પરિવહન માટે શિપનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. એરોપ્લેન પહેલાનાં સમયમાં વેપાર અને વાણિજ્યને સરળ બનાવવા માટે મુખ્યત્વે સમુદ્રમાર્ગનો જ ઉપયોગ થતો હતો. પરંતુ સમુદ્રના માર્ગો ક્યારેય જોખમોથી મુક્ત ન હતા. તેઓ ખરાબ હવામાન, અથડામણ, અકસ્માતો અને પાઇરેટ્સ દ્વારા હાઇજેકિંગ જેવી વિવિધ અનિશ્ચિતતાઓથી ભરેલા હતા. આ જોખમોને પરિણામે મરીન ઇન્શ્યોરન્સનો જન્મ થયો હતો, જે સૌથી જૂના ઇન્શ્યોરન્સમાંથી એક માનવામાં આવે છે.
મરીન ઇન્શ્યોરન્સ શું છે?
મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ જળમાર્ગે થતાં માલના પરિવહનને કવર કરવામાં આવે છે. તે માત્ર વહાણ અથવા શિપ જ નહીં પરંતુ તેમાં લઈ જવામાં આવતા સામાન માટે પણ ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે. પ્રસ્થાન સ્થળથી તેના ગંતવ્ય સ્થળ દરમિયાન થયેલ કોઈપણ નુકસાનને
મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે. તમે ચાર પ્રકારના મરીન ઇન્શ્યોરન્સ કવર મેળવી શકો છો -
હલ અને મશીનરી ઇન્શ્યોરન્સ
હલ એ વહાણ અથવા વેસલનું મુખ્ય માળખું છે. હલ પૉલિસી હેઠળ વહાણના મુખ્ય માળખાને અને તેને થયેલા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવે છે. માત્ર વહાણ જ નહીં, પરંતુ તેમાં લાગેલ મશીનરી પણ તેટલી જ મહત્વપૂર્ણ છે, તેથી હલ પૉલિસીને સામાન્ય રીતે હલ અને મશીનરી પૉલિસી તરીકે ભેગી આપવામાં આવે છે. તેને સામાન્ય રીતે વહાણના માલિકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
કાર્ગો ઇન્શ્યોરન્સ
કન્સાઇનમેન્ટના માલિકોએ મુસાફરી દરમિયાન તેમના કાર્ગોને નુકસાન થવાનું, ખોવાઈ જવાનું અથવા તેની લેવાતી ખોટી રીતે સંભાળ, વગેરે જોખમનો સામનો કરવો પડે છે. તેથી, આવા શક્ય આર્થિક જોખમ સામે રક્ષણ આપવા માટે કાર્ગો પૉલિસી જારી કરવામાં આવે છે. તે પોર્ટ, વહાણ, રેલવે ટ્રૅક અથવા તમારા કન્સાઇનમેન્ટને ચઢાવતી અને ઉતારતી વખતે થયેલ નુકસાનને કવર કરે છે. કાર્ગો પૉલિસી ઑફર કરવામાં આવતું કવરેજ તેના માટે વસૂલવામાં આવતા પ્રીમિયમની તુલનામાં ઘણું વધુ છે.
લાયબિલિટી ઇન્શ્યોરન્સ
પરિવહન દરમિયાન, વહાણને તેના સામાન સાથે તૂટી પાડવાનો, અથડાવાનો અથવા અન્ય પ્રકારના જોખમોનો સામનો કરવો પડી શકે છે. પરિબળો જ્યારે વહાણના માલિકના નિયંત્રણની બહાર હોય છે, ત્યાં લાયબિલિટી મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી માલિકને સામાનના માલિકો દ્વારા કરવામાં આવેલા ક્લેઇમ સામે સુરક્ષિત કરે છે.
ફ્રેટ ઇન્શ્યોરન્સ
ફ્રેટને પહોંચેલી હાનિના કિસ્સામાં, થયેલ નુકસાનની ભરપાઈ શિપિંગ કંપનીએ કરવાની રહેશે. આ સંદર્ભમાં ફ્રેટ ઇન્શ્યોરન્સ શિપિંગ કંપનીના હિતની સુરક્ષા કરે છે. પ્રત્યેક પ્રકારની મુસાફરી દરમિયાન માલના પરિવહન સાથે સંકળાયેલ જોખમ અલગ હોય છે. તેથી વિવિધ ગ્રાહકોને વિવિધ પ્રકારના મરીન ઇન્શ્યોરન્સ કવરેજની જરૂર પડે છે. અહીં કવરેજના ઉપલબ્ધ એવા કેટલાક સામાન્ય પ્રકાર જણાવેલ છે -
- સામાન ચઢાવતી અથવા ઉતારતી વખતે થયેલ કોઈ પણ નુકસાન અથવા ક્ષતિ.
- પાણી વડે સામાન વહાણમાંથી ફેંકાઇ જવો.
- વહાણ ડૂબી જવું અને અટવાઈ પડવું.
- આગને કારણે થયેલ નુકસાન.
- કુદરતી આપત્તિઓ.
- અથડામણ, ડિરેલમેન્ટ અથવા અકસ્માત
- ટોટલ લૉસ કવરેજ.
મોટાભાગના મરીન ઇન્શ્યોરન્સ કવરેજમાં કાર્ગોને નુકસાન અથવા હાનિનો સમાવેશ થાય છે, ત્યારે કેટલાક પ્લાન્સમાં ક્રોસ-બોર્ડર સિવિલ અવરોધો અથવા પાઇરેટના હુમલાઓના સંદર્ભમાં મર્યાદાઓ છે. ચાલો તમારા મરીન ઇન્શ્યોરન્સ કવરેજમાં બાકાતને સમજીએ-
- તમારા ઇન્શ્યોરન્સ કવર હેઠળ કોઈપણ નિયમિત ઘસારો બાકાત રાખવામાં આવે છે.
- માલના અપૂરતા અને અયોગ્ય પૅકેજિંગને કારણે થયેલ નુકસાન.
- પરિવહનમાં વિલંબને કારણે જે ખર્ચ થાય છે તે સમાવિષ્ટ થતા નથી, જ્યારે તમે લીધું હોય કમર્શિયલ ઇન્શ્યોરન્સ
- નુકસાન બનાવવાના હેતુથી કોઈપણ ઇરાદાપૂર્વકનું નુકસાન.
- રાજકીય અશાંતિ, યુદ્ધ, તોફાનો અને તેવી અન્ય પરિસ્થિતિઓને કારણે થયેલ ક્ષતિ.
તેથી મરીન ઇન્શ્યોરન્સ પ્લાન વડે તમારા કાર્ગોને ઇન્શ્યોર કરો, કારણ કે તે તમારા બિઝનેસને આર્થિક સહાય પ્રદાન કરે છે અને મુસાફરીમાં રહેલા જોખમો વિશે ચિંતા કરવાને બદલે વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમારી મદદ કરી શકે છે. સમજદારીપૂર્વક રહો અને ઇન્શ્યોર્ડ રહો.
જવાબ આપો