ઇન્શ્યોરન્સ એ મિત્ર છે જે તમને જીવનની અનિશ્ચિતતાઓમાં આર્થિક રીતે સુરક્ષિત કરે છે. આપણે બધા જાણીએ છીએ, કે અચાનક બનતી બધી ઘટનાઓ આનંદદાયક નથી હોતી. જીવનમાં કેટલીક અનિશ્ચિતતાઓ ભાવનાત્મક, માનસિક, શારીરિક અને આર્થિક રીતે તકલીફ આપનારી હોઈ શકે છે. તેથી, સુરક્ષિત રહેવું મહત્વપૂર્ણ બની જાય છે. યોગ્ય ઇન્શ્યોરન્સ પસંદ કરો અને સંભવિત જોખમો સામે પોતાને અને તમારા પરિવારને સુરક્ષિત કરો. આજે 33 જનરલ ઇન્શ્યોરન્સ* અને 24 લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ* અને 05 સ્ટેન્ડ-અલોન પ્રાઇવેટ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ અસ્તિત્વ ધરાવે છે*. ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરવાનો અર્થ એ છે કે તમારી મહેનતની કમાણી ભરોસા સાથે ઇન્શ્યોરરને સોંપવી. તેથી, ઇન્શ્યોરન્સ કંપની આર્થિક સુરક્ષામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પછી ભલે તમે
મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી, હેલ્થ ઇન્શ્યોરન્સ વગેરે ખરીદો, પરંતુ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરવી એ મહત્વનું છે. આ લેખમાં ગ્રાહકોની મૂંઝવણ તેમજ તેમણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવેલ છે. એક સંભવિત ઇન્શ્યોરન્સ ખરીદનાર મોટેભાગે કઈ ઇન્શ્યોરન્સ કંપની કે મધ્યસ્થીની, અને કઈ પ્રૉડક્ટ ખરીદવી તે અંગે મૂંઝવણ અનુભવતા હોય છે. આ લેખમાં કેટલીક મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીએ.
*સ્રોત: https://www.irdai.gov.in/ADMINCMS/cms/frmGeneral_Layout.aspx?page=PageNo4696&flag=1 https://www.irdai.gov.in/ADMINCMS/cms/frmGeneral_Layout.aspx?page=PageNo4705&flag=1
ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરવાનું મહત્વ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે ઇન્શ્યોરન્સ શા માટે ખરીદીએ છીએ? તો, કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, ઇન્શ્યોરન્સ કંપની તમારી મદદે ઊભી રહે અને તમને કોઈપણ ઝંઝટ વગર કોઈપણ આર્થિક નુકસાનને રિકવર કરવામાં મદદ કરે તે માટે આપણે ઇન્શ્યોરન્સ ખરીદીએ છીએ. પ્રીમિયમની રકમની સમયસર ચુકવણીની સામે ઇન્શ્યોરન્સ કંપની તમને કવર પ્રદાન કરે છે. તેથી, ઇન્શ્યોરન્સ કંપનીની ભૂમિકા મહત્વપૂર્ણ છે તે અંગે હવે તમે સંમત થશો. ભારતમાં ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરતી વખતે ગ્રાહકોએ નીચે જણાવેલ પરિમાણોને ધ્યાનમાં લેવા જોઈએ તે અંગે થોડું સમજીએ. ઇન્શ્યોરન્સ કંપનીની આર્થિક ક્ષમતા એ એક સરળ સૂચક છે.
- સોલ્વન્સી રેશિયો:સોલ્વન્સી રેશિયો એ સંસ્થાની જવાબદારીઓ અને આપવામાં આવેલા વચનો પૂરા કરવાની ક્ષમતા દર્શાવે છે. ઇન્શ્યોરરની આર્થિક શક્તિ કેટલી સારી છે અથવા ખરાબ છે તે જાણવા માટેનું આ એ એક સરળ સૂચક છે. તેથી સૌથી વધુ સોલ્વન્સી રેશિયો ધરાવતી ઇન્શ્યોરન્સ કંપની બજારમાં સૌથી મજબૂત માનવામાં આવે છે, જેની ક્લેઇમની ચુકવણી કરવાની ક્ષમતા વધુ છે. આજે ભારતીય બજારમાં કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓનો સોલ્વન્સી રેશિયો 100% થી ઓછો છે, જે 150% ની નિયમનકારી જરૂરિયાત કરતાં ઓછો છે. તો, શું તમને લાગે છે કે તેઓ તમારા ક્લેઇમની ચુકવણી કરી શકશે?
- ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો:ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો (સીએસઆર) એ બીજું સૌથી મહત્વપૂર્ણ પાસું છે જેને ધ્યાનમાં લેવું જોઈએ. ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો એ ઇન્શ્યોરન્સ કંપનીમાં કરવામાં આવેલ કુલ ક્લેઇમની સામે ચુકવવામાં આવેલ ક્લેઇમની ટકાવારી દર્શાવે છે. કંપનીનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ઇન્શ્યોરરની વિશ્વસનીયતા અને ક્લેઇમની ચુકવણીની ઇચ્છા દર્શાવે છે. નિયમ સરળ છે, રેશિયો જેટલો વધુ, ઇન્શ્યોરન્સ કંપની તેટલી વધુ વિશ્વસનીય છે સેટલ કરવામાં ઇન્શ્યોરન્સ ક્લેઇમ.
- એનપીએસ સ્કોર:નેટ પ્રમોટર સ્કોર એ ગ્રાહકનો ઇન્શ્યોરન્સ કંપની વિશેનો અભિપ્રાય દર્શાવે છે. ઉદાહરણ તરીકે, નમૂના રૂપે 100 ગ્રાહકોમાંથી કેટલા ગ્રાહકો દ્વારા તેમની ઇન્શ્યોરન્સ કંપનીની ભલામણ તેમના મિત્રોને કરવામાં આવશે અથવા નહીં આવે. 70% કરતા વધારેનો કોઈપણ સ્કોર સારો માનવામાં આવે છે, જેનો અર્થ છે કે ટેકો નહીં આપનાર કરતાં ટેકો આપનારની સંખ્યા વધુ છે.
- કિંમત:માર્કેટ શેર મેળવવાની હોડમાં, કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ નોંધપાત્ર ખૂબ જ ઓછા પ્રીમિયમ વસૂલે છે. ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે આપણે ઘણીવાર ધ્યાનમાં લઈએ છીએ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, તેમ છતાં આ એકમાત્ર ખરીદ માપદંડ ન હોવું જોઈએ. સૌથી વધુ જરૂરના સમયે કોઈ કામમાં ન આવે તેવી સસ્તી પ્રૉડક્ટ ખરીદવાનો કોઈ જ અર્થ નથી.
સો વાતની એક વાત
તમે ઇન્શ્યોરન્સ કંપની નિર્ધારિત કરો તે પહેલાં ઉપરોક્ત પરિમાણોને ધ્યાનમાં લેવાનું ભૂલશો નહીં. પ્લાન ખરીદવામાં ઉતાવળ કરશો નહીં, સંપૂર્ણ સંશોધન કરો અને તમામ વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરતો પ્લાન નિર્ધારિત કરો. આગામી લેખમાં, મધ્યસ્થીને કેવી રીતે પસંદ કરવી અને શેલ્ફ પ્રૉડક્ટ પસંદ કરવાના બદલે તમારી જરૂરિયાતના આધારે પ્રૉડક્ટને કેવી રીતે પસંદ કરવી, તે આવરી લેવામાં આવશે. અહીં નિયમિત જોતાં રહો! લિખિત: સુભાશિષ મઝુમદાર, નેશનલ હેડ- મોટર બિઝનેસ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ.
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો