અંગ્રેજી

Claim Assistance
Get In Touch
mastering bike riding tips for teenagers
29 માર્ચ, 2023

કિશોરો માટે બાઇક રાઇડિંગ અંગે ઉપયોગી ટિપ્સ

મોટાભાગના કિશોરો ખૂબ જિજ્ઞાસુ હોય છે અને પોતાને સતત કોઈ પ્રવૃત્તિમાં જોડી રાખવા માટેના વિવિધ વિકલ્પોની શોધમાં હોય છે. આમાં રમતો રમવાનો અથવા લાંબી રાઇડ પર જવા જેવી બાબતો શામેલ હોઈ શકે છે. જ્યારે લાંબા અંતરની રાઇડની વાત આવે છે, ત્યારે બાઇક સાર્વત્રિક રીતે મુસાફરીનું લોકપ્રિય માધ્યમ છે. પરંતુ જો કોઈ ટીનેજર રાઇડ પર જવા માંગે છે, તો તેમના માટે ઉપયોગી હોઈ શકે તેવા કેટલાક સૂચનો છે. આ સૂચનોની મદદથી વ્યક્તિ કોઈપણ ઝંઝટથી બચી શકે છે.

બાઇક ચલાવનાર કિશોરો માટે સૂચનો

જે કિશોરોને બાઇક રાઇડિંગનો આનંદ માણવો પસંદ છે, તેમના માટે કેટલાક સૂચનો અહીં જણાવેલ છે:
  1. લર્નર્સ લાઇસન્સ સાથે રાખો

કાયદાની દ્રષ્ટિએ, 9 થી 19 વર્ષની વય જૂથની વ્યક્તિને કિશોર કહેવામાં આવે છે. મોટાભાગના કિશોરો 14 અથવા 15 વર્ષની ઉંમરે બાઇક ચલાવતા શીખવાનું શરૂ કરે છે, ત્યારે આરટીઓ દ્વારા 16 વર્ષની ઉંમરે લર્નર્સ લાઇસન્સ આપવામાં આવે છે. લર્નર્સ લાઇસન્સ વ્યક્તિને કાયદા હેઠળ બાઇક ચલાવવાની મંજૂરી આપે છે. જો તમે એવા કિશોરોને તમારી બાઇક આપવા માંગો છો જેમની પાસે લર્નર લાઇસન્સ નથી, તો તે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. જો તેવા કિશોરને પોલીસ દ્વારા પકડવામાં આવે અને તેઓ લર્નર્સ લાઇસન્સ વગર બાઇક ચલાવી રહ્યા છે, તો દંડ તમને થઈ શકે છે. આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળવા માટે, બાઇક ચલાવવાનું શરૂ કરતા પહેલાં તેમના લર્નર્સ લાઇસન્સ માટે અપ્લાઇ કરવું વધુ યોગ્ય છે.
  1. હેલ્મેટ સાથે રાખો

ટૂ-વ્હીલરના અકસ્માતના કિસ્સામાં, અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના લોકો હેલ્મેટ વગર તેમની બાઇક ચલાવી રહ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. જ્યારે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી બાઇકને થયેલા નુકસાનને કવર કરે છે, જ્યારે હેલ્મેટ વિવિધ રીતે ઉપયોગી નિવડે છે. સૌથી અગત્યનું, કે તે તમને અકસ્માતમાં તમારા માથાને થઈ શકે તેવી ઈજાઓથી બચાવે છે. માથામાં થતી ઈજાઓ ગંભીર હોઈ શકે છે અને તેની અસરો લાંબા ગાળાની હોઇ શકે છે. બીજું, બાઇક ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવી એ મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ આવશ્યક છે. જો હેલ્મેટ વગર બાઇક ચલાવતા પકડવામાં આવે, તો અધિકારીઓ તમને અથવા તમારી બાઇક ચલાવતી વ્યક્તિને દંડ કરી શકે છે. *
  1. ગતિ મર્યાદા જાળવો

ખૂબ તેજ ગતિએ ચલાવવામાં આવતી બાઇક રસ્તા પરના દરેક વ્યક્તિ માટે જોખમ ઊભું કરે છે, પછી તે અન્ય વાહનચાલક હોય કે રાહદારી વ્યક્તિ. જ્યારે કોઈ કાયદા અનુસાર મર્યાદિત ઝડપ કરતાં વધુ ઝડપે મુસાફરી કરે છે, ત્યારે તેઓ માત્ર તેમની પોતાની સુરક્ષા જ નહીં, પરંતુ તેમની આસપાસના લોકોના જીવનને પણ જોખમમાં મૂકે છે. બાઇક ચલાવવાનું શીખતા કિશોરોમાં ઓવર-સ્પીડિંગ પણ એક સમસ્યા છે. શહેરની અંદર સુરક્ષિત રીતે વાહન ચલાવવા માટે, ઝડપ 30-40 કિ.મી. પ્રતિ કલાકથી ઓછી રાખવી વધુ યોગ્ય છે. શહેરની બહાર 60-70 કિ.મી. પ્રતિ કલાક એ ગતિની આદર્શ મર્યાદા છે.
  1. પુખ્ત વ્યક્તિની દેખરેખ હેઠળ વાહન ચલાવો

બાઇક ચલાવતી વખતે તેમને માર્ગદર્શન આપવા માટે પુખ્ત વ્યક્તિની ગેરહાજરી એ કિશોરો દ્વારા અકસ્માત થવાનું એક સામાન્ય કારણ છે. બાઇક શીખવામાં સરળ હોવા છતાં, તેને યોગ્ય રીતે ચલાવવામાં થોડો સમય લાગે છે. ગિયર ક્યારે બદલવું, ક્લચને યોગ્ય રીતે કેવી રીતે છોડવો, અથવા કેવી રીતે નિયંત્રણપૂર્વક ઝડપ વધારવી, એ એવી બાબતો છે જેની સમજ કેળવાતા થોડો સમય લાગે છે. કોઈપણ મૂંઝવણ તેમને ભયભીત કરી શકે છે, અને તેઓ બ્રેકનો ઉપયોગ કરવાને બદલે ઝડપ વધારી શકે છે. જ્યારે ટીનેજર બાઇક ચલાવવાનું શીખી રહ્યા હોય ત્યારે તેમની દેખરેખ રાખવી એ પુખ્ત વ્યક્તિ તરીકે તમારી જવાબદારી છે. એકવાર તમારી દેખરેખ વિના બાઇક ચલાવવા માટે તેઓ પૂરતો આત્મવિશ્વાસ કેળવી લે, તે પછી તમે તેમને ટૂંકા અંતર સુધી દેખરેખ વગર બાઇક ચલાવવાની મંજૂરી આપી શકો છો.

બાઇક ચલાવતી વખતે કિશોરો માટે અતિરિક્ત સૂચનો

ઉપરોક્ત સિવાયના, આ અતિરિક્ત સૂચનો કિશોરો માટે મદદરૂપ નિવડી શકે છે:
  1. બાઇક ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરો. કિશોરોમાં બાઇકની સવારી કરતી વખતે વિડિયો રેકોર્ડ કરવાનું એક વલણ હોય છે. આને કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.
  2. બાઇકની સવારી કરતી વખતે સ્ટન્ટ કરવાનો પ્રયત્ન ન કરો. જો બાઇકને નુકસાન થાય, તો તમે બાઇક ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરો અને નુકસાન માટે રિપેરિંગ કરાવો. જો કે, બાઇક ચલાવતી વખતે હંમેશા માર્ગ સુરક્ષા અને નાગરિક ભાવનાનું ધ્યાન રાખવું જરૂરી છે. *
  3. ખાસ કરીને ગીચ રસ્તાઓ પર, વાહનોને ઓવરટેક કરવાનો પ્રયત્ન ન કરો. સમયની બચત કરવાના પ્રયત્નમાં બાઇક ચાલકો વાહનોને ઓવરટેક કરે છે. આમ કરવાથી અકસ્માત થવાનું જોખમ વધી જાય છે, જેમાં કોઈને ગંભીર રીતે ઈજા પણ થઈ શકે છે.

તારણ

જ્યારે તમે તમારી બાઇક કોઈ કિશોરને આપો છો, ત્યારે પુખ્ત વ્યક્તિ તરીકે તમારે તેમને માર્ગ સુરક્ષા અને તમામ નિયમો સંબંધિત તમામ સમજ આપવી જરૂરી છે. જો તમારો ઇન્શ્યોરન્સ સમાપ્તિની નજીક છે, તો તે મહત્વપૂર્ણ છે કે તમે બાઇક ઇન્શ્યોરન્સને રિન્યુ કરો, ખાસ કરીને ટીનેજરને આપતા પહેલાં. ઇન્શ્યોરન્સ પણ એક મહત્વપૂર્ણ પાસું છે જેના વિશે તમારે કિશોરોને સમજણ આપવી જોઈએ. બાઇક ચલાવતી વખતે હંમેશા માન્ય ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી કાયદા અનુસાર જરૂરી હોવાથી, તમે તેમને તેના મહત્વ વિશે સમજવામાં મદદ કરી શકો છો. જો કોઈ કિશોર પૉલિસી ખરીદતા પહેલાં યોગ્ય ક્વોટ જાણવા માંગે છે, તો પૉલિસી માટે ક્વોટ મેળવવા માટે બાઇક ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કેવી રીતે કરવો તે તમે તેમને બતાવી શકો છો. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે