માર્ગો પર ચાલી રહેલા વાહનોની સંખ્યા પ્રતિ દિન વધી રહી છે, અને તેમાં સતત વધારો જ થવાની અપેક્ષા છે. અગાઉના સમયમાં વાહન હોવું એ એક શોખનો વિષય હતો, જે પૂરો કરવો માત્ર કેટલીક વ્યક્તિઓ માટે જ શક્ય હતું. આજે પરિસ્થિતિ અલગ છે. તે વાસ્તવિકતામાં દૈનિક જીવનનો એક ભાગ બની ગયો છે. વાહન ઉપયોગમાં હોય તે સમય દરમિયાન ઓછામાં ઓછો માન્ય થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો મોટર વાહન અધિનિયમ અનુસાર ફરજિયાત છે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સની એક મુખ્ય ઊણપ એ છે કે તે થર્ડ-પાર્ટીને થયેલા નુકસાન અને ખોટને કવર કરે છે. છતાં, પૉલિસીધારકને થયેલ નુકસાન અને ખોટ માટે કોઈ ચુકવણી કરવામાં આવતી નથી. આને કારણે એક પ્રશ્ન થાય છે: શું એવી કોઈ પૉલિસી ઉપલબ્ધ છે જે તમને પોતાને થયેલ નુકસાન અને ખોટને પણ કવર કરે છે?? તેનો જવાબ છે 'હા'.’ આવી પૉલિસીઓને વ્યાપક પૉલિસીઓ કહેવામાં આવે છે. અને બીજો પ્રશ્ન એ છે, કે આ બે
કાર ઇન્શ્યોરન્સના પ્રકારો પૉલિસીઓ વચ્ચે કોઈ અન્ય તફાવત છે?? થર્ડ-પાર્ટી અને વ્યાપક ઇન્શ્યોરન્સ પૉલિસી વચ્ચેના તફાવતો વિશે વધુ માહિતી નીચે જણાવેલ છે.
તફાવતનો મુદ્દો |
થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ |
કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ |
અર્થ |
થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ એવી પૉલિસી છે જેમાં થર્ડ-પાર્ટી અને પૉલિસીધારક વચ્ચે અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટીને થયેલ નુકસાન અને ખોટને આવરી લેવામાં આવે છે. |
વ્યાપક ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટીને થયેલ તેમજ વિવિધ પરિસ્થિતિઓમાં પૉલિસીધારકને થયેલ નુકસાનને કવર કરે છે. |
કવરેજ |
થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ & નું કવરેજ તથા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા માત્ર થર્ડ-પાર્ટીને ઈજાઓ અને તેમના વાહનને થયેલ નુકસાનને કવર કરવામાં આવે છે. |
વ્યાપક ઇન્શ્યોરન્સ દ્વારા થર્ડ-પાર્ટીના નુકસાન અને ઈજાઓ અને પૉલિસીધારકને થયેલી ઈજાઓ અને તેના વાહનને થયેલ નુકસાનને કવર કરવામાં આવે છે. |
ઉપલબ્ધ ઍડ-ઑન્સ |
થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સમાં કોઈ ઍડ-ઑન્સ ઉપલબ્ધ નથી. |
વ્યાપક પૉલિસી તમારી જરૂરિયાતો મુજબ બનાવી શકાય છે. પર્સનલ ઇન્જરી પ્રોટેક્શન કવર, રોડસાઇડ આસિસ્ટન્સ, એન્જિન રિપ્લેસમેન્ટ, ઝીરો ડેપ્રિશિયેશન કવર જેવી વ્યાપક પૉલિસીઓમાં ઍડ-ઑન્સ ઉપલબ્ધ છે. અલબત્ત, આ તમામ માટે વધુ પ્રીમિયમ ચુકવવાનું રહે છે, પરંતુ તમે તે ખરીદી શકો છો. |
લાભ |
● રસ્તા પર વાહન ચલાવવા માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે, તેથી હાલના કાયદાઓનું પાલન કરવામાં તમારી મદદ કરે છે ● તે તમને થર્ડ-પાર્ટીના સંબંધમાં અકસ્માત સાથે સંકળાયેલ આર્થિક જોખમ સામે કવર કરે છે. ● કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં પણ તમારી બચત સલામત રહે છે, અને આ રીતે તમે ચિંતામુક્ત રહી શકો છો. ● થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ નું, વ્યાપક પૉલિસીની તુલનામાં પ્રીમિયમ ઓછું અને કૉસ્ટ-ઇફેક્ટિવ હોય છે. |
● તે થર્ડ-પાર્ટીના ખર્ચની સાથે સાથે તમારા વાહનના નુકસાનને પણ કવર કરે છે. ● તમે તમારી જરૂરિયાત મુજબ ઍડ-ઑન્સ ઉમેરીને તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો. ● તે પૂર જેવી કુદરતી આપત્તિઓ તથા આગ અને ચોરી જેવી કુદરતી ન હોય તેવી આપત્તિઓની સ્થિતિમાં નુકસાનને કવર કરે છે. ● જો તમે ઍડ-ઑન્સ પસંદ કરો છો, તો તે તમને રોડ આસિસ્ટન્સ અને ઝીરો ડેપ્રિશિયેશન કવર પણ પ્રદાન કરે છે, જે જરૂરિયાતના સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ● થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સની તુલનામાં પ્રીમિયમ વધુ હોય છે. |
મર્યાદાઓ |
● થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીની મુખ્ય ઊણપ એ છે કે તેમાં પૉલિસીધારકના વાહનને થયેલા નુકસાનને કવર કરવામાં આવતું નથી. ● ચોરી અથવા આગ જેવી પરિસ્થિતિઓના કિસ્સામાં આ પૉલિસી મદદરૂપ નિવડી શકતી નથી. |
● તે વાહનની સામાન્ય ઉંમર અને ઘસારાને કારણે થયેલા નુકસાનને કવર કરતું નથી. ● આ ઇન્શ્યોરન્સમાં વાહનના કેટલાક ચોક્કસ પાર્ટ્સ કવર કરવામાં આવતા નથી. તેથી જો તે ભાગોને કોઈપણ નુકસાન થાય, તો તેનો ખર્ચ માલિકે કરવાનો રહેશે, કાર ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નહીં. ● પરમાણુ હુમલા અથવા યુદ્ધ જેવી ઘટનાઓને કારણે થતાં નુકસાનના કિસ્સામાં પૉલિસીનો લાભ લઈ શકાતો નથી. |
પૉલિસીમાં આ સામેલ નથી |
● ડ્રિંક અને ડ્રાઇવના કિસ્સામાં થયેલ નુકસાન ● માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવું ● જાણીજોઇને કરવામાં આવેલ અકસ્માત ● ગેરકાયદેસર હેતુઓ માટે વાહનનો કરવામાં આવેલ ઉપયોગ ● અકસ્માત સિવાયની કોઈપણ પરિસ્થિતિને કારણે થયેલા નુકસાનને કવર કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે કોઈ કુદરતી અથવા માનવ-નિર્મિત આપત્તિને કારણે થયેલ નુકસાનની ચુકવણી કરવામાં આવશે નહીં. |
● ડ્રિંક અને ડ્રાઇવના કિસ્સામાં થયેલ નુકસાન. ● માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવું ● ખાસ એક ઍડ-ઑન તરીકે લેવામાં આવેલ ન હોય તો પરિણામી નુકસાન, એટલે કે, અકસ્માત પછી થતા નુકસાનને કવર કરવામાં આવતું નથી. ● યાંત્રિક ખામીને કારણે થયેલ નુકસાન વ્યાપક ઇન્શ્યોરન્સ પૉલિસીમાં આવરી લેવામાં આવતું નથી. ● યુદ્ધ અથવા બળવો અથવા પરમાણુ હુમલાને કારણે થતા નુકસાન અથવા ક્ષતિ ● જાણીજોઇને કરવામાં આવેલ અકસ્માત ● ગેરકાયદેસર હેતુઓ માટે વાહનનો કરવામાં આવેલ ઉપયોગ |
વારંવાર પૂછાતા પ્રશ્નો:
“હું 10 વર્ષની જૂની સેકન્ડ-હેન્ડ કાર ચલાવું છું. તો વ્યાપક ઇન્શ્યોરન્સ યોગ્ય છે કે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ??” નૈના દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન.
જો તમારી કાર સેકન્ડ-હેન્ડ અને 10 વર્ષ જૂની છે, તો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૂરતું રહેશે કારણ કે હવે તેના મૂળ મૂલ્યની તુલનામાં કારનું મૂલ્ય નોંધપાત્ર રીતે ઓછું છે, અને થયેલ નુકસાન પર તમારે વધુ ખર્ચ થશે નહીં.
“મારી પાસે એક નવી અને ખૂબ જ મોંઘી કાર છે, જેનો હું ઑફિસે જવા નિયમિતપણે ઉપયોગ કરું છું. તો વ્યાપક ઇન્શ્યોરન્સ વધુ યોગ્ય છે કે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ??” પરેશ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન.
કાર નવી હોવાથી તથા તેનું મૂલ્ય વધુ હોવાથી વ્યાપક પૉલિસી લેવાની સલાહ આપવામાં આવે છે, તેથી જો કારને કોઈપણ નુકસાન થાય છે, તો તમારે મોટો ખર્ચ થઈ શકે છે.
જવાબ આપો