રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
First Party Bike Insurance
31 માર્ચ, 2021

બાઇક માટે ફર્સ્ટ પાર્ટી ઇન્શ્યોરન્સ શું છે?

નવી બાઇક અથવા સ્કૂટર ખરીદ્યું છે? સરસ! પરંતુ શું તમે તેના માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદ્યો છે? જો નહીં, તો તમારે હમણાં જ તે ખરીદવો જોઈએ. ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી માત્ર જરૂરી જ નથી, પરંતુ તમારી નવી બાઇક અથવા સ્કૂટર માટે ફરજિયાત પણ છે. ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે અમુક લોકોને મૂંઝવણ થઈ શકે છે એ સમજી શકાય છે. કારણ કે બે મૂળભૂત ઇન્શ્યોરન્સ પ્લાનમાંથી પસંદગી કરવાની હોય છે, જેના નામ છે:  
  • 1st પાર્ટી ઇન્શ્યોરન્સ
  • થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ
  વપરાશકર્તા માટે પ્રશ્ન કરવા ખૂબ જ સહજ છે, બાઇક માટે 1st પાર્ટી ઇન્શ્યોરન્સ અથવા થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ શું છે. જો તમે તે વપરાશકર્તાઓમાંથી એક છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. વધુ જાણવા માટે વાંચતા રહો!  

બાઇક માટે 1st પાર્ટી ઇન્શ્યોરન્સ શું છે?

ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ એક પૉલિસી છે, જે વ્યક્તિ સીધી ઇન્શ્યોરર અથવા ફર્મ પાસેથી ખરીદે છે. તેનું બીજું નામ છે કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી. ફર્સ્ટ પાર્ટી પૉલિસી વિશેની શ્રેષ્ઠ વાત એ છે કે તે તમને લગભગ બધી વસ્તુ સામે કવર પ્રદાન કરે છે. તમારી બાઇકને અકસ્માતમાં અથવા કુદરતી આપત્તિમાં નુકસાન થાય છે, તો તમને તમારી પાસે હોય તે ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સનો ચોક્કસપણે લાભ મળશે. અહીં ફર્સ્ટ-પાર્ટી પૉલિસીના કેટલાક મહત્વપૂર્ણ તત્વો છે:  
  • પોતાના નુકસાનનું કવર: તમને અથવા તમારા વાહનને થયેલ કોઈપણ નુકસાનને આમાં કવર કરી લેવામાં આવશે.
  • થર્ડ-પાર્ટી જવાબદારી: જો કોઈ અકસ્માતમાં, તમારા કારણે થર્ડ પાર્ટીને કોઈપણ નુકસાન થાય, તો તેને પણ કોમ્પ્રિહેન્સિવ પૉલિસીમાં કવર કરી લેવામાં આવશે.
  • પર્સનલ એક્સિડન્ટ કવર: ફર્સ્ટ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ પાસે પીએ પણ છે (પર્સનલ એક્સિડન્ટ) પૉલિસીમાં કવરની સુવિધા. જો ઇન્શ્યોરન્સ લેનારને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થાય તો તેને રૂ. 15 લાખ સુધી ચૂકવવામાં આવે છે.
  આ સિવાય, તમે તમારી પૉલિસીમાં ઍડ-ઑન પણ શામેલ કરી શકો છો જેમ કે પિલિયન માટે કવર, ઝીરો ડેપ્રિશિયેશન, રોડસાઇડ આસિસ્ટન્સ અને રિટર્ન ટૂ ઇનવૉઇસ. તમને ફર્સ્ટ પાર્ટી પૉલિસી અથવા કોમ્પ્રિહેન્સિવ પૉલિસી વિશે એકમાત્ર ઊણપ લાગી શકે છે, તે એનું પ્રીમિયમ છે. આ પ્રકારની પૉલિસીનું પ્રીમિયમ વધુ હોય છે, અને તેથી તમને મળતું વળતર પણ વધુ છે. કોમ્પ્રિહેન્સિવ કવર હેઠળ કવર કરી લેવામાં આવતા અન્ય પાસાંઓ:  
  • આગથી નુકસાન
  • પૂરથી નુકસાન
  • તોડફોડ
  • ચોરી
 

શું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર ફર્સ્ટ પાર્ટી કવર કરતાં વધુ સારું છે?

આ પ્રશ્નના જવાબ તરફ આગળ વધતા પહેલાં, ચાલો જાણીએ કે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી કવર શું હોય? થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ એ એક કવર છે જે તમને અકસ્માતમાં થર્ડ પાર્ટીને થયેલા નુકસાન માટે વળતર પ્રદાન કરે છે. જો તમારી બાઇકને અકસ્માતમાં નુકસાન થાય છે, તો અન્ય પાર્ટી દ્વારા, જો તેમની પાસે ટીપી (થર્ડ પાર્ટી) કવર હોય, તો તેના માટે ચુકવણી કરવામાં આવશે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ તમારી બાઇકને થયેલા કોઈપણ નુકસાન માટે ચુકવણી કરતું નથી. પરંતુ, જો તમારા ટીપી કવરની સાથે પીએ કવર પણ હોય, તો તમને કોઈપણ ઈજા થવાની સ્થિતિમાં વળતર મળી શકે છે. મુખ્ય પ્રશ્ન એ છે કે, શું ફર્સ્ટ પાર્ટી કવર કરતાં થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર વધુ સારું છે? તે માત્ર જૂના વાહનો માટે લાભદાયી છે, જે ધરાવે છે ઓછી ઇન્શ્યોરન્સની આઇડીવી. જો તમારી પાસે જૂની બાઇક છે જે તમે અવારનવાર ડ્રાઇવ કરો છો, તો તમે તેના માટે ટીપી કવર મેળવી શકો છો. પ્રીમિયમ ઓછું હશે. જો કે, જો તમારી બાઇક નવી હોય અને તેની આઇડીવી વધારે હોય, તો ફર્સ્ટ-પાર્ટી કવર પસંદ કરવું શ્રેષ્ઠ છે.  

મારો ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારી શકાય છે?

હા, તમારો ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં નકારી શકાય છે જેમ કે:  
  • જો વાહનનો ડ્રાઇવર નશીલી દવાઓના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરી રહ્યો હોય.
  • જો ડ્રાઇવર લાઇસન્સ વિના વાહન ડ્રાઇવ કરી રહ્યો હોય તો પણ તમારો ક્લેઇમ નકારી શકાય છે.
  • જો તમે વ્યવસાયિક હેતુઓ માટે અથવા રેસિંગ અને સ્ટન્ટ જેવા હેતુઓ માટે તમારા ખાનગી વાહનનો ઉપયોગ કરી રહ્યા છો.
  • જો પૉલિસીની સમયસીમા સમાપ્ત થયા પછી તમે કવરનો ક્લેઇમ કરી રહ્યા છો.
  • જો તમે તમારી પૉલિસીમાં કવર ન હોય તેવી કોઈ ઘટના માટે ક્લેઇમ કરી રહ્યા છો.
 

તમે ફર્સ્ટ પાર્ટી ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરી શકો છો?

તમે બાઇક માટે 1st પાર્ટી ઇન્શ્યોરન્સ શું છે તે વિશે સારી રીતે જાણો છો, હવે જો કોઈ દુર્ઘટના થાય તો 1st પાર્ટી કવરનો ક્લેઇમ કેવી રીતે કરવો તે જાણવાનો સમય આવી ગયો છે. તેના પગલાં અહીં આપેલ છે:  
  • જો તમારી બાઇકને અકસ્માત થાય છે અથવા કુદરતી આપત્તિમાં નુકસાન થાય છે, તો સૌપ્રથમ તે વિશે ઇન્શ્યોરરને જાણ કરો અને એફઆઇઆર ફાઇલ કરો.
  • એકવાર ઇન્શ્યોરરને જાણ કર્યા પછી, સર્વેયર બાઇકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે આવશે.
  • નિરીક્ષણ પછી; ઇન્શ્યોરર બાઇકના રિપેર કાર્યને શરૂ કરશે. જો તમે તમારી પસંદગી મુજબ રિપેર કાર્ય કરાવવા માંગો છો, તો તમારે તમારા ખિસ્સામાંથી શુલ્કની ચુકવણી કરવી પડશે જેના માટે ઇન્શ્યોરર દ્વારા નિશ્ચિત લિમિટ સુધી રિઇમ્બર્સ કરવામાં આવશે. જો તમે ઇન્શ્યોરર દ્વારા પસંદ કરેલી રિપેરકામની દુકાન પસંદ કરો છો, તો તમારે કોઈ શુલ્ક ચૂકવવાની જરૂર નથી. તેની ચુકવણી ઇન્શ્યોરર કરશે.
 

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?
મોટર વાહન અધિનિયમ, વ્યક્તિ પાસે તેમના વાહન માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે. જો કે, ફર્સ્ટ-પાર્ટી ઇન્શ્યોરન્સ લેવો જરૂરી નથી. જો તમારી બાઇક નવી છે, તો તે ખરીદવો સારું રહેશે.  
  1. મારી બાઇકનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેટલું રહેશે?
જોકે પ્રીમિયમની રકમ બહુવિધ પરિબળો દ્વારા નિર્ધારિત થાય છે, પરંતુ જો અમારે કોઈ ચોક્કસ રેન્જ નિર્ધારિત કરવાની હોય, તો તે બાઇકની એન્જિન ક્ષમતા પર આધારિત રહેશે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ એ એન્જિનના સીસીના આધારે ₹ 450 - ₹ 2400 વચ્ચે અલગ અલગ હોઈ શકે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે