રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Car Insurance Depreciation Shield Cover by Bajaj Allianz
23 જુલાઈ, 2020

કાર ઇન્શ્યોરન્સમાં ડેપ્રિશિયેશન શીલ્ડ શું છે?

ભારત સરકારે ભારતમાં કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત કર્યું છે. તેમ છતાં, દેશભરના લોકો ઑથોરિટીને મૂર્ખ બનાવવા માટે નકલી ઇન્શ્યોરન્સ પેપર સાથે લઈને ફરે છે. તેઓ એ નથી સમજતા કે તેમાં અન્ય કોઈના કરતા તેમનું પોતાનું જ નુકસાન વધુ છે. એક માન્ય કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવો એ તમારો સીટ બેલ્ટ બાંધવા જેટલું જ મહત્વપૂર્ણ છે. કાર ઇન્શ્યોરન્સ કવરેજ
  • તમારો કાર ઇન્શ્યોરન્સ તમને પૂર, ભૂકંપ, ભૂસ્ખલન, વીજળી ત્રાટકવી, આગ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે થતા નુકસાન અથવા હાનિ સામે રક્ષણ આપશે. ઘણા ભારતીયો એવા પ્રદેશોમાં રહે છે, જે વિનાશકારી કુદરતી ઘટનાઓની સંભાવના ધરાવે છે.
  • તે તમારી કારને ચોરી અથવા માણસો દ્વારા કરાતા ખોટા કામોને લીધે થતા નુકસાન સામે સુરક્ષિત કરશે.
  • તમારે તમારા થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સને કારણે કોઈપણ થર્ડ-પાર્ટી કાનૂની જવાબદારીઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
  • રિપેરનો ખર્ચ અને પાર્ટના રિપ્લેસમેન્ટનો ખર્ચ તમારી કોમ્પ્રિહેન્સિવ પૉલિસી દ્વારા કવર કરવામાં આવશે.
  • તમારા સહ-યાત્રીઓ માટે પણ કવરેજ મેળવી શકાય છે - તમારા પ્રિયજનોને સુરક્ષિત કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ.
ઝીરો ડેપ્રિશિયેશન કવર ગ્રાહકો માટે જાણવું મહત્વપૂર્ણ છે કે તેમનો જનરલ કાર ઇન્શ્યોરન્સ સંપૂર્ણ વળતર પ્રદાન કરશે નહીં. ઉદાહરણ તરીકે, જો તમારી કારનો રિપેર ખર્ચ ₹1 લાખ થાય છે, તો તમારો સામાન્ય કાર ઇન્શ્યોરન્સ માત્ર ₹70, 000 પ્રદાન કરશે અને બાકીના તફાવતના ₹30, 000 તમારા ખિસ્સામાંથી ચૂકવવા પડશે. જો તમે કોઈપણ ભોગે અતિરિક્ત પૈસા આપવાનું ટાળવા માંગો છો, તો ઝીરો ડેપ્રિશિયેશન કવર તમારા માટે યોગ્ય પસંદગી છે. આ કવર પસંદ કરવાથી તમને રિઇમ્બર્સમેન્ટ મળશે, જે તમારી ડેપ્રિશિયેટિંગ કાર વેલ્યૂમાં ગણાતું નથી, જેથી તમારી પરનો ફાઇનાન્શિયલ ભાર ઘટાડી શકાય. તેથી મૂળભૂત રીતે, ઝીરો ડેપ્રિશિયેશન કવર તમને ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન વધારે પડતો ખર્ચ ચૂકવવાથી પોતાને સુરક્ષિત કરવામાં મદદ કરશે. ભારતમાં ગ્રાહકો માટે વિવિધ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે, જેમાં ઝીરો ડેપ્રિશિયેશન કવર એક છે. ચાલો, નીચેના ટેબલમાં સ્ટાન્ડર્ડ ઇન્શ્યોરન્સ પૉલિસી અને ઝીરો ડેપ્રિશિયેશન કવર વચ્ચેના તફાવતને જાણીએ.
માપદંડ રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ સ્ટાન્ડર્ડ કાર ઇન્શ્યોરન્સ
ક્લેઇમ સેટલમેન્ટ ઝંઝટ મુક્ત પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ ક્લેઇમ સેટલમેન્ટ ઇન્શ્યોરન્સના ક્લેઇમની રકમ તમારી કારની વર્તમાન માર્કેટ વેલ્યૂ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે, જેમાં ડેપ્રિશિયેશન ગણાય છે
પ્રીમિયમ વધુ ઓછું
રિપેરિંગ ખર્ચ અને પ્લાસ્ટિક ફાઇબર તમારી ઇન્શ્યોરન્સ કંપની ઝીરો ડેપ્રિશિયેશન કવર હેઠળ મોટાભાગના ખર્ચને વહન કરશે. તમારે કોઈપણ બિન-ચૂકવવાપાત્ર ઘટકો માટે ચુકવણી કરવી પડશે. તમારે ખર્ચ વહન કરવો પડશે  
કારની ઉંમર સામાન્ય રીતે માત્ર નવી કારને કવર કરે છે 3 વર્ષથી વધુ જૂની કાર માટે લઈ શકાય છે
  ઝીરો ડેપ્રિશિયેશન કાર ઇન્શ્યોરન્સ પસંદ કરતા પહેલાં ધ્યાનમાં લેવાના મહત્વપૂર્ણ પરિબળો
  • ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથેની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ સ્ટાન્ડર્ડ પૉલિસી કરતાં વધુ રહેશે. આનું કારણ છે કે તે એક વ્યાપક પૉલિસી છે, જેમાં ડેપ્રિશિયેશન ગણવામાં આવતું નથી.
  • ઝીરો ડેપ્રિશિયેશન કવરના સંદર્ભમાં, ગ્રાહક પ્રતિ વર્ષ દાખલ કરી શકે તેવા ક્લેઇમની સંખ્યા ઉપર લિમિટ છે. આ પૉલિસીધારકોને નાની સમસ્યાઓ માટે ક્લેઇમ કરવાથી રોકવા માટે કરવામાં આવે છે. યાદ રાખીને, મહત્તમ ક્લેઇમની રકમ સાથે તમારા ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરેલા ક્લેઇમની સંખ્યા વિશે પૂછપરછ કરો.
  • ઝીરો ડેપ્રિશિયેશન કવર - મોટાભાગના કિસ્સાઓમાં - માત્ર નવી કાર માટે જ ઉપલબ્ધ છે. આનું કારણ છે કે 5 વર્ષથી વધારે જૂની હોય તેવી કાર માટે વધારે પ્રીમિયમ ચૂકવવાનો કોઈ અર્થ નથી.
નવી કાર માત્ર પ્રથમ વર્ષ માટે 100% રિપ્લેસમેન્ટ ખર્ચ પ્રાપ્ત કરવા માટે પાત્ર છે. આને ધ્યાનમાં રાખીને, કાર માલિકોએ 2જા વર્ષથી ઝીરો ડેપ્રિશિયેશન કવર પૉલિસી પસંદ કરવાનું વિચારવું જોઈએ. ખાતરી કરો કે તમારું કાર ઇન્શ્યોરન્સ કવરેજ વ્યાપક છે, જેથી તમે મહત્તમ સંખ્યામાં લાભો મેળવી શકો અને તમારી પૉલિસી વધુ ઑપ્ટિમાઇઝ કરી શકો અને મેળવી શકો નીચા કાર ઇન્શ્યોરન્સ ક્વોટ્સ .

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે