"આપણી મોટાભાગની સમસ્યાઓને ઉકેલી શકે તેવી એક વસ્તુ છે નૃત્ય"
- જેમ્સ બ્રાઉન
સાચું જ કહ્યું છે, ખરું કે નહીં? નૃત્ય કરો, આનંદ મેળવો અને સાથે સાથે કેટલીક કૅલરી પણ બાળો! અહીં નૃત્યના 7 પ્રકાર જણાવેલ છે જેનો તમારે પ્રયત્ન કરવો જોઈએ.
1. કથક
કથક એ ભારતના સૌથી મહત્વપૂર્ણ શાસ્ત્રીય નૃત્યોમાંથી એક છે. 'કથા' શબ્દથી આવેલ આ નામ, જેનો અર્થ છે "વાર્તા કહેવાની કળા", તે કથકનો નવાબોના સમયથી ખૂબ જ વિકાસ થયો છે. તેના વડે તમે પોતાને વ્યક્ત કરવાની સાથે સાથે સાંધાના દુખાવા સામે લડી શકો છો, તમારા શરીરને સુડોળ બનાવી શકો છો અને શરીરની શક્તિમાં વૃદ્ધિ કરી શકો છો. તમે કથકના એક સત્રમાં આશરે 400-600 કેલરી ખર્ચ કરી શકો છો
2. સાલસા
ક્લાસી, એનર્જેટિક અને સેન્સ્યુઅલ. સાલ્સા આ બધાનું સંયોજન છે. ન્યુયોર્કમાં 1970 ના દશકમાં ઉદ્ભવેલ સાલ્સામાં ખૂબ ઝૂલવું, વળવું અને ગોળ ગોળ ફરવાનો સમાવેશ થાય છે. સાલ્સા ડાન્સ મૂવમેન્ટ તમારા શરીરને ફ્લેક્સિબલ બનાવે છે અને તમારા શરીરના નીચલા ભાગને પણ સુડોળ બનાવે છે. 30-મિનિટના એક સાલ્સા સેશનમાં તમે લગભગ 300 કેલરી ખર્ચ કરી શકો છો.
3. બૅલી ડાન્સ
પોપ સિંગર શકીરા અને ત્યાર બાદ કટરીના કૈફ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવેલ નૃત્યનો આઅ પ્રકાર એક સારી કસરત પણ છે. મધ્ય પૂર્વમાં ઉદ્ભવેલ આ પ્રકાર, તમારા સ્નાયુઓને કડક કરવાનો અને પેટના ચરબીને ઘટાડવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. એક કલાકના બૅલી ડાન્સિંગ દ્વારા લગભગ 300 કેલરી ખર્ચ થઈ શકે છે. તમારી દીકરીઓ સાથે આનો પ્રયત્ન કરો. મજા આવે તેવું છે, બરાબર ને?
4. હિપ-હૉપ
ઊર્જા અને સ્વૅગ. એક નૃત્યકારને તેથી વધુ શું જોઈએ? ઍટિટ્યૂડથી ભરપૂર નૃત્ય, જે ખૂબ જ લોકપ્રિય છે. 1960ના દશકમાં ન્યુયોર્કમાં ઉદ્ભવેલ આ પ્રકાર, તેમાં ખૂબ જ બ્રેકિંગ, લૉકિંગ અને પૉપિંગનો સમાવેશ થાય છે. તે વજન ઘટાડવાની ઝડપી અને મજેદાર રીત છે. હિપ-હૉપિંગના એક સત્રમાં લગભગ 300 કેલરી ખર્ચ થઈ શકે છે.
5. બૅલે
શીખવા માટે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતું એવું આ એક ખૂબ જ અત્યાધુનિક નૃત્ય સ્વરૂપ છે. 19 મી સદીમાં ઇટલીના પુનરુત્થાન સમયે ઉદ્ભવેલા આ પ્રકારમાં પ્રકાશ, મોહક મૂવમેન્ટ્સ અને રીઇન્ફૉર્સ્ડ અંગૂઠાઓ દ્વારા અણીદાર શૂઝનો ઉપયોગ કરવામાં આવે છે. બૅલે એ જાંઘ, નિતંબ ને પીઠને મજબૂત બનાવે છે, અને સ્નાયુઓને વધુ ફ્લેક્સિબલ બનાવે છે. 90-મિનિટના બૅલે સત્રમાં લગભગ 500 કેલરી ખર્ચ થઈ શકે છે.
6. સાંબા
સાંબા એ જીવંત અને લયબદ્ધ એવો તણાવ દૂર કરવાનો એક ઉત્તમ પ્રકાર છે. 1500 ના દશકમાં બ્રાઝિલમાં ઉદ્ભવેલ સાંબા એ પૅપી, ઝડપી અને શ્રેષ્ઠ વર્કઆઉટ છે. તેના દ્વારા કમર તથા નિતંબની આસપાસ જમા થયેલ વધારાની ચરબી ખૂબ જ ઝડપથી દૂર કરી શકાય છે.
7. ફ્રી-સ્ટાઇલ
સ્ટેપ્સની ચિંતા કર્યા વિના, કોઈ જીવંત સંગીત પર નૃત્ય. હા, તે ફ્રી-સ્ટાઇલ છે! જાણે કોઈ જોઈ રહ્યું નથી તે રીતે નૃત્ય કરો, આનંદ માણો અને વજન ઘટાડો, બધુ જ એક સાથે. અકલ્પનીય છે, ખરું?
નૃત્યની શરૂઆત કરવા માંગો છો? રાહ ન જુઓ, તરત જ શરૂ કરો!
‘આરોગ્ય એ જ સંપત્તિ છે', ખરું? તમારું સ્વાસ્થ્ય નબળું પડે છે તે સમય માટે પોતાનો ઇન્શ્યોરન્સ ખરીદો. આના પર વધુ માહિતી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ, અમારી વેબસાઇટની મુલાકાત લો!
This article is a treat for all the dance lovers on the occasion of International Dance Day. Enjoy and keep dancing!