રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
hit-and-run accident guide
24 માર્ચ, 2023

હિટ-એન્ડ-રન અકસ્માત: પીડિત અને દોષી માટેની માર્ગદર્શિકા

ભારતમાં વધી રહેલા વાહનોને કારણે, માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આમાં, કોઈ વાહનને ઘસરકો પડે તેવો નાનો અકસ્માત હોઈ શકે છે. અથવા કોઈના વાહનને ગોબો પડે અથવા થર્ડ-પાર્ટીને ઈજા થાય તેવો કોઈ મોટો અકસ્માત હોઈ શકે છે. તમે તમારી કારને થયેલા અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ હોઈ શકો છો, અથવા દોષી વ્યક્તિ હોઈ શકો છો. જો તમે અકસ્માતનો ભોગ બન્યા છો, અથવા તમારાથી અકસ્માત થયો છે, એટલે કે તમે દોષી છો, ત્યારે પરિસ્થિતિને સંભાળવાની સાચી રીત શું છે? શું તમારા કાર ઇન્શ્યોરન્સ દ્વારા વળતર ચૂકવવામાં આવે છે? ચાલો, આ વિશે વધુ સમજીએ.

પીડિત તરીકે શું કરવું?

આ પરિસ્થિતિને ધ્યાનમાં લો: તમે તમારા વાહનને શેરીમાં પાર્ક કરીને કોઈ કામ માટે ગયા છો. તમે કાર પાસે આવીને તેને બહાર કાઢી રહ્યા છો, અને તે જ સમયે અચાનક પાછળથી આવતી કોઈ કાર રોકાયા વિના, પૂરઝડપે તમારી કારને ઘસાઈને પસાર થઈ જાય છે. તમારી કારનો સાઇડ-વ્યૂ મિરર તૂટી જાય છે અને કારના બમ્પરને એક બાજુ નુકસાન થાય છે. અહીં, દોષિત વ્યક્તિ દ્વારા તમારા વાહનને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને તે વ્યક્તિ સ્થળ પરથી જતી રહી, તેથી આને હિટ-એન્ડ-રનની ઘટના કહી શકાય છે.

તમારી પાસે કયા વિકલ્પો છે?

તમે નીચેના વિકલ્પોને ધ્યાનમાં લઈ શકો છો:
  1. જો તમને અથવા તમારા સહ-યાત્રીઓને ઈજા થઈ હોય, તો તરત જ મદદ માટે કૉલ કરો. મદદ મેળવવા માટે ઇમરજન્સી નંબર પર સંપર્ક કરો. આ માટે તમે ત્યાંથી પસાર થઈ રહેલ લોકોની પણ મદદ લઈ શકો છો.
  2. થયેલ અકસ્માત વિશે પોલીસને તરત જ જાણ કરો. જે વાહન દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો, તે વાહનનું વર્ણન કરવામાં જો તમે મદદ કરી શકો છો, તો પોલીસ કોઈપણ ચેકપૉઇન્ટ પર વાહનને આંતરી શકે છે.
  3. જો તમે વાહનનો નંબર ન જોયો હોય, તો પણ વાહનનું સામાન્ય વર્ણન ઉપયોગી બની શકે છે. આમાં કારની બ્રાન્ડ અથવા મોડેલ અથવા તેનો કલર પણ શામેલ હોઈ શકે છે.
  4. અકસ્માત થયા પછી તમારા ઇન્શ્યોરરનો સંપર્ક કરો. જો તમારી પાસે ફર્સ્ટ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સહોય, તો તમને થયેલ નુકસાનનું વળતર મળી શકે છે. તમારી કારને થયેલા નુકસાનના ફોટા અને વિડિયો લો, કારણ કે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં અને પર્યાપ્ત વળતર પ્રદાન કરવામાં તે ઇન્શ્યોરરને મદદરૂપ નિવડી શકે છે. *
  5. તમે વકીલનો પણ સંપર્ક કરી શકો છો. ક્લેઇમની પ્રક્રિયામાં ઉદ્ભવતી કોઈપણ ઝંઝટમાં વકીલ તમને મદદ કરી શકે છે. વૈકલ્પિક રીતે, જો દોષિત વ્યક્તિને અધિકારીઓ દ્વારા પકડવામાં આવે છે, તો વકીલ તેમની સામે મજબૂત કેસ બનાવવામાં તમારી સહાય કરી શકે છે. 

શું તમે પીડિત તરીકે ક્લેઇમ કરી શકો છો?

હા, જો તમે હિટ-એન્ડ-રન અકસ્માતનો ભોગ બનો છો, તો તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસે તમે ક્લેઇમ કરી શકો છો. ક્લેઇમ ફાઇલ કરવા માટે, તમારે:
  1. અકસ્માત વિશે તમારા ઇન્શ્યોરરને જાણ કરવાની રહેશે.
  2. થયેલ નુકસાનની ફોટો અને વિડિયોની મદદથી જાણ કરો.
  3. ફોર્મ સાથે તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ પ્રદાન કરો. આમાં, મોટો અકસ્માત થયો હોય તો પોલીસ એફઆઇઆર પણ શામેલ છે.
  4. ઇન્શ્યોરન્સ કંપનીના સર્વેક્ષક દ્વારા તમારા વાહનનું નિરીક્ષણ કરાવો.
  5. તમારી કારને રિપેર કરાવો અને ઇન્શ્યોરર દ્વારા વળતર મેળવો. * 

દોષિત વ્યક્તિએ શું કરવું?

મોટાભાગે, અકસ્માત કરનાર વ્યક્તિઓ પીડિતને મદદ અથવા વળતર પ્રદાન કર્યા વિના ઘટના સ્થળેથી જતા રહેતા હોય છે. આમ કરવાથી ભવિષ્યમાં અપરાધી માટે મોટી કાનૂની સમસ્યાઓ સર્જાઇ શકે છે. જો તમારા વાહનથી અકસ્માત થવાને કારણે તમે અપરાધી બનો છો, તો તમે નીચે જણાવ્યા અનુસાર કરી શકો છો:
  1. ઘટના સ્થળ પરથી જતા રહેશો નહીં. તમારા વાહનને બાજુમાં ઊભું રાખો અને જો કોઈને ઈજા થઈ હોય તો પીડિતને મદદ કરો. તેમને હૉસ્પિટલમાં પણ લઈ જાઓ.
  2. અકસ્માત થયા પછી પોલીસનો સંપર્ક કરો. જો તમે અકસ્માત પછી ભાગી જાઓ છો, તો પોલીસ દ્વારા તમને આગળ પકડી પાડવામાં આવી શકે છે, જેના કારણે સમસ્યાઓ થઈ શકે છે.
  3. જો તમારી પાસે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સહોય, તો તમારા ઇન્શ્યોરરને જાણ કરો. આને લીધે થર્ડ-પાર્ટીને તમારા ઇન્શ્યોરર દ્વારા વળતર મળી શકે છે અને તમારે પોતે ચુકવણી કરવાની રહેતી નથી. *
  4. જો તમે અધિકારીઓ અથવા તમારા ઇન્શ્યોરરને જાણ કર્યા વિના ઘટના સ્થળેથી ભાગી જાઓ છો, તો વકીલનો સંપર્ક કરો. તેઓ અકસ્માત પછી ઉદ્ભવતી કાનૂની સમસ્યાઓમાંથી રસ્તો શોધવામાં તમારી મદદ કરી શકે છે. તેઓ ઉપલબ્ધ કોઈપણ વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં પણ તમારી મદદ કરી શકે છે. 

તારણ

અકસ્માત એ અણધારી ઘટના છે, પરંતુ કારના માલિક તરીકે તમામ નિયમોનું પાલન કરવું અને રસ્તા પર સુરક્ષિત રીતે વાહન ચલાવવું એ તમારી જવાબદારી છે. તમે પીડિત હોવ કે દોષી, તમારી કાર માટે મોટર ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે. જો તમારી પાસે મોટર ઇન્શ્યોરન્સ ન હોય તો, તમે કોઈ પૉલિસી ખરીદતા પહેલાં ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર નો ઉપયોગ કરો. તમે પૂરી પાડેલ માહિતી તથા પસંદ કરેલ પરિમાણોના આધારે, કૅલ્ક્યૂલેટર દ્વારા ક્વોટ દર્શાવવામાં આવે છે. જો જણાવવામાં આવતો ક્વોટ તમારા બજેટને અનુરૂપ હોય, તો તમે પૉલિસી ખરીદી શકો છો. અન્યથા, તમે તેના બદલે અન્ય ઇન્શ્યોરર પસંદ કરી શકો છો. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે