જો તમે ક્યારેય દરિયાઈ માર્ગે માલ દેશની બહાર મોકલ્યો હોય, તો તમે એવા તમામ હિસ્સેદારો વિશે માહિતગાર હશો, જેમની એસેટને આ પ્રક્રિયામાં જોખમ રહેલું છે. એક વેચાણકર્તા તરીકે તમારો માલ જહાજમાં છે. ખરીદદાર માલ મેળવવા અને તેમના કામકાજમાં તેનો ઉપયોગ કરવાની રાહ જોઈ રહ્યા છે. કાર્ગો, શિપિંગ અને પરિવહન કંપનીઓના માથે શિપમેન્ટને સમયસર ડિલિવર કરવાની જવાબદારી છે. પ્રક્રિયામાં એક નાની દુર્ઘટના વિલંબ, અકસ્માત અથવા માલના નુકસાનમાં પરિણમી શકે છે. આવા જોખમોને કારણે સમગ્ર સિસ્ટમમાં પ્રભાવ પડી શકે છે અને તેને લીધે અન્યથા સંબંધિત ન હોય તેવા વ્યવસાયોને પણ આર્થિક તકલીફ પડી શકે છે. મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી તમને ભવિષ્યની અનિશ્ચિતતાઓ અને તેની તમારા શિપમેન્ટ પર અસરથી બચાવે છે.
મરીન ઇન્શ્યોરન્સ શું છે?
મરીન ઇન્શ્યોરન્સ એક પ્રકારની
કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે વિશ્વભરમાં બિઝનેસ, લોજિસ્ટિક કંપનીઓ અને માલના ખરીદદારો દ્વારા ઉપયોગમાં લેવાય છે. સપ્લાય ચેઇનમાં તમારી ભૂમિકાના આધારે, મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા માટે મૂલ્યવાન બની શકે છે. શિપમેન્ટ કંપનીઓ જહાજ, શિપ પર ઉપકરણો અને ફર્નિચર જેવી તેમની સંપત્તિઓને સુરક્ષિત કરી શકે છે. વેચાણકર્તાઓ આ પ્રક્રિયા દરમિયાન તેમના પોતાના માલને ચોરી, નુકસાન અથવા વિલંબ સામે સુરક્ષિત કરી શકે છે. અને ખરીદદારો, જો શિપમેન્ટના લોજિસ્ટિક માટે સીધા જવાબદાર હોય તો, પહેલેથી જ ચૂકવેલ માલ સામે સુરક્ષા મેળવી શકે છે.
મરીન ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?
મરીન ઇન્શ્યોરન્સ પરિવહન દરમિયાન નુકસાન, ચોરી અથવા નુકસાન જેવા જોખમો સામે માલ, જહાજ અને અન્ય પરિવહન માધ્યમો માટે કવરેજ પ્રદાન કરે છે. પૉલિસીધારક શિપમેન્ટના મૂલ્ય અને સંબંધિત જોખમોના આધારે પ્રીમિયમ ચૂકવે છે. કવર કરેલી ઘટનાના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ લેનાર ક્લેઇમ ફાઇલ કરે છે, અને ઇન્શ્યોરર પૉલિસીની શરતો મુજબ નુકસાન અથવા ક્ષતિ માટે વળતર આપે છે. મરીન ઇન્શ્યોરન્સને વિશિષ્ટ માર્ગો, કાર્ગોના પ્રકારો અથવા પાયરેસી જેવા અતિરિક્ત જોખમો માટે કવરેજ શામેલ કરવા માટે કસ્ટમાઇઝ કરી શકાય છે. આ સુનિશ્ચિત કરે છે કે વ્યવસાયો ઘરેલું અથવા આંતરરાષ્ટ્રીય વેપાર દરમિયાન તેમના નાણાંકીય હિતોને સુરક્ષિત કરે છે.
મરીન ઇન્શ્યોરન્સ કયા પ્રકારના હોય છે?
નિયમિતપણે કાર્ગો, પરિવહન અને મરીન ટ્રાન્સપોર્ટેશન કંપનીઓ સાથે સંલગ્ન બિઝનેસ ઑપરેટરો માટે,
મરીન ઇન્શ્યોરન્સ એ રિસ્ક મેનેજમેન્ટમાં બોધપાઠ હોઈ શકે છે. મરીન ઇન્શ્યોરન્સના પ્રકારો તમે ઇન્શ્યોરન્સ કવર, જોખમના પરિમાણો અને અંડરલાઇંગ એસેટની કલ્પના કેવી રીતે કરો છો તેના પર આધારિત છે. સામાન્ય રીતે બે વ્યાપક પ્રકારની મરીન ઇન્શ્યોરન્સ પૉલિસીઓને કવરેજ અને ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટના માળખાના આધારે વિભાજિત કરવામાં આવે છે. કવરેજના પ્રકારો મુજબ મરીન ઇન્શ્યોરન્સના પ્રકારો
- મરીન કાર્ગો ઇન્શ્યોરન્સ: આ મરીન ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારોમાંથી એક છે જે વ્યવસ્થિત રીતે મહત્વપૂર્ણ છે. ઇન્શ્યોરન્સ પૉલિસી કાર્ગો, ટેન્કર અને થર્ડ-પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે.
આ પ્રક્રિયા દરમિયાન - ચડાવતી કે ઉતારતી વખતે અથવા ટ્રાન્ઝિટ દરમિયાન અથવા અકસ્માતમાં પણ કાર્ગોને નુકસાન થઈ શકે છે. શિપના માલિક અને ઑપરેટરની કામગીરી વ્યાપક હોવાને કારણે, તેમની કંપની ઘણાં બિઝનેસને જવાબદાર હોય છે. જો જહાજને કોઈ અકસ્માત થાય તો થર્ડ-પાર્ટી કવરેજ હોવાથી તેમણે દરેક સંબંધિત પક્ષને કરાવી પડતી ચુકવણી સામે સુરક્ષા મળે છે. તે જ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કાર્ગો લઈ જનાર ટેન્કર અને જહાજને પણ આવરી લેવામાં આવે છે.
1. ડેમેજ લાયબિલિટી ઇન્શ્યોરન્સ
આ પ્રકારની મરીન ઇન્શ્યોરન્સ પૉલિસી સામાન્ય રીતે એસેટ સાથે સંકળાયેલા ઘણા અણધાર્યા જોખમોને આવરી લેવા માટે તૈયાર કરવામાં આવે છે. જો દરિયાઈ માર્ગે પરિવહન દરમિયાન કોઈપણ સમયે એસેટને નુકસાન થાય, તો તેને કવર કરવા માટે પ્રસ્તુત છે કોમ્પ્રિહેન્સિવ ડેમેજ
લાયબિલિટી ઇન્શ્યોરન્સ.
2. હલ ઇન્શ્યોરન્સ
જ્યારે કાર્ગો કોઈ અલગ એન્ટિટીથી સંબંધિત હોઈ શકે છે, ત્યારે લોજિસ્ટિક્સ એક અલગ એન્ટિટી દ્વારા સંચાલિત થઈ શકે છે, અને શિપમેન્ટ પ્રાપ્ત થતાં સમયે કોઈ અલગ એન્ટિટી હોઈ શકે છે - જહાજના માલિકને તેમના જોખમોને ઘટાડવાની ખાતરી કરવી પડશે. હલ ઇન્શ્યોરન્સ પ્લાન જહાજના માલિકની માલિકી હેઠળના જહાજ પરની બધી વસ્તુને સ્પષ્ટપણે કવર કરે છે.
3. નુકસાન થયેલ અથવા ખોવાયેલ ફ્રેટ ઇન્શ્યોરન્સ
જો શિપમેન્ટને નુકસાન થયું હોય અથવા પરિવહનમાં ખોવાઈ જાય તો શિપિંગ કંપનીને એક જ વારમાં ઘણી પાર્ટીઓ દ્વારા જવાબદાર ગણવામાં આવી શકે છે. અને તેમ છતાં, આ વ્યવહારિક રીતે કોઈપણ માર્ગ પર થવાની સંભાવના છે. જો તેના સીધા નિયંત્રણની બહારની ઘટનાથી નુકસાન થાય તો આ ઇન્શ્યોરન્સ કવર શિપિંગ કંપનીને વળતર મેળવવામાં મદદ કરશે.
પ્લાનના માળખા મુજબ મરીન ઇન્શ્યોરન્સના પ્રકારો
- ઓપન પૉલિસી: તમામ શિપમેન્ટ નિર્ધારિત સમયગાળામાં કરવામાં આવે છે.
- એક વર્ષ અથવા સમયસીમા નિર્ધારિત પૉલિસી: આ કોન્ટ્રાક્ટના નિશ્ચિત સમયગાળા માટે માન્ય હોય છે.
- દરિયાઈ યાત્રા-આધારિત ઇન્શ્યોરન્સ કવર: કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ યાત્રા સમાપ્ત થવાની સાથે પૉલિસી સમાપ્ત થઈ જાય છે. કેટલીક હાઇબ્રિડ પૉલિસીઓ સમયસીમા નિર્ધારિત પ્લાન અને દરિયાઈ યાત્રા આધારિત પ્લાન બંનેને આવરી લે છે.
- પોર્ટ-રિસ્ક કવર: કવરના નામ અનુસાર, આ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ જહાજ હજુ પણ પોર્ટ પર હોય, ત્યારે થયેલા નુકસાનને કવર કરે છે.
- કાર્ગો વેલ્યૂ કવર: ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટેશનમાં કાર્ગોનું મૂલ્ય પહેલેથી જ નિર્ધારિત અને સંમત હોય છે. ત્યારબાદ આ મૂલ્યનો ઇન્શ્યોરન્સ કરવામાં આવે છે.
- ફ્લોટિંગ પ્લાન (નિયમિત ગ્રાહકો માટે આદર્શ): દરિયાઈ માર્ગનો નિયમિતપણે ઉપયોગ કરતાં સંલગ્ન તમામ વેપારીઓ, આયાતકારો, નિકાસકારો અથવા શિપમેન્ટ કંપનીઓએ આ કવર લેવું જોઈએ. જહાજ નીકળે તે પહેલાં તેને ચોક્કસ કવરેજ પ્રાપ્ત થાય છે. અન્ય વિગતો પછીથી જાહેર કરવામાં આવે છે. તે સમય બચાવે છે અને જરૂરી સુરક્ષા પણ પ્રદાન કરે છે.
- વેગર: આ કવર માત્ર નોંધપાત્ર નુકસાન સામે વળતર પ્રદાન કરે છે. કોઈ રકમ પહેલેથી નિર્ધારિત કરવામાં આવતી નથી.
આ પણ વાંચો:
શું એમએસએમઇ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વિશ્વવ્યાપી આકસ્મિક શારીરિક ઈજાને કવર કરે છે?
વારંવાર પૂછાતા પ્રશ્નો
1. માલનું મૂલ્ય શેના આધારે નક્કી કરવામાં આવે છે?
પડતર કિંમત, ઇન્શ્યોરન્સ અને બિલમાં ઉલ્લેખિત ભાડાના આધારે પરિવહનમાં રહેલા માલનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે.
2. શું મરીન ઇન્શ્યોરન્સ મોંઘો છે?
મરીન ઇન્શ્યોરન્સનો ખર્ચ કાર્ગોનો પ્રકાર, પરિવહનની પદ્ધતિ, માર્ગ અને કવરેજ સ્તર જેવા પરિબળોના આધારે અલગ હોય છે. જ્યારે તે ખર્ચાળ લાગી શકે છે, ત્યારે તે નોંધપાત્ર ફાઇનાન્શિયલ નુકસાન સામે મૂલ્યવાન સુરક્ષા પ્રદાન કરે છે.
3. મરીન ઇન્શ્યોરન્સના ખર્ચને કયા પરિબળો અસર કરે છે?
પરિબળોમાં માલનું મૂલ્ય, કાર્ગોનો પ્રકાર (નિશ્ચિત અથવા જોખમી), શિપિંગ રૂટ, પરિવહનનો સમયગાળો, ભૂતકાળના ક્લેઇમનો ઇતિહાસ અને યુદ્ધ અથવા ચોરીના જોખમો જેવા અતિરિક્ત કવરેજ વિકલ્પોનો સમાવેશ થાય છે.
4. શું મરીન ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?
મરીન ઇન્શ્યોરન્સ હંમેશા ફરજિયાત નથી પરંતુ શિપિંગ માલમાં શામેલ બિઝનેસ માટે ખૂબ જ ભલામણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, તે કાયદા અથવા કરારની શરતો દ્વારા જરૂરી હોઈ શકે છે.
5. હું મારા મરીન ઇન્શ્યોરન્સ પર ક્લેઇમ કેવી રીતે કરી શકું?
ક્લેઇમ ફાઇલ કરવા માટે, તરત જ તમારા ઇન્શ્યોરરને સૂચિત કરો, તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ (લેડિંગ, બિલ, સર્વેક્ષણ રિપોર્ટ) પ્રદાન કરો અને નુકસાન અથવા ખોટની વિગતવાર માહિતી આપો. ઇન્શ્યોરર પૉલિસીની શરતોના આધારે ક્લેઇમનું મૂલ્યાંકન કરે છે અને વળતર આપે છે.
6. મરીન ઇન્શ્યોરન્સના સિદ્ધાંતો શું છે?
મુખ્ય સિદ્ધાંતોમાં શામેલ છે:
- અતિરિક્ત સારા વિશ્વાસ: તમામ સંબંધિત વિગતોની સચોટ જાહેરાત.
- ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ: પૉલિસીધારક પાસે ઇન્શ્યોર્ડ માલમાં ફાઇનાન્શિયલ હિસ્સો હોવો આવશ્યક છે.
- ક્ષતિપૂર્તિ: વળતર માત્ર વાસ્તવિક નુકસાનને કવર કરે છે.
- સબ્રોગેશન: ઇન્શ્યોરરને થર્ડ પાર્ટી પાસેથી નુકસાનને રિકવર કરવા માટે અધિકારો મળે છે.
7. મરીન ઇન્શ્યોરન્સના કાર્યો શું છે?
મરીન ઇન્શ્યોરન્સ ફાઇનાન્શિયલ નુકસાન સામે સુરક્ષિત કરે છે, વેપારના આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપે છે, જોખમ શેર કરવાની સુવિધા આપે છે અને નુકસાન અથવા ખોટથી ઝડપી રિકવરી સુનિશ્ચિત કરે છે, આમ બિઝનેસ કામગીરીને સ્થિર કરે છે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો