ઝીરો ડેપ્રિશિયેશન પૉલિસીએ ઝીરો ડેપ્રિશિયેશન કવર અને બમ્પર-ટુ-બમ્પર કાર ઇન્શ્યોરન્સ કવર તરીકે પણ ઓળખાય છે. ઝીરો ડેપ્રિશિયેશનએ એક એવું કાર ઇન્શ્યોરન્સ કવર છે, જે તમારી કારને અકસ્માતમાં થયેલ નુકસાન પછી તમારે કરવો પડી શકે છે તેવા તમારા ડેપ્રિશિયેશન ખર્ચને કવર કરે છે. ડેપ્રિશિયેશન ખર્ચ એ સતત વપરાશ અને સામાન્ય રીતે થતા ઘસારાને કારણે તમારી કારના મૂલ્યમાં થતો ઘટાડો સૂચવે છે. જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરો છો, ત્યારે તમારા દ્વારા પસંદ કરેલ સ્વૈચ્છિક કપાતપાત્ર અને તમારી કારના ડેપ્રિશિયેશનને બાદ કરીને તમને ક્લેઇમની રકમ ચૂકવવામાં આવે છે. પરંતુ, જો તમે ઝીરો ડેપ્રિશિયેશન
કાર ઇન્શ્યોરન્સ કવર ખરીદવાનું પસંદ કરો છો, તો તમારે માત્ર સ્વૈચ્છિક કપાતપાત્ર રકમ ચૂકવવાની રહે છે. અને ક્લેઇમની બાકીની રકમ તમારા વીમાદાતા દ્વારા ચૂકવવામાં આવશે. ઝીરો ડેપ્રિશિયેશન કવર તમારી કારના આ ભાગોના રિપેર/રિપ્લેસમેન્ટ માટે સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે: ફાઇબર, રબર, મેટલ, ગ્લાસ અને પ્લાસ્ટિક પાર્ટ.
ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ કવરના લાભો
- ઝીરો ડેપ્રિશિયેશન કવર દ્વારા તમે અકસ્માત પછી તમારી કારના ભાગોના રિપેર/રિપ્લેસમેન્ટના ભારે ખર્ચથી બચી શકો છો, જે અન્યથા તમારે ચૂકવવો પડી શકે છે.
- ઝીરો ડેપ્રિશિયેશન કવર વડે તમે તમારા ક્લેઇમની મહત્તમ રકમ મેળવી શકો છો. તમારે ફક્ત ફરજિયાત કપાતનો ખર્ચ કરવાનો રહે છે.
- ઝીરો ડેપ્રિશિયેશન તમને તમારી હાલની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા પ્રદાન કરવામાં આવતા કવરેજ ઉપરાંત તમારી કારને કવરેજ પ્રદાન કરે છે.
- જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરો છો ત્યારે ઝીરો ડેપ્રિશિયેશન કવર વડે તમે તમારી વધુ બચત કરી શકો છો.
જો તમે પૉલિસી ખરીદતી વખતે ઝીરો ડેપ્રિશિયેશન કવર ખરીદ્યું નથી, તો તમે તેને મેળવી શકો છો, જ્યારે તમે કરો
કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ .
ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ કવર ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવા જેવા પરિબળો
- તમે તે ખરીદવાનું નક્કી કરો તે પહેલાં તમારે ઝીરો ડેપ્રિશિયેશન કવરમાં શું બાકાત છે તે જાણી લેવું જોઈએ. કેટલાક સામાન્ય બાકાત બાબત છે, જે કવર કરવામાં આવશે નહીં:
-
- પાણી ભરાઈ જવાને કારણે અથવા ઓઇલ લીકેજને કારણે એન્જિનનું નુકસાન
- મિકેનિકલ બ્રેકડાઉન
- સામાન્ય ઘસારાને કારણે થયેલ નુકસાન
- ઇન્શ્યોરન્સ વગરની વસ્તુઓને થયેલું નુકસાન
- વાહનનું સંપૂર્ણ/પૂરેપૂરું નુકસાન
- ઝીરો ડેપ્રિશિયેશન કવર ખરીદ્યા પછી તમે કેટલી વાર કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકો છો તે જાણી લેવું જોઈએ. જો તમે તમારી સામાન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઝીરો ડેપ્રિશિયેશન કવર પસંદ કર્યું હોય તો મોટાભાગની કંપનીઓ તમને પૉલિસી વર્ષમાં 2 કરતાં વધુ ક્લેઇમ કરવાની મંજૂરી આપતી નથી.
- તમારે ઝીરો ડેપ્રિશિયેશન કવર ત્યારે લેવું જોઈએ જો:
- તમારી કાર નવી હોય (5 વર્ષથી જૂની ન હોય)
- તમારી કાર લક્ઝરી કાર હોય
- તમારું નિવાસસ્થાન અકસ્માત સંભવિત વિસ્તારમાં હોય
- તમારી કારમાં ખૂબ જ મોંઘા સ્પેર પાર્ટ્સ લગાવ્યા હોય
- ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો/રિન્યુ કરો તે પહેલાં તમારે કાર ઇન્શ્યોરન્સના દરોની તુલના કરવી જોઈએ.
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી અને ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વચ્ચેનો તફાવત
તફાવતના મુદ્દાઓ |
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ |
ઝીરો ડેપ્રિશિયેશન સાથેની પૉલિસી |
કવરેજ |
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેના કવરેજ પ્રદાન કરે છે: કુદરતી આપત્તિઓને કારણે તમારી કારને નુકસાન અથવા ખોટ, બિનઆયોજિત પ્રવૃત્તિઓને કારણે તમારી કારને નુકસાન, વ્યક્તિગત અકસ્માત કવર, થર્ડ-પાર્ટી લીગલ લાયબિલિટી |
ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથેની કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તેમના ડેપ્રિશિયેશન ખર્ચને ધ્યાનમાં લીધા વગર, અથડાવાને કારણે તમારી ક્ષતિગ્રસ્ત કાર (ઇન્શ્યોર્ડ)ના પાર્ટના રિપેર/રિપ્લેસમેન્ટના કવરેજ સાથે તમામ કવરેજ પ્રદાન કરે છે. |
પ્રીમિયમ |
ઝીરો ડેપ્રિશિયેશન કવર ધરાવતી પૉલિસીની તુલનામાં કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ થોડું ઓછું છે. |
આ એક ઍડ-ઑન કવર છે જે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ કવર ઉપરાંત ખરીદવાનું હોય છે, તેથી પ્રીમિયમની રકમ સામાન્ય પૉલિસી કરતાં થોડી વધુ હોય છે. |
ક્લેઇમની સંખ્યા |
તમે તમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમારી કારની આઇડીવી સુધી એકથી વધુ ક્લેઇમ કરી શકો છો. |
જો તમે ઝીરો ડેપ્રિશિયેશન કવર ખરીદો છો તો તમારા પૉલિસી વર્ષ દરમિયાન મહત્તમ 2 ક્લેઇમ કરી શકો છો. |
પોતાના ખિસ્સામાંથી કરેલ ખર્ચાઓ |
ફરજિયાત કપાત તેમજ ડેપ્રિશિયેશનના ખર્ચને કારણે તમારે તમારી કારના પાર્ટ્સ માટે મોટી રકમનો ખર્ચ ઉઠાવવો પડી શકે છે. |
તમારા ઇન્શ્યોરર દ્વારા ડેપ્રિશિયેશન ખર્ચ ચૂકવવામાં આવતો હોવાને કારણે તમારે પોતે કરવા પડતા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. |
કારની ઉંમર |
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ કવર નવી તેમજ જૂની કાર માટે ખરીદી શકાય છે. |
ઝીરો ડેપ્રિશિયેશન કવર માત્ર 5 વર્ષ કે તેનાથી ઓછી જૂની કાર માટે ખરીદી શકાય છે. |
ઝીરો ડેપ્રિશિયેશન કવર તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે?
તમારું
કાર ઇન્શ્યોરન્સની કિંમતો નીચેના પરિબળો પર આધારિત છે:
- કારની આઇડીવી (ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ)
- એનસીબી (નો ક્લેઇમ બોનસ), જો લાગુ પડતું હોય તો
- તમારી કારનું લાયબિલિટી પ્રીમિયમ, જે દર વર્ષે અલગ હોઈ શકે છે
- વાહનની ક્યુબિક ક્ષમતા (સીસી)
- ભૌગોલિક ઝોન
- ઍડ-ઑન કવર (વૈકલ્પિક)
- તમે તમારી કારમાં ઉપયોગ કરેલી ઍક્સેસરીઝ (વૈકલ્પિક)
ઝીરો ડેપ્રિશિયેશન કવર એક ઍડ-ઑન કવર છે જે તમારે તમારા કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ કવર સાથે ખરીદવું જરૂરી છે. તેથી, આ ઍડ-ઑન કવર પસંદ કરવાથી તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ થોડી વધી શકે છે, પરંતુ, જ્યારે તમે કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો છો ત્યારે થોડી વધેલી રકમ તમને ઘણી બચત કરાવી શકે છે.
જવાબ આપો