રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What Is Super Top Up Health Insurance Policy
5 માર્ચ, 2021

સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

દરેક પસાર થતા દિવસ સાથે, નવા રોગોની જાણ થઈ રહી છે અને ફુગાવો પણ ઝડપથી વધી રહ્યો છે. આસપાસની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં, તમારા હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તબીબી ઇમરજન્સીના કિસ્સામાં અપૂરતા સાબિત થઈ શકે છે. આનું સીધું કારણ સામાન્ય રીતે, હેલ્થ ઇન્શ્યોરન્સ કવર રૂ. 3 થી 5 લાખ સુધીનું હોય, તે છે. તમારા કુલ તબીબી ખર્ચની ચુકવણી કરવા માટે તમારે વધારાના કવરેજની જરૂર પડી શકે છે.

સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ એ બેઝ પૉલિસી તરીકે તમારા હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથેની એક વધારાની પૉલિસી છે જેમાં, જો તમારો મેડિકલ ખર્ચ બેઝ પૉલિસીની સમ ઇન્શ્યોર્ડ કરતાં વધી જાય, તો તમે સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ઇન્શ્યોર્ડ રકમની અંદર વધારાની રકમનો ક્લેઇમ કરી શકો છો.

તે અન્ય ટૉપ અપ પ્લાનથી કેવી રીતે અલગ છે?

  • કપાતપાત્ર: Under normal top up health insurance, the deductible is applicable on per claim basis. That is if every claim amount doesn’t exceed the deductible amount, you will not get the claim for that bill. But what is સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ; is making deductible applicable on total claims made during a policy year.
  • ક્લેઇમની સંખ્યા: અન્ય ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ હેઠળ પૉલિસી વર્ષ દરમિયાન માત્ર એક જ ક્લેઇમ સ્વીકારવામાં આવે છે. તો જો ત્યાર બાદ પણ ક્લેઇમ કરવાની જરૂર પડે ત્યારે શું? આવી સ્થિતિમાં સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી મદદે આવે છે.

શું રેગ્યુલર ટૉપ અપ પૉલિસી ખરીદવી કે સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી?

જો તમારે ક્લેઇમ કરવાની જરૂર પડે તેવો, વારંવાર તબીબી ખર્ચ કરવાનો ન થતો હોય, તો સામાન્ય ટૉપ-અપ પૂરતું થઈ રહે છે. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત છો અથવા કોઈની ઉંમર 50ની નજીક અથવા તેનાથી વધુ છે, તો સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાની સલાહ આપવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિએ બેઝ પૉલિસીમાં સમ ઇન્શ્યોર્ડ વધારવાને બદલે શા માટે સુપર ટૉપ અપ પસંદ કરવું જોઈએ?

જો તમે સમ ઇન્શ્યોર્ડનો અર્થ જાણતા હોવ, તો તમે એ પણ જાણતા હશો કે જેમ તેની રકમ વધે તેમ વાર્ષિક પ્રીમિયમ પણ વધે છે. બીજી તરફ, જો તમે તમારી જરૂરિયાત મુજબ સુપર ટૉપ અપ પૉલિસી પસંદ કરો છો, તો વધારવામાં આવેલી સમ ઇન્શ્યોર્ડ માટે પ્રીમિયમ તુલનાત્મક રીતે ઓછું હોય છે.

તમે તમારા માટે યોગ્ય સુપર ટૉપ અપ પૉલિસી કેવી રીતે પસંદ કરી શકો છો?

  • કપાતપાત્ર

સૌ પ્રથમ તમારે કપાતપાત્ર નક્કી કરવું જરૂરી છે. કપાતપાત્રની રકમ બેઝ પૉલિસીની સમ ઇન્શ્યોર્ડ જેટલી અથવા તેની આસપાસની રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમારા દ્વારા ચૂકવવાપાત્ર કોઈપણ રકમ સુપર ટૉપ અપ પ્લાન હેઠળની સમ ઇન્શ્યોર્ડથી ઓછી હોય, તો તમે તે માટે સુરક્ષિત રહી શકો છો. ઉદાહરણ: જો તમારી પાસે બેઝ પૉલિસી તરીકે રૂ. 50000 ના કૉ-પેમેન્ટ સાથેનો રૂ. 3 લાખનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, અને તમે રૂ. 3 લાખની કપાતપાત્ર ધરાવતી સુપર ટૉપ અપ પૉલિસી ધરાવો છો. હવે જો તમારે રૂ. 1.5 લાખનો તબીબી ખર્ચ થાય છે. તમારે રૂ. 50000 ચૂકવવાના રહેશે અને ઇન્શ્યોરન્સ કંપની રૂ. 1 લાખ ચૂકવશે. ત્યાર બાદ, તે જ પૉલિસી વર્ષમાં તમારે રૂ. 4 લાખનો અન્ય તબીબી ખર્ચ થાય છે. હવે તમે બેઝ પૉલિસી હેઠળ રૂ. 1.5 લાખ અને સુપર ટૉપ અપ પૉલિસી હેઠળ રૂ. 2.5 લાખનો ક્લેઇમ કરી શકો છો.  
  • નેટ કવરેજ
કોઈપણ વ્યક્તિ જ્યારે ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદે છે, ત્યારે તેમણે 'નેટ કવરેજ', જે સમ ઇન્શ્યોર્ડ અને પૉલિસીધારક દ્વારા ચૂકવવાપાત્ર કપાતપાત્ર રકમનો તફાવત દર્શાવે છે, તે જાણવું જરૂરી છે.   ઉદાહરણ: રિયા પાસે રૂ. 8 લાખની સમ ઇન્શ્યોર્ડ અને રૂ. 3 લાખની કપાતપાત્ર ધરાવતી સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે. એનો અર્થ એ થયો કે તેનું નેટ કવરેજ રૂ. 5 લાખ છે.  
  • ક્લેઇમની રકમ નક્કી કરવામાં ધ્યાનમાં લેવામાં આવેલા પરિમાણો
ક્લેઇમની રકમ વિવિધ પરિમાણોના આધારે નક્કી કરવામાં આવે છે. પૂર્વ-નિદાન તપાસ, એમ્બ્યુલન્સ અથવા અન્ય પરિવહન ખર્ચ, રૂમનો પ્રકાર, નેટવર્ક અથવા નૉન-નેટવર્ક હૉસ્પિટલો અને અન્ય વિવિધ પરિબળોને આધારે ક્લેઇમની રકમ નક્કી કરવામાં આવે છે. હવે જો બંને પૉલિસીઓ માટે પરિમાણો સમાન હોય તો તે વધુ સારું છે કારણ કે કોઈપણ પુનઃગણતરી વગર ક્લેઇમ કરી શકાય છે.   ઉદાહરણ: જો બેઝ પૉલિસી હેઠળની શરતો મુજબ, સમ ઇન્શ્યોર્ડ રૂ. 3 લાખ છે અને ક્લેઇમની રકમ રૂ. 4 લાખ જેટલી થાય છે, તો તમારે વધારાનો ક્લેઇમ સુપર ટૉપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કરવાનો રહેશે. જો કે, સુપર ટૉપ અપ પૉલિસીની શરતો મુજબ ગણવામાં આવેલ ક્લેઇમની પાત્ર રકમ રૂ. 3.5 લાખ છે, અને તમારા સુપર ટૉપ અપની કપાતપાત્ર રૂ. 3 લાખ છે, તો તમને વધારાના માત્ર રૂ. 50000 ચૂકવવામાં આવશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો:

    1. જો હું સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદું તો શું મને ટૅક્સમાં લાભ મળે છે? હા, ચૂકવેલ સુપર ટૉપ અપ પ્રીમિયમ માટે તમને સેક્શન 80D હેઠળ ઇન્કમ ટૅક્સમાં છૂટ મળે છે.
    2. શું આ પૉલિસી લેતા પહેલાં કોઈ મેડિકલ ટેસ્ટ જરૂરી છે?

તેનો આધાર પ્રદાતા પર રહેલો છે, પરંતુ આ પૉલિસીઓ માટે પહેલેથી હોય તેવી બીમારીઓ હોય અથવા તમે અમુક ચોક્કસ ઉંમર વટાવી ગયા હોવ, જેમ કે 45 અથવા 50 વર્ષ, તો કેટલાક ચોક્કસ પરીક્ષણોની જરૂર પડી શકે છે.

3. શું સુપર ટૉપ-અપ માત્ર વ્યક્તિગત પૉલિસી તરીકે ઑફર કરવામાં આવે છે અથવા શું તેમાં ફેમિલી ફ્લોટરનો વિકલ્પ પણ છે?

It has both the variants, individual policy and ફેમિલી ફ્લોટર પૉલીસી. તમે તમારી જરૂરિયાત અનુસાર પસંદ કરી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે