જે લોકો દૈનિક મુસાફરી માટે તેમની બાઇકનો ઉપયોગ કરે છે તેમને માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી જરૂરી છે. આ પૉલિસી તમને વ્યક્તિગત અકસ્માતના કિસ્સામાં (માલિક/ડ્રાઇવરનું મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતા), નુકસાન, ક્ષતિ, તમારા વાહનની ચોરી અને થર્ડ પાર્ટીની જવાબદારી માટે પણ કવર કરે છે. પરંતુ પૉલિસી હેઠળ વધારાનું કવર પણ ઑફર કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ટૂ-વ્હીલર પૉલિસી 1 વર્ષ સુધી ખરીદી શકાય છે, જ્યારે લાંબા ગાળાની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી 3 વર્ષ સુધી મેળવી શકાય છે. જ્યારે તમે ખરીદો અથવા રિન્યુ કરો ત્યારે વધારાના કવરનો લાભ લઈ શકો છો
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો અથવા રિન્યુ કરો ત્યારે વધારાના કવરનો લાભ લઈ શકાય છે, પરંતુ પૉલિસીની મુદત દરમિયાન નહીં. આ એક્સટેન્શન તમારી બાઇકને મહત્તમ કવરેજ આપે છે.
તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને વધારવા માટે સામાન્ય અતિરિક્ત કવર
1. ઝીરો અથવા શૂન્ય ડેપ્રિશિયેશન કવર
ડેપ્રિશિયેશન એ ઘસારાને કારણે લાંબા સમયે સંપત્તિની કિંમતમાં થતો ઘટાડો સૂચવે છે. ઝીરો ડેપ્રિશિયેશન કવર તમારા નુકસાન, ક્ષતિ અને ચોરી માટેના સંપૂર્ણ ક્લેઇમ સાથે ડેપ્રિશિયેશન મૂલ્યને કવર કરીને તમારી હાલની પૉલિસી હેઠળ વધુ સુરક્ષા આપે છે. તેમાં તમારી બાઇકના પ્લાસ્ટિક, રબર અને ફાઇબર ઘટકોના રિપેર અથવા રિપ્લેસમેન્ટ ખર્ચને પણ કવર કરવામાં આવે છે.
2. પિલિયન રાઇડર માટે વ્યક્તિગત અકસ્માત કવર
સ્ટાન્ડર્ડ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ડ્રાઇવિંગ કરતી વખતે વાહનના માલિક/ડ્રાઇવરને કવર કરે છે. પરંતુ તમારી બાઇકને થયેલ અકસ્માત ગંભીર હોઈ શકે છે અને સહ-યાત્રીને ઇજા થઈ શકે છે જેના કારણે તેમને થોડી અથવા ગંભીર ક્ષતિ પહોંચી શકે છે. આ ઍડ-ઑન કવર તમારા પિલિયન રાઇડરના નુકસાનને કવર કરી શકે છે. આમ તમારી નવી
નવી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની સાથે આ કવર પસંદ કરવાથી તમારી પાછળ બેઠેલ વ્યક્તિને તમારી બાઇક પર સવારી કરતી વખતે થતી ઇજાના કિસ્સામાં આ પૉલિસી લાભદાયક રહેશે.
3. ઍક્સેસરીઝનું નુકસાન
આજકાલ લોકો બ્લૂટૂથ ડિવાઇસ, ગ્રિલ, ફેન્સી લાઇટ્સ, સીટ કિટ વગેરે જેવી ઘણી ઍક્સેસરીઝ સાથે તેમની બાઇકને સજાવે છે, અને તમે પણ તેમાંથી એક હોઈ શકો છો. આ સજાવટને અકસ્માત દરમિયાન નુકસાન થઈ શકે છે અથવા ખોવાઈ શકે છે. આ ઍડ-ઑન કવર તમને તમારી બાઇકની ખરાબ થઈ ગયેલી ઇલેક્ટ્રિક અને નૉન-ઇલેક્ટ્રિક ઍક્સેસરીઝ માટે વળતર આપી શકે છે. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉપરોક્ત એક્સટેન્શન પ્રાપ્ત થાય છે, જેનો લાભ લેવામાં આવે ત્યારે, અકસ્માતના કિસ્સામાં તમને સૌથી વધુ લાભ આપી શકે છે. મૂલ્યાંકન કરો
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્વોટ્સ અને તમારા બજેટ અને જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૉલિસીને કસ્ટમાઇઝ કરો.
જવાબ આપો