ઑટોમોટિવ ઉદ્યોગ એ વાહનો માટે ઇલેક્ટ્રિક ટેક્નોલોજીને અપનાવવાના પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વધુમાં, ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, વર્ષ 2030 સુધીમાં બજારમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું પ્રમાણ 25% થી 30% સુધી પહોંચવાની અપેક્ષા છે. આ ઇલેક્ટ્રિક વાહનના ક્ષેત્રમાં ઇનોવેશનનું કાર્ય કરી રહેલી વિવિધ કંપનીઓમાં, ઓલા કંપનીએ એક લાખથી માત્ર થોડી ઓછી કિંમતે ઓલા એસ1 અને ઓલા એસ1 પ્રો લાવીને હલચલ મચાવી છે. એઆરએઆઇ સર્ટિફિકેશન મુજબ આ બંને સ્કૂટર 120 કિ.મી.થી વધુની રેન્જ ધરાવે છે, જે મોટાભાગના ખરીદદારો માટે રેન્જને લગતી ચિતાનો ઉકેલ લાવે છે. જો તમે આવું ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર રિઝર્વ કરવા માંગો છો, તો તમારે તેના માટે ઇન્શ્યોરન્સની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તે ઇલેક્ટ્રિક સ્કૂટર હોવા છતાં તમારે આરટીઓમાં તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, તેમજ એક
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કવર ખરીદવાનું રહેશે. આ મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ સંકળાયેલ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ હેઠળ આવે છે, જેમાં દેશના તમામ વાહનોનું ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું આવશ્યક છે.
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એ કાયદાના પાલનની સાથે સાથે પૉલિસીધારક પર ઉદ્ભવતી જવાબદારીઓ સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. આ જવાબદારીઓ ત્રાહિત વ્યક્તિઓને થતી શારીરિક ઈજા કે મૃત્યુ અથવા મિલકતના નુકસાનના પરિણામે ઉદ્ભવી શકે છે. આ ત્રણેય પરિસ્થિતિઓમાં થર્ડ-પાર્ટી પૉલિસી મદદરૂપ થાય છે. તે પ્રોપર્ટીના નુકસાન માટે ₹7.5 લાખ સુધીનું વળતર આપે છે, જ્યારે ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં ટ્રિબ્યુનલ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. થર્ડ-પાર્ટી પૉલિસીના કવરેજની એકમાત્ર મર્યાદા તમારા વાહનને થયેલ નુકસાન માટે હોય છે. આમ, મોટાભાગના કિસ્સાઓમાં કોમ્પ્રિહેન્સિવ પૉલિસીની ભલામણ કરવામાં આવે છે. કોમ્પ્રિહેન્સિવ પ્લાન કાનૂની જવાબદારીઓ તેમજ પોતાને થતાં નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે. અકસ્માત દરમિયાન માત્ર ત્રાહિત વ્યક્તિઓને જ નુકસાન અને ઈજા થાય તેમ હોતું નથી. વાહન ચાલકે પણ તેનો સામનો કરવો પડે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્લાનની મદદથી, આ નુકસાનને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કવર કરવામાં આવે છે. આ નુકસાન પૂરને કારણે, વીજળી પડવાથી, ચક્રવાત અને અન્ય કુદરતી આપત્તિઓને કારણે થઈ શકે છે, તેમજ હુલ્લડ, તોડફોડ કે ચોરી જેવી માનવ-સર્જિત ઘટનાઓથી પણ થઈ શકે છે. વધુમાં, કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઍડ-ઑન સુવિધાઓનો ઉપયોગ કરીને તમારા
ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ ના કવરેજને કસ્ટમાઇઝ કરવાની સુવિધા પણ પ્રદાન કરે છે:
- ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન એક લોકપ્રિય કવર છે, જે ક્લેઇમ દરમિયાન મળવા પાત્ર વળતરની રકમ ઓછી કરતા ડેપ્રિશિયેશનની અસરને દૂર કરે છે.
- ધ્યાનમાં લેવા જેવુ એક અન્ય ઉત્તમ ઍડ-ઑન એ 24X7 રોડસાઇડ સહાય કવર છે જે વાહનના બ્રેકડાઉનના સમયે સહાય કરી શકે છે.
- એનસીબી પ્રોટેક્શન ઍડ-ઑન એ એવી સુવિધા છે, જે તમારે તમારા ઇન્શ્યોરન્સ પ્લાનના નો-ક્લેઇમ બોનસને સુરક્ષિત કરવા માટે ધ્યાનમાં લેવી જોઈએ.
- રિટર્ન ટુ ઇનવૉઇસ કવર હેઠળ સંપૂર્ણ નુકસાન અથવા ચોરીની સ્થિતિમાં તમારા વાહનના ઇનવૉઇસ મૂલ્ય જેટલું વળતર આપવામાં આવશે.
- આખરમાં, ઇલેક્ટ્રિક વાહનો ખર્ચાળ હોવાથી, એન્જિન પ્રોટેક્શન ઍડ-ઑન પસંદ કરવાથી એન્જિનમાં પણ ઉદ્ભવતી કોઈપણ તકલીફમાં મદદ મળી શકે છે.
* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઍડ-ઑન સહિત કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે એક વાત યાદ રાખવા જેવી છે કે તેનાથી પ્રભાવિત થશે તમારા
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કિંમત. તેથી, તમારા બજેટને ધ્યાનમાં રાખો અને ઇન્શ્યોરન્સ કવરની વિશેષતાઓને સંતુલિત કરો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો