અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Types of Commercial Insurance
31 માર્ચ, 2021

કમર્શિયલ ઇન્શ્યોરન્સના પ્રકારો

કમર્શિયલ ઇન્શ્યોરન્સ બિઝનેસને અણધારી ઘટનાઓને ઘટાડવામાં મદદ કરવા માટે બનાવેલ સૌથી વ્યાપક ઇન્શ્યોરન્સ પ્લાન્સમાંથી એક છે. બિઝનેસનો વિવિધ પ્રદેશો અને બજારોમાં વ્યાપ વધવાની સાથે, જોખમની શક્યતાઓ પણ સામાન્ય રીતે વધે છે. તેથી, એ સાચું છે કે કમર્શિયલ ઇન્શ્યોરન્સ મોટા બિઝનેસ માટે વધુ મૂલ્યવાન છે. તેમ છતાં, તેનો અર્થ એ નથી કે નાની કંપનીઓને કમર્શિયલ ઇન્શ્યોરન્સનો લાભ મળતો નથી. આવા ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટ વિવિધ ભૌગોલિક ક્ષેત્રો અને ઈન્ડસ્ટ્રીમાં કાર્ય કરતાં તમામ કદના બિઝનેસ માટે ઉપયોગી થઈ શકે છે. ફાયદાના પ્રકારો કમર્શિયલ ઇન્શ્યોરન્સ બિઝનેસ માટે કયા પ્રકારના લાભો પ્રદાન કરી શકે છે તેનો આધાર બિઝનેસ સાથે સંકળાયેલા જોખમો અને બિઝનેસ દ્વારા કયા પ્રકારનો ઇન્શ્યોરન્સ લેવામાં આવેલ છે તેના પર રહેલો છે. પ્રત્યેક બિઝનેસને રહેલું જોખમ અલગ હોય છે, તેથી કમર્શિયલ ઇન્શ્યોરન્સના પ્રકારો સમજવા જરૂરી છે.

કમર્શિયલ ઇન્શ્યોરન્સ કયા પ્રકારના હોય છે?

મોટાભાગના બિઝનેસ દ્વારા તેમના સંશોધનના આરંભે સૌ પ્રથમ આ પ્રશ્ન પૂછવામાં આવે છે – કમર્શિયલ ઇન્શ્યોરન્સ કયા પ્રકારના હોય છે બજારમાં ઉપલબ્ધ પ્રૉડક્ટ્સ?? પ્રશ્ન પરફેક્ટ છે, પરંતુ સમજાવવાની પદ્ધતિ નહીં. તેમનું મુખ્ય ધ્યાન રહેલા કેટલાક જોખમો પર હોવું જોઈએ. અને ત્યારબાદ, તેઓ તે ચોક્કસ જોખમોને કવર કરતી ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ્સને શોધી શકે છે. નિર્ણયકર્તાઓ અને સંચાલકો, કે જેમને ઉપલબ્ધ વિવિધ કમર્શિયલ ઇન્શ્યોરન્સના પ્રકારો ઉપલબ્ધ પ્રૉડક્ટ, અહીં સૌથી સામાન્ય પ્રોડક્ટની સૂચિ આપેલ છે:
  1. થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ: આવા ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ્સ અન્ય બિઝનેસની જવાબદારીઓ સામે બિઝનેસને કવર કરે છે. ઉદાહરણ તરીકે, જો ફૅક્ટરીમાં આગ લાગે છે, તો ફૅક્ટરીના માલિકને ઇન્વેન્ટરીનું નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. જો કે, અપસ્ટ્રીમમાં ખરીદનારને સરકારી કોન્ટ્રાક્ટમાં વિલંબ બદલ દંડ થઈ શકે છે અને તેથી તે ફૅક્ટરીના માલિક સામે ક્લેઇમ કરી શકે છે. થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ ફૅક્ટરીના માલિકના હિતોને સુરક્ષિત કરી શકે છે અને અપસ્ટ્રીમ ખરીદનાર માટે વળતર પ્રદાન કરી શકે છે.
 
  1. નાના અને મધ્યમ કદના બિઝનેસ ઑપરેટર્સ માટે ઇન્શ્યોરન્સ: નાના અને મધ્યમ કદના બિઝનેસને એક સાથે ઘણા જોખમો થઈ શકે છે - ચોરી, કુદરતી આપત્તિઓ અથવા સંગઠિત અપરાધ. કમર્શિયલ ઇન્શ્યોરન્સ બિઝનેસના માલિકોને આવા જોખમો સામે નોંધપાત્ર કવર પ્રદાન કરી શકે છે, જેમની સંપૂર્ણ નેટવર્થ સામાન્ય રીતે બિઝનેસ સાથે સંકળાયેલ હોય છે.
 
  1. ફિક્સ્ડ એસેટ્સ માટે ઇન્શ્યોરન્સ (પ્લાન્ટ અને મશીનરી, ઑફિસ ઇક્વિપમેન્ટ): મશીનરી અને ઑફિસના ઉપકરણોને ઘસારો પહોંચવો અને તેમનું ડેપ્રિશિયેશન થવું એ સામાન્ય બાબત છે. પરંતુ, બ્રેકડાઉનને કારણે સંપૂર્ણ બિઝનેસ પ્રક્રિયા સ્થગિત થઈ શકે છે. કમર્શિયલ ઇન્શ્યોરન્સ કવરેજને કારણે કંપની ફિક્સ્ડ એસેટ રિપેર કરાવવામાં થતો ખર્ચ આવરી લેવામાં આવે છે.
 
  1. પરિવહનમાં રહેલા માલ માટે ઇન્શ્યોરન્સ (કાર્ગો, ટ્રાન્ઝિટ અને મરીન ઇન્શ્યોરન્સ): અન્ય સ્થળે પરિવહનમાં જઇ રહેલી વસ્તુઓને અકસ્માતમાં નુકસાન થઈ શકે છે, જે સંગઠિત અપરાધીઓની ટોળી દ્વારા ચોરી કરવામાં આવે શકે છે અથવા કુદરતી આપત્તિને કારણે તે નિરુપયોગી બની શકે છે. ખરીદી, સપ્લાય અને લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલ બિઝનેસને આ એક ટ્રાન્ઝિશનનું નોંધપાત્ર જોખમ રહેલું હોય છે. ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ જેમ કે કાર્ગો ઇન્શ્યોરન્સ, ટ્રાન્ઝિટ ઇન્શ્યોરન્સ અને મરીન ઇન્શ્યોરન્સ ટ્રાન્ઝૅક્શનમાં શામેલ મોટાભાગના બિઝનેસને સુરક્ષિત કરી શકે છે.
 
  1. સાઇબર જોખમો સામે ઇન્શ્યોરન્સ: સાઇબર હુમલાઓ પહેલા કરતાં વધુ અત્યાધુનિક બની ગયા છે. સમર્પિત સાયબર સુરક્ષા ટીમ ધરાવતા બિઝનેસને પણ માલવેર, રેન્સમવેર અને અન્ય સુરક્ષા ઉલ્લંઘનોનું જોખમ રહેલું છે. આ દિશામાં કમર્શિયલ ઇન્શ્યોરન્સ કવર કોઈ હુમલા પછી ટેક્નોલોજીને અપગ્રેડ કરવાના ખર્ચ માટે ચુકવણી કરવામાં, બ્રાન્ડ ઇક્વિટીને પહોંચેલા નુકસાનમાંથી બહાર આવવા, નિષ્ણાત નેગોશિએટરની નિમણૂકના ખર્ચ માટે ચુકવણી કરવા, તેમજ બિઝનેસની તેના ગ્રાહકો અને કર્મચારીઓ પ્રત્યેની થર્ડ-પાર્ટી લાયાબિલિટીમાં મદદ કરી શકે છે.
 
  1. કર્મચારીઓની તેમજ કર્મચારીઓ સામે બિઝનેસની સુરક્ષા: ફ્લોર પરના ફૅક્ટરી કામદારો ઘણીવાર ભારે મશીનરી સાથે કામ કરતાં હોય છે. મેનેજમેન્ટ ટીમ દ્વારા સાવચેત કરવામાં આવવા છતાં, પ્લાન્ટમાં સર્જાતી એક નાની સમસ્યા પણ કર્મચારીઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ કમર્શિયલ જનરલ લાયબિલિટી ઇન્શ્યોરન્સ આવી પરિસ્થિતિઓમાં વ્યવસાયને સુરક્ષિત કરી શકે છે અને કર્મચારીઓને ચુકવવાપાત્ર રકમ પ્રદાન કરી શકે છે.
  તેની સાથે, જો કોઈ મોટી કંપનીના ડાયરેક્ટર ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલ હોવાની જાણ થાય છે, તો સામાન્ય શેરધારકો કંપની પાસેથી નુકસાન માટેના વળતરની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં, ડાયરેક્ટર્સ એન્ડ ઑફિસર લાયેબિલિટી ઇન્શ્યોરન્સ કવર શેરધારકોને વળતર આપવામાં કંપનીને મદદરૂપ થાય છે.  
  1. ફાયર એન્ડ બર્ગલરી ઇન્શ્યોરન્સ: આ બે સૌથી સામાન્ય ઘટનાઓ છે જેને કારણે બિઝનેસને મૂડીનું નુકસાન થઈ શકે છે. તમામ સ્કેલના બિઝનેસને આ પ્રકારના જોખમ રહેલા છે. આવા જોખમો સામે કંપનીઓને આવરી લેતી ઇન્શ્યોરન્સ પૉલિસીઓને ઘણીવાર કમર્શિયલ ઇન્શ્યોરન્સ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે.
 

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું કાર્ગો ઇન્શ્યોરન્સ અને ટ્રાન્ઝિટ ઇન્શ્યોરન્સ એક જ છે?
હા. તે બંને લગભગ સમાન છે કમર્શિયલ ઇન્શ્યોરન્સના પ્રકારો.  
  1. મરીન ઇન્શ્યોરન્સ અને ફાયર ઇન્શ્યોરન્સ વચ્ચે શું ફેર છે?
નામ અનુસાર, ફાયર ઇન્શ્યોરન્સ એ અકસ્માત, કુદરતી આફત અથવા તો બેદરકારીને કારણે અચાનક લાગેલી આગને કારણે રહેલા જોખમ સામે બિઝનેસના હિતને કવર કરે છે. મરીન ઇન્શ્યોરન્સ તે એક વધુ વ્યાપક ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ છે જે દરિયાઈ માર્ગે પરિવહન થઈ રહેલા માલને ચોરી, આગને કારણે થયેલ નુકસાન, કુદરતી આપત્તિઓ અને અન્ય જોખમો સામે કવર કરે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે