નો ક્લેઇમ બોનસ એ તમારા
વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ક્રમશઃ ઘટાડવાની શ્રેષ્ઠ રીત છે.. ઉદાહરણ તરીકે, નીચે આપેલ ટેબલ ₹3.6 લાખની મારુતિ વેગન આર માટે છ વર્ષ દરમિયાન નીચેની પરિસ્થિતિઓમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમ દર્શાવે છે:
- પરિસ્થિતિ 1:જ્યારે કોઈ ક્લેઇમ કરવામાં આવેલ ના હોય અને લાગુ પડતું નો ક્લેઇમ બોનસ કમાયા હોય
- પરિસ્થિતિ 2: જ્યારે દર વર્ષે ક્લેઇમ કરવામાં આવ્યો હોય
આઇડીવી |
પરિસ્થિતિ 1 (એનસીબી સાથે) |
પરિસ્થિતિ 2 (એનસીબી વગર) |
વર્ષ |
મૂલ્ય રૂ. માં |
એનસીબી % |
પ્રીમિયમ |
એનસીબી % |
પ્રીમિયમ |
વર્ષ 1 |
360000 |
0 |
11,257 |
0 |
11,257 |
વર્ષ 2 |
300000 |
20 |
9,006 |
0 |
11,257 |
વર્ષ 3 |
250000 |
25 |
7,036 |
0 |
9,771 |
વર્ષ 4 |
220000 |
35 |
5,081 |
0 |
9,287 |
વર્ષ 5 |
200000 |
45 |
3,784 |
0 |
9,068 |
વર્ષ 6 |
180000 |
50 |
2,814 |
0 |
8,443 |
જો તમે તમારા વાહન પર કાર ઇન્શ્યોરન્સ/
બાઇક ઇન્શ્યોરન્સમાં એનસીબી / ને આગળ વધારતા હોવ, તો તમે તેને સમાન પ્રકાર (ફોર-વ્હીલરથી ફોર-વ્હીલર, ટૂ-વ્હીલરથી ટૂ-વ્હીલર) ના નવા વાહન પર ટ્રાન્સફર કરી શકો છો. આ રીતે, તમે તમારા નવા વાહન પર ચૂકવવાપાત્ર પ્રથમ પ્રીમિયમ પર 20% અને 50% (જ્યારે તે સૌથી વધુ હોય) ની વચ્ચેનો ઘટાડો કરી શકો છો.
ઉદાહરણ: તમે ₹7.7 લાખની નવી હોન્ડા સિટી ખરીદો છો. સામાન્ય પરિસ્થિતિઓમાં, પ્રથમ વર્ષના તેના ઇન્શ્યોરન્સ માટે ચૂકવવાપાત્ર પોતાની નુકસાનીનું પ્રીમિયમ ₹25,279 હશે. જો કે, જો તમે તમારા જૂના વાહનનું નો ક્લેઇમ બોનસ 50% (સર્વોત્તમ પરિસ્થિતિ) હોન્ડા સિટીમાં ટ્રાન્સફર કરવા માંગતા હોવ, તો તમે પ્રથમ વર્ષમાં પોતાની નુકસાનીના પ્રીમિયમ તરીકે સીધી 50% બચત સાથે ₹12,639 ની ચુકવણી કરશો.
શું મારું નો ક્લેઇમ બોનસ સમાપ્ત થઈ શકે છે? જો હા, તો શા માટે?
તમારું એનસીબી માત્ર નીચેના કિસ્સાઓમાં જ સમાપ્ત થઈ શકે:
- જો પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવે, તો તમે તે સંબંધિત વર્ષમાં કોઈપણ એનસીબી માટે પાત્ર રહેશો નહીં
- જો ઇન્શ્યોરન્સના સમયગાળામાં 90 દિવસથી વધુનો કોઈ બ્રેક હોય, એટલે કે જો તમે તમારી વર્તમાન પૉલિસીની સમાપ્તિ તારીખના 90 દિવસની અંદર ઇન્શ્યોરન્સ રિન્યુ ન કરો
- જો તમે વાહનના બીજા માલિક હોવ, તો તમે પ્રથમ માલિકના એનસીબીનો ઉપયોગ કરી શકશો નહીં એટલે કે તમે તે પૉલિસી વર્ષ માટે 0% એનસીબી માટે પાત્ર રહેશો
શું હું જૂના વાહનમાંથી નવા વાહનમાં એનસીબી ટ્રાન્સફર કરી શકું?
તમે એનસીબીને તમારા જૂના વાહનમાંથી સમાન ક્લાસ અને પ્રકારના નવા વાહનમાં ટ્રાન્સફર કરી શકો છો. ટ્રાન્સફર કરવા માટે, નીચેની બાબતોને ધ્યાનમાં રાખો:
- જ્યારે તમે તમારા જૂના વાહનને વેચો, ત્યારે સુનિશ્ચિત કરો કે તેની માલિકી ટ્રાન્સફર કરવામાં આવે અને ઇન્શ્યોરન્સના હેતુ માટે આરસી બુકમાં નવી એન્ટ્રીની ફોટોકૉપી રાખો
- એનસીબી સર્ટિફિકેટ મેળવો. તમારી ઇન્શ્યોરન્સ કંપનીને ડિલિવરી નોટની એક કૉપી મોકલો અને એનસીબી સર્ટિફિકેટ અથવા હોલ્ડિંગ લેટર આપવા માટે જણાવો. આ લેટર ત્રણ વર્ષ માટે માન્ય હોય છે
- જ્યારે તમે નવું વાહન ખરીદો છો, ત્યારે એનસીબી તમારી નવી મોટર વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ટ્રાન્સફર કરો
મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે વધુ જાણો અને શ્રેષ્ઠ મોટર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તમારા વાહનને ઇન્શ્યોર કરો
જવાબ આપો