રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Everything to Know About IRDAI
5 ડિસેમ્બર, 2024

IRDAI વિશે જાણવા જેવી તમામ બાબતો

ઇન્શ્યોરન્સનો ખ્યાલ 6,000 વર્ષ જૂનો છે, જ્યારે લોકો તે સમયે પણ કોઈ પ્રકારની સુરક્ષાની શોધમાં હતા. આ જરૂરિયાત સમજવામાં આવી અને ઇન્શ્યોરન્સનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. શબ્દકોશ મુજબ ઇન્શ્યોરન્સ એટલે “એક એવી વ્યવસ્થા કે જેના દ્વારા કોઈ સંસ્થા નક્કી કરેલ પ્રીમિયમની ચુકવણીના બદલામાં નિર્દિષ્ટ ખોટ, નુકસાન, બીમારી અથવા મૃત્યુના કિસ્સામાં વળતરની ગેરંટી પ્રદાન કરે છે”. સુરક્ષાના આ ખ્યાલની વધતી જરૂરિયાતને કારણે સૌ પ્રથમ લાઇફ ઇન્શ્યોરન્સ અને ત્યાર બાદ જનરલ ઇન્શ્યોરન્સ અસ્તિત્વમાં આવ્યું. ભારતમાં ઇન્શ્યોરન્સની શરૂઆત સમયે તે સરકારી નિયમન હેઠળ હતું. જો કે, વિકસી રહેલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની કામગીરીની દેખરેખ રાખવા માટે સ્ટેન્ડઅલોન સંસ્થા સ્થાપિત કરવા માટે, Insurance Regulatory and Development Authority of India અથવા IRDAI તરીકે ઓળખાતી એક અલગ રેગ્યુલેટરી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. Insurance Regulatory and Development Authority of India (IRDAI) એ ભારતમાં ઇન્શ્યોરન્સ સેક્ટરની દેખરેખ રાખતી વહીવટી સંસ્થા છે. તેનો પ્રાથમિક લક્ષ્ય પૉલિસીધારકોના હિતોની સુરક્ષા કરવાનો અને ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. IRDAI અધિનિયમ 1999 હેઠળ સ્થાપિત, સંસ્થા એક સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્ય કરે છે, જે એક મજબૂત નિયમનકારી રૂપરેખા બનાવવાનું કામ કરે છે. ચાલો IRDAIનો અર્થ, તેનું સંપૂર્ણ સ્વરૂપ અને ઇન્શ્યોરન્સ ઇકોસિસ્ટમમાં તેની નોંધપાત્ર ભૂમિકા વિશે જાણીએ.

આઇઆરડીએઆઇ શું છે?

IRDAI અથવા Insurance Regulatory and Development Authority of India એ ભારતમાં ઇન્શ્યોરન્સ સેક્ટરની દેખરેખ અને નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા છે. IRDAI નો મુખ્ય હેતુ પૉલિસીધારકોના હિતની સુરક્ષા કરવાનો અને દેશમાં ઇન્શ્યોરન્સના વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. જ્યારે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના નિયમનની વાત આવે છે, ત્યારે IRDAI માત્ર લાઇફ ઇન્શ્યોરન્સને જ નહીં, પરંતુ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પર પણ ધ્યાન રાખે છે. આ લેખમાં, આપણે IRDAI અને તેના કાર્યોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ઝડપથી એક નજર કરીશું.

આઇઆરડીએઆઇનો જન્મ

  1. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કે જે એક સ્વાયત્ત સંસ્થા છે, તે 1999, આઇઆરડીએઆઇ ઍક્ટ હેઠળ આવે છે.
  2. આઇઆરડીએઆઇ નું મિશન પૉલિસીધારકોના હિતોને સુરક્ષિત કરવાનું, ભારતીય ઇન્શ્યોરન્સ સેક્ટરના વિકાસનું નિયમન, પ્રોત્સાહન આપવાનું અને તેની વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનું, તેની સાથે સંલગ્ન અથવા આકસ્મિક બાબતોની ખાતરી કરવાનું છે.

એક ઓવરવ્યૂ: આઇઆરડીએઆઇ

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા એક નિયમનકારી સંસ્થા છે. IRDAI ભારતમાં નાણાં મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તે દેશભરમાં ઇન્શ્યોરન્સ અને રિ-ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના લાઇસન્સ અને નિયમનનું કાર્ય કરી રહ્યું છે. IRDAI પૉલિસીધારકના હિતોને સુરક્ષિત કરવાની સાથે ભારતીય ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને પણ નિયંત્રિત કરે છે. ભારતમાં આપણે સૌ સંયુક્ત પરિવાર વિશે જાણીએ છીએ. દરેક સંયુક્ત પરિવારમાં એક મુખ્ય વ્યક્તિ હોય છે, જે મોટાભાગે દાદા-દાદી હોય છે જે સૂત્રધાર અથવા માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. આ મુખ્ય વ્યક્તિ ઘરની તમામ બાબતોની કાળજી લે છે, નિષ્પક્ષ હોય છે અને શું કરવું, કેવી રીતે કરવું અને શું ન કરવું તે વિશે અન્ય સભ્યોનું માર્ગદર્શન કરે છે. આમ, જે રીતે પરિવારના મુખ્ય વ્યક્તિ આવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે જ રીતે IRDAI નિર્ધારિત નિયમો અને માર્ગદર્શિકાઓ સાથે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનું સંચાલન કરે છે જેનું પાલન કરવું જરૂરી છે. આ પણ વાંચો: કાર ઇન્શ્યોરન્સમાં ઍડ-ઑન કવરેજ: સંપૂર્ણ માર્ગદર્શિકા

ભારતીય ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં આઇઆરડીએઆઇની ભૂમિકાની સમજૂતી

એ સમય હવે ગયો, જ્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા, બિઝનેસની અન્ડરરાઇટ કરવાની પસંદગીના આધારે ક્લેઇમને નકારવામાં આવતો હતો. તે તેમની સારા અને ખરાબ બંને વિશેની સમજણ પર પણ નિર્ભર હતું. આવા કોઈપણ પ્રસંગ ઓછા કરવા અને તેના નિયમન માટે આઇઆરડીએઆઇ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં બેંકો દ્વારા RBI ની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બેંકના કર્મચારીઓ એકાઉન્ટ ધારકો સાથે ગેરવર્તણૂંક કરી શકતા નથી. બેંકો RBI દ્વારા વ્યાખ્યાયિત નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ લોન અને વ્યાજ ઑફર કરે છે. આ તમામ કારણોસર મોનોપોલીને કોઈ સ્થાન નથી અને લોકોના હિતમાં શ્રેષ્ઠ કામ થાય છે. અહીં ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં આઇઆરડીએઆઇની ભૂમિકા સમજાવેલ છે:
  1. ઇન્શ્યોરન્સ ક્ષેત્રની વ્યવસ્થિત વૃદ્ધિની ખાતરી કરવી, જેથી તે લોકોને પૉલિસીમાં રોકાણ કરવામાં અને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થઈ શકે
  2. ઇન્શ્યોરન્સ માર્કેટમાં ન્યાયપૂર્ણ આચરણ અને પ્રામાણિકતાના ધોરણોને પ્રોત્સાહન આપવું
  3. પૉલિસીધારકના હિતોની રક્ષા કરે, જેથી તેઓને હાલની સિસ્ટમમાં વિશ્વાસ બેસે
  4. ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને ઝડપી બને અને સંબંધિત વિવાદોનો સમયસર ઉકેલ આવે
  5. કોઈપણ છેતરપિંડી અથવા સ્કેમને શોધવા માટે ધોરણો નિર્ધારિત થાય અને સતર્કતા જળવાય
આ પણ વાંચો: કાર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ સમજાવવામાં આવી છે

IRDAI નું માળખું

IRDAI નું માળખું અસરકારક શાસન અને નિયમનની ખાતરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં ભારત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા ચેરમેન, પાંચ ફુલ-ટાઇમ સભ્યો અને ચાર પાર્ટ-ટાઇમ સભ્યોનો સમાવેશ થાય છે. આ વિવિધ ટીમ નિયમોનું નિર્માણ અને અમલ કરવા, નિરીક્ષણ કરવા અને જ્યારે પણ જરૂરી હોય ત્યારે સુધારાત્મક પગલાં લેવા માટે એકસાથે કામ કરે છે.

IRDAI ના કાર્યો

ઉપર જણાવ્યા મુજબ, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ ઇન્શ્યોરન્સ એક્ટમાં ઉલ્લેખિત જોગવાઈઓના અમલીકરણની ખાતરી કરવાનો છે. આ બાબતને તેમના નીચે મુજબના મિશન સ્ટેટમેન્ટ દ્વારા વધુ સારી રીતે સમજી શકાય છે-

1. નિયમન અને પ્રોત્સાહન

IRDAI નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણની ખાતરી કરવા માટે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને નિયમન અને પ્રોત્સાહન પૂરુ પાડે છે. તે ઇન્શ્યોરન્સ કંપનીઓની નોંધણી અને કામગીરી માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરે છે, જેથી તંદુરસ્ત સ્પર્ધામાં વધારો થાય છે.

2. પૉલિસીધારકોના હિતોની સુરક્ષા

IRDAI ના સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંથી એક છે પૉલિસીધારકોના અધિકારોને સુરક્ષિત કરવા. તે ક્લેઇમનું સમયસર અને પારદર્શક સેટલમેન્ટ ફરજિયાત કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ સર્વિસના ઉચ્ચ ધોરણોનું પાલન કરે છે.

3. આર્થિક સુદ્રઢતા

IRDAI ઇન્શ્યોરન્સ કંપનીઓના નાણાંકીય સ્વાસ્થ્યની દેખરેખ રાખે છે. તે સુનિશ્ચિત કરે છે કે તેઓ સોલ્વન્સી માર્જિન જાળવે છે, જે સંભવિત ક્લેઇમને પૂર્ણ કરવા માટે જરૂરી ન્યૂનતમ મૂડીની રકમ છે. આ કંપનીઓને તેમના સંસાધનોને વધુ વિસ્તૃત કરવાથી અટકાવે છે અને પૉલિસીધારકોને સુરક્ષિત કરે છે.

4. ઇન્શ્યોરન્સ પ્રીમિયમનું નિયંત્રણ

ઓથોરિટી વધારે પડતા શુલ્કને અને સામાન્ય લોકો માટે ઇન્શ્યોરન્સને વ્યાજબી બનાવવા માટે કેટલાક ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ માટેના પ્રીમિયમ દરોને નિયંત્રિત કરે છે.

5. પ્રૉડક્ટની મંજૂરી

કોઈપણ નવી ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ શરૂ કરતા પહેલાં, કંપનીઓને IRDAI ની મંજૂરીની જરૂર છે. આ સુનિશ્ચિત કરે છે કે પ્રૉડક્ટ ફાયદાકારક છે અને નિયમોને અનુરૂપ છે.

6. ફરિયાદોનું નિરાકરણ

IRDAI પૉલિસીધારકોને યોગ્ય અને પારદર્શક રિઝોલ્યુશન પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ સામે ફરિયાદ દાખલ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. આ પણ વાંચો: મોટર વ્હીકલ ઇન્શ્યોરન્સ ઍક્ટની મુખ્ય વિશેષતાઓની સમજૂતી

ઇન્શ્યોરન્સ સેક્ટરમાં IRDAI ની ભૂમિકા અને મહત્વ

ભારતમાં 1800 ના દાયકામાં એક ફોર્મલ ચેનલ દ્વારા ઇન્શ્યોરન્સના ખ્યાલની શરૂઆત થઈ, અને ત્યારથી તેમાં સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. આને નિયમનકારી સંસ્થા દ્વારા વધુ સમર્થન આપવામાં આવ્યું હતું જે વિવિધ કાયદાઓને સુવ્યવસ્થિત કરે છે અને પૉલિસીધારકોના હિતમાં જરૂરી સુધારા લાવે છે. આઇઆરડીએઆઇની મહત્વપૂર્ણ ભૂમિકાઓ નીચે જણાવેલ છે -
  • સૌ પ્રથમ અને સૌથી મહત્વનું તે પૉલિસીધારકના હિતની સુરક્ષા.
  • સામાન્ય માણસને ફાયદો થાય તે માટે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની જે દરે વૃદ્ધિ થઈ રહી છે તેમાં યોજનાબદ્ધ રીતે સુધારો લાવવો.
  • ઇન્શ્યોરન્સ કંપનીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને નાણાંકીય સુદ્રઢતાની સાથે સાથે વ્યવહાર ન્યાયપૂર્ણ અને અવિરત રીતે થાય તેની ખાતરી કરવી.
  • સાચા ઇન્શ્યોરન્સ ક્લેઇમના ઝડપી અને ઝંઝટ-મુક્ત સેટલમેન્ટની ખાતરી કરવી.
  • યોગ્ય ચૅનલ દ્વારા પૉલિસીધારકની ફરિયાદોનો નિકાલ લાવવો.
  • ગેરરીતિઓ અને છેતરપિંડી અટકાવવી.
  • ફાઇનાન્શિયલ માર્કેટમાં નિષ્પક્ષતા અને પારદર્શિતાને પ્રોત્સાહિત કરવી અને ઇન્શ્યોરન્સ કંપનીઓના આચરણની દેખરેખ કરવી.
  • નાણાંકીય સ્થિરતાના ઉચ્ચ ધોરણો સાથે વિશ્વસનીય વ્યવસ્થાપન પ્રણાલી બનાવવી.

IRDAI દ્વારા નિયમિત ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો

IRDAI વ્યક્તિઓ અને બિઝનેસની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઇન્શ્યોરન્સ પૉલિસીની વિશાળ શ્રેણીને નિયંત્રિત કરે છે. અહીં કેટલાક મુખ્ય પ્રકારો છે:
  • લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ: ટર્મ ઇન્શ્યોરન્સ, એન્ડોમેન્ટ પ્લાન, યૂએલઆઇપી અને જીવનપર્યંત લાઇફ પૉલિસીઓનો સમાવેશ થાય છે.
  • હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ: વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ, ફેમિલી ફ્લોટર પૉલિસીઓ અને ક્રિટિકલ ઇલનેસ પ્લાનને કવર કરે છે.
  • મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ: થર્ડ-પાર્ટી લાયબિલિટી અને કોમ્પ્રિહેન્સિવ કાર અને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સનો સમાવેશ કરે છે.
  • હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ: કુદરતી આફતો, ચોરી અને અન્ય જોખમોને કારણે થતા નુકસાન સામે ઘર માલિકોને સુરક્ષિત કરે છે.
  • ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ: મુસાફરી દરમિયાન મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અને ખોવાયેલ સામાન માટે કવરેજ પ્રદાન કરે છે.
વિદેશમાં IRDAI દ્વારા આપવામાં આવતી કેટલીક મહત્વપૂર્ણ ભૂમિકાઓ આ મુજબ છે. તેમની ઉપર જણાવ્યા પ્રમાણેની ભૂમિકા ઉપરાંત, ઇન્શ્યોરન્સ કંપનીઓને ભારતમાં તેમનો બિઝનેસ કરવા માટે રજિસ્ટ્રેશન પ્રદાન કરવું એ પણ તેમાં શામેલ છે. તે ઇન્શ્યોરર અને પૉલિસીધારકો વચ્ચે ઉદ્ભવતા વિવાદોને પણ સેટલ કરે છે અને આવા અન્ય ઘણા કાર્યો કરે છે.

તારણ

ઇન્શ્યોરન્સ સેક્ટર સરળતાથી અને કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે તેની ખાતરી કરવામાં IRDAI મૂળભૂત ભૂમિકા ભજવે છે. તે માત્ર યોગ્ય પ્રથાઓને નિયંત્રિત કરતું નથી પરંતુ તેને પણ પ્રોત્સાહન આપે છે, જે આખરે પૉલિસીધારકોના હિતોને સુરક્ષિત કરે છે. જો તમે ઇન્શ્યોરન્સ પૉલિસીને ધ્યાનમાં લઈ રહ્યા છો, તો બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની જેવા પ્રતિષ્ઠિત પ્રદાતા પસંદ કરવા જરૂરી છે, જે IRDAI દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

IRDAI નું આખુ નામ શું છે?

IRDAI નું આખુ નામ Insurance Regulatory and Development Authority of India છે. આ ભારતમાં ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના નિયમન અને દેખરેખ માટે જવાબદાર ગવર્નિંગ બોડી છે.

IRDAI ઇન્શ્યોરન્સ કંપનીઓને કેવી રીતે નિયંત્રિત કરે છે?

IRDAI ઇન્શ્યોરન્સ કંપનીઓના રજિસ્ટ્રેશન અને સંચાલન માટે માર્ગદર્શિકા સેટ કરે છે. તે તેમના આર્થિક સ્વાસ્થ્યની દેખરેખ રાખે છે, પ્રીમિયમ દરોને નિયંત્રિત કરે છે, નવી પ્રૉડક્ટને મંજૂરી આપે છે અને ક્લેઇમનું સમયસર સેટલમેન્ટ સુનિશ્ચિત કરે છે.

IRDAI અધિનિયમ શું છે, અને તે શું કવર કરે છે?

IRDAI અધિનિયમ 1999 દ્વારા Insurance Regulatory and Development Authority of India ની સ્થાપના કરવામાં આવી હતી. તે પૉલિસીધારકોને સુરક્ષિત કરવાનો અને ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના વિકાસને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવતી સત્તાધિકારીની રચના, સત્તા અને કાર્યોને કવર કરે છે.

IRDAI ના મુખ્ય કાર્યો શું છે?

IRDAI ના મુખ્ય કાર્યોમાં ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનું નિયમન, પૉલિસીધારકોના હિતોની સુરક્ષા, ઇન્શ્યોરરની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવી અને માર્કેટમાં યોગ્ય સ્પર્ધાને પ્રોત્સાહન આપવું શામેલ છે.

શું IRDAI ઇન્શ્યોરન્સ કંપનીઓ સામે કાર્યવાહી કરી શકે છે?

હા, IRDAI પાસે નિયમોનું ઉલ્લંઘન કરતી ઇન્શ્યોરન્સ કંપનીઓ સામે શિસ્તભંગ પગલાં લેવાનો અધિકાર છે. આમાં દંડ, સસ્પેન્શન અથવા લાઇસન્સના કૅન્સલેશનનો સમાવેશ થઈ શકે છે.

ગ્રાહકો કેવી રીતે IRDAI માં ફરિયાદ દાખલ કરી શકે છે?

ગ્રાહકો તેની અધિકૃત વેબસાઇટ પર ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (આઇજીએમએસ) દ્વારા IRDAI માં ફરિયાદો દાખલ કરી શકે છે. તેઓ IRDAI ફરિયાદ કૉલ સેન્ટરનો પણ સંપર્ક કરી શકે છે અથવા નિરાકરણ માટે સીધા અધિકારીને લખી શકે છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે