રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Bike Insurance Fine
2 ફેબ્રુઆરી, 2021

માન્ય પૉલિસી વગર ડ્રાઇવિંગ માટે બાઇક ઇન્શ્યોરન્સ દંડ

ભારતમાં, મોટરબાઇક ચલાવનાર પાસે હોવા જોઈએ તેવા ફરજિયાત ડૉક્યૂમેન્ટમાં માન્ય વાહન ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. સરકારી નીતિઓ સ્પષ્ટપણે જણાવે છે કે મોટર વાહન અધિનિયમ, 2019 મુજબ વાહન ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ ગેરકાયદેસર છે. તેમ છતાં પણ ભારતના રસ્તા પર લગભગ 57% વાહનો ઇન્શ્યોરન્સ વગર ચાલી રહ્યા છે. 2017-18માં કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, આવા વાહનોની સંખ્યા 21.11 કરોડ હતી. ઇન્શ્યોરન્સ વગરના વાહનોમાં 60% વાહનો ટૂ-વ્હીલર છે, જે ભારતમાં સૌથી લોકપ્રિય વાહન છે. બાઇક ઇન્શ્યોરન્સ એ, મોટી સંખ્યામાં ઇન્શ્યોરન્સ વગરના વાહનોમાં બાઇકનો સમાવેશ થતો હોઇ, ભારતમાં એક વિવાદાસ્પદ વિષય છે. જે ચાલકો આ નિયમોનો ભંગ કરે છે તેમના માટે ભારે બાઇક ઇન્શ્યોરન્સ દંડ નિર્ધારિત કરતા નિયમો બનાવવામાં આવેલ છે. આ લેખમાં, તમારા ટૂ-વ્હીલરનો ઇન્શ્યોરન્સ નહીં ખરીદવાના અને તેના પરિણામો વિશે વધુ સમજાવામાં આવ્યું છે.

મોટર વાહન અધિનિયમ 2019

આ અધિનિયમ હેઠળ માન્ય વાહન ઇન્શ્યોરન્સ વગર ટૂ-વ્હીલર ચલાવવું ગેરકાયદેસર માનવામાં આવેલ છે. જો કોઈ વ્યક્તિ ઇન્શ્યોરન્સ વિના પકડાય છે, તો સજા અને દંડ માટેની જોગવાઈઓ છે. મોટર-વાહનને કારણે થતાં મૃત્યુની સંખ્યામાં થઈ રહેલા વધારાને રોકવા માટે આમ કરવામાં આવ્યું છે. 2019 માં ભારતમાં માર્ગ અકસ્માતને કારણે 1,49,000 કરતાં વધુ મૃત્યુ નોંધાયા હતા. એ ખૂબ જ સ્પષ્ટ છે કે માર્ગ સુરક્ષા નાગરિકો માટે ચિંતાજનક સમસ્યા છે અને તેને માટે કડક નીતિઓ જરૂરી છે. તેથી, કાયદાઓના ઉલ્લંઘન બદલ દંડની સાથે, સરકારે થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ પણ ફરજિયાત બનાવેલ છે. આ મેન્ડેટ મુજબ, અકસ્માતના કિસ્સામાં ચાલકને તેમના દ્વારા થર્ડ પાર્ટીને થયેલા નુકસાન સામે ઇન્શ્યોર કરવામાં આવશે.

દંડ અને પેનલ્ટી

બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓનું પાલન ન કરવાના કિસ્સામાં તમારી પાસેથી વિવિધ પ્રકારના દંડ વસૂલ કરી શકાય છે.
  • બાઇક ઇન્શ્યોરન્સ દંડ

તાજેતરમાં દંડની રકમ રૂ.1000 થી વધારીને રૂ.2000 કરવામાં આવી છે. લાગુ પડતા કિસ્સાઓમાં 3 મહિનાની જેલની જોગવાઈ પણ કરવામાં આવેલ છે.
  • નો ક્લેઇમ બોનસ

નો ક્લેઇમ બોનસ અથવા બાઇક ઇન્શ્યોરન્સમાં એનસીબી એ એક એવો ફાયદો છે જે તમને, તમારી પૉલિસી સક્રિય હોય ત્યારે ક્લેઇમ ન કરવા બદલ મળે છે. જો પૉલિસીની માન્યતા સમાપ્ત થયાના 90 અથવા તેથી વધુ દિવસ થયા હોય તો, તમને એનસીબીનો લાભ મળી શકતો નથી.
  • કાનૂની જવાબદારી

એક અસાધારણ પરિસ્થિતિમાં, જેમાં ઇન્શ્યોરન્સ વગરનું વાહન ચલાવતી વખતે તમારે અકસ્માતનો સામનો કરવાનો થાય છે, તે સમયે તમારા પર ફોજદારી ગુનાનો (બેદરકારી)નો આરોપ લગાવવામાં આવશે તેમજ થર્ડ પાર્ટીને થયેલા નુકસાનની ચુકવણી પણ તમારે કરવાની રહેશે. આ એક બેવડો માર છે.

જો તમને બાઇક ઇન્શ્યોરન્સ વગર પકડવામાં આવે તો શું થશે?

વાહન ઇન્શ્યોરન્સ સંબંધિત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તમને ટ્રાફિક પોલીસ અધિકારી દ્વારા પકડવામાં આવે તો તેવી વણજોઇતી પરિસ્થિતિમાં, નીચેની બાબતો બને છે. તમને તમારા વાહન સંબંધિત તમામ કાનૂની ડૉક્યૂમેન્ટ પ્રસ્તુત કરવા માટે કહેવામાં આવશે. આમાં તમારા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), પ્રદૂષણ સર્ટિફિકેટ અને સ્પષ્ટપણે, ઇન્શ્યોરન્સ પૉલિસી, આ તમામનો સમાવેશ થાય છે. તમારે તપાસ કરનાર અધિકારીને બધા ડૉક્યૂમેન્ટ બતાવવાના રહેશે. જો તમારી પાસે ડૉક્યૂમેન્ટ ઉપલબ્ધ નથી, તો તમારે બાઇક ઇન્શ્યોરન્સ ફાઇન ભરવાનો રહેશે. ખૂટતા દસ્તાવેજોના આધારે તમને દંડ કરવામાં આવશે. વિવિધ દસ્તાવેજો અનુસાર વિવિધ દંડ કરવામાં આવે છે. ચલાન પેપરના રૂપમાં તમને દંડ જારી કરવામાં આવશે જેનો ઉપયોગ દંડની ચુકવણી કરવા માટે કરી શકાય છે. ઑનલાઇન ચુકવણીના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. મોટાભાગના કિસ્સાઓમાં, ચલાનની ચુકવણી રાજ્ય વિભાગની ઇ-ચલાન વેબસાઇટ દ્વારા કરી શકાય છે. ઑફલાઇન ચુકવણી કરવા માટે નજીકના ટ્રાફિક વિભાગની ઑફિસની મુલાકાત લઈને તે કરી શકાય છે. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના દંડથી બચવા ટાળવા માટેના સૂચનો
  • તમારા તમામ ટૂ-વ્હીલર વાહનોનો બાઇક ઇન્શ્યોરન્સ હોવાની ખાતરી કરો.
  • ઇન્શ્યોરન્સની ડિજિટલ અને સોફ્ટ કૉપી બનાવો. સોફ્ટ કૉપી વાહનમાં અને ડિજિટલ કૉપી તમારા મોબાઇલ ફોનમાં રાખો.
  • તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ સમયનું ધ્યાન રાખો અને તે હંમેશા સમયસર રિન્યૂ થાય તેની ખાતરી કરો.
  • થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ, જે હવે ફરજિયાત છે, તે મેળવવાનું યાદ રાખો.

તારણ

ભારતમાં ટ્રાફિકની પરિસ્થિતિ અને વ્યક્તિગત માર્ગ સુરક્ષાની ગાઇડલાઇન અનુસાર તમામ બાઇક માલિકોએ માન્ય બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે રાખવી જરૂરી છે. આ સમગ્ર ભારતમાં સુરક્ષિત રસ્તાઓ માટે ડિઝાઇન કરેલ એક નૈતિક જવાબદારી અને એક કાનૂની જવાબદારી છે. નકારાત્મક પરિણામોથી બચવા માટે નવીનતમ નીતિઓનું પાલન કરો. યોગ્ય ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પણ ખરીદવાનું ધ્યાન રાખો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે