અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What is Skidding and Hydroplaning?
21 જુલાઈ, 2016

આ ચોમાસામાં સ્કિડિંગ અને હાઇડ્રોપ્લેનિંગથી કેવી રીતે બચવું?

ડ્રાઇવરો માટે તેમના વાહન પરનો કાબૂ ગુમાવવા કરતાં વધારે ડરામણું કંઈ નથી. તે માત્ર તેમની વાહન ચલાવવાની ક્ષમતાને જ નહીં, પરંતુ અનુભવી ડ્રાઇવરોને પણ લાચારીનો અનુભવ કરાવે છે. કાબૂ ગુમાવવાના અનેક કારણો હોઈ શકે છે. પ્રમુખ કારણોમાંથી એક છે - હાઇડ્રોપ્લેનિંગ અથવા એક્વાપ્લેનિંગ. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવાથી અકસ્માતનું જોખમ ખૂબ જ વધી ગયું છે, હાઇડ્રોપ્લેનિંગ વિશેની સમજ અને તેને ટાળવા માટેની યુક્તિ આપનાર એક લેખ અહીં આપેલ છે. હાઇડ્રોપ્લેનિંગ એટલે શું? હાઇડ્રોપ્લેનિંગ એટલે ભીની સપાટી પર કારના ટાયરનું સરકી કે લપસી જવું. આમ ત્યારે બને છે જ્યારે ટાયર પોતે ખસેડી શકે તેના કરતાં વધુ પાણીના સંપર્કમાં આવે છે. આ પાણીના દબાણને કારણે થાય છે, જે પાણીને ટાયરની આગળની બાજુએથી તેની નીચે ધકેલે છે. તેને કારણે ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે પાણીની એક પાતળી પરત બને છે, જેના લીધે ટાયર રસ્તા સાથેનું ઘર્ષણ ગુમાવી દે છે. આના પરિણામે ડ્રાઇવર સ્ટિયરિંગ, બ્રેકિંગ અને પાવર પર નિયંત્રણ ગુમાવી દે છે. હાઇડ્રોપ્લેનિંગ ક્યારે થાય છે? હાઇડ્રોપ્લેનિંગ કોઈપણ ભીની સપાટી પર થઈ શકે છે, અને હળવો વરસાદ થયા બાદની પ્રથમ 10 મિનિટ સૌથી જોખમી હોઈ શકે છે. જ્યારે વરસાદ રસ્તા પરના તેલના અવશેષો સાથે મિશ્રિત થાય છે ત્યારે રસ્તો લપસણો બની જાય છે, જેના કારણે વાહનો, ખાસ કરીને ખૂબ ઝડપે જઇ રહેલા વાહનો હાઇડ્રોપ્લેનની અસર અનુભવે છે. ધુમ્મસ, વરસાદ, બરફ અને હિમપ્રપાત જેવી ખરાબ હવામાનની સ્થિતિમાં અકસ્માતનું જોખમ વધે છે. જો કે, આવી પરિસ્થિતિઓમાં જ હાઇડ્રોપ્લેનિંગ થાય તે જરૂરી નથી. સામાન્ય રીતે, તે નાજુક પરિસ્થિતિઓમાં થાય છે, જેના માટે ડ્રાઇવરો તૈયાર હોતા નથી. હાઇડ્રોપ્લેનિંગને રોકવા માટેની ટિપ 1.ખાબોચિયાં અને ભરાયેલા પાણીથી દૂર રહો ભરાયેલા પાણીમાં હાઇડ્રોપ્લેનિંગની શક્યતા ઘણી છે કારણ કે તેને માટે પાણીનું માત્ર એક નાની પરત જ પર્યાપ્ત છે. તેથી, તેમનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. 2.હાઇડ્રોપ્લેનિંગને રોકવા માટે ડિઝાઇન કરેલ ઉચ્ચ ગુણવત્તાવાળા ટાયર પસંદ કરો તમારા ટાયર નિયમિતપણે બદલો. લીસ્સા ટાયર સાથે ભીના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવું જોખમકારક હોઈ શકે છે. વારંવાર વરસાદ પડતો હોય તેવા ક્ષેત્રોમાં રહેતા લોકો માટે આ ખાસ કરીને અગત્યનું છે. જ્યારે પણ તમે ઓઇલ બદલાવો છો ત્યારે આશરે દર 11,000 કિમીએ તમારા વાહનના ટાયરને એકબીજા સાથે બદલવાની અને સંતુલિત કરાવવાની સલાહ આપવામાં આવે છે. 3.તમારી ઝડપને નિયંત્રિત કરો વરસાદ પડવાની શરૂઆત થતાં જ તમારે તમારી કારની ઝડપ ઘટાડવી જોઈએ. સુરક્ષા નિષ્ણાતો અનુસાર સામાન્ય રીતે પ્રતિ કલાક 57 કિલોમીટરથી વધુ ઝડપે હાઇડ્રોપ્લેનિંગ થાય છે. ચોમાસામાં નિર્દિષ્ટ ઝડપી મર્યાદા કરતાં 10 થી 15 કિલોમીટર ધીમે ચલાવવાની સલાહ આપવામાં આવે છે. તે ઉપરાંત અચાનક ઝડપ વધારવાનું પણ ટાળવું જોઈએ. 4.વરસાદમાં ઝડપ કરશો નહીં ભીના રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે ક્યારેય તમારી કારના ક્રૂઝ ફંક્શનનો ઉપયોગ કરશો નહીં. જો તમારી કારમાં ક્રૂઝ ફંક્શન ચાલુ હોય અને તે દરમિયાન હાઇડ્રોપ્લેન થાય, તો તમારી કાર પર નિયંત્રણ ફરીથી મેળવતા પહેલાં ફંક્શનને નિષ્ક્રિય કરવામાં સમય લાગશે. હાઇડ્રોપ્લેનિંગમાંથી કેવી રીતે બહાર આવવું?
  • હાઇડ્રોપ્લેનિંગ પછી તરત જ ઍક્સિલરેટર પરથી તમારો પગ લઈ લો
  • તમારી કારના સ્ટિયરિંગ વ્હીલને હળવેથી હાઇડ્રોપ્લેનિંગ દિશામાં વાળો.
  • જ્યાં સુધી ટાયર ફરીથી રસ્તાની સપાટીના સંપર્કમાં ન આવે ત્યાં સુધી રાહ જુઓ.
  • તમારી મુસાફરી આગળ ધપાવતા પહેલાં શાંત રહો અને તમે ભયાનક હાઇડ્રોપ્લેનિંગમાંથી બહાર આવ્યા બાદ એક ઊંડો શ્વાસ લો.
ચોમાસાની સાથે અણધાર્યા જોખમો પણ આવે છે, અને તેથી પોતાને સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ છે. તમારી કારનો ઇન્શ્યોરન્સ લો અને પોતાને આર્થિક નુકસાનથી બચાવો. જુઓ શ્રેષ્ઠ બાઇક ઇન્શ્યોરન્સ અને કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન અને આજે જ પોતાને સુરક્ષિત કરો!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે