મોટર વાહન ચલાવતી વખતે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પીયુસી સર્ટિફિકેટ અને ઇન્શ્યોરન્સ પૉલિસી જેવા કેટલાક ડૉક્યૂમેન્ટ હાથવગા હોવા જરૂરી છે. આની જરૂરિયાત કાર હોય કે બાઇક, તે સૌ માટે સમાન છે. 1988 ના મોટર વાહન અધિનિયમમાં આ રેગ્યુલેટરી આવશ્યકતાઓ નિર્ધારિત કરવામાં આવી છે, અને તેનું પાલન કરવામાં ન આવે તો ભારે દંડ થાય છે. તમે દંડ ભરવો પડે તેમ નહીં ઈચ્છો, બરાબર? બાઇક ઇન્શ્યોરન્સ એ ટૂ-વ્હીલરની સવારી કરતી વખતે હંમેશા તમારી પાસે હોવું જોઈએ; પછી તમારા સ્થાનિક સુપરમાર્કેટમાં જતા હોવ કે તમારી ઑફિસે જતા હોવ; આ એક આવશ્યક ડૉક્યૂમેન્ટ છે. જો કોમ્પ્રિહેન્સિવ પૉલિસી નહીં, તો તમારે ઓછામાં ઓછું
થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કવર ખરીદવું જોઈએ, જે અકસ્માતના કિસ્સામાં થર્ડ પાર્ટીની જવાબદારીઓથી તમને સુરક્ષિત કરશે. પરંતુ તમારું આ ડૉક્યૂમેન્ટ ખોવાઈ જઈ શકે છે. આગળ શું? શું તમારે નવું ઇન્શ્યોરન્સ કવર લેવું પડશે? શું તમે તમારી પૉલિસીના તમામ લાભો ગુમાવશો? સીધો જવાબ 'ના' છે’. ઉપરોક્ત કોઈપણ પ્રશ્નો સાચા ઠરતા નથી. તમારે માત્ર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ડુપ્લિકેટ કૉપી માટે અપ્લાઇ કરવાનું રહેશે. આ લેખ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ડુપ્લિકેટ કૉપી માટે અપ્લાઇ કરવાના પગલાંઓ વિશે વાત કરે છે. વધુ જાણવા માટે આગળ વાંચો.
તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ડુપ્લિકેટ કૉપી ઑનલાઇન અથવા ઑફલાઇન કેવી રીતે મેળવવી?
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ડુપ્લિકેટ કૉપી માટે અપ્લાઇ કરવાની બે રીતો છે - ઑનલાઇન અને ઑફલાઇન. વધુને વધુ લોકો ઑનલાઇન પૉલિસી ખરીદવાનું પસંદ કરે છે, તેથી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ડુપ્લિકેટ કૉપી ઑનલાઇન મેળવવી સરળ બની ગયું છે. તે આ પ્રમાણે કરી શકાય છે:
પગલું 1:
તમારી ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટની મુલાકાત લો અને તમારા એકાઉન્ટમાં લૉગ-ઇન કરો. ઇન્શ્યોરન્સ કંપનીઓ સામાન્ય રીતે મેઇલ દ્વારા આ વિગતો શેર કરે છે, પરંતુ જો તેમ ઉપલબ્ધ ન હોય તો, તમારો પૉલિસી નંબર દાખલ કરીને પણ મેળવી શકાય છે.
પગલું 2:
બજાજ આલિયાન્ઝ એકથી વધુ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે, ત્યારે
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો, જેના માટે તમારે ડુપ્લિકેટ કૉપી જોઈએ છે.
પગલું 3:
પોર્ટલ દ્વારા પૉલિસીની વિગતો પૂછવામાં આવશે, જેની ચકાસણી કરવામાં આવશે.
પગલું 4:
આ વિગતો દાખલ કર્યા બાદ તમે તેને જોઈ શકો છો તેમજ ડાઉનલોડ કરી શકો છો. તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદ્યું હોવાથી, તે માત્ર ડાઉનલોડ માટે ઉપલબ્ધ રહેશે જેને તમારા રેફરન્સ માટે પ્રિન્ટ અને સેવ કરી શકાય છે. કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ આ ઇન્શ્યોરન્સ પૉલિસી ઇમેઇલ દ્વારા તેમજ ટપાલ દ્વારા મોકલવાની સુવિધા પણ પ્રદાન કરે છે. જેમને હજુ સુધી પૉલિસીની ઑનલાઇન ખરીદીમાં ફાવટ નથી, તેમના માટે આ પ્રક્રિયા થોડી લાંબી છે.
- સૌ પ્રથમ તમારી મૂળ પૉલિસીનો ડૉક્યૂમેન્ટ ખોવાઈ જવા વિશે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાની રહેશે. આની જાણ કરવાથી, તેમને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કૉપીની વ્યવસ્થા કરવામાં મદદ મળશે. તમે આની જાણ કૉલ પર અથવા મેઇલ દ્વારા પણ કરી શકો છો.
- આગળ, તમારે લાગુ પડતા અધિકારક્ષેત્રમાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અથવા એફઆઇઆર નોંધાવવાની રહેશે. એફઆઇઆર નોંધાવવાથી એ વાતની ખાતરી થાય છે કે એ ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ વાસ્તવિકતામાં ખોવાઈ જવાનો કેસ છે.
- હવે, એફઆઇઆર કર્યા બાદ, તમારે પૉલિસી નંબર, ઇન્શ્યોરન્સ ધરાવતા ટૂ-વ્હીલરની વિગતો સહિત ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારનો ઉલ્લેખ કરીને તમારી ઇન્શ્યોરન્સ કંપનીને લેખિતમાં અરજી કરવાની રહેશે.
- આખરે તમારે ઇન્ડેમ્નિટિ બોન્ડ પણ સબમિટ કરવાનો રહેશે, જે કોઈપણ ખોટી રજૂઆત તમારી એકલ જવાબદારી રહેશે તેમ જાહેર કરે છે. આ એક કાનૂની ડૉક્યૂમેન્ટ છે જે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને સુરક્ષિત કરે છે.
ડુપ્લિકેટ પૉલિસી જારી કરવાની આ સુવિધાનો ઉપયોગ કરીને, તમે ફરીથી ઇન્શ્યોરન્સ કવર ખરીદ્યા વિના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કૉપી મેળવી શકો છો. ટ્રાફિક અધિકારીઓ દ્વારા દંડ કરવામાં આવે ત્યાં સુધી તમે ડુપ્લિકેટ પૉલિસી માટે અરજી કરવાની રાહ ન જુઓ. આજકાલ, સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ઑફિસ દ્વારા વાહનના માલિકોને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સહિતના તેમના વાહનના ડૉક્યૂમેન્ટની ડિજિટલ કૉપી સાથે રાખવાની પરવાનગી આપવામાં આવેલ છે. એમપરિવહન અથવા ડિજિલૉકર જેવી એપ વડે સ્ટોર કરવું સરળ છે.
ઇન્શ્યોરન્સની ડુપ્લિકેટ કૉપી હોવી શા માટે મહત્વપૂર્ણ છે?
તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી એક આવશ્યક ડૉક્યૂમેન્ટ છે, જે સ્કૂટર અથવા બાઇક ચલાવતી વખતે હંમેશા તમારી પાસે હોવું જોઈએ. ટ્રાફિક અધિકારી દ્વારા ડૉક્યૂમેન્ટની માંગણી કર્યા બાદ તે રજૂ ના કરી શકવા પર ભારે દંડ લાગી શકે છે. આ ઉપરાંત, તે એક કાનૂની જરૂરિયાત છે, જેનું પાલન કરવું આવશ્યક છે. આમ, કાનૂની અનુપાલન અને થર્ડ-પાર્ટીની જવાબદારીઓ તેમજ પોતાના વાહનના નુકસાન સામે નાણાંકીય કવરેજ સુનિશ્ચિત કરવા માટે, તમારાથી તમારા મૂળ ડૉક્યૂમેન્ટ ખોવાય જાય, તો ઇન્શ્યોરન્સ પૉલિસીની ડુપ્લિકેટ કૉપીની વિનંતી કરવી જરૂરી છે. વધુમાં, જો તમારે ઇન્શ્યોરર પાસે ક્લેઇમ કરવાનો હોય, તો તમારી પાસે આ ડૉક્યૂમેન્ટ હોવા આવશ્યક છે. તેથી, તમે તમારી ઇન્શ્યોરન્સ કંપની સાથે પૉલિસીની ડુપ્લિકેટ કૉપીની વિનંતી કરો તે મહત્વપૂર્ણ છે.
તમે તમારા ટૂ-વ્હીલરના ઇન્શ્યોરન્સની ડુપ્લિકેટ કૉપી માટે અપ્લાઇ કરો, ત્યારે યાદ રાખવા જેવી બાબતો
- ધ્યાન રાખો કે તમે તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની ડુપ્લિકેટ કૉપીની વિનંતીમાં વિલંબ કરશો નહીં. તમારા વાહનને પૉલિસી વગર ચલાવવું ગેરકાયદેસર છે, તેથી તમારે ખોવાયેલ પૉલિસી ડૉક્યૂમેન્ટ માટે તરત જ યોગ્ય વ્યવસ્થા કરવી મહત્વપૂર્ણ છે.
- સુનિશ્ચિત કરો કે તમે તમારા વાહનના ડૉક્યૂમેન્ટ જેમ કે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી, તેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને પીયૂસી સર્ટિફિકેટ તમામને સુરક્ષિત રીતે રાખો છો. વધુમાં, તમે તમારા ડૉક્યૂમેન્ટને ઇલેક્ટ્રોનિક રીતે સ્ટોર કરવા માટે ડિજિલૉકર અને એમપરિવહન જેવી સરકાર-માન્ય એપ્લિકેશનનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. આ રીતે, તમારે હંમેશા ફિઝિકલ ડૉક્યૂમેન્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તમે આ ડૉક્યૂમેન્ટ તમારા સ્માર્ટફોનમાંથી દર્શાવી શકો છો.
હું મારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનો નંબર ક્યાં જોઈ શકું?
દરેક ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૉલિસી ડૉક્યૂમેન્ટ પર પૉલિસી નંબરનો ઉલ્લેખ કરવામાં આવે છે. જો કે, જો તમારી પાસે તમારી વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીની ફોટોકૉપી પણ ના હોય, તો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનો નંબર જાણવાની કેટલીક રીતો છે.
- સૌ પ્રથમ, તમે તમારી ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર લૉગ ઇન કરી શકો છો; આ કિસ્સામાં, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ. તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરીને, તમે તમારો પૉલિસી નંબર જાણી શકો છો. વૈકલ્પિક રીતે, તમારી મોબાઇલ એપ્લિકેશનમાં સાઇન ઇન કરવાથી પણ તમારો પૉલિસી નંબર જાણી શકાય છે.
- બીજું, તમે તમારા ઇન્શ્યોરન્સ એજન્ટનો સંપર્ક કરી શકો છો અને તમારી ખોવાયેલી પૉલિસીની વિગતો મેળવી શકો છો.
- ત્રીજું, તમે ઇન્શ્યોરન્સ કંપનીની અધિકૃત હેલ્પલાઇન પર કૉલ કરી શકો છો. કેટલીક વિગતોના વેરિફિકેશન થવા પર, ઇન્શ્યોરર તમને તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વિશેની માહિતી આપી શકે છે.
- ચોથી, તમે તમારી ઇન્શ્યોરન્સ કંપનીની બ્રાન્ચ ઑફિસની મુલાકાત લઈ શકો છો.
- છેલ્લે, તમે Insurance Information Bureau (IIB) ની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. IIB ભારતમાં જારી કરેલી તમામ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીઓનો રેકોર્ડ જાળવે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
-
જો મારી અસલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખોવાઈ જાય, તો શું હું ડુપ્લિકેટ કૉપી મેળવી શકું છું?
હા, જો તમારી અસલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખોવાઈ જાય તો પણ તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની ડુપ્લિકેટ કૉપી મેળવવી શકાય છે. તમારે માત્ર તમારી ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પરથી ડુપ્લિકેટ કૉપી ડાઉનલોડ કરવાની રહેશે અથવા તમારી ઇન્શ્યોરન્સ કંપનીને ડુપ્લિકેટ કૉપી જારી કરવા માટે વિનંતી કરવાની રહેશે.
-
ડ્રાઇવિંગ કરતી વખતે મારે મારી કારમાં કયા ડૉક્યૂમેન્ટ સાથે રાખવા જોઈએ?
તમારી કાર ડ્રાઇવ કરતી વખતે, તમારે ચાર આવશ્યક ડૉક્યૂમેન્ટ સાથે રાખવા જરૂરી છે; તમારી કાર સંબંધિત ત્રણ અને તમારા માટે એક. તેઓ:
- તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ.
- તમારી કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ.
- તમારી કારની ઇન્શ્યોરન્સ પૉલિસી.
- તમારી કાર માટે પોલ્યુશન અંડર કન્ટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ.
-
શું હું ગ્રેસ પીરિયડ દરમિયાન કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ દાખલ કરી શકું?
ના, ગ્રેસ પીરિયડ એક સમયગાળો છે જે દરમિયાન તમે કરી શકો છો
તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરો કોઈપણ રિન્યુઅલ લાભો ગુમાવ્યા વિના. જો કે, આ સમયગાળા દરમિયાન ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કોઈ ક્લેઇમ ચૂકવવામાં આવતા નથી. *
* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
Please send the duplicate soft copy of my bike insurance policy # OG-22-9906-7802-0005
Kindly download your policy soft copy by visiting at https://www.bajajallianz.com/forms/form-e-policy.html page
I renewed my policy this feb but i cannot download the pdf.
Kindly download your policy soft copy by visiting at https://www.bajajallianz.com/forms/form-e-policy.html page