વિવિધ ઇલેક્ટ્રિક વાહનોના લૉન્ચ સાથે, ગ્રાહકોએ પોતાની પરંપરાગત બાઇક બદલીને ઇલેક્ટ્રિક બાઇક લીધી છે. તે પસંદગી માટેનો એક વાજબી અને પર્યાવરણ-અનુકૂળ વિકલ્પ છે. જો તમારી પાસે ઇલેક્ટ્રિક બાઇક હોય અથવા ખરીદવાની યોજના બનાવતા હોવ તો તેને ચલાવવા માટે તમને લાઇસન્સની જરૂરિયાત વિશે વિચાર આવી શકે છે. સતત પરિવર્તનશીલ સમયમાં પરિવહન કાયદાઓ વિશે જાણકાર રહેવું મુશ્કેલ બની શકે છે. મોટાભાગના લોકો નિયમિત વાહનો માટેના કાયદા અને ડ્રાઇવરના લાઇસન્સની જરૂરિયાત વિશે જાણે છે. જો કે, ઇલેક્ટ્રિક વાહન ખરીદ્યું હોય તેવા લોકોને તેના વિશેના કાયદા અંગે અવઢવ હોઈ શકે છે. આ ઉપરાંત, તેઓ એ પણ સમજવા માંગતા હોય છે કે કેવી રીતે ખરીદવો એક
ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ દેશમાં.
શું ભારતમાં ઇલેક્ટ્રિક બાઇક માટે લાઇસન્સની જરૂર છે?
જો તમે કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિક બાઇક ચલાવવા માંગતા હોવ, તો તમારે મોટરસાઇકલ લાઇસન્સની જરૂર પડશે. ઓછી ઝડપ મર્યાદા ધરાવતા વાહનો જ આમાં એકમાત્ર અપવાદ છે. જ્યારે તમારી પાસે મોટરસાઇકલ લાઇસન્સ હોય, ત્યારે તમે માત્ર ટૂ-વ્હીલર મોટરસાઇકલ જ ચલાવી શકો છો. જો કે, તે કોઈપણ ઇલેક્ટ્રિક કાર અથવા બાઇક સિવાયના અન્ય કોઈ ઇલેક્ટ્રિક વાહન ચલાવવા માટે માન્ય નથી. વિવિધ હૉર્સપાવર, ઝડપ અને વિશેષતાઓ ધરાવતા ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોની વિશાળ શ્રેણી છે. સમસ્યા એ છે કે ઇલેક્ટ્રિક મોટરબાઇકનો ઘણીવાર ઇલેક્ટ્રિક બાઇક, ઇ-બાઇક અને સ્કૂટર તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ઉપરાંત, મોટરસાઇકલને મોટરબાઇક તરીકે ઓળખવામાં આવે છે અને કાયદાની અસ્પષ્ટ વ્યાખ્યાને કારણે, તે કેટલાક લોકોને મૂંઝવણમાં મૂકી શકે છે. તમારી પાસે રહેલી ઇલેક્ટ્રિક બાઇકના પ્રકારને ધ્યાનમાં લીધા વિના, તમારી પાસે હોવું જોઈએ તેના માટે લાઇસન્સ અને એક
ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી. તમારા રહેઠાણના રાજ્યના નિયમો તપાસી લેવા એ સર્વોત્તમ છે. વધુમાં, બાઇક ઉત્પાદક તમને ઇલેક્ટ્રિક બાઇકની કાયદાકીય આવશ્યકતાઓ વિશે માર્ગદર્શન આપી શકે છે.
1. ભારતમાં લાઇસન્સની જરૂર ન હોય તેવી ઇલેક્ટ્રિક બાઇક
વર્તમાન નિયમો મુજબ મહત્તમ 250 વૉટ અથવા મહત્તમ 25kmph ની ઝડપ ધરાવતી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નથી. ઉપરાંત, ઇ-સ્કૂટર આ તરીકે વર્ગીકૃત કરવાની જરૂરિયાતોને પણ પૂર્ણ કરતા નથી ‘
મોટર વાહન’. *
2. ભારતમાં લાઇસન્સની જરૂર હોય તેવી ઇલેક્ટ્રિક બાઇક
250 વૉટથી વધુ પાવર જનરેટ કરતી મોટર ધરાવતી ઇલેક્ટ્રિક બાઇકને ભારતમાં લાઇસન્સની જરૂર છે. આ ઉપરાંત, જો તમારી ઇલેક્ટ્રિક બાઇકની ટોચની સ્પીડ 25 kmph કરતાં વધુ હોય, તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર છે. આ વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર છે. તમે તમારી ઇલેક્ટ્રિક બાઇક માટે ઉપલબ્ધ ફેમ-II રાજ્ય-વિશિષ્ટ સબસિડીઓ વિશે તપાસ કરી શકો છો. * ફેમ-II એ ત્રણ વર્ષના સબસિડી પ્રોગ્રામનો બીજો તબક્કો છે. બીજા તબક્કાનો હેતુ સાર્વજનિક અને શેર થતા પરિવહનના ઇલેક્ટ્રિફિકેશન માટે સહાય પ્રદાન કરવાનો છે. તમારી પાસે ઇલેક્ટ્રિક બાઇક હોવાથી, તમે તેના માટે પાત્ર હોઈ શકો છો. તેથી, જ્યારે એ પ્રશ્ન ઊભો થાય કે "શું અમને ઇલેક્ટ્રિક બાઇક માટે લાઇસન્સની જરૂર છે?", ત્યારે જવાબ તમારી માલિકીના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરના પ્રકાર પર આધારિત રહેશે. જો તમે લાઇસન્સ વગર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર વાહન લેવા ઈચ્છતા હોવ, તો તમારી પાસે માત્ર ઓછી સ્પીડ ધરાવતા વિકલ્પો ઉપલબ્ધ છે.
ભારતમાં ઇલેક્ટ્રિક બાઇક માટેના અન્ય કાયદા અને ઉંમર મર્યાદા
એકવાર તમારા ઇલેક્ટ્રિક સ્કૂટરને લાઇસન્સની જરૂર છે કે નહીં એ સમજ્યા પછી, આગામી પગલું ઇલેક્ટ્રિક બાઇક સંબંધિત અન્ય કાયદાઓ અને ઉંમરની મર્યાદાઓને સમજવાનું રહેશે. ઇલેક્ટ્રિક બાઇક સંબંધિત લાઇસન્સ સિવાયના કેટલાક આવશ્યક મુદ્દાઓ અહીં આપેલ છે:
- ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવાની ઉંમર મર્યાદા 16 વર્ષ અને વધુની છે. *
- ઇ-સ્કૂટર લાઇસન્સ મેળવવા માટે 16 અને 18 વર્ષની વચ્ચેના કિશોરોએ જરૂરી ટેસ્ટ આપવાની રહેશે. *
- 16 થી 18 વર્ષની વય જૂથને 50 cc સુધીના મર્યાદિત એન્જિન સાઇઝ ધરાવતા ઇલેક્ટ્રિક સ્કૂટરને ચલાવવાની પરવાનગી છે. *
- ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બાઇકમાં લીલા રંગની લાઇસન્સ પ્લેટ હશે. *
વર્તમાન સમયમાં ઇલેક્ટ્રિક બાઇક સૌથી વધુ પસંદ કરવામાં આવેલ વાહન છે. ઇલેક્ટ્રિક બાઇક વિશે નોંધ કરવા લાયક એક મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમાં કોઈ ધુમાડો અથવા અન્ય કોઈ ઝેરી તત્વો ઉત્સર્જિત થતા નથી. ઇલેક્ટ્રિક બાઇક દ્વારા પ્રદાન કરવામાં આવતા અનેક ફાયદાઓને કારણે તે ભારતમાં અત્યંત લોકપ્રિય બની ગયા છે. ઇલેક્ટ્રિક વાહન માટે જરૂરી લાઇસન્સ સાથે, તમારી પાસે ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ પણ હોવું જરૂરી છે. જો તમારી પાસે ઇલેક્ટ્રિક બાઇક હોય, તો થર્ડ-પાર્ટી ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. તેમ છતાં, જો તમને સંપૂર્ણ કવરેજ જોઈતું હોય, તો તમારે તેના બદલે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરવો જોઈએ. કોમ્પ્રિહેન્સિવ કવર સાથે, નિશ્ચિંત રહો કે સામાન્ય રીતે તમારી કારને જાળવવામાં અને કોઈપણ આફત સામે તેને સુરક્ષિત રાખવામાં થતા તમામ ખર્ચને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કવર કરવામાં આવે છે.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો