ભારતે, એક રાષ્ટ્ર તરીકે, 1947 માં તેની આઝાદી પછીથી ઘણી લાંબી મજલ કાપી છે. ભારત લગભગ 200 વર્ષથી બ્રિટિશ રાજ હેઠળ હતું અને 15 ઓગસ્ટ, 1947 ના રોજ ભારત સત્તાવાર રીતે સ્વતંત્ર રાષ્ટ્ર બનેલ. તે સ્વતંત્ર હોવાની ભાવના હતી જેણે ઘણા સંઘર્ષોને દૂર કર્યા પછી સ્વતંત્રતા સેનાનીઓને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યું. એટલું જ નહીં આજે પણ જ્યારે પણ આ દેશના યુવાનોને લાગે છે કે તેમને તેમના અધિકારો નથી મળી રહ્યા, ત્યારે આ 'સ્વતંત્ર' હોવાની ભાવના આ દેશના યુવાનોને તેમના અધિકારો માટે લડવા માટે માર્ગદર્શન આપે છે. પરંપરાગત રીતે, ભારતમાં લોકો ભારતીય ધ્વજ લહેરાવીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે, ત્યારબાદ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો અને રંગબેરંગી પરેડ થાય છે. ભારતમાં દરેક ખાનગી અને જાહેર ઇમારતો શણગારવામાં આવે છે અને તેની ટોચ પર ભારતીય ધ્વજ ત્રિરંગો લહેરાવવામાં આવે છે. શાળાઓમાં ખાસ મેળાવડા હોય છે, જેમાં તમામ વિદ્યાર્થીઓને ચિત્રકળા, ગાયન, નિબંધ-લેખન, ફેન્સી ડ્રેસ, રંગોળી બનાવવી, નાટક અને અન્ય વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. ઘણી ઑફિસમાં આ દિવસ ઉજવવા માટે સ્વતંત્રતા દિવસની થીમ ધરાવતી ઇવેન્ટ અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જ્યાં એક તરફ આ પરંપરાગત તહેવારો હજુ પણ ઉજવવામાં આવે છે, તો બીજી તરફ આજકાલ લોકો સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરે છે. ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકોને સ્વતંત્રતા દિવસને લગતી ફ્રેમ અને થીમનો ઉપયોગ કરીને તેમના પ્રોફાઇલ ચિત્રો બદલવાની સુવિધા આપે છે. લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચિત્રો પણ પોસ્ટ કરે છે, ખાસ કરીને પ્રસંગ માટે અથવા દેશ માટે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે ખાસ પ્રકારના વસ્ત્રો પણ પહેરે છે. દિવસને લગતી પ્રવૃત્તિઓ અને ઉત્સવોને ટૅગ કરવા માટે નેટ પર અસંખ્ય હૅશટૅગનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસની પોસ્ટ સાથે માત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટનું પૂર આવે છે એટલું જ નહીં, આ વિશેષ દિવસ વિશે ચૅટિંગ પ્લેટફોર્મ પર આનંદદાયક શુભેચ્છાઓ સાથે ઘણી છબીઓ અને મેસેજ ફૉર્વર્ડ કરવામાં આવે છે. પરંતુ જ્યારે તમે આ મેસેજને ફૉર્વર્ડ કરી રહ્યા હોવ, તમારી છબીઓ અપલોડ કરી રહ્યા હોવ અને તમારા પ્રોફાઇલ ચિત્રોને અપડેટ કરી રહ્યા હોવ છો ત્યારે તમે કેટલા કાળજીપૂર્વક હોવ છો?? સાઇબર-ક્રાઇમ આજની દુનિયામાં વધી રહ્યા છે તેમજ ઇન્ટરનેટ યૂઝરની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. હૅકર્સ સ્વતંત્રતા દિવસ જેવા વિશેષ દિવસોનો લાભ લે છે અને સાઇબર-હુમલા શરૂ કરવા માટે સૌથી અસુરક્ષિત લોકોને લક્ષ્ય બનાવે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પોતાને કવર કરવાની શ્રેષ્ઠ રીત સાઇબર ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવવી છે.
સાઇબર સિક્યોરિટી ઇન્શ્યોરન્સ તે એક અનન્ય ઇન્શ્યોરન્સ પ્લાન છે જે વ્યક્તિઓને સાઇબર-હુમલાનો શિકાર બનવાના કિસ્સામાં પોતાને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલ છે. આ સ્વતંત્રતા દિવસે તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદીને ઑનલાઇન દુનિયામાં તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતાને ઇન્શ્યોર કરો.