રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Bike Maintenance Tips
7 જૂન, 2017

પ્રત્યેક ચાલકે જાણવા યોગ્ય 10 ટૂ-વ્હીલર મેઇન્ટેનન્સ ટિપ્સ

આપણું ટૂ વ્હીલર આપણું મદદનીશ છે. તેઓ ભરચક ટ્રાફિકમાં, ખડકાળ પ્રદેશોમાં, દરેક પરિસ્થિતિમાં આપનો સાથ આપે છે, પરંતુ આપણે આપણાં ટૂ-વ્હીલરનો સૌથી વધુ ઉપયોગ પણ કરીએ અને દોષ પણ આપીએ છીએ. તેઓ આપણો ઘણો સમય બચાવે છે અને રસ્તા પર આપણી મુસાફરીને આરામદાયક અને સરળ બનાવે છે. જ્યારે કોઈ આપણા માટે આટલું બધું કરતું હોય, ત્યારે આપણે પણ તેનો આદર કરવો જોઈએ. ખરીદવા ઉપરાંત ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ , બાઇકના ભાગોની નિયમિતપણે જાળવણી અને કાળજી લેવી એ તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવવાની શ્રેષ્ઠ રીત છે. તમારી બાઇક કોઈ તકલીફ વિના ચાલે તે માટે અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપેલ છે: એન્જિન ઑઇલ ચેક - હંમેશા એન્જિન ઑઇલનું યોગ્ય સ્તર જાળવી રાખો, તેને દર 3000-5000 કિલોમીટરે બદલો, કારણ કે તેના પર કાર્બન જમા થાય છે. જો તેમ સમયસર ન કરવામાં આવે તો એન્જિન તેનું કામ ચલાવવા માટે વધુ ઓઇલનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે. ટાયર ચેક - અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ટાયર તપાસી લેવું એ બાઇકની જાળવણી પ્રક્રિયાનો અભિન્ન ભાગ છે. ટાયરમાં પડેલા કાપા, કાણાં કે પહોંચેલા ઘસારાનું ધ્યાન રાખવું જોઈએ. ઉપરોક્ત બાબતનું ધ્યાન રાખવાની સાથે, નિયમિતપણે વ્હીલ બૅલેન્સ અને એલાઇનમેન્ટ તપાસો. બાઇકની ચેઇન - બાઇકની ચેઇન ઢીલી ન હોવી જોઈએ અને તેનું પૂરતું ઑઈલિંગ કરેલું હોવું જોઈએ. તેમને કોઈ અન્ય કાળજીની જરૂર નથી કારણ કે તેઓ કોઈપણ રિપ્લેસમેન્ટ વગર 30,000 કિલોમીટર ફરી શકે છે. ફોર્ક ઑઇલ - ફોર્ક ઑઇલ સ્પીડ બ્રેકર્સ અને ખરાબ રસ્તાઓને કારણે બાઇકને થતાં નુકસાન સામે સુરક્ષિત કરે છે. તેની સમયાંતરે તપાસ કરાવવી જોઈએ અને મિકેનિકની સલાહ અનુસાર રિપેર કરાવવું જોઈએ. બ્રેક પેડ - બ્રેક પેડ પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે, કારણકે રાઇડનો સઘળો આધાર તેની પર રહેલો છે. પ્રત્યેક 7000-10000 કિલોમીટરે તથા જ્યારે પણ તેની જાડાઈ 2mm કરતાં ઓછી હોય ત્યારે બ્રેક પેડની તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. એર ફિલ્ટર - અત્યંત પ્રદૂષિત વાતાવરણને કારણે, ભારતમાં એર ફિલ્ટર ખૂબ જ સરળતાથી ભરાઇ જાય છે. તેથી, એર ફિલ્ટરને નિયમિત ધોરણે બદલવું જોઈએ. બૅટરીની જાળવણી - બૅટરીનું આયુષ્ય સામાન્ય રીતે બે વર્ષનું હોય છે, અને તેને હંમેશા ચાર્જ કરવી જોઈએ. મિકેનિક દ્વારા તપાસ અને સમીક્ષા કરાયા બાદ, તેના ઉપયોગની સમય મર્યાદા પૂર્ણ થયા પછી તેને બદલી શકાય છે. ક્લચ ઍડજસ્ટમેન્ટ - ગિયર બદલવા માટે ક્લચનો વારંવાર ઉપયોગ થતો હોય છે. તેથી તે હંમેશા યોગ્ય રીતે એડજસ્ટ થયેલ હોવું જોઈએ તથા વધુ સજ્જડ રીતે દબાયેલ ન હોવું જોઈએ. ક્લચ વધુ પડતો સજ્જડ હોય તો તમે સ્લિપ થઈ શકો છો તેમજ તેમાં ઘણાં જ ઇંધણનો ઉપયોગ થાય છે. સ્પાર્ક પ્લગ - તેની પ્રત્યેક 6000-12000 કિલોમીટરે તપાસ કરાવવી જોઈએ. જો તેની અવગણના કરવામાં આવે તો ઘણી ટેકનિકલ તકલીફો ઊભી થતી જોવામાં આવેલ છે. વાહન ચલાવવાની ઝડપ - તમારી બાઇકને સારી સ્થિતિમાં જાળવવા માટે હંમેશા તેની ઝડપ 40-60 કિલોમીટરની હોવી જોઈએ. આમ કરવાથી બાઇકની જાળવણી થવાની સાથે સાથે ઇંધણના વપરાશમાં પણ ઘટાડો થાય છે. વાહન ખરીદવું એ માત્ર શરૂઆત છે. તમે તેનો ઉપયોગ શરૂ કરો ત્યારબાદ પૂરતું ધ્યાન આપવાની શરૂઆત થાય છે. આપણે આપણી બાઇકને દરેક શક્ય રીતે સારી સ્થિતિમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, અને તે સાથે કે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પણ તેટલું જ મહત્વપૂર્ણ છે તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી કવર હોવું ફરજિયાત છે, પરંતુ સાથે સાથે જો બાઇક તેમજ તમને કોઈ આકસ્મિક નુકસાન થાય છે, તો તેની સામે સુરક્ષિત રહેવા માટે વ્યાપક ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • Vicky - July 22, 2017 at 6:28 pm

    great , helpful information.

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે