મોટર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ એ કૅશલેસ અથવા રિઇમ્બર્સ કરી શકાય છે.
કેશલેસ ક્લેઇમમાં તમે તમારું નુકસાન પામેલ વાહન નેટવર્ક ગેરેજ પર લઈ જાઓ, કપાતપાત્ર રકમ ચૂકવો અને નિશ્ચિંત રહો, કારણ કે રિપેરીંગ/રિપ્લેસમેન્ટની બાકીની રકમ તમારી જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. બીજી બાજુ, રિઇમ્બર્સમેન્ટ મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં તમારા નુકસાન પામેલ વાહનના રિપેરીંગ માટે થયેલ ખર્ચ તમારે ચૂકવવાનો હોય છે અને રિપેરીંગનું બિલ તમારી ઇન્શ્યોરન્સ કંપનીને સબમિટ કરવાનું હોય છે, જે કપાતપાત્ર રકમને બાદ કરીને તે બિલની રકમ તમને રિઇમ્બર્સ કરશે.
તો આ બે કેટેગરીમાં, કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ ક્યાં બંધ બેસે છે?
ક્યારેક અકસ્માતમાં તમારા વાહનને ગંભીર ક્ષતિ પહોંચે છે. આવા કિસ્સાઓમાં, તમારા વાહનને થયેલા નુકસાનને રિપેર કરવું અશક્ય બને છે અને તમારા દ્વારા કરવામાં આવેલા મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમને કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ તરીકે જાહેર કરવામાં આવે છે.
એકવાર મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરાયા બાદ તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા એક સર્વેક્ષકની નિમણૂક કરવામાં આવે છે, જે તમારા વાહનને થયેલા નુકસાનનું નિરીક્ષણ કરે છે. જો વાહનનો રિપેર ખર્ચ તમારા વાહનના આઇડીવી (ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ ) ના 75% થી વધુ હોવાનું સર્વેક્ષક જાહેર કરે છે, તો તેને સીટીએલ (કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ) તરીકે જાહેર કરવામાં આવે છે.
સામાન્ય રીતે જ્યારે તમારું વાહન ખૂબ જ ગંભીર અકસ્માત, જેમ કે સામેથી અથડામણ અથવા સંપૂર્ણ નુકસાનમાં સંડોવાય, તો તેના રિપેરનો ખર્ચ તેની આઇડીવી અથવા તેની ઇન્શ્યોરન્સ લિમિટથી વધી જાય છે. આમ, આવી પરિસ્થિતિઓમાં તમારા મોટર ઇન્શ્યોરન્સ માટે તમારા દ્વારા કરવામાં આવેલા ક્લેઇમને કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ ગણવામાં લેવામાં આવે છે.
જ્યારે મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સીટીએલ જાહેર કરવામાં આવે ત્યારે શું થાય છે?
એકવાર ક્લેઇમ કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ તરીકે રજિસ્ટર્ડ થયા પછી, તમારે તમારું વાહન તમારી ઇન્શ્યોરન્સ કંપનીને સોંપવાનું રહે છે. હવે વાહન તમારી માલિકીનું નથી રહેતું અને તેની માલિકી ઇન્શ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવે છે.
તમારી પૉલિસીમાંથી અતિરિક્ત રકમ (કપાતપાત્ર) બાદ કર્યા પછી તમારી ઇન્શ્યોરન્સ કંપની તમને તમારા વાહનની આઇડીવી ની ચુકવણી કરે છે. ધ્યાનમાં રાખશો કે ક્લેઇમ સેટલમેન્ટ પછી તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી કૅન્સલ કરવામાં આવશે. એકવાર અંતિમ સેટલમેન્ટ પ્રાપ્ત થયા બાદ તમારે કૅન્સલ કરેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે કોઈપણ પ્રીમિયમ ચૂકવવાનું રહેતું નથી.
ટોટલ લોસ અને કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ વચ્ચેનો તફાવત શું છે?
જો તમારા વાહનને એવું નુકસાન થયું છે કે જેથી તેને નુકસાન પહેલાંની સ્થિતિમાં લાવી શકાતું નથી, તો તેને ટોટલ લોસ માનવામાં આવે છે. જોકે, જો વાહનને નુકસાન થયું છે પરંતુ તેને રિપેર કરી શકાય છે, પરંતુ તેનો રિપેર ખર્ચ વાહનની આઇડીવી 75%થી વધુ થાય છે, તો તે કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ છે.
કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસના કિસ્સામાં, વાહનને રિપેર કરવાનો ખર્ચ એટલો વધુ હોય છે કે નુકસાન થયેલા વાહનને રિપેર કરવા માટે પૈસા ખર્ચ કરવાને બદલે નવું વાહન ખરીદવું સસ્તું હોય છે. જ્યારે, ટોટલ લોસના કિસ્સામાં, ક્ષતિગ્રસ્ત વાહનને રિપેર કરવું શક્ય નથી.
જવાબ આપો