રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Penalty for Driving Without Insurance
જાન્યુઆરી 7, 2022

ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ માટે દંડ

માર્ગ સલામતી એ આપણા દેશમાં વિકાસનો મુખ્ય મુદ્દો છે. 2019 માં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા શેર કરેલા રિપોર્ટ મુજબ, અકસ્માત સંબંધિત મૃત્યુ 1,51,113 હતા. આ આંકડો ખરેખર ચિંતાનો વિષય છે. ભારત સરકાર આવા મૃત્યુના આંકને અડધો કરવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. વર્ષ 2019 નોંધપાત્ર છે, કારણ કે તેમાં માર્ગ સલામતી સંબંધિત પ્રયત્નોની પરાકાષ્ઠા જોવા મળી હતી. મોટર વાહન સુધારા અધિનિયમ 2019 નો અમલ. શિસ્ત લાવવા અને નાગરિકને વધુ જવાબદાર બનાવવા માટે ટ્રાફિકનું ઉલ્લંઘન કરવા માટેના દંડમાં અત્યંત વધારો. મોટર ઇન્શ્યોરન્સ તમને, તમારા વાહનને અથવા થર્ડ-પાર્ટીને કોઈપણ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે વળતર આપવા માટે નાણાંકીય સહાયતા પ્રદાન કરે છે. ભારતમાં વાહન ઇન્શ્યોરન્સ મહત્વપૂર્ણ છે. આપણા દેશમાં થતા મોટર વાહનના અકસ્માતોને ધ્યાનમાં રાખીને તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

મોટર વાહન અધિનિયમ શું છે?

મોટર વાહન અધિનિયમ મુજબ, ભારતીય માર્ગો પર ચાલતા તમામ વાહનો માટે વાહન ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. પૉલિસીધારક પાસે, ભૂલ્યા વગર, મૂળભૂત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું જોઈએ. જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડવા અને બેફામ વાહન ચલાવવાથી રોકવા માટે, ભારત સરકારે 2019 માં મોટર વાહન અધિનિયમમાં કેટલાક સુધારા કર્યા હતા. વાહન ધરાવતી દરેક વ્યક્તિએ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટ સાથે રાખવાની રહેશે. જો કોઈ વ્યક્તિ પૉલિસી ડૉક્યૂમેન્ટ વગર મળે છે, તો તેમણે ₹2,000 સુધીનો દંડ ચૂકવવાનો રહેશે.

શું ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે?

મોટર વાહન અધિનિયમ, 1998 મુજબ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વગર ડ્રાઇવિંગ કરવું કાયદા વિરુદ્ધ છે. ભારતમાં, આપણે જાણીએ છીએ કે થર્ડ પાર્ટી જવાબદારી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. એમવી અધિનિયમ, 2019 માં સુધારા પછી, વધારે પડતાં ટ્રાફિક દંડને ટાળવા માટે તે વિશે જાણવું સમજદારીભર્યું બની ગયું છે.

ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ માટે દંડ

2019 ના સુધારેલ મોટર વાહન અધિનિયમ મુજબ, ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવા માટેનો દંડ પ્રથમ અપરાધ માટે ₹ 2,000 અને પછીના અપરાધ માટે ₹ 4,000 છે. તેમાં કાયદાની વિવેકબુદ્ધિ પ્રમાણે 3 મહિના માટે જેલ પણ થઈ શકે છે. ઉપરોક્ત દંડ "ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ" અપરાધ માટે સેક્શન 196 મુજબ લાગુ પડે છે. ભારતીય માર્ગો પર દોડવા માટે, વાહન ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. કાયદાનું પાલન ન કરનાર દરેક વ્યક્તિએ ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ બદલ દંડની ચુકવણી કરવાની રહેશે ત્યારબાદ અન્ય પરિણામો ભોગવવાના રહેશે.

ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગના અન્ય પરિણામો

ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવા માટે અન્ય પરિણામો/દંડ વિશે વિચાર કરો છો. દરેક દેશમાં દંડની અલગ સંરચના હોય છે. નીચે કેટલીક સામાન્ય સજાઓનું લિસ્ટ છે:
  • ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરવા માટેનો દંડ ડ્રાઇવિંગ લાઇસન્સના સસ્પેન્શન તરફ દોરી શકે છે.
  • આવા કિસ્સાઓમાં વાહનનું રજિસ્ટ્રેશન પણ સસ્પેન્ડ કરી શકાય છે.

શું તમામ વાહનો પર સમાન દંડ લાગુ પડે છે?

તમારી પાસે ટૂ/ફોર-વ્હીલર છે કે કોઈ અન્ય વ્યવસાયિક વાહન છે, તેને ધ્યાનમાં લીધા વગર, યોગ્ય ઇન્શ્યોરન્સ ધરાવવું મહત્વપૂર્ણ છે. દંડને ટાળવા માટે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હોય તે સુનિશ્ચિત કરો. આજે વાહન ઇન્શ્યોરન્સ ની ખરીદી સરળ અને ઝંઝટ મુક્ત છે. તમે ઇન્શ્યોરન્સ ના હોવાના કારણે દંડની ચુકવણી કરવાનું ચોક્કસપણે નહીં ઈચ્છતા હોવ.

જો પોલીસ તમને ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરતા પકડે તો શું થશે?

  • વાહનને નિયુક્ત બૂથ પર રોકી શકાય છે
  • વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ બતાવવાની જરૂર પડે છે. આ ડૉક્યૂમેન્ટ રજૂ કરવામાં નિષ્ફળતાના પરિણામે અતિરિક્ત દંડ જારી કરી શકાય છે
  • ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ માટેના દંડમાં તરત જ ચાલાન જારી કરવાનો સમાવેશ થાય છે. ચાલાનની રકમ ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે ચૂકવી શકાય છે

દંડની ચુકવણી કેવી રીતે કરવી?

ઉપર ચર્ચા કર્યા મુજબ, ચાલાન રકમની ચુકવણી સરળ છે અને તે નીચેની બે રીતે કરી શકાય છે.

ઑનલાઇન

  1. રાજ્ય પરિવહન સંસ્થાની વેબસાઇટની મુલાકાત લો.
  2. ઇ-ચાલાનની ચુકવણી અથવા ટ્રાફિકના ઉલ્લંઘન માટેની ચુકવણીના સેક્શન હેઠળ, વાહનની તમામ વિગતો દાખલ કરો.
  3. કૅપ્ચા કોડ દાખલ કરો. સુવિધાજનક ચુકવણી વિકલ્પ પસંદ કરો અને દેય રકમની ચુકવણી કરો.
  4. ચુકવણીની કન્ફર્મેશન રસીદ તમારી સાથે શેર કરવામાં આવશે.

ઑફલાઇન

  1. નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનની મુલાકાત લો.
  2. નિયુક્ત અધિકારીનો સંપર્ક કરો જે તમને ચુકવવાની જરૂર હોય તેવી દંડની રકમ વિશે જણાવશે.
  3. દંડ ક્લિયર કરવા માટે રકમ ચૂકવો.
ચાલાનની ચુકવણી ના કરનાર દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે જો તેઓ બીજી વખત પકડાશે તો ત્યારે વધારે દંડ લાદવામાં આવશે.

દંડથી બચવા માટેની ટિપ્સ

તમે ચોક્કસપણે ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ માટે દંડ ચૂકવવા માંગતા નથી. સામાન્ય રીતે દંડને ટાળવા માટે કેટલીક સરળ છતાં ઉપયોગી ટિપ્સ આ પ્રમાણે છે:
  • વાહન સંબંધિત તમામ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો. મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટમાં પોલ્યુશન સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વગેરેનો સમાવેશ થાય છે.
  • ખાતરી કરો કે વાહન ઇન્શ્યોરન્સ પેપર્સને સમયસર રિન્યુ કરવામાં આવે છે. વાહનને માર્ગ પર લઈ જતા પહેલાં હંમેશા ઇન્શ્યોરન્સ પેપર તપાસો. સૌથી મહત્વપૂર્ણ, થર્ડ-પાર્ટી જવાબદારી કવર કોઈપણ સમયે ચૂકવું જોઈએ નહીં.

સંક્ષિપ્તમાં

સંભાળપૂર્વક રહેવાથી અકસ્માતને ઘટાડી શકાય છે. અને જો તેમ ના થાય, તો ક્યારેક તે ખરેખર ગંભીર પરિણામો તરફ દોરી શકે છે. તમામ ડૉક્યૂમેન્ટ હાથવગા, અપ-ટૂ-ડેટ અને સલામત રાખવા મહત્વપૂર્ણ છે. તમે ઇન્શ્યોરન્સ ના હોવાના કારણે દંડની ચુકવણી તો નથી જ ઈચ્છતા. ટ્રાફિક અને માર્ગ સલામતીના નિયમોનું પાલન આપણી સુરક્ષા માટે કરવું જોઈએ. ઝડપ થ્રિલ આપી શકે છે પરંતુ જવાબદાર ડ્રાઇવિંગ મહત્વપૂર્ણ છે. ઉપરાંત, એક માન્ય કાર / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ તમને કોઈપણ અનપેક્ષિત નાણાંકીય તકલીફોથી બચાવવા માટે વરદાન બની શકે છે. સલામત રીતે અને જવાબદારીપૂર્વક ડ્રાઇવ કરો. શ્રેષ્ઠ ડ્રાઇવરો જાણતા હોય છે કે તેમણે સાવચેત રહેવું જરૂરી છે. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે