રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Difference Between Home Insurance and Home Loan Insurance
14 ડિસેમ્બર, 2021

હોમ ઇન્શ્યોરન્સ અને હોમ લોન ઇન્શ્યોરન્સ - તે બે માં શું ફેર છે?

જીવનમાં ક્યારેક આપણે સૌ ઘર ખરીદવાની ઇચ્છા રાખીએ છીએ. આ લાગે છે સરળ, પરંતુ તમારા સપનાનું ઘર ખરીદવામાં વર્ષોની સખત મહેનત, પ્રયત્ન, ધૈર્ય અને બચતની જરૂર પડે છે. ઘર ખરીદવું એ ચોક્કસપણે એક સપનું સાકાર થયા બરાબર છે. કોઈ જગ્યાને તમારી પોતાની જગ્યા કહેવાનો અનુભવ. તે વિશેષ, અવર્ણનીય અને ચોક્કસપણે જીવનભરનો અનુભવ છે. ઘરને સુરક્ષિત કરવા માટે ખરીદો હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી. ઘણી વખત લોકો બેંક અથવા કોઈપણ નાણાંકીય સંસ્થામાં પાસેથી હોમ લોન પણ લે છે. તમારી પોતાની જગ્યા ખરીદવાની સાથે સાથે અન્ય આવશ્યક ખર્ચ પણ જરૂર મુજબ કરી શકાય તે માટે હોમ લોન એક આદર્શ રીત છે. જો કે, હોમ લોનના ઇએમઆઇની સમયસર ચુકવણી થવી જરૂરી છે. હોમ ઇન્શ્યોરન્સ અને હોમ લોન ઇન્શ્યોરન્સ - આ બે શબ્દોમાં લોકોને ઘણીવાર મૂંઝવણ થતી હોય છે. આ લેખમાં, ચાલો આપણે હોમ ઇન્શ્યોરન્સ અને હોમ લોન ઇન્શ્યોરન્સ વચ્ચેના તફાવતને સમજીએ.

હોમ ઇન્શ્યોરન્સ એટલે શું?

હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ અણધાર્યા નુકસાન અથવા હાનિથી ઘર અને ઘરવખરીને સુરક્ષિત કરે છે. તે કુદરતી આપત્તિ, માનવ-નિર્મિત આપત્તિ, ચોરી વગેરેને કારણે થતા કોઈપણ નુકસાન/હાનિથી ઘર અને વ્યક્તિગત સામાનને સુરક્ષિત કરે છે. હાઉસ ઇન્શ્યોરન્સ પૉલિસી સામાન્ય રીતે ઘરવખરીને થયેલ નુકસાન અને ઘરના માળખાને, એટલે કે સ્ટ્રક્ચરને થયેલ નુકસાન સામે કવર પ્રદાન કરે છે. સ્ટ્રક્ચરલ ડેમેજ કવર હેઠળ જો ઘરના માળખાને નુકસાન થયું હોય તો જ આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે. બીજી તરફ, કન્ટેન્ટ ડેમેજ કવર એ ઘરવખરીને થયેલ નુકસાન/ક્ષતિ માટે આર્થિક સહાય પ્રદાન કરે છે. આમાં ફર્નિચર, કોઈપણ ઇલેક્ટ્રિકલ ઉપકરણ વગેરેને થયેલ નુકસાન હોઈ શકે છે. આ કવર હેઠળ મોટાભાગે રિપેરિંગ ખર્ચ કવર કરી લેવામાં આવે છે. મકાન માલિક તેમજ ભાડૂઆત હાઉસ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે. ભાડૂઆતને માત્ર ઘરવખરીને થયેલ નુકસાનનું કવર આપવામાં આવશે કારણ કે તેઓ જગ્યાની માલિકી ધરાવતા નથી.

હોમ લોન ઇન્શ્યોરન્સ એટલે શું?

હોમ લોન ઇન્શ્યોરન્સ હોમ લોનની જવાબદારીને કવર કરે છે. જ્યારે કોઈપણ પ્રતિકૂળતાને કારણે લોન લેનાર વ્યક્તિ લોનની ચુકવણી કરવામાં અસમર્થ હોય ત્યારે આમ બને છે. તેનો અર્થ એ છે કે જ્યારે લોન લેનાર વ્યક્તિ હોમ લોનનો માસિક હપ્તો ચુકવવામાં અસમર્થ હોય ત્યારે તે ચૂકવવામાં આવે છે. જો કોઈ અણધારી પરિસ્થિતિને કારણે કોઈ વ્યક્તિ તે ચૂકવી શકતી નથી, તો આ કવર તેમને હોમ લોનની ચુકવણી ન કરી શકવાના જોખમ સામે સુરક્ષિત રાખે છે. આ રીતે, જો ઇએમઆઇની ચુકવણી યોગ્ય સમયે ન કરવામાં આવી હોય, તો હોમ લોન ઇન્શ્યોરન્સ પૉલિસી ઘરનું માલિકીપણું ગુમાવવાથી બચાવે છે. તે પરિવારને બચાવવાનું કાર્ય કરે છે અને પ્રતિકૂળતાના કિસ્સામાં હોમ લોનની બાકીની રકમ ચૂકવે છે. પ્રત્યેક પ્રદાતાનું હોમ લોન ઇન્શ્યોરન્સ કવરેજ અલગ હોઈ શકે છે. કેટલાક ઇન્શ્યોરર, જ્યારે લોન લેનાર અથવા ઘરના માલિકનું અવસાન થાય, તેવા સમયે હોમ લોનના રિસ્કને કવર કરે છે. કેટલાક ઇન્શ્યોરર કોઈપણ ગંભીર બીમારી, અપંગતા અથવા નોકરી ગુમાવવાની સ્થિતિમાં તેને કવર કરે છે. કોઈપણ સંજોગોમાં પ્લાનના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચવા જ જોઈએ. હોમ લોન ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ પર આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ટૅક્સમાં છૂટનો લાભ લઈ શકાય છે. જો હોમ લોન ઇન્શ્યોરન્સ પૉલિસી લેવામાં આવી હોય તો તે ડાઉન પેમેન્ટની રકમ ઘટાડવામાં પણ મદદ કરે છે. હોમ લોન ઇન્શ્યોરન્સ પૉલિસી તે લોકો માટે આદર્શ છે જેમની પાસે ઓછી બચત છે અને જીવનના પ્રારંભિક તબક્કામાં ઘર ખરીદવા માંગે છે. આમ એટલા માટે, કારણ કે ઇન્શ્યોરર દ્વારા લોનની ચુકવણીની ગેરંટી આપવામાં આવે છે. હોમ લોન ઇન્શ્યોરન્સ પૉલિસી એકસામટી અથવા સમયાંતરે હપ્તાઓ દ્વારા હોમ લોનની ચુકવણી કરવાનો વિકલ્પ પણ આપે છે. ડિસ્ક્લેમર: ટૅક્સમાં થતો લાભ હાલના કાયદા મુજબ ફેરફારને આધિન છે.

મુખ્ય તફાવત - હોમ ઇન્શ્યોરન્સ અને હોમ લોન ઇન્શ્યોરન્સ

નીચેના ટેબલમાં હોમ ઇન્શ્યોરન્સ અને હોમ લોન ઇન્શ્યોરન્સ વચ્ચેના મુખ્ય તફાવતો સંક્ષિપ્તમાં દર્શાવેલ છે:

માપદંડ

હોમ ઇન્શ્યોરન્સ

હોમ લોન ઇન્શ્યોરન્સ

પ્રીમિયમ હોમ લોન ઇન્શ્યોરન્સની તુલનામાં પ્રીમિયમ ઓછું હોય છે હોમ ઇન્શ્યોરન્સની તુલનામાં પ્રીમિયમ વધુ હોય છે
ઉપલબ્ધતા તમારી પાસે હોમ લોન ઇન્શ્યોરન્સ ન હોય તો પણ તે લઈ શકાય છે જો હોમ ઇન્શ્યોરન્સ હોય તો જ તે લઈ શકાય છે
ડાઉન પેમેન્ટ ડાઉન પેમેન્ટ પર કોઈ અસર પડતી નથી ઘરનું ડાઉન પેમેન્ટ ઘટાડવામાં મદદ કરે છે

સો વાતની એક વાત

ઘરના માળખા અથવા વ્યક્તિગત સામાનને થયેલા નુકસાન/હાનિને કારણે ઉદ્ભવતા કોઈપણ આર્થિક નુકસાન સામે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી સુરક્ષા આપે છે. જો લોન લેનાર વ્યક્તિ હોમ લોન ચૂકવી ન શકે તો હોમ લોન ઇન્શ્યોરન્સ વડે તમે ફાઇનાન્શિયલ સંસ્થા/બેંક દ્વારા ઘરને વેચવાથી રોકી શકો છો. બંનેની શરતો અલગ છે પણ મહત્વપૂર્ણ છે. મુખ્ય બાબત એ છે કે હોમ ઇન્શ્યોરન્સ કવરેજ તમને આર્થિક તણાવથી બચાવે છે. અને હોમ લોન લેવાની યોજના બનાવી રહેલી કોઈપણ વ્યક્તિ હોમ લોન ઇન્શ્યોરન્સ ખરીદવાનું વિચારી શકે છે.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે