રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Why Do We Need Insurance?
10 ડિસેમ્બર, 2024

આપણે ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે તેના 5 મુખ્ય કારણો

આપણને ઘણીવાર વિચાર આવે છે કે જ્યારે આપણે યુવાન અને સ્વસ્થ છીએ, આવકના બહુવિધ સ્રોતો ધરાવીએ છીએ અને આનંદથી જીવન જીવીએ છીએ ત્યારે આપણે ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે. તમે સારું કમાઓ છો અથવા તમારો બિઝનેસ સરસ ચાલી રહ્યો છે, તમે ફિટ અને તંદુરસ્ત છો, તેમ છતાં જીવનમાં ઇમરજન્સી માટે બચત કરવી એ સૌથી મહત્વપૂર્ણ નાણાંકીય નિર્ણયોમાંથી એક છે. અનેક ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ઉપલબ્ધ છે જેમ કે જનરલ ઇન્શ્યોરન્સ પ્લાન, હેલ્થ ઇન્શ્યોરન્સ, અકસ્માત ઇન્શ્યોરન્સ, ટર્મ ઇન્શ્યોરન્સ, રિટાયરમેન્ટ પ્લાન, લાઇફ ઇન્શ્યોરન્સ, વાહન ઇન્શ્યોરન્સ, પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ વગેરે. કોઈપણ ઇન્શ્યોરન્સ પૉલિસીનો મુખ્ય હેતુ સંકટના સમયે તમને મોટા આર્થિક ભાર સામે રાહત આપવાનો અને સુરક્ષા પ્રદાન કરવાનો છે. ઉદાહરણ તરીકે, ડેવિડ રુ. 40 લાખની લક્ઝરી કાર ખરીદી છે. તેમણે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સની સાથે રોડસાઇડ આસિસ્ટન્સ અને ઝીરો ડેપ્રિશિયેશનના ઍડ-ઑન સાથેનો વ્યાપક કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદ્યો. તેની સાથે, તેમણે કોઈપણ અણધારી ઇમરજન્સીમાં પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે હેલ્થ, મેડિકલ અને ટર્મ ઇન્શ્યોરન્સ ખરીદ્યો છે. જ્યારે તેમના મિત્ર હમીદે નવી સેડાન ખરીદી અને કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન  - એક થર્ડ-પાર્ટી પૉલિસી ખરીદી કારણ કે તે હોવી ફરજિયાત છે, તેનું માનવું છે કે કોઈપણ અન્ય ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી એ પૈસાના બગાડ જેવું છે. બે વર્ષ પછી, કેટલીક અણધારી પરિસ્થિતિઓને કારણે ડેવિડ અને હમીદને અકસ્માત થાય છે. ડેવિડને તેમની કારના નુકસાન માટે ક્લેઇમ પ્રાપ્ત થયો, હેલ્થ અને મેડિકલ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા તેના હૉસ્પિટલાઇઝેશન બિલની કાળજી લેવામાં આવી. હમીદ પાસે માત્ર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે માત્ર અકસ્માતને કારણે થતી ઈજાઓને કવર કરે છે, અને તેથી લગભગ તમામ ખર્ચ તેણે પોતાના ખિસ્સામાંથી ચૂકવવાનો રહેશે. હમીદ જેવા ઘણા લોકો છે જેઓ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવાને બિનજરૂરી માને છે. જીવનમાં કેટલાક/વિશિષ્ટ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ હોવી મહત્વપૂર્ણ છે. ચાલો નીચે આપેલ લેખમાં આપણે શા માટે ઇન્શ્યોરન્સની જરૂર છે તે અને તેના મુખ્ય 5 કારણો સમજીએ. આ પણ વાંચો: વિવિધ પ્રકારની જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ

ઇન્શ્યોરન્સનો હેતુ અને જરૂરિયાત

1. ઇમરજન્સીના સમયે ઇન્શ્યોરન્સ ફાઇનાન્શિયલ બૅક-અપ તરીકે કાર્ય કરે છે

ભવિષ્યમાં શું થશે તે આપણામાંથી કોઈ જાણતું નથી. ઈજા, અકસ્માત, બીમારી અને મૃત્યુ જેવી અનપેક્ષિત ઇમરજન્સીના સમયે તમારે અને તમારા પરિવારે ભાવનાત્મક તણાવનો સામનો કરવો પડી શકે છે. ઇન્શ્યોરન્સ પ્લાન તમને ભાવનાત્મક તેમજ આર્થિક રીતે મદદ કરે છે જેથી તમે તમારા જીવનને ફરીથી પૂર્વવત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.

2. ઇન્શ્યોરન્સ રિટાયરમેન્ટને સુરક્ષિત બનાવે છે

રિટાયરમેન્ટ પૉલિસી એ એક પ્રકારનો ઇન્શ્યોરન્સ પ્લાન છે જેના દ્વારા તમે લાંબા ગાળે તમારી આવકમાંથી એક ભાગ બચાવી શકો છો, જે તમને રિટાયરમેન્ટ પછી ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરે છે. સંચિત આવક ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને પેન્શન તરીકે પરત આપવામાં આવશે.

3. ઇન્શ્યોરન્સ ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે

તમે હાલમાં એક સ્થિર આવક, જે તમારા અને પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તેના વડે સ્થિર જીવન જીવી રહ્યા હો તેમ બની શકે છે. પરંતુ જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. કેટલીક અણધારી ઘટનાઓ જીવનને હચમચાવી શકે છે. શું તમારો પરિવાર તમારા વિના ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરી શકશે?? ટર્મ ઇન્શ્યોરન્સ વડે તમારા પરિવારને તેમની જરૂરિયાતોની કાળજી લેવામાં મદદ કરવા માટે એકસામટી રકમ પ્રાપ્ત થઈ શકે છે, જે તેમનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે.

4. ઇન્શ્યોરન્સથી બચત કરવાનું પ્રોત્સાહન મળે છે

મની-બૅક પૉલિસી જેવી કેટલીક લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ, દર વર્ષે પ્રીમિયમના રૂપમાં કેટલીક રકમની ફાળવણી કરીને નિયમિત બચત કરવામાં મદદ કરે છે. એક બેઝિક લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન, કે જેમાં મેચ્યોરિટીના સમયે પૈસા પાછા મળે છે, તેનાથી વિપરીત મની-બૅક પૉલિસી હેઠળ, પૉલિસીમાં કેટલાક વર્ષો સુધી રોકાણ કર્યા બાદ પૉલિસીધારકને રકમ ચૂકવવામાં આવે છે.

5. ઇન્શ્યોરન્સ માનસિક શાંતિ પૂરી પાડે છે

આર્થિક સુરક્ષાની સાથે, ઇન્શ્યોરન્સ તમને મનની શાંતિ આપે છે. તમારું હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને ઘરના નુકસાન માટે કવરેજ મેળવવામાં મદદ કરશે. તમારું ફેમિલી ફ્લોટર મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન હૉસ્પિટલાઇઝેશન સમયે તમને અને તમારા પરિવારને કવર કરશે. સંકટના સમયે કોઈપણ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપયોગી નિવડે છે. આ પણ વાંચો: હેલ્થ ઇન્શ્યોરન્સના બે મુખ્ય પ્રકાર કયા છે?

વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ઇન્શ્યોરન્સ કંપની ઇમરજન્સીના સમયે પૉલિસીધારકને મોટી રકમનું સેટલમેન્ટ કેવી રીતે પ્રદાન કરી શકે છે?

જ્યારે અમે ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ખરીદીએ છીએ ત્યારે પ્રીમિયમ ચૂકવીએ છીએ, અને કેટલાક વ્યક્તિઓ ઇન્શ્યોરન્સ કંપનીને નિશ્ચિત રકમની કપાતપાત્ર રકમ ચૂકવે છે. ઇન્શ્યોરન્સ કંપની તમામ પૉલિસીધારકોની રકમ એકત્રિત કરે છે અને લાંબા સમયે તે રકમની વૃદ્ધિ થાય તે માટે સુરક્ષિત રીતે ફંડનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને જ્યારે પૉલિસીધારક ક્લેઇમ કરે ત્યારે તેને ચૂકવણી કરે છે.

2. ભારતમાં કયા ઇન્શ્યોરન્સ ખરીદવા ફરજિયાત છે?

ભારતમાં થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ખરીદવો ફરજિયાત છે. આ પણ વાંચો: ફુલ-કવરેજ કાર ઇન્શ્યોરન્સ: એક વ્યાપક માર્ગદર્શિકા

અંતિમ તારણ

ભવિષ્યની આગાહી કોઈપણ કરી શકતું નથી કે કોઈપણ અનપેક્ષિત ઘટનાઓને બનતી અટકાવી શકતું નથી, આપણે માત્ર કેટલુંક સુરક્ષા કવર મેળવી શકીએ છીએ. એમ કહેવાની જરૂર નથી કે ઇમરજન્સીના સમયે તમને અને તમારા પરિવારને ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરીને ઇન્શ્યોરન્સ તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરવું એ માત્ર ટૅક્સ-સેવિંગ વિકલ્પ નથી, પરંતુ સમય જતાં નાના ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમને ઍડવાન્સમાં સુરક્ષા પ્રદાન કરે છે. આપણામાંથી મોટાભાગના લોકો હંમેશા માને છે કે આપણે ઇન્શ્યોરન્સની શું જરૂર છે અથવા ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ખરીદવાનો વિચાર છોડી દે છે કારણ કે તેમાં નોંધપાત્ર રકમની જરૂર પડે છે. પરંતુ તેના બદલે, જીવનને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિએ ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે. ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મોંઘું હોઈ શકે છે, પરંતુ યોગ્ય પ્રકારનો ઇન્શ્યોરન્સ ન હોવો એ વધુ ખર્ચાળ સાબિત થઈ શકે છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે