા પરિવારને મુશ્કેલ સમયમાં જરૂરી આર્થિક સહાય પણ પૂરી પાડી શકો છો.
જવાબ આપો