રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Simple Guide To Marine Hull Insurance
23 મે, 2022

ભારતમાં મરીન હલ ઇન્શ્યોરન્સ માટે વ્યાપક માર્ગદર્શિકા

વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વ એક વિશાળ બજાર બન્યું છે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે જળમાર્ગ મહત્વના છે. સમુદ્ર માર્ગે માટે યુગોથી પરિવહન થતું આવ્યું છે અને આજે પણ તેનું એટલું જ મહત્વ છે. પરંતુ આટલા વર્ષો બાદ પણ જળમાર્ગે થતાં પરિવહનમાં આજે પણ જોખમો રહેલા છે. આ જોખમો માત્ર કુદરતી આપત્તિઓને કારણે જ નહીં, પરંતુ બંદરો પર થતાં અકસ્માતોને કારણે પણ રહેલા છે. તેથી, મરીન ઇન્શ્યોરન્સ કવર ખરીદવું ઉત્તમ છે.

મરીન ઇન્શ્યોરન્સ વિશે

આ એક કમર્શિયલ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે શિપ માલિકો, શિપિંગ કંપનીઓ અને તેમના માધ્યમથી માલનું પરિવહન કરતી કંપનીઓને પણ ઑફર કરવામાં આવે છે. હવામાનમાં થતાં અચાનક ફેરફાર, ચાંચિયા, નેવિગેશનની સમસ્યાઓ અને કાર્ગો હેન્ડલિંગની સમસ્યાઓને કારણે કન્સાઇનમેન્ટ અને શિપને નુકસાન પહોંચી શકે છે. આવા સમયે મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી આ નુકસાન સામે સુરક્ષિત રહેવામાં મદદ કરે છે. મરીન હલ ઇન્શ્યોરન્સ શું છે? વિવિધ પ્રકારના મરીન ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે, અને ખાસ કરીને કાર્ગો લઈ જતા વાહનને સુરક્ષિત કરવાના હેતુથી બનાવેલ ઇન્શ્યોરન્સને મરીન હલ ઇન્શ્યોરન્સ કહે છે. તે ખાસ કરીને વહાણનો કાફલો ધરાવતા શિપના માલિકો અને શિપિંગ કંપનીઓ માટે ડિઝાઇન કરેલ સુરક્ષા કવચ છે. હલ એ વહાણને ટેકો આપતો સૌથી અગત્યનો ભાગ છે. હલને નુકસાન થવાને કારણે શિપની સુરક્ષા જોખમમાં મૂકાઇ જાય છે, અને તેથી, ઇન્શ્યોરન્સ કવર મહત્વપૂર્ણ છે. માત્ર હલ જ નહીં, પરંતુ સામાન ચડાવવા તથા ઉતારવા માટે શિપ પર ઇન્સ્ટૉલ કરવામાં આવેલ મશીનરીને પણ નુકસાન થઈ શકે છે. મરીન હલ ઇન્શ્યોરન્સ કવર શિપ માલિકોને આ પ્રકારના થતાં મશીનરીના આર્થિક નુકસાન સામે આવરી લે છે.

મરીન હલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં શું કવર કરવામાં આવે છે?

મરીન હલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં નીચેના જોખમો શામેલ છે:
  • શિપ અથવા વેસલને, તેની પર ઇન્સ્ટૉલ કરેલ કોઈપણ મશીનરી અથવા ઉપકરણને થયેલ નુકસાન.
  • ચોરી અને આગને કારણે શિપને થયેલ નુકસાન અથવા ક્ષતિ.
  • વીજળી પડવી, ટાઇફૂન વગેરે જેવી કુદરતી આપત્તિઓને કારણે વહાણને નુકસાન.
  • અન્ય વહાણો તથા વેસલને થયેલ નુકસાનને કારણે ઉદ્ભવતી થર્ડ-પાર્ટીની જવાબદારી.
  • જાળવણીની પ્રવૃત્તિ દરમિયાન વેસલને થયેલ કોઈપણ અણધાર્યું નુકસાન
  • મહાસાગરોમાં મુસાફરી કરનાર વેસલ માટે વિશ્વભરમાં કવરેજ.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

મરીન હલ ઇન્શ્યોરન્સ પ્લાન કોણે ખરીદવો જોઈએ?

મરીન હલ ઇન્શ્યોરન્સ પ્લાન જનરલ ઇન્શ્યોરન્સ બંદરના અધિકારીઓ, વહાણના માલિકો અને ખાનગી અને જાહેર પોર્ટ ઑપરેટરોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલી પૉલિસીઓ. તેના દ્વારા અનપેક્ષિત આર્થિક નુકસાનથી બચી શકાય છે.

મરીન હલ કવર ખરીદવાના ફાયદાઓ શું છે?

પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ આકસ્મિક આર્થિક નુકસાન સામે પ્રાપ્ત થતું સુરક્ષા કવચ છે. મરીન હલ ઇન્શ્યોરન્સ અનપેક્ષિત અકસ્માતની પરિસ્થિતિમાં તમારા ફાઇનાન્સની રક્ષા કરે છે. આ ઉપરાંત, તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ ઍડ-ઑન સુવિધાનો ઉપયોગ કરીને મરીન ઇન્શ્યોરન્સ પ્લાનને કસ્ટમાઇઝ કરી શકાય છે. આ ઍડ-ઑન્સમાં સામાન્ય રીતે આતંકવાદ, યુદ્ધ અને તેવી પરિસ્થિતિઓ સામે સુરક્ષાનો સમાવેશ થાય છે. આ પ્રકારનું મરીન કવર હોવાથી, તમારે તમારા બિઝનેસમાં કોઈપણ આર્થિક અવરોધ વિશે ચિંતા કરવાની જરૂર નથી.

શું મરીન હલ ઇન્શ્યોરન્સના કવરેજમાંથી કંઈપણ બાકાત રાખવામાં આવેલ છે?

અન્ય ઇન્શ્યોરન્સ પૉલિસીઓની જેમ, મરીન ઇન્શ્યોરન્સ પ્લાનનો વ્યાપ પણ મર્યાદિત છે. પૉલિસી દ્વારા શું કવર કરવામાં આવે છે તેમજ, કઈ ચોક્કસ બાબત બાકાત રાખવામાં આવે છે તે પૉલિસી ડૉક્યુમેન્ટમાં જણાવવામાં આવે છે. બાકાતના કેટલાક ઉદાહરણો અહીં આપેલ છે:
  • હલ અને તેની મશીનરીનો પહોંચતો નિયમિત ઘસારો.
  • પરમાણુ પ્રવૃત્તિઓને કારણે નુકસાન.
  • રેડિયોઍક્ટિવ તત્વોને કારણે ઉદ્ભવતી અશુધ્ધિ.
  • વેસલને પહોંચાડવામાં આવતું કોઈપણ ઇરાદાપૂર્વકનું નુકસાન.
  • સામાનના ઓવરલોડિંગને કારણે નુકસાન.
વધુ વાંચો મરીન ઇન્શ્યોરન્સ શું છે   ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને ખરીદતાં પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે