રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How Many Times We Can Claim Car Insurance In A Year?
9 ડિસેમ્બર, 2024

કાર ઇન્શ્યોરન્સ હેઠળ એક વર્ષમાં કેટલા ક્લેઇમ કરી શકાય છે?

વધતી વસ્તી અને આવક સાથે રસ્તા પર વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવામાં આવ્યો છે. જો કે, રોડ સેફ્ટીનું સ્તર બગડી ગયું છે. દૈનિક અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવામાં આવી રહ્યો છે. અકસ્માતની ગંભીરતા પહેલાં કરતાં વધુ છે, અને માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુના દરમાં પણ વૃદ્ધિ જોવામાં આવી છે. આ બધું સૂચવે છે કે આપણે ખરેખર કાળજીપૂર્વક વાહન ચલાવવાની જરૂર છે, પરંતુ તે કાર ઇન્શ્યોરન્સના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ સૂચવે છે. ઘણાં મુદ્દાઓ ધ્યાનમાં લેવાની જરૂર છે જ્યારે ખરીદવામાં અને ક્લેઇમ કરવામાં આવે છે કાર ઇન્શ્યોરન્સ, પરંતુ અહીં અમે, કાર ઇન્શ્યોરન્સ કેટલી વખત ક્લેઇમ કરી શકાય છે, તે એક વારંવાર પૂછાતા પ્રશ્નનું સમાધાન કરી રહ્યા છીએ

કાર ઇન્શ્યોરન્સ હેઠળ કેટલા ક્લેઇમ કરી શકાય છે?

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા ઇન્શ્યોરન્સ ક્લેઇમની સંખ્યા પર કોઈ મર્યાદા લાગુ કરવામાં આવી નથી. તેથી, તમારા ઇન્શ્યોરર પાસેથી કોઈપણ સંખ્યામાં ક્લેઇમ કરી શકાય છે, અને જો તે યોગ્ય હશે તો તે માટે ચુકવણી પણ કરવામાં આવશે. જો કે, ખાસ કરીને નાના રિપેર માટે વારંવાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની સલાહ આપવામાં આવતી નથી. આમ કરવાથી નો-ક્લેઇમ બોનસ, કે જે એક અતિરિક્ત લાભ છે અને જે પ્રીમિયમના ભારને ઘટાડવામાં મદદ કરે છે, તેની પર અસર થાય છે. ઉદાહરણ તરીકે, તમારા બમ્પરને થયેલ નુકસાન અથવા તૂટેલા મિરર જેવા નાના રિપેરીંગ માટે ક્લેઇમ કરવો એ સ્માર્ટ પસંદગી નથી. માત્ર મોટી રકમના નુકસાનના માટે ક્લેઇમ કરવું યોગ્ય છે.

કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ઇન્શ્યોરન્સ ક્લેઇમ ન કરવાની સલાહ શા માટે આપવામાં આવે છે?

સૌ પ્રથમ તો, એકવાર કાર ઇન્શ્યોરન્સ હેઠળ કોઈપણ ક્લેઇમ કરવામાં આવે તેની સીધી અસર 'નો ક્લેઇમ બોનસ' પર થાય છે. જો તમે પાછલા વર્ષમાં તમારી પૉલિસી હેઠળ એક પણ ક્લેઇમ કરેલ નથી, તો આગામી વર્ષમાં પ્રીમિયમની ચુકવવાપાત્ર રકમ પર તમને જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેને નો ક્લેઇમ બોનસ કહે છે. તમે કેટલા સમયથી કોઈ ક્લેઇમ કર્યો નથી તેના આધારે આ ડિસ્કાઉન્ટ 20% થી 50% સુધીનું હોય છે. હવે, જો તમે કોઈ ક્લેઇમ કરો છો, તો તેની ગણતરી નવેસરથી કરવામાં આવશે અને વર્ષોનું તમામ સંચિત ડિસ્કાઉન્ટ એક જ વારમાં શૂન્ય થઈ જાય છે. વારંવાર કરવામાં આવેલ ક્લેઇમ કસ્ટમરની વિશ્વસનીયતાને પણ અસર કરે છે તેમજ આગામી વર્ષોમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમને પણ અસર કરે છે. વારંવાર કરવામાં આવેલ ક્લેઇમને કારણે પૉલિસી રિન્યુઅલ વધુ મોંઘું બની શકે છે. ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જ્યારે રિપેરનો ખર્ચ ખૂબ વધુ હોય ત્યારે ક્લેઇમ કરવો વધુ યોગ્ય છે.

એકથી વધુ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાની શું અસર થાય છે?

ઉપર જણાવ્યા અનુસાર, કેટલા ક્લેઇમ કરી શકાય છે તે પર કોઈ મર્યાદા નથી, પરંતુ તમે તે કયા સમયે દાખલ કરો છો તે વિશે જાણવું ખૂબ જરૂરી છે. વારંવાર ક્લેઇમ કરવાથી પ્રતિકૂળ અસર શા માટે થઈ શકે છે તેના કેટલાક કારણો અહીં આપેલ છે:

1. એનસીબી લાભોનું નુકસાન

નો-ક્લેઇમ બોનસ અથવા NCB એ એક લાભ છે જે ક્લેઇમ ન કરવામાં આવે ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ ઑફર કરે છે. આ બોનસ રિન્યુઅલ પ્રીમિયમમાં ઘટાડા તરીકે ઉપલબ્ધ છે. આવા માર્કડાઉનની ટકાવારી ઓન-ડેમેજ પ્રીમિયમના 20% થી શરૂ થાય છે અને દરેક સતત ક્લેઇમ-મુક્ત પૉલિસીના સમયગાળા સાથે 5th વર્ષના અંતે 50% સુધી હોય છે. તેથી, જ્યારે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવામાં આવે ત્યારે રિન્યુઅલની આ રકમ શૂન્ય થઈ શકે છે. કૃપા કરીને વધુ વિગતો માટે IRDAI ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

2. પ્રીમિયમ રકમનું રિસ્ટોરેશન

વારંવાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવાનો બીજો ફાયદો એ છે કે તમારું કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તેની મૂળ રકમમાં રિસ્ટોર કરવામાં આવે છે. જ્યારે NCB શૂન્ય થાય છે, ત્યારે પ્રીમિયમ મૂળ રકમ જેટલું રિસ્ટોર થાય છે, અને તેથી તમારે ચુકવવું જોઈએ તે કરતાં વધુ ચુકવણી કરવી પડશે.

3. ઝીરો-ડેપ્રિશિયેશન કવરના કિસ્સામાં મર્યાદાઓ

જો તમારો સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ પ્લાન ઝીરો-ડેપ્રિશિયેશન ઍડ-ઑન ધરાવે છે, તો પૉલિસી હેઠળ સ્પેરના રિપ્લેસમેન્ટ દરમિયાન ડેપ્રિશિયેશન માટે પણ કવરેજ પ્રદાન કરે છે. આ ઍડ-ઑન્સ સ્ટાન્ડર્ડ પૉલિસી કવર ઉપરાંતના હોવાને કારણે તેમની શરતો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેથી, આ શરતો દ્વારા, ઇન્શ્યોરન્સ ક્લેઇમ હેઠળ ડેપ્રિશિયેશનની કવર કરવા પાત્ર સંખ્યા નિર્ધારીત કરી શકાય છે.

4. આઉટ-ઑફ-પૉકેટ ખર્ચ: કપાતપાત્ર

જ્યારે તમે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો છો, ત્યારે કપાતપાત્ર એ રકમ છે જે તમારે ચૂકવવાની રહે છે. કપાતપાત્રની આ રકમ આગળ બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે - ફરજિયાત અને સ્વૈચ્છિક. ફરજિયાત કપાતપાત્ર આઇઆરડીએઆઇ દ્વારા નિર્ધારીત કરવામાં આવે છે, અને સ્વૈચ્છિક કપાતપાત્ર તમારી પૉલિસીની શરતોમાં ઉલ્લેખિત હોવાથી, ક્લેઇમ સમયે તમારે ચુકવવાપાત્ર રકમને ધ્યાનમાં લેવાની રહે છે.

જો એકથી વધુ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવામાં આવે તો શું થશે?

ઉપર જણાવ્યા મુજબ, ક્લેઇમ નંબર પર કોઈ મર્યાદા નથી. તેમ છતાં, મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવાની વાત આવે ત્યારે ધ્યાનમાં રાખવું વધુ સારું છે. અહીં અમે કેટલાક મુખ્ય કારણો સૂચિબદ્ધ કર્યા છે જે અમને સમજવા માટે સક્ષમ બનાવશે કે એકથી વધુ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવો જોઈએ નહીં:
  1. કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારો: એક વર્ષમાં એકથી વધુ ક્લેઇમ ફાઇલ કરનાર કોઈપણ વ્યક્તિ માટે, ઇન્શ્યોરન્સ કંપની પ્રીમિયમમાં વધારો કરવાની સંભાવના છે જ્યારે કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ. એકથી વધુ ક્લેઇમનો અર્થ એ છે કે વ્યક્તિને ઇન્શ્યોરર માટે વધુ જોખમ રહેલું છે. તેને કવર કરવા માટે ઇન્શ્યોરર કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારો કરવાની સંભાવના છે.
  2. નો ક્લેઇમ બોનસ: નો ક્લેઇમ બોનસ મૂળભૂત રીતે છેલ્લી પૉલિસીની મુદત દરમિયાન કોઈ ક્લેઇમ ન કરતી વખતે કમાયેલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ છે. દરેક સતત ક્લેઇમ-મુક્ત વર્ષ સાથે ડિસ્કાઉન્ટની ટકાવારી વધે છે. જો તમે પાંચ વર્ષ માટે કોઈ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરતા નથી, તો આ ડિસ્કાઉન્ટ સરળતાથી 50% સુધી જઈ શકે છે . તેનો અર્થ એ છે કે જો તમે કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરો છો, તો તમે NCB ની સ્થિતિ ગુમાવશો. એક સારી રીત એ છે કે થયેલા નુકસાન માટે રિપેર ખર્ચની સમજણ. જો રિપેરનો ખર્ચ NCB ડિસ્કાઉન્ટ કરતાં વધુ હોય તો જ ક્લેઇમ કરો.
  3. કપાતપાત્ર: જ્યારે રિપેર ખર્ચ ઓછા હોય અથવા પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત કપાતપાત્ર કરતાં વધુ હોય, ત્યારે ક્લેઇમ ફાઇલ કરશો નહીં. જો તમે કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરો છો, તો કપાતપાત્ર પાસાને કારણે અપર્યાપ્ત વળતર પ્રાપ્ત થશે.

ક્લેઇમ ક્યારે ન કરવો તે કેવી રીતે નક્કી કરવું?

આપણે જાણીએ છીએ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ગમે તેટલી વાર કરી શકાય છે; પરંતુ આપણે ક્યારે ક્લેઇમ ન કરવો તે ખબર હોવી જરૂરી છે. તેથી અહીં કેટલીક પરિસ્થિતિઓ જણાવવામાં આવેલ છે જેમાં ક્લેઇમ ન કરવાની સલાહ આપવામાં આવે છે
  • જ્યારે 'નો ક્લેઇમ બોનસ' રિપેર ખર્ચ કરતાં વધુ હોય: જ્યારે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર આગામી મળવાપાત્ર નો ક્લેઇમ બોનસની રકમ કારના રિપેર ખર્ચ કરતાં વધુ હોય, ત્યારે ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કંઈપણ ક્લેઇમ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
  • જ્યારે રિપેરિંગની રકમ કપાતપાત્ર રકમ કરતાં વધુ ન હોય ત્યારે: જ્યારે પણ તમે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરો ત્યારે તમારા દ્વારા ચૂકવવાપાત્ર ક્લેઇમની રકમને કપાતપાત્ર કહે છે. જો તમારા દ્વારા ચૂકવવાપાત્ર રકમ કપાતપાત્ર કરતાં વધુ ન હોય, તો તમને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં.
તો જ્યારે તમને ક્લેઇમ કરીને કોઈપણ લાભ મળતો ન હોય, તો ક્લેઇમ ન કરવાથી મળતા લાભો શા માટે ચૂકવા? ઉપરાંત, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમે એક ક્લેઇમ હેઠળ બે અલગ ઘટના સંબંધિત કોઈ રકમ ક્લેઇમ કરી રહ્યા છો, તો કપાતપાત્ર બંને ઘટના પર અલગથી લાગુ પડશે.
  • જ્યારે કોઈ થર્ડ પાર્ટી દ્વારા તમારો ખર્ચ ચૂકવવામાં આવે: કોઈ વખત એવું બને છે કે તમારે જેની સાથે અકસ્માત થાય છે તે અન્ય વ્યક્તિ તમને થયેલા નુકસાનની ચુકવણી કરવા માટે જવાબદાર હોય છે. તેથી તેનો લાભ લો અને થોડા વધારાના સમય માટે તમારા ઇન્શ્યોરન્સનો ઉપયોગ કરવાનું ટાળો.
આમ, આપણે કહી શકીએ છીએ કે થયેલા નુકસાનનું પ્રમાણ, કપાતપાત્રની લાગુ પડતી મર્યાદાઓ તથા 'નો ક્લેઇમ બોનસ' પર કોઈપણ સંભવિત અસરનું મૂલ્યાંકન કરવું જરૂરી છે અને પછી જ ક્લેઇમ કરવો જોઈએ. આ મૂલ્યાંકન એક નિર્ણાયક પરિબળ છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો તે અંગે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.

શું ક્લેઇમ ફાઇલ કરવાનો અર્થ એ છે કે મારે આગામી વર્ષોમાં વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે?

તમારી પૉલિસીમાં ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ કેટલી રહેશે તે નક્કી કરવામાં ઘણા પરિબળો કામ કરે છે. તેમાં આઇડીવી, એટલે કે ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ, પ્રીમિયમની રકમના સામાન્ય સ્તરો, ક્લેઇમનો પ્રકાર, જેમ કે ક્લેઇમ પૉલિસીધારક અથવા થર્ડ-પાર્ટીની ભૂલને કારણે ફાઇલ કરવામાં આવ્યો હતો કે કેમ અને કેટલાક અન્ય પરિબળોનો સમાવેશ થાય છે. તેથી ક્લેઇમની સંખ્યા અને ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ઇન્શ્યોરન્સ ક્લેઇમ કોઈ ચોક્કસ સમય મર્યાદામાં સબમિટ કરવાનો હોય છે?

ના, ક્લેઇમ સબમિટ કરવાની કોઈ સમય મર્યાદા નથી, પરંતુ શક્ય તેટલી વહેલી તકે તેમ કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી ક્લેઇમ સમયસર કરવામાં આવેલ નથી તેવા કારણસર ઇન્શ્યોરન્સ કંપની ક્લેઇમને નકારી શકે નહીં.

“મેં કાર ઇન્શ્યોરન્સ હેઠળ એકવાર ક્લેઇમ કરેલ છે, પરંતુ મારી આઇડીવી સમાપ્ત થઈ નથી. શું હું એ જ પૉલિસી હેઠળ ફરીથી એકવાર ક્લેઇમ કરી શકું છું?” રઝિયા પૂછે છે

કાર ઇન્શ્યોરન્સમાં ક્લેઇમની સંખ્યા પર કોઈ મર્યાદા નથી હોતી, જો તે આઇડીવી કરતા ઓછા હોય. તેથી તમે તે જ પૉલિસી હેઠળ કોઈ રકમનો ક્લેઇમ કરી શકો છો.

એક વર્ષ દરમિયાન મહત્તમ કેટલા ક્લેઇમ કરી શકાય છે?

મંજૂર કરેલ ક્લેઇમની સંખ્યા પર કોઈ ચોક્કસ મર્યાદા નથી, પરંતુ વધુ ક્લેઇમ તમારા નો ક્લેઇમ બોનસ (NCB) ને અસર કરી શકે છે અને પૉલિસી રિન્યુઅલની શરતોને અસર કરી શકે છે.

શું કાર અકસ્માતના ક્લેઇમ પર કોઈ મર્યાદા છે?

મોટાભાગની પૉલિસીઓ અકસ્માત ક્લેઇમની સંખ્યા પર મર્યાદા સેટ કરતી નથી, પરંતુ વારંવાર કરવામાં આવતા ક્લેઇમને કારણે પૉલિસી રિન્યુઅલ દરમિયાન વધુ પ્રીમિયમ અથવા સખત શરતો થઈ શકે છે.

એક વર્ષ દરમિયાન કેટલા ક્લેઇમ કરી શકાય છે?

તમે તમારી પૉલિસીની શરતો મુજબ એક વર્ષમાં એકથી વધુ ક્લેઇમ ફાઇલ કરી શકો છો, પરંતુ પુનરાવર્તિત ક્લેઇમ તમારા લાભોને અસર કરી શકે છે, જેમ કે નો ક્લેઇમ બોનસ (NCB).

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે