મલેરિયા વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અન્ય કોઈપણ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનની જેમ, આ વખતનો હેતુ આ વર્ષની થીમ, "બહેતર ભાવિ માટે મલેરિયાનો અંત" પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ, દક્ષિણ-પૂર્વ એશિયામાં મલેરિયા સંબંધિત કેસના 58% કેસ માત્ર ભારતમાં જોવામાં આવે છે, જેમાંથી 95% ગ્રામીણ ક્ષેત્રમાંથી આવે છે અને 5% શહેરી વિસ્તારોમાંથી આવે છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. મલેરિયા મચ્છરોના કરડવાથી થાય છે. તેથી, સાવધ રહેવું અને સાવચેતી વર્તવી મહત્વપૂર્ણ છે. ભારતમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો છે - આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સાત ઉત્તર-પૂર્વી રાજ્યો. જો તમે આ પ્રભાવિત વિસ્તારોમાંથી કોઈપણ વિસ્તારની મુસાફરીએ જઇ રહ્યા છો તો મુસાફરીના એક અથવા બે દિવસ પહેલાં મલેરિયા વિરોધી ટૅબ્લેટ લેવાનું ભૂલશો નહીં. તમે નીચે જણાવેલ કેટલાક નિવારક પગલાંઓ પણ લઈ શકો છો:
- મચ્છરદાનીમાં સૂઈ જવું– મચ્છરદાનીમાં સૂઈ જવું એ મચ્છરો અને કીટકોને દૂર રાખવાની શ્રેષ્ઠ રીત છે. મચ્છરદાનીની અંદર ગયા બાદ અંદર કોઈ મચ્છરો ન હોવાની ખાતરી કરો, તથા તેમાં જામતી ધૂળ સાફ કરવા માટે તેને દર 10 દિવસે ધોઈ નાખો.
- સિટ્રોનેલા તેલ– આ તેલ લેમનગ્રાસમાંથી કાઢવામાં આવે છે અને મોટાભાગે સૌંદર્ય ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે, જ્યારે તેને શરીર પર ઑલિવ અથવા કોપરેલ સાથે લગાવવામાં આવે છે, ત્યારે મચ્છરોને ટાળવામાં પણ આ અસરકારક છે. તેની સુગંધ ખૂબ તીવ્ર હોવાથી, માત્ર થોડાં જ ટીપાં પૂરતાં છે.
- તમારા શરીરને ઢાંકો– જ્યારે તમારી ત્વચા ખુલ્લી હોય ત્યારે મચ્છર કરડવાની સંભાવના વધુ હોય છે. મચ્છર ન ચટકે તે માટે આખી બાંયના શર્ટ અને લાંબા પેન્ટ્સ પહેરો.
- મચ્છરોને ભગાડનાર ક્રીમ અને લોશનનો ઉપયોગ કરો– જો તમે પહેરેલ કપડામાંથી ત્વચા ખુલ્લી રહી જાય છે, તો તે ભાગમાં મચ્છરોને ભગાડનાર ક્રીમ અને લોશનનો ઉપયોગ કરો. ઉપરાંત, જો તમે સનસ્ક્રીન પણ લગાવો છો, તો તેની ઉપર મચ્છરોને ભગાડનાર ક્રીમ પણ લગાવો કારણ કે તે ક્રીમની તીવ્ર ગંધ મચ્છરોને દૂર રાખશે.
- ઘરની અંદર સ્પ્રેનો ઉપયોગ કરો– જ્યારે ઘરે હોવ ત્યારે, બજારમાં સરળતાથી ઉપલબ્ધ રિપેલન્ટ સ્પ્રે અને વેપરાઇઝર્સનો ઉપયોગ કરો. આ રિપેલન્ટ સામાન્ય રીતે પ્લગ-ઇન પ્રકારના હોય છે અથવા રૂમમાં તેનો સ્પ્રે કરવાનો હોય છે. આની વધુ અસરકારક બનાવવા માટે, દરવાજા અને બારીઓ બંધ રાખો.
તમારી મુસાફરી પછી, સંભવિત લક્ષણોનું ધ્યાન રાખો, મલેરિયાના કેટલાક સામાન્ય લક્ષણો આ મુજબ છે:
- તાવ
- માથાનો દુખાવો
- ઉબકા આવવા
- સ્નાયુઓનો દુખાવો
- થાક લાગવો
- ઝાડા
- મળમાં લોહી જવું
- પુષ્કળ પરસેવો થવો
- લોહીની કમી (એનીમિયા)
- તાણ
પાછળથી પસ્તાવો કરવા કરતાં સુરક્ષિત રહેવું એ હંમેશા બહેતર વિકલ્પ છે. બીમારી દરમિયાન અનેક બાબતો પર ધ્યાન આપવું જરૂરી હોય છે. આવા સમયે, સારવાર માટે જરૂરી આર્થિક સગવડ હોવી એક મોટું વરદાન હોઈ શકે છે. તેથી,
મેડિકલ ઇન્શ્યોરન્સ કોઈપણ રોગની સ્થિતિમાં માનસિક અને આર્થિક રીતે તણાવ-મુક્ત હોવું જરૂરી છે. તમારી જરૂરિયાતો માટે અનુકૂળ હોય તેવી પૉલિસીની વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો.