સવારના 9 વાગ્યા છે, અને શ્રી કેશવ પહેલેથી જ કામ પર પહોંચવામાં મોડા પડયા છે. તેઓ પોતાની બેગ લઈને કામે જવા નીકળે છે, પરંતુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાને બદલે તેઓ પોતાની બાઇક લેવાનું પસંદ કરે છે. રસ્તામાં તેમને ટ્રાફિક અધિકારીઓ દ્વારા સામાન્ય તપાસ માટે રોકવામાં આવે છે. તે સમયે શ્રી કેશવને યાદ આવે છે કે તેઓ પોતાના વાહનના ડૉક્યૂમેન્ટ ઘરે ભૂલી ગયા છે! મોટર વાહન અધિનિયમ, 2019 માં કરવામાં આવેલ સુધારેલ અનુસાર, વિવિધ ટ્રાફિક કાયદાઓના ઉલ્લંઘન બદલ કરવામાં આવતા દંડમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં, શ્રી કેશવને ચોક્કસપણે તેમની બેદરકારીનો અનુભવ તેમના ખિસ્સા પર થશે. તેમના કિસ્સામાં, આ નિયમો જણાવે છે કે દરેક મોટર વાહનના માલિકે વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), પ્રદૂષણ નિયંત્રણ (પીયુસી) સર્ટિફિકેટ અને
મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સર્ટિફિકેટની એક કૉપી રાખવી આવશ્યક છે. પરંતુ શું તમને ખબર છે કે તમારે હવે આ ડૉક્યૂમેન્ટની છાપેલી કૉપી સાથે રાખવાની જરૂર નથી? અને હવે તો આપણામાંના મોટાભાગના લોકો ખિસ્સામાં સ્માર્ટફોન લઈ જાય છે. ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ ઘણા કાયદાઓમાં સુધારાઓને કારણે છાપેલા ડૉક્યૂમેન્ટ લઈ જવાની જરૂરિયાત રહેતી નથી. કેન્દ્રીય મોટર વાહનના નિયમોમાં તાજેતરના સુધારામાં પણ તે જોવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે કોઈપણ વ્યક્તિ તેમના આરસી, પીયુસી તેમજ ટૂ-વ્હીલર /
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં લઈ જઈ શકે છે. આ માટે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા બે મોબાઇલ એપ્લિકેશનોને અધિકૃત કરવામાં આવી છે: ડિજિલૉકર અને એમપરિવહન. તમારા ડૉક્યૂમેન્ટની એક ડિજિટલ કૉપી આમાંથી કોઈપણ એપ્લિકેશનમાં સ્ટોર કરી શકાય છે અને જરૂર પડે ત્યારે ટ્રાફિક અધિકારીઓને પ્રસ્તુત કરી શકાય છે.
આ પણ વાંચો:
ભારતમાં કાર ચલાવવા માટે ફરજિયાત ડૉક્યૂમેન્ટનું લિસ્ટ
ડિજિલૉકર
ડિજિલૉકર, કે જે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી (એમઇઆઇટીવાય) મંત્રાલયની એક પહેલ છે, જેના દ્વારા પ્રમાણિત ડિજિટલ ડૉક્યૂમેન્ટ ત્વરિત ઉપલબ્ધ રહે છે. વધુમાં, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ડિજિટલ લૉકર સુવિધાઓ પ્રદાન કરતી મધ્યસ્થી સંસ્થાઓ દ્વારા માહિતીનું સંરક્ષણ અને જાળવણી) નિયમો, 2016 મુજબ આ ડૉક્યૂમેન્ટ છાપેલા ડૉક્યૂમેન્ટ જેટલા જ માન્ય છે. તમે મોબાઇલ તેમજ વેબ બંને પર આ સુવિધાને ઍક્સેસ કરી શકો છો. ડિજિલૉકર સુવિધાનો ઉપયોગ કરીને, તમે માત્ર તમારું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જ નહીં, પરંતુ ઇ-આધાર અને તેવા અન્ય ડૉક્યૂમેન્ટ પણ સંગ્રહિત કરી શકો છો. વધુમાં, તમે શિક્ષણ, બેન્કિંગ અને ઇન્શ્યોરન્સ ક્ષેત્ર હેઠળ રજિસ્ટર્ડ સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા ડૉક્યૂમેન્ટ પણ ઇમ્પોર્ટ કરી શકો છો.
ડિજિલૉકરમાં ડૉક્યૂમેન્ટ કેવી રીતે સ્ટોર કરવા?
આ પ્રક્રિયા સરળ છે, જેમાં તમારે આધાર આધારિત વેરિફિકેશન દ્વારા એપ્લિકેશનમાં લૉગ-ઇન કરવાનું હોય છે. ત્યાર બાદ, રજિસ્ટર્ડ ડેટાબેઝમાંથી ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત કરવાના હોય છે. આ ડૉક્યૂમેન્ટમાં તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો સમાવેશ થાય છે. મોટર ઇન્શ્યોરન્સ કંપનીઓ ડિજિલૉકર સાથે ટાઇ-અપ ધરાવે છે, જેને કારણે તમે ડિજિટલ કાર અને
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટ સ્ટોર કરી શકો છો. જો કે, આ એપ્લિકેશન પર તમારા પીયુસીને સ્ટોર કરી શકતું નથી, એટલે કે તમારે હજુ પણ તેની ફિઝિકલ કૉપી સાથે રાખવાની રહેશે.
આ પણ વાંચો:
પીયૂસી સર્ટિફિકેટ: તમારે જાણવા યોગ્ય તમામ બાબતો
એમપરિવહન
એમપરિવહન એ વાહનના ડૉક્યૂમેન્ટ અને ડ્રાઇવરની વિગતોના પેપરલેસ વેરિફિકેશનને સુવિધાજનક બનાવવા માટે ડિઝાઇન કરેલ એક એપ્લિકેશન છે. આ એક સરળ એપ્લિકેશન છે જે તમારા સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકાય છે. તમારા વાહનની રજિસ્ટ્રેશનની વિગતો દાખલ કરો, જેના પછી તમે તમારી કાર અથવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સહિત આ માન્ય ડૉક્યૂમેન્ટ પ્રદાન કરી શકો છો.
એમપરિવહનમાં ડૉક્યૂમેન્ટ કેવી રીતે સ્ટોર કરવા?
ગૂગલ પ્લે સ્ટોર અથવા iOS એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરો. તમારે આ એપમાં ડૉક્યૂમેન્ટ જોવા માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, પણ જ્યારે તમે ફિઝિકલ ડૉક્યૂમેન્ટની ઝંઝટ વગર મુસાફરી કરવા માંગો છો ત્યારે રજિસ્ટ્રેશન ઉપયોગી બને છે. એક સરળ, ઓટીપી આધારિત પ્રક્રિયા વડે તમે સાઇન-ઇન કરી શકો છો. સફળતાપૂર્વક સાઇન-અપ કર્યા પછી, તમે એક એકાઉન્ટ બનાવી શકો છો અને તમારા લાઇસન્સ અને વાહન રજિસ્ટ્રેશન જેવા વર્ચ્યુઅલ ડૉક્યૂમેન્ટ સ્ટોર કરી શકો છો. એપ હેઠળ માય આરસી અને માય ડીએલ સેક્શન પર નેવિગેટ કરો અને તમારા ડૉક્યૂમેન્ટ ઉમેરો અને ચિંતા વગર મુસાફરી કરો.
આ પણ વાંચો:
ભારતમાં ટ્રાફિક ચલાન અપડેટ: સંપૂર્ણ માર્ગદર્શિકા
વાહનના દસ્તાવેજો માટે ડિજિટલ સ્ટોરેજ
ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ ઘણા કાયદાઓમાં સુધારાઓને કારણે છાપેલા ડૉક્યુમેન્ટ્સ લઈ જવાની જરૂરિયાત રહેતી નથી. કેન્દ્રીય મોટર વાહનના નિયમોમાં તાજેતરના સુધારામાં પણ તે જોવામાં આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે કોઈપણ વ્યક્તિ તેમના આરસી, પીયુસી તેમજ ટૂ-વ્હીલર/કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યૂમેન્ટ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં લઈ જઈ શકે છે. આ માટે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા બે મોબાઇલ એપ્લિકેશનોને અધિકૃત કરવામાં આવી છે: ડિજિલૉકર અને એમપરિવહન. તમારા દસ્તાવેજોની એક ડિજિટલ કૉપી આમાંથી કોઈપણ એપ્લિકેશનમાં સ્ટોર કરી શકાય છે અને જરૂર પડે ત્યારે ટ્રાફિક અધિકારીઓને પ્રસ્તુત કરી શકાય છે.
આ પણ વાંચો:
2019 માં મોટર વાહન અધિનિયમના પ્રસ્તાવિત સુધારાઓ
કૃપા કરીને ભારે ટ્રાફિક દંડ ચૂકવવાથી બચવા માટે આ સરસ એપ્સ વિશે માહિતગાર રહો. ઉપરોક્ત ઉદાહરણની જેમ, ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ સહિત તેમના કોઈપણ ડૉક્યૂમેન્ટ પ્રસ્તુત કરવા માટે એપ્લિકેશનોનો ઉપયોગ કરીને શ્રી કેશવ દંડથી બચી શક્યા હોત.
જવાબ આપો