હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા આપવામાં આવતા આર્થિક સપોર્ટ સિવાય પણ અન્ય આકર્ષક લાભ મળે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ સાથે જોડાયેલ 'વેલનેસ પૉઇન્ટ્સ' તેનું મુખ્ય આકર્ષણ છે. હેલ્થ ઇન્શ્યોરન્સમાં વેલનેસ બેનિફિટ વેલનેસ પૉઇન્ટ્સના રૂપમાં આવે છે જેનો ઉપયોગ પ્રીમિયમની ચુકવણી પર છૂટ તરીકે અથવા પેનલ પરની કોઈપણ સંસ્થાનું સભ્યપદ મેળવવા માટે કરી શકાય છે. આ વેલનેસ-ઓરિએન્ટેડ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ લોકોને સ્વસ્થ જીવન તરફ સજાગ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તો ચાલો, આ વેલનેસ પૉઇન્ટ્સનો સંપૂર્ણ લાભ કેવી રીતે લેવો તે સમજીએ.
હેલ્થ ઇન્શ્યોરન્સ વેલનેસ પ્રોગ્રામ માટે IRDAI ની માર્ગદર્શિકા
આ દ્વારા તાજેતરના સુધારા મુજબ
IRDA, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં, દરેક ઇન્શ્યોરન્સ કંપનીને:
- સંબંધિત પૉલિસીધારકોને વેલનેસ બેનિફિટ પૉઇન્ટનો સારાંશ વાર્ષિક ધોરણે આપવાનો રહેશે.
- ઉપરોક્ત જણાવેલ રિવૉર્ડ પૉઇન્ટ માટે કમ્યુનિકેશનના માધ્યમ વિશે સ્પષ્ટતા રાખવી.
- પ્રાપ્ત કરેલા વેલનેસ બેનિફિટ પૉઇન્ટને કેવી રીતે રિડીમ કરી શકાય તે વિશે સ્પષ્ટતા રાખવી.
- રિવૉર્ડ પ્રોગ્રામના વહીવટમાં કોઈપણ ખામી બદલ જવાબદારીનો સ્વીકાર કરવો.
હેલ્થ ઇન્શ્યોરન્સ વેલનેસ પ્રોગ્રામ પસંદ કરવાના લાભો
“ઈલાજ કરતાં રોકથામ ભલી" એ ખ્યાલ હેઠળ જ વેલનેસ સુવિધાઓની જરૂરિયાતને વેગ મળ્યો અને તેમની સાથે રજૂ કરવામાં આવ્યા
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન. આ વેલનેસ સુવિધાઓમાં ઇન્શ્યોરન્સ લેનાર અને ઇન્શ્યોરર માટે ઘણા લાભો શામેલ છે. તેનો મુખ્ય હેતુ ઇન્શ્યોર્ડ વ્યક્તિને તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કરવાનો છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ઑફર કરવામાં આવતા વિવિધ પ્રકારના વેલનેસ બેનિફિટ:
- હેલ્થ બૂસ્ટર્સ અને સપ્લીમેન્ટ ખરીદવા માટે રિડીમ કરી શકાય તેવા વાઉચર
- પેનલમાં શામેલ હોય તેવી યોગની સંસ્થાઓ અને જિમની સભ્યતા મેળવવા માટે રિડીમ કરી શકાય તેવા વાઉચર
- ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણીમાં મેળવો છૂટ, જ્યારે તમે કરાવો હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ
- આ રકમમાં વધારો વીમાકૃત રકમ
- પેનલમાં શામેલ હૉસ્પિટલોમાં નિ:શુલ્ક નિદાન અને તપાસ
- પેનલમાં શામેલ આઉટલેટ પર રિડીમ કરી શકાય તેવા ફાર્માસ્યુટિકલ વાઉચર
- આઉટપેશન્ટ સારવાર અને કન્સલ્ટેશન માટે નિ:શુલ્ક અથવા તુલનાત્મક રીતે ઓછો ખર્ચ.
*આઇઆરડીએઆઇ દ્વારા માન્ય ઇન્શ્યોરન્સ પ્લાન મુજબ ઇન્શ્યોરર દ્વારા બધી બચત પ્રદાન કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ** કૃપા કરીને નોંધ કરો કે કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કોઈપણ વેલનેસ લાભ પ્રોગ્રામમાં થર્ડ-પાર્ટી મર્ચન્ડાઇઝ અથવા સર્વિસ પર છૂટ શામેલ નથી.
આ પણ વાંચો:
હાડકાની તંદુરસ્તીમાં વધારો: કેલ્શિયમ-સમૃદ્ધ ખાદ્ય પદાર્થો માટે માર્ગદર્શિકા
1) સ્વસ્થ લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપવા માટે રિવૉર્ડ પૉઇન્ટ
સ્વસ્થ જીવનના આધારે એકત્રિત કરેલા રિવૉર્ડ પૉઇન્ટનો ઉપયોગ તમામ નેટવર્ક હૉસ્પિટલો અને નિદાન કેન્દ્રો પર વિવિધ મેડિકલ ટેસ્ટ અને તપાસમાં છૂટ મેળવવા માટે કરી શકાય છે. યોગની સંસ્થાઓ, જિમ વગેરે જેવા વિવિધ વેલનેસ કેન્દ્રો પર ઓછા દરે સભ્યપદ મેળવવા માટે પણ પૉઇન્ટને રિડીમ કરી શકાય છે.
2) પર્સનલ વેલનેસ કોચ
કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા વ્યક્તિગત કોચ માટે પણ લાભદાયી ઑફર પ્રદાન કરે છે. કોચ દ્વારા ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને તેમના આહાર, નિયમિત વ્યાયામ, સંતુલિત પોષણ, ધૂમ્રપાનની આદતો છોડવી, સારી બીએમઆઇ ઇન્ડેક્સ જાળવવી અને તેવું અન્ય માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાપ્ત કરવાના લક્ષ્યો કોચ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. લક્ષ્યો પ્રાપ્ત થાય ત્યારે ઇન્શ્યોરન્સ ધારકને ઉપર મુજબ રિડીમ કરી શકાય તેવા પૉઇન્ટ મળે છે.
3) બીજો તબીબી અભિપ્રાય
કેટલાક હેલ્થ પ્લાન બીજો મેડિકલ ઓપિનિયન વેલનેસ બેનિફિટ પ્રદાન કરે છે. આ સુવિધા હેઠળ, કોઈપણ ક્રોનિક અથવા ગંભીર તબીબી સમસ્યાના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ બીજો તબીબી અભિપ્રાય લઈ શકે છે. ઇન્શ્યોરન્સ લેનાર માટે આ બીજો અભિપ્રાય નિ:શુલ્ક છે. પરંતુ એ સ્પષ્ટપણે સમજવું જરૂરી છે કે, તબીબી અભિપ્રાયમાં ઉદ્ભવતી કોઈપણ ભૂલ માટે કોઈ ઇન્શ્યોરન્સ કંપની જવાબદાર નથી.
4) રિન્યુઅલ પર આકર્ષક છૂટ
વેલનેસ બેનિફિટ પ્લાન પર આકર્ષક છૂટની ઉપલબ્ધતા ઇન્શ્યોરન્સ ધારકને તેમનું સ્વસ્થ જીવન જાળવવા માટે પ્રોત્સાહિત કરે છે. ઉપરાંત, આ વેલનેસ બેનિફિટ માટે ઇન્શ્યોરન્સ કંપનીને વધારાની કોઈપણ ચુકવણી કરવાની રહેતી નથી. ઉપરાંત, વેલનેસ પ્રોગ્રામ પ્લાનમાં પોતાની અલગથી નોંધણી કરાવવાની જરૂર હોતી નથી. ઇન્શ્યોરન્સ ધારક કે તેના પરિવાર માટે જે દિવસે
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા વ્યક્તિગત ઇન્શ્યોરન્સ લેવામાં આવે છે, તે દિવસથી તેમની નોંધણી થઈ જાય છે. *આઇઆરડીએઆઇ દ્વારા માન્ય ઇન્શ્યોરન્સ પ્લાન મુજબ ઇન્શ્યોરર દ્વારા બધી બચત પ્રદાન કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
આ પણ વાંચો: તમારી ઑનલાઇન ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ માટે મેડિકલ રેકોર્ડ તૈયાર કરી રહ્યા છીએ
હેલ્થ ઇન્શ્યોરન્સ વેલનેસ બેનિફિટ પ્રોગ્રામ અને ડિજિટલ ઇન્ટિગ્રેશન:
આ ડિજિટલ યુગ છે, જેમાં દરેક માર્કેટને તેના માટે ટેક્નોલોજી-આધારિત ઉકેલની જરૂર છે. તો ઇન્શ્યોરન્સ ક્ષેત્ર તેમાં પાછળ કેવી રીતે રહી શકે?
- બજારમાં પ્રચલિત અનેક એન્ડ્રોઇડ અને આઇફોન આધારિત સ્વાસ્થ્ય અને સુખાકારી એપ્લિકેશનો દ્વારા કોઈપણ ઉત્સાહી વ્યક્તિ તેમના હેલ્થ અને વેલનેસ વાઇટલ્સને નિયમિત રીતે સરળતાથી ટ્રૅક કરી શકે છે. ત્યારબાદ ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ, વેલનેસ બેનિફિટ રિવૉર્ડ મેળવવા માટે તેમના હેલ્થ પ્લાન પ્રદાતા સાથે આ એપ્લિકેશનોના પરિણામને સાંકળી શકે છે.
- તો કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ લોકોને સ્વસ્થ જીવન તરફ પ્રેરિત કરવા માટે વ્યક્તિગત વેલનેસ પ્રોગ્રામ ધરાવે છે. ત્યારબાદ ઇન્શ્યોરર દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે 'સંચિત બોનસ' પ્રદાન કરે છે.
- આજે ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમના ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિઓના રિવૉર્ડ પૉઇન્ટને ટ્રૅક કરવા માટે પહેરી શકાય તેવા સ્માર્ટ હેલ્થ મોનિટરિંગ ડિવાઇસનો ઉપયોગ પણ કરે છે. તેઓ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ બેજ અને અન્ય રિવૉર્ડનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: આજના બદલાતા સમયમાં તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે મેળવવું જોઈએ તેના 3 કારણો
તારણ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનો વેલનેસ પ્રોગ્રામ એ ઇન્શ્યોરર અને ઇન્શ્યોરન્સ લેનાર એમ બંને માટે ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે, જે ઇન્શ્યોર્ડ વ્યક્તિ સ્વસ્થ જીવનશૈલી ધરાવે છે તેને ગંભીર બીમારી થવાની અને ક્લેઇમ ફાઇલ કરવાની સંભાવના ખૂબ ઓછી છે. બીજી તરફ, વેલનેસ પૉઇન્ટ્સ ઇન્શ્યોરન્સ લેનારને સ્વસ્થ જીવન અપનાવવા અને રોકી શકાય તેવા તબીબી ખર્ચ પર તેના મહેનતથી કમાવેલા પૈસા બચાવવા માટે પ્રેરિત કરે છે. આમ, પ્રિવેન્ટિવ કેરનો લાભ વ્યક્તિઓને આર્થિક તેમજ વેલનેસ બેનિફિટનો લાભ લેવા પ્રેરિત કરે છે. તો શું તમે કેટલું ચાલો છો, કેટલી કેલરી લો છો તેના પર, કે પછી હૃદયના ધબકારા પર નજર રાખો છો? તમે અત્યાર સુધીમાં કેટલા વેલનેસ પૉઇન્ટ્સ સ્કોર કર્યા છે? અને તમે તમારા વેલનેસ પૉઇન્ટ્સનો ઉપયોગ કેવી રીતે કરવાનું વિચારી રહ્યા છો?
* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ.
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો