રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Car Insurance Claim Process
15 એપ્રિલ, 2021

અકસ્માત, ઓન ડેમેજ અને ચોરીના કિસ્સામાં કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા

કાર ઇન્શ્યોરન્સની આજના સમયમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે દુર્ઘટનાઓ હંમેશા અચાનક બનતી હોય છે. કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને તે સમયે તમને ક્લેઇમ કરવા અંગે માહિતી હોવી જરૂરી છે કાર ઇન્શ્યોરન્સ. તે દિવસ સુધી રાહ જોવાના બદલે, ચાલો વિવિધ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયાઓને સમજીએ.   કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમના પ્રકારો બે અલગ-અલગ પ્રકારના કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ, કૅશલેસ અને વળતર એટલે કે રીઇમ્બર્સમેન્ટ ક્લેઇમ, વિશે તમારે જાણવું જોઈએ.   કૅશલેસ ક્લેઇમ
  • ઇન્શ્યોરર તમને તેમની સાથે સંકળાયેલા નેટવર્ક ગેરેજ પર કૅશલેસ ક્લેઇમની સુવિધા પ્રદાન કરે છે
  • જો તમે તમારા વાહનને રિપેર કાર્ય માટે કોઈ નેટવર્ક ગેરેજ પર લઈ જાઓ છો, તો તમારે બિલની ચુકવણી કરવાની જરૂર નથી. તે રકમ તમારા ઇન્શ્યોરર દ્વારા સીધી ગેરેજને જ ચુકવવામાં આવશે
  રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ
  • જો તમે તમારા વાહનને તમારા ઇન્શ્યોરર સાથે સંલગ્ન ન હોય તેવા ગેરેજમાં રિપેર કરાવો છો, તો તમારે વળતર ક્લેઇમ પસંદ કરવો પડશે
  • આ માટે, પ્રથમ તમારે રિપેર ખર્ચ ચુકવવાનો રહેશે અને પછી તમારા ઇન્શ્યોરર પાસે તેના માટે ક્લેઇમ ફાઇલ કરવાનો રહેશે
  • ક્લેઇમની પ્રક્રિયા માટે તમામ મૂળ રસીદ, બિલ વગેરે સાચવવાની સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ સબમિટ કરેલા બિલની ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા ખરાઈ કરવામાં આવશે અને તે અનુસાર તમારા ક્લેઇમની પ્રક્રિયા કરશે
  કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા   વિવિધ કવર પૂરું પાડતાં કાર ઇન્શ્યોરન્સના પ્રકારો પ્લાન ઉપલબ્ધ હોવાથી ક્લેઇમની પ્રક્રિયા પણ અલગ અલગ હોય છે. કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવાના પગલાંઓ વિગતવાર અહીં આપેલ છે:  
  થર્ડ-પાર્ટી પોતાનું નુકસાન ચોરી
પગલું 1 જો તમારાથી થર્ડ-પાર્ટીની સંપત્તિને નુકસાન થયું હોય તો તમારે તરત જ તમારા ઇન્શ્યોરર અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ ઓન ડેમેજના કિસ્સામાં, તમારે તરત જ પોલીસ અને તમારા ઇન્શ્યોરરને સૂચિત કરવું જોઈએ. આવી ઘટનાઓની જાણ કરવા માટે ઇન્શ્યોરર દ્વારા એક સમયગાળો નિર્ધારિત કરવામાં આવેલ હોય છે. આમ ન કરવાથી ક્લેઇમ નકારી શકાય છે. તમારા વાહનની ચોરીના કિસ્સામાં, તમારે પ્રથમ પોલીસને જાણ કરવાની રહેશે અને કેસના પ્રમાણ માટે એફઆઇઆર ફાઇલ કરવાની રહેશે. ત્યારબાદ તમે ક્લેઇમ વિશે તમારા ઇન્શ્યોરરને સૂચિત કરી શકો છો.
પગલું 2 ત્યારબાદ તમારા ઇન્શ્યોરર દ્વારા કેસને ક્લેઇમ ટ્રિબ્યુનલમાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે પછી વળતરની રકમ નક્કી કરશે ત્યારબાદ ઇન્શ્યોરર દ્વારા તમારા કેસનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષકની નિમણૂક કરવામાં આવશે. તમારી કારનું નિરીક્ષણ થયા બાદ, ઇન્શ્યોરન્સ પ્રદાતાને એક રિપોર્ટ મોકલવામાં આવશે. તમારે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, પૉલિસી ડૉક્યૂમેન્ટ, ડ્રાઇવરનું લાઇસન્સ વગેરે કેટલાક ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે. તમારી કારની મૂળ ચાવીઓની પણ જરૂર પડી શકે છે.
પગલું 3 જો તમને અન્ય વાહનને કારણે નુકસાન થયું હોય, તો તેમના ઇન્શ્યોરરની વિગતોની નોંધ કરો ઇન્શ્યોરન્સ પ્રદાતા તમને તમારી પૉલિસીના નિયમો અને શરતોના આધારે તમારા વાહનને રિપેર કરવા માટે થયેલા ખર્ચની ભરપાઈ કરશે જો પોલીસ તમારી કાર શોધવામાં અસમર્થ હોય, તો નૉન-ટ્રેસેબલ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે. તેની મદદથી ઇન્શ્યોરન્સ પ્રદાતા પૉલિસીના નિયમો અને શરતો અનુસાર તમારા ક્લેઇમને સેટલ કરશે
    કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા દરમિયાન નીચે જણાવ્યા પ્રમાણે કેટલાક ડૉક્યૂમેન્ટ આવશ્યક છે:
  • રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કૉપી
  • કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની કૉપી
  • એફઆઇઆર અથવા પોલીસ રિપોર્ટ (ચોરીના કિસ્સામાં અથવા ઇન્શ્યોરર દ્વારા કહેવામાં આવે તો)
  • તમારા ડ્રાઇવરના લાઇસન્સની કૉપી
  • મૂળ બિલ, રસીદ વગેરે.
  કૅશલેસ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા
  1. કૉલ અથવા ઇમેઇલ દ્વારા શક્ય તેટલી વહેલી તકે તમારા ઇન્શ્યોરરને સૂચિત કરો
  2. તમારો ક્લેઇમ રજિસ્ટર્ડ થયા પછી, તમને એક ક્લેઇમ રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત થશે જે ભવિષ્યમાં કમ્યુનિકેશન માટે યાદ રાખવો જરૂરી છે
  3. તમારા વાહનને ઇન્શ્યોરર સાથે સંલગ્ન કોઈ નેટવર્ક ગેરેજ પર લઈ જાઓ
  4. તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા નિમણૂક કરેલ સર્વેક્ષક નુકસાનનું મૂલ્યાંકન કરશે, રિપોર્ટ આપશે અને તમારા વાહનના રિપેરીંગ માટે સૂચિત કરશે
  5. જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કર્યા પછી, તમે તમારું રિપેર કરેલ વાહન પાછું લઈ જઇ શકો છો, બિલ ઇન્શ્યોરર દ્વારા ચુકવવામાં આવશે
  વળતર પ્રકારની કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા
  1. તમારા ઇન્શ્યોરરને કૉલ અથવા ઇમેઇલ દ્વારા તરત જ ક્લેઇમ વિશે જાણ કરો
  2. ક્લેઇમ રજિસ્ટર કર્યા પછી, તમને ભવિષ્યમાં સંપર્ક દરમિયાન જરૂરી એક રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત થશે
  3. ત્યારબાદ ઇન્શ્યોરર દ્વારા નિમણૂક કરેલ સર્વેક્ષક દ્વારા નુકસાનનું નિરીક્ષણ કરવામાં આવશે અને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે
  4. ત્યાર બાદ તમે તમારા વાહનને રિપેરીંગ માટે તમે ઇચ્છો તે ગેરેજ પર લઈ જઈ શકો છો
  5. વળતરની પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે મૂળ બિલ, યોગ્ય રીતે સહી કરેલ ફોર્મ અને અન્ય ડૉક્યૂમેન્ટ સબમિટ કરો
  6. ક્લેઇમની વિનંતી પર પ્રક્રિયા થયા બાદ તમને રિપેરીંગના ખર્ચ માટે ચુકવણી કરવામાં આવશે
  હવે તમે ઉપરોક્ત પ્રક્રિયા વડે કોઈપણ ઝંઝટ વગર તમારો કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે